કર્મચારી ભવિષ્ય નિધિમાં સરકાર 12 ટકા ભરશે, વિધવા પેન્શનમાં વધારો

ભયાનક કોરોના વાયરસ સંકટ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારામણે જાહેરાત કરી છે કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) ખાતામાં સરકાર આગામી ત્રણ મહિના માટે કર્મચારી અને એમ્પ્લોયર બંને દ્વારા પોતાનું ઇપીએફ ફાળો આપશે. મતલબ કે કર્મચારીના 12 ટકા અને ઇપીએફઓમાં કંપનીના ફાળોનો 12 ટકા હિસ્સો હવે સરકાર ભરશે. જેમાં 100 કરતાં ઓછા કર્મચારીઓ છે જેમાં 90% પગાર રૂ .15,000 થી ઓછો છે. ઇપીએફ ઉપાડમાં રાહત આપવાની જાહેરાત કરી છે. 75% અથવા ત્રણ મહિનાના પગાર (જે ઓછું હોય તે) ઉપાડી શકે છે.

આ પેકેજ અંતર્ગત 3 કરોડ વૃદ્ધ, અપંગ અને વિધવા મહિલાઓની પેન્શનમાં રૂ . 1000 નો વધારો કરવામાં આવ્યો છે. મહિલાઓની જન ધન ખાતું છે તેમને આગામી ત્રણ મહિના માટે 500-500 રૂપિયા આપવામાં આવશે.