ગાંધીનગર, 20 નવેમ્બર 2020
લોકડાઉનના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મ્યુનિસિપલ હોલ અને પાર્ટીપ્લોટ, ટાઉન હોલ અને ટાગોર હોલના બુકિંગ રદ કરી દીધાં છે. જેના પગલે 1600 લોકોના લગ્ન પ્રસંગો અટવાઈ પડ્યા છે. 16 માર્ચથી 29 માર્ચ સુધી હોલ, પિકનિક હાઉસ, પાર્ટીપ્લોટ બુકિંગ કરાવામાં આવ્યા છે. તેમને પૈસા પરત મળશે પણ તેમના શુભપ્રસંગો ખરાબ થયા છે.
શહેરના 25થી વધુ મ્યુનિ હોલ. પાર્ટી પ્લોટમાં આજે નોટિસ લગાવવામાં આવી છે. જેને પણ બુકિંગ કર્યા છે તે લોકોને ઝોનલ ઓફિસ મળવા કહેવામાં આવ્યું છે. ખાનગી પાર્ટી પ્લોટોના પણ લગ્નો રદ થયા છે. લગ્ન પ્રસંગ અટવાઈ પડ્યા છે અને સમારંભો રદ કર્યા છે.
આ સાથે અમદાવાદમાં શુભમુહૂર્તમાં 1600થી વધુ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તે રદ્દ કરી દેવામાં આવ્યું છે. સરકારની ગાઇડલાઇન પ્રમાણે જે પરિવારોએ લગ્નહોલ બુક કરાવ્યા હતા તે પરિવારો ફસાઇ ગયા છે.
અમદાવાદના કેટલાક પાર્ટીપ્લોટ સંચાલકોએ ડિપોઝીટની રકમ આપવાનો પણ ઇન્કાર કરી દીધો છે.
એકલા અમદાવાદમાં 22 નવેમ્બર થી 24 નવેમ્બર સુધી 1600 થી વધુ લગ્ન સમારંભોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્ન રદ્દ કરવાથી ઇવેન્ટ મેનેજરો તેમજ પરિવારોને મોટું નુકશાન થયું છે.
દિવાળીમાં રોક લગાવવાના બદલે, તહેવારોના કારણે સંક્રમણ થવા દીધું હતું. તેથી કોરોનામાં વધારો થયો હતો. તેની સાથે હવે ઠંડીના કારણે તેમાં ઉમેરો થયો છે.
રાજ્ય સરકારે દિવાળીના તહેવારોમાં કોઇ નિયંત્રણ મૂક્યાં નહીં, પરિણામે કોરોના સંક્રમણના કેસોમાં વિક્રમી વધારો થયો છે.
હવે વિકએન્ડમાં કર્ફ્યૂનો અમલ કરાવવામાં આવતા બહારથી ફરીને અમદાવાદ આવી રહેલા પ્રવાસીઓની સ્થિતિ કફોડી બની છે. અમદાવાદમાં 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવાર 6 વાગ્યા સુધી કરફ્યુ કે લોકડાઉન રહેશે.