દરેક કુટુંબ વર્ષે રૂ. 20 હજાર સરકારી વ્યાજ ભરે છે

Every family pay Rs. 20 thousand as govt interest annually प्रत्येक परिवार को सालाना रु. 20 हजार सरकारी ब्याज देता है

ગુજરાતનું દેવું 24 વર્ષમાં 24 ટકાથી ઘટીને 15 ટકા થયું

ગાંધીનગર, 20 ડિસેમ્બર 2024
ગુજરાત સરકારનું નાણાકીય વર્ષ 2022-23ની સરખામણીમાં, નાણાકીય વર્ષ 2023-24માં 65 ટકાનો અને નાણાકીય વર્ષ 2024-25માં 40 ટકાનો મૂડી ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે. એવો દાવો નાણાં પ્રધાનનો વિભાગ કરી રહ્યો છે.

વાસ્તવીકતા એ છે કે, ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકાર 2021-22માં દેવા અને જવાબદારી રૂ. 380797.53 કરોડ હતો. જેમાં 2022-23માં રૂ. 31580 કરોડનો વધારો થયો હતો. રૂ. 25353.68 કરોડનું વ્યાજ ચૂકવ્યું હતું. દરેક નાગરીક વતી સરકાર 3,622 વર્ષે વ્યાજ ચૂકવે છે. એક કુટુંબ દીઠ સરકાર રૂ. 18 હજારથી રૂ. 20 હજાર સરેરાશ વ્યાજ ચૂકવે છે.

રાજયના ઘરગથ્થુ ઉત્પાદનના પ્રમાણમાં જાહેર દેવું 27.10 ટકાથી નીચે રહેવું જોઇએ. વર્ષ 2000-02માં જાહેર દેવું GSDPના 23.86 ટકા હતું. 2023-24માં અંદાજોમાં 15.34 ટકા અને 2024-25માં અંદાજોમાં 15.27 ટકા સૂચવવામાં આવ્યું છે.

3 ટકાની મર્યાદામાં સામે 2024-25માં રાજ્યવિત્તીય ખાદ્ય 1.86 ટકા અંદાજવામાં આવી છે.

આવક સામે દેવાં પરનું વ્યાજ 2000-01માં 25.17 ટકા ઊચું હતું તે ઘટીને 2022-23માં 11.76 ટકા થયું છે. 2023-24માં સુધારેલ અંદાજ મુજબ 11.68 ટકા જેટલું અંદાજવામાં આવ્યું છે.

સરકાર દ્વારા આપવામાં આવતી વગર વ્યાજની 50 વર્ષના લાંબા સમયગાળાની લોન લેવામાં ગુજરાત આગળ છે, જાહેર દેવામાંથી 20 ટકા હિસ્સો તેનો છે.

જાહેર દેવું
નાણાં વિભાગ ટકાવારીમાં વિગતો આપી રહ્યો છે. પણ દેવાનો આંકડો જાહેર કરતો નથી.
1 માર્ચ 2024માં ગુજરાત સરકાર પર દેવું અને અન્ય જવાબદારી રૂ. 4.12 લાખ કરોડ થઈ ગઈ છે.
412378.26 કરોડ સુધી ૫હોંચી ગયો છે, જે પૈકી સરકારી દેવાની રકમ 325273 કરોડ થાય છે. કેન્દ્ર તરફથી ગુજરાતને મળેલી લોન અને પેશગી રૂ. 35458 કરોડ છે. અન્ય જવાબદારી રૂ. 51647 કરોડ થઈ છે.

ઓડિટ અહેવાલ
ભારતના કોમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા વિધાનસભામાં રજૂ થયેલા રાજ્ય સરકારના 31મી માર્ચ 2023માં પુરા થતાં વર્ષના નાણાકીય હિસાબોના લેખાજોખા અહેવાલમાં સરકારે રૂ. 43000 કરોડની બજાર લોન લીધી હતી. જ્યારે 14700 કરોડ રૂપિયાની લોન ભરી હતી. આમ ભરપાઈ કરતાં લોન વધારે લેવામાં આવી રહ્યું છે.

31મી માર્ચ 2023માં બજાર લોન રૂ. 283057 કરોડ હતી. કરજ અને જવાબદારીઓમાં એક વર્ષમાં રૂ. 117751.56 કરોડનો વધારો કર્યો હતો. તેની સામે રૂ. 86170.83 કરોડની લોન ભરી છે. આમ
લોન લેવાનું પ્રમાણ વધારે છે.