મગફળીમાં ઝેરી ફૂગ નિકળતાં વિદેશથી માલ રિઝેક્ટ થાય છે અને પેઢી ઊઠી જાય છે

Due to poisoning in groundnut, rejection of Gujarat abroad, many traders tied business

ગાંધીનગર, 9 એપ્રિલ 2021

એસ્પરજીલસ ફૂગથી ગુજરાતની મગફળીના દાણામાં અફ્લાટોક્સિન નામનું ઝેર ખતરો બની ગયું છે. સૌરાષ્ટ્રના ખેડૂતો તેના ખેતરમાંથી માલ બહાર કાઢે ત્યારે 1 ટકા સુધીના દાણામાં એવું ઝેર હોવા મળે છે. જ્યારે વેપારીઓ મગફળીના દાણાની નિકાસ કરે છે ત્યારે તેમાં સારા એવા પ્રમાણમાં ઝેરી તત્વો હોવાથી માલ રિઝેક્ટ થાય છે. જેના કારણે સૌરાષ્ટ્રની મગફળીના દાણા નિકાસ કરતાં એકમો પર ખરાબ અસર પડી છે. જેના કારણે સૌરાષ્ટ્રમાં અનેક પેઢીઓ ઊઠી ગઈ છે. વર્ષે એક પેઢી આ રીતે ઉઠે એટલે તેની પાછળ 12 જેટલાં વેપારીઓને પણ ધંધો સંકેલી લેવો પડે છે.

સૌરાષ્ટ્રના વેપારીઓની બેકાળજીના કારણે નિકાસમાં મોટો માર પડી રહ્યો છે. માલ રીઝેક્ટ થાય એટલે તે પેઢી તો ઉઠી જાય છે પણ તેની સાથે તેમણે જેમની પાસેથી દાણા ખરીદ કર્યા હોય તે વેપારીઓએ પણ પોતાનો ધંધો બંધ કરવો પડે એવી હાલત થઈ જાય છે. કારણ કે નિકાસકાર વેપારીઓ 20 કે 30 દિવસના બાકી પેમેન્ટ પર માલ લેતા હોય છે.

સૌરાષ્ટ્રમાં દાણાની વિદેશમાં નિકાસ કરતાં 80 ટકા યુનિટો બંધ થઈ ગયા છે. 2000 હજાર જેટલાં યુનિટો હતા.

4 લાખ ટન જેવા દાણા નિકાસ થતાં હતા. જે પહેલા 5 લાખ ટન નિકાસ થતાં હતા.

જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના પ્લાન્ટ પેથોલોજી ડિપાર્ટમેન્ટ હેડ અકબરી કહે છે કે, મગફળીમાં 7 ટકા કરતાં ઓછો ભેજ હોય તો જ તેનો સંગ્રહ ખેડૂતોએ કરવો જોઈએ. બીજને સારવાર કરીને પછી જ વાવેતર કરવું જોઈએ. વધું કે ઓછા વરસાદમાં જમીનની અંદર ડોડવા તૂટી જાય છે કે તીરાડો પડે છે.  જેમાં ખતરનાક ફૂગ અંદર આવી જાય છે. જેના કારણ કે 1 ટકાથી ઓછા પ્રમાણમાં ખેતરથી ગોડાઉન સુધીમાં અફ્લાટોક્સિન જોવા મળે છે.

વેપારીઓએ દાણાની નિકાસ પહેલાં ડોડવાને પલાળીને ફોલે છે અને તેમાંથી દાણા કાઢે છે. ત્યારે ભેજનું પ્રમાણ 7 ટકાથી નીચે રહે તે રીતે સુકવવી જોઈએ. જો તેમ ન કરે તો તેમાં અફ્લાટોક્સિન આવી જાય છે.

જો 7 ટકાથી વધું ભેજ હોય તો કન્ટેનર મોકલવામાં 1 કે 2 મહિના લાગી જતાં હોય ત્યારે તેમાં ફૂગ આવી જાય છે. તેથી માલ રિજેક્ટ થાય છે. 0 પીપીએમ હોય એવા દાણાં જ મોકલવા જોઈએ. જાપાનમાં 0 પીપીએમ, અમેરિકામાં 20 પીપીએમ અને ભારતમાં 30 પીપીએમ માન્ય પ્રમાણ છે.

ગુજરાતની મગફળીનો મોટા ભાગનો દાણો વિયેટનામમાં નિકાસ થાય છે. જેમાં યોગ્ય કાળજી ન રાખતાં માલ રિજેક્ટ થાય છે જે ભારે ખોટમાં ફેરવાય છે. તેથી કેશોદમાં ઘણી પેઢી ઊઠી ગઈ છે.

અમદાવાદના શાહીબાગમાં આવેલી ગુજરાત રિસર્ચ લેબોરેટલીના સત્તાવાર પ્રવક્તા કહે છે કે, દાણામાં ભેજ હોય તેથી ફૂગ આવે છે. જે માલ રિજેક્ટ થાય છે. અમારા નમુનાઓમાં આવા ઘણાં દાણાં આવે છે. તેથી ખેડૂતો અને વેપારીઓએ દાણામાં ભેજ ન રહે તેની કાળજી લેવી જોઈએ. મગફળી કે તેના દાણાં સારી રીતે સૂકવીને જ તેનો સંગ્રહ કરવો જોઈએ.

https://allgujaratnews.in/gj/due-to-excess-rainfall-in-gujarat-peanut-oil-has-increased-aflatoxin-toxin/ 

આ ઝેરી ફૂગ યકૃતને નુકસાન કરી શકે છે. કાર્સિનોજેનિક, એસ્ટ્રોજેનિક, ટેરોટોજેનિક અને ઇમ્યુનોસપ્રેસિવ અસરો છે.

ચાલુ વર્ષે ગુજરાતમાં 25 લાખ ટન મગફળીનો પાક ઉતરે તેવી ખેડૂતોની ધારણા

મગફળીના દાણાની માંગ ઘટી, ખેડૂતોને સીધી અસર આવતાં વર્ષે થશે

ભાજપ સરકારના કારણે શીંગદાણા ઉદ્યોગ પડી ભાંગવાની તૈયારી

પૂર્વ કૃષિ પ્રધાન ચીમન અને હાલના કૃષિ પ્રધાન ફળદુની મગફળી કૌભાંડમાં સંડોવણીનો આરોપ