પહેલા ભાજપે ભ્રષ્ટાચાર કર્યો હવે દુકાનો તોડે છે, અમદાવાદમાં

અમદાવાદ શહેરમાં ટ્રાફિક વકરતા અમપાએ બિલ્ડરો સામે પણ કાર્યવાહી શરૂ કરી છે. શોપીંગ સેન્ટરોમાં ભોંયરાની અંદર બતાવેલા પાર્કિગમાં ગેરકાયદેસર રીતે દુકાનો ચણી લીધા બાદ તેનું વેચાણ કરનાર બિલ્ડરો સામે કાર્યવાહી શરૂ કરી છે.

ભોંયરાની તમામ દુકાનો તોડી નાંખવાનો સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવ્યો છે. આવુ ગેરકાયદેસર બાંધકામ તોડવામાં નહી આવે તો સમગ્ર બીલ્ડીંગની બીયુ પરમીશન રદ કરી દેવાની ચેતવણી આપવામાં આવી છે.

ચાર દિવસમાં પ૪ બિલ્ડીંગોમાં ર૯૦ દુકાનો સીલ કરી છે. આ એવી બિલ્ડીંગો છે કે જેને વોર્ડ અધિકારીઓએ આંખઆડા કાન કરીને કરોડો રૂપિયા બિલ્ડરો પાસેથી લીધા હતા. બિલ્ડરોએ અને અધિકારઓએ ભાજપના અમદાવાદ અને ગુજરાતના જાણાતી ટોચના નેતાઓને કરોડો રૂપિયા આપીને આ બિલ્ડીંગો બનાવી હતી અને બીયુ મંજૂરી આપી દીધી હતી. અધિકારીઓ અને ભાજપના નેતાઓએ ભ્રષ્ટાચાર કરીને હવે તે બિલ્ડીંગો તોડવાના આદેશો કરીને વધું એક વખત ભ્રષ્ટાચારના દ્વારા ખોલી રહ્યાં છે.

એસીબી કે રાજ્ય સરકારે આ ભ્રષ્ટ અધિકારીઓ અને રાજનેતાઓ સામે ક્યારેય પગલાં લીધા નથી. તેને બિયુ પરમીશન આપનારા અધિકારીઓના નામે જાહેર કરીને મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ તેમના અધિકારીઓ સામે પહેલાં પગલાં લેવા જોઈએ અને શહેરની તમામ ગેરકાયદે બિલ્ડિંગો તોડી પાડવી જોઈએ.

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરવામાં આવતા અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ અને અમપા મકાનો તોડી પાડવા કહ્યું છે. પણ જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરવાનું વડી અદાલતે કહ્યું નથી.

એસ્ટેટ વિભાગના અધિકારીઓને પાર્કિંગની જગ્યામાં બાંધકામ થયેલા બિલ્ડીંગોની યાદી તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના પગલે એસ્ટેટ વિભાગ દ્વારા આવી બિલ્ડીંગોની યાદી તૈયાર કરી છે. જે તમામ બિલ્ડીંગો બનાવરાના બિલ્ડરો અને તેને મંજૂરી આપનારા અધિકારીઓ સામે પગલાં લેવાતા નથી. ચૂંટણી ફંડ અને ઘરે પૈસા લઈ જનારા રાજનેતાઓ જેમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને છે તેમની સામે કોઈ પગલાં નહીં ભરવામાં આવે.

શહેરના મણીનગર, વાસણા, નારણપુરા, નવરંગપુરા, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં આવા યુનીટો સીલ કરવામાં આવી રહયા છે.
પાર્કિગની જગ્યામાં થયેલા બાંધકામો બિલ્ડરો તોડી નાંખે અને જા એમ કરવામાં નહી આવે તો મ્યુનિ. કોર્પો. કડક કાર્યવાહી કરશે. તમામ શોપીંગ સેન્ટરોમાં પા‹કગની જગ્યા ખુલી થાય તેવી વાહન ચાલકોની માંગણી છે.