કચ્છનું ધોરડો સોલાર વિલેજ

Dhordo Solar Village in Kutch कच्छ का धोरडो सौर गाँव

81 રહેણાકમાં 177 કિલોવોટ સોલાર રૂફટોપ

વાર્ષિક રૂ. 16,064નો આર્થિક લાભ થશે

અમદાવાદ 2025
યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે.
મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ બાદ, ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું છે.

રૂ. 16 હજારથી વધુનો લાભ
ધોરડોના 81 રહેણાંક ઘરો માટે 177 કિલોવોટની સોલાર રૂફટોપ કેપેસિટી મળશે. ગામના દરેક વીજ વપરાશકર્તાને વાર્ષિક ₹16,064 નો આર્થિક લાભ થવાનો અંદાજ છે. વાર્ષિક 2 લાખ 95 હજાર યુનિટ ઉત્પાદનની સંભાવના છે. આ યોજનાના લીધે ગ્રામજનોને વીજળીના બિલમાં બચત થવાની સાથે વાધારાના યુનિટના લીધ પણ આવક થશે. દર વર્ષે વીજળીમાં બચત અને વધારાના યુનિટના વેચાણથી રૂ. 13 લાખનો લાભ થવાની સંભાવના છે.

કેવું છે ઘોરડો
ધોરડોએ ભૂજથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલું બની વિસ્તારનું છેવાડાનું ગામ છે અને તેને કચ્છના મોટા રણના ભાગરૂપ એવા સફેદ રણનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે.
કચ્છના મોટા રણના મુખ પર આવેલું ધોરડોએ સફેદ રણનું પ્રવેશદ્વાર છે. વર્ષ 2005માં કચ્છ રણ સફારી સ્વરૂપે શરૂ થયેલો પાંચ દિવસનો કાર્યક્રમ હવે કચ્છ રણોત્સવ સ્વરૂપે ચાર મહિના સુધી ચાલે છે.

ધોરડોમાં પ્રવાસીઓને આકર્ષવા માટે ટેન્ટ સિટી ઊભું કરવામાં આવે છે, જેમાં કૉટેજ અને નૉન-એસી સ્વિસ કૉટેજ , તંબુ, ભૂંગા હોય છે. ભૂકંપ અને વાવાઝોડાં માટે સદી કરતાં વધુ સમયથી ભૂંગાની ડિઝાઇન સ્થાનિકોમાં પ્રચલિત છે. કુદરતી આપત્તિઓ સામે સંરક્ષણ પૂરું પાડે છે.

ચોમાસામાં દરિયાના પાણી રણવિસ્તારમાં ફરી વળે છે, વરસાદના પાણીને કારણે તેની ખારાશ ઘટી જાય છે. શિયાળામાં જેમ-જેમ પાણીનું બાષ્પીભવન થવા લાગે છે, તેમ-તેમ માટી ઉપર મીઠાનું સ્તર છતું થવા લાગે છે, જે સફેદ રણની આભા ઊભી કરે છે.

સફેદ રણના દૃશ્યની મજા માણવા માટે સહેલાણીઓ દ્વારા પૂનમનો દિવસ પસંદ કરવામાં આવે છે, જે દિવસે ચાંદનીના પ્રકાશમાં સમગ્ર વિસ્તાર ચમકે છે. આ સિવાય સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે પણ પર્યટકોની ભીડ ઉમટી પડે છે.

વૉચ ટાવર પરથી માત્ર સફેદ રણ જ દેખાય છે.

1819ના ભૂકંપ પછી સ્થાનિકોએ સંરચના અપનાવી હતી અને તે લગભગ બે સદીથી પ્રચલિત છે. વર્ષ 1956 તથા 2001ના ભયાનક ભૂકંપમાં કચ્છનાં ભૂંગા ટકી રહ્યાં હતાં.
ભૂંગાની દિવાલો વર્તુળાકાર હોય છે, જેથી તે આંચકા સહન કરી શકે છે. માટીથી લિંપેલી વાંસની દિવાલો પણ ભૂંકપ દરમિયાન છૂટી પડતી ઊર્જાના આંચકા શોષી લે છે.
જાતે શીખી-શીખીને લગભગ બે સદી પહેલાં આ ડિઝાઇન અમલમાં મૂકી હતી. કચ્છના ભૂંગાને ‘આર્કિટેક્ટ વગરના આર્કિટેક્ચર’ તરીકે ઓળખવામાં આવે છે.
તાપમાનમાં અસામાન્ય વૃદ્ધિ થાય છે, ત્યારે તે ઠંડી આપે છે અને શિયાળામાં રાત્રિના સમયે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે, ત્યારે તે હૂંફ પૂરી પાડે છે.
ભૂંગા વિષમ આબોહવા સામે તે સ્થાનિકોને રક્ષણ આપે છે.
ગાર-માટી, વાંસ, લાકડાં અને કાથીનો ઉપયોગ કરીને ભૂંગાનું નિર્માણ કરવામાં આવે છે. એક સાંકડો દરવાજો અને એક-બે બારીઓ હોય છે.
છત માટે શંકુ આકાર આપવામાં આવે છે. જ્યારે ગાયના છાણ અને માટીથી તળિયું બનાવવામાં આવે છે.
ભૂંગાની અંદર તથા બહારની બાજુએ ચીકણી માટીથી ભાતીગળ ડિઝાઇનો ઉપસાવવામાં આવે છે. ચિત્રો પણ દોરવામાં આવે છે. દર વર્ષે દિવાળી પહેલાં ઘરની સ્ત્રીઓ ભૂંગા ઉપર નવું લીંપણ કરે છે તથા ચિત્રો-ડિઝાઇનો તૈયાર કરે છે.
ગ્રામજનોના જીવનમાં જોવા મળતી સદીઓ જૂની સ્થાનિક સંસ્કૃતિ ઝલક અને ગ્રામજનોની ટકાઉ જીવનશૈલીની રીતો આવે છે.
વિશ્વસ્તરે નામના મેળવી છે. કચ્છ જિલ્લાના સરહદી અને છેવાડાના ધોરડો, ખાવડા, હોડકો, ભિરંડીયારા જેવા ગામો છે.

ગ્રામ પંચાયતના સરપંચ સહિત તમામ સભ્યો સાથે સર્વ સંમતિથી બિનહરીફ ચૂંટાયા છે .
દરેક ઘરમાં ઘરેલું ઉપયોગ માટે પાણીના નળનું છે. ગામમાં 81000 કયુબિક મીટર પાણીની ક્ષમતા વાળા 2 તળાવ છે. ફિલ્ટરેશન પ્લાન્ટ છે. 30,000 લીટરની ક્ષમતાનું પાણીનો ટાંકો છે.
66 kv નું પાવર સબ સ્ટેશન, ટેલી કોમ્યુનિકેશન માટે નેટવર્ક
હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર , શાળા, સોલાર સ્ટ્રીટ લાઈટ, સીસી રોડ, ઘડુલી સાંતલપુર નેશનલ હાઈ વે, રોડ ટુ હેવન ઉપરાંત ગામમાં 66 kv નું પાવર સબ સ્ટેશન છે. 4G નેટવર્ક, ટેલિફોન એક્સચેન્જ, બ્રોડબેન્ડની સુવિધાઓ છે.