કોંગ્રેસમાં અહેમદ પટેલના અવસાન પછી પણ જૂથવાદનો રાક્ષસ જીવે છે

ગાંધીનગર, 30 જાન્યુઆરી 2021

દિલીપ પટેલ

ગુજરાતમાં કોંગ્રેસના દિલ્હીથી નિરિક્ષક હોવા છતાં તેમની ઉપર બીજા બે નિરિક્ષકો મૂકવા પડ્યા છે. તે કોંગ્રેસ માટે શરમજનક છે. આવું કોંગ્રેસે શામાટે કરવું પડ્યું છે. અહેમદ પટેલના અવસાન પછી પણ કોંગ્રેસ હજુ સુધરવા માંગતી નથી. જૂથવાદ ચલાવીને તેમને નેતાઓને ટેકેદારોને ટિકીટ આપવા માટે ફરી એક વખત લોબીંગ થઈ રહ્યું છે. કોંગ્રેસ ફરી એક વખત પોતાના લાગવગીયા કાર્યકરોને ટિકીટ આપવાનું આયોજન થઈ રહ્યું છે. જેમાં કોંગ્રેસને 10 જિલ્લા પંચાયત માંડ મળશે. મહાનગર પાલિકાઓ તો એક પણ નહીં મળે.

6 કોર્પોરેશન, 81 નગરપાલિકા, 231 તાલુકા પંચાયત અને 31 જિલ્લા પંચાયતની ચૂંટણી છે. 2022ની ધારાસભ્યોની ચૂંટણીની પણ કોંગ્રેસની હારની દિશા નક્કી છે. 47000 મતદાન મથક માટે કોંગ્રેસ પાસે કોઈ આયોજન નથી.

અલગ મિટીંગ

કોંગ્રેસની બેઠકો એક જ સમયે જુદી જુદી જગ્યાએ ફાર્મ હાઉસ પર થાય છે. થોડા નેતાઓ એકઠા થઈ ને બેઠક કરે છે. 28 જાન્યુઆરી 2021મીએ આવી બેઠક અમદાવાદમાં મળી હતી. આવી બેઠકમાં પક્ષની બાબતો નક્કી કઈ રીતે થઈ શકે. તેમાં કંઈક રંધાય રહ્યું છે. જો કંઈક ખોટું ન કરવું હોય તો,  બધા જ નેતાઓ સાથે બેસીને જ બાબતો નકકી કરે. આવી બેઠકો કોંગ્રેસને નુકસાન કરે છે.

વરિષ્ઠ નિરીક્ષકો ગુજરાત આવે ત્યારે કોંગ્રેસના નેતાઓ એકી સાથે મળવાના બદલે બે કે 3 નેતાઓ તેમને મળવા ગયા હતા.

સ્થાનિક સરકારની ચૂંટણીમાં નામો નક્કી કરવાના બદલે પોત પોતાના ઉમેદવારોના નામની યાદી ખીસ્સામાં લઈને જાય છે. તે યાદી નિરીક્ષકોને આપવામાં આવે છે તેનો મતલબ શું સમજવો.

ઓલ ઈન્ડિયા ઓબીસી વિભાગના ચેરમેન શાહું છે. તેઓને ઓબ્ઝર્વર નિયુક્ત કરાયા પણ તેમને મળવા કે હવાઈ મથકે લેવા માટે કોંગ્રેસના કોઈ સીનીયર નેતાઓ ન ગયા પણ ધનશ્યામ ગઢવી અને ઓબીસી વિભાગના રાષ્ટ્રીય કોર્ડિનેટર બલવંત વાઘેલા અને બીજા બે નેતાઓ સ્વાગત કરવા ગયા હતા. પણ ગુજરાત કોંગ્રેસમાં બહુમતિ ધરાવતાં ઓબીસી નેતાઓ તેમને લેવા પણ ન ગયા. કોંગ્રેસના પ્રમુખ કે ઉપપ્રમુખ ગયા ન હતા. આ અત્યંત ગંભીર બાબત ગુજરાત કોંગ્રેસના નેતાઓ ગણી રહ્યાં છે. કારણ કે ગુજરાત કોંગ્રેસમાં અહેમદ પટેલ જે જૂથને છોડીને ગયા છે તે તથા ઓબીસી નેતા ભરત સોલંકીને પણ નિરીક્ષકો પસંદ આવ્યા ન હોવાનું આ મોટું પ્રમાણ છે.

રાજીવ સાતે ઉપર મુકવાનું કારણ એ છે કે તેમણે વિધાનસભાની પેટા ચૂંટણીમાં ખોટું કર્યું હતું. 2020ની ગુજરાત વિધાનસભાની 8 બેઠકો ઉપરની પેટા ચૂંટણી માટે જે ઉમેદારો નક્કી કરાયા હતા તે હારે એવા ઉમેદવારો હતા. છતાં રાજીવે તે અંગે કોઈ ફેરફારો કર્યા ન હતા.

ફરીથી જો આ જ ટોળકી ટીકીટો નક્કી કરે તો તેનું પરિણામ તો વરવું આવવાનું છે. તે સમજીને કોંગ્રેસ હાઈ કમાન્ડે રાજીવ ઉપર બીજા બે નિરીક્ષકો મૂકી દીધા છે. બાકી મુકવાની જરૂર ન હતી.

31 જિલ્લા પંચાયતોમાં ગોલમાલ

30 જિલ્લા પંચાયત 2016માં કોંગ્રેસની આવી હતી. જે તૂટીને હવે માંડ 23 જિલ્લા પંચાયતો રહી છે. આ વખતે જો આ રીતે ટીકીટોની ભાગબટાઈ થશે તો 10 જિલ્લા પંચાયતો પણ નહીં આવે. 2016માં તો હાર્દિક પટેલ અને તેની ટીમના કારણે કોંગ્રેસને 31 જિલ્લા પંચાયતો મળી હતી. મળ્યા પછી ભરત સોલંકીએ ઓબીસી વાદ ચલાવીને જ્યાં પાટીદારોએ કોંગ્રેસને જંગી મત આપેલા હતા ત્યાં ઓબીસી જિલ્લા પ્રમુખો બનાવી દીધા હતા. આવી એક પણ જિલ્લા પંચાયત કોંગ્રેસને આ વખતે મળવાની નથી. જે ભૂલ માધવસિંહ સોલંકીએ કરી હતી તે જ ભૂલ તેમના પૂત્ર ભરત સોલંકીએ કરીને કોંગ્રેસને ફરી એક વખત ખતમ કરી દીધી છે.

6 મહાનગરો

6 મહાનગર પાલિકામાંથી એક પણ કોંગ્રેસ પાસે રહેવાની નથી. કારણ કે શહેરોમાં કોઈ માળખું પ્રમુખ અમિત ચાવડા ગોઠવી શક્યા નથી. અમિત ચાવડાને સંગઠનનું માળું ગોઠવવામાં રસ નથી. તેમનું મહત્વ વધે તેમાં વધું રસ છે.

રાજીવની વિદાય થશે

ગુજરાતમાં શું ગોલમાલ ચાલી રહી છે તેની રોજની વિગતો મોલવામાં આવી રહી છે. દિલ્હી હાઈકમાન્ડ બધું જાણે છે. તેથી ગુજરાતમાં જે ગોલમાલ થઈ છે તે રાષ્ટ્રીય નેતાઓના ધ્યાનમાં છે.

જે રીતે રાજીવ સાતવે ભૂલ કરી રહ્યાં છે તે જોતા તેથી રાજીવને ગુજરાતમાં સ્થાનિક સરકારની ચૂંટણી પૂરી થાય તેની સાથે જ ખસેડી લેવામાં આવે એવી શક્યતા જોવામાં આવી રહી છે.

અહેમદ પટેલની પરંપરા ચાલું

અહેમદ પટેલે ગુજરાતમાં એવી પરંપરા ઊભી કરી છે કે જેટલા નેતાઓ છે તે પોત પોતાના ટેકેદારોના નામની યાદી લઈને આવે અને તે તેમને ટિકિટ આપી દેવામાં આવે છે. આ પરંપરા અહેમદ પટેના અવસાન પછી પણ ચાલું રહી છે. જેટલા નેતાઓ છે તે પોતાનું જૂધ ધરાવે છે અને તેમને તેઓ ટિકીટ અપાવે છે. તેથી કોંગ્રેસ હારે છે. જિલ્લા પંચાયત, મહાનગર પાલિકાઓ અને તાલુકા પંચાયત કે નગર પાલિકામાં આવું જ થવાનું છે. ગુજરાતની પ્રજા ભાજપને ફેંકીને કોંગ્રેસને સત્તા આપવા માંગે છે. પણ કોંગ્રેસના બે ડઝન નેતઓ ગુણવત્તાના બદલે જૂથવાદને ટિકીટ આપે છે. તેમાં હારે છે. અહેમદ પટેલના બાવળિયા કાંટા વેરી રહ્યાં છે.

જુથવાદ

પોત પોતાના જૂથની યાદી લઈને આવી જાય. સામ સામે બેસીને પોતાના લાગવગીયા કાર્યકરોને ટિકીટ આપી દે. પૈસા પણ ભેગા કરી લે છે. મેરીટ નહીં પણ જૂથવાદને ટિકીટ મળે છે. સારા ઉમેદવારો કોઈ જૂથમાં ન હોય તો તેમને ટિકીટ મળતી નથી. ભાગબટાઈ આ વખતે પણ થઈ રહી છે.

ભાજપને મદદ

ભાજપની સાથે કોંગ્રેસના નેતાઓ મળેલા છે. ભાજપ નબળો ઉમેદવાર મૂકવાનું કહે ત્યાં નેતા નબળો ઉમેદવાર મૂકી દે છે. જેમાં શોદાબાજી થાય છે અને બેંક બેલેંસ વધે છે.

ભાજપની ચાલ

વિધાનસભાની 8 બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપને માત્ર 3 બેઠક આવતી હતી. તેથી વડાપ્રદાન મોદીને માટે તે ચિંતાનો વિષય હતો. તેમણે કૃષિ રાજ્ય પ્રધાન પરસોત્તમ રૂપાલાને મોદીએ બોલાવ્યા અને તેમને કહ્યું કે આપણે 8 બેઠક જીતવાની છે. જોકે, વિજય રૂપાણીની નિષ્ફળતાના કારણે ભાજપ હારતો હતો. ત્યારે કોંગ્રેસના 3 નેતાઓ સાથે તેમની બેઠક થઈ અને ભાજપ જીતી ગયો હતો. આ વાત રાજીવ સાતવે પણ જાણતા હતા. તેની હાઈકમાન્ડને જાણ થઈ અને ત્યારથી બીજા નિરીક્ષકો મૂકી દેવામાં આવ્યા હતા. ભાજપ માત્ર ધારાસભ્યોને ખરીદે છે એવું નથી તેઓ કોંગ્રેસના નેતાઓને અને આખી ગુજરાત કોંગ્રેસને ખરીદી લઈ શકે છે. હારે એવા ઉમેદવારો ઊભા રાખી દેવામાં આવ્યા હતા. સર્વ સમાજના બદલે ઓબીસી માટે આજે પણ કોંગ્રેસના નેતાઓ માધવસિંહની ભૂલ દોહરાવે છે. જેમાં રાજીવ સાતેવ પણ આંખો બંધ કરી લે છે. રાહુલ ગાંધીએ રાજીવ સાતેવને મૂક્યા હતા. છતાં તેઓ નબળા પૂરવાર થયા છે.

શું થઈ શકે

કોંગ્રેસ હાઈકમાન્ડ ખરેખર જો ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી જીતવા માંગતું હોય તો તેમણે નવી ફોર્મ્યુલા લાવવી જોઈએ. જે નેતાઓ છે તેમને કહી દેવું જોઈએ કે તમે જે જિલ્લાથી કે શહેરથી આવો છો તે જીતાડી બતાવો. તો આપો આપ મેરિટ પ્રમાણે ટિકિટો તેમણે ફાળવવી પડે. ચૂંટણી જીતવા કોંગ્રેસ માટે હવે આ એક માત્ર વિકલ્પ બચ્યો છે. આ નેતાઓને જિલ્લા અને શહેરની ચૂંટણી લડવા માટે તેને જ ટિકીટ આપવી જોઈએ. જો નરેન્દ્ર મોદી તેના નેતાઓને કે સાંસદોને ટિકીટ આપીને જિલ્લા કે શહેરની ચૂંટણી લડાવવી જોઈએ.