ગુજરાતના દરેક જિલ્લામથકોએ 100 બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવવશે

Every district of Gujarat will have a 100 bed isolation hospital

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે કોરોના વાયરસ અને પોઝીટીવ કેસોનો ગ્રાફ જો વધે તો સારવાર સુવિધા માટે રાજ્યના મહાનગરો ઉપરાંત પ્રત્યેક જિલ્લામથક પર 100 બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.  આ આઇસોલેશન હોસ્પિટલમાં વેન્ટીલેટર સાથે 10 આઇ.સી.યુ અને 90 બેડની સુવિધા વ્યવસ્થા તાકીદે કરવામાં આવશે, તેમ પણ તેમણે જાહેર કર્યુ હતું.