મહિલા કેદીઓ સાથે અત્યાચાર કેવા થાય છે વાંચીને તમારા રુંવાડા ખડા થઈ જશે

ફાંસીની સજા ભોગવતી એક મહિલા ધરપકડ સમયે તે ગર્ભવતી હતી. કેદ દરમિયાન તેના શરીરને રોલોરોથી દબાવવામાં આવી હતી, જેના કારણે તેનું કસુવાવડ થઈ ગયું હતું.

અન્ય એક મહિલા કેદી અકીરાએ જણાવ્યું કે તેને ઇલેક્ટ્રિક શોક લગાવવામાં આવ્યો હતો.

ત્યાર પછી મરચાના પાવડરને તેના ઘા પર લગાવવામાં આવ્યા હતા. મરચાની ચીસો કોઈ સાંભળે નહીં તેથી પોલીસ ટીવીનો અવાજ વધારી દીધો હતો. મહિલાઓ સાથે બીજા કહી ન શકાય એવા અત્યાચારોની તો અહીં વાત પણ નથી.

ભારતમાં ભયંકર ગુનાઓ માટે ફાંસીની સજા થઈ છે એવા કેદીઓની સાથે જેલમાં શું થઈ રહ્યું છે તેનો સ્ફોટક અહેવાલ,  પ્રોજેક્ટ 39 એ  ‘ડેથ પેનલ્ટી ઈન્ડિયા’ નામનો જાહેર કરાયો છે. દેશમાં 20 રાજ્યોમાં મૃત્યુદંડની સજા ભોગવતાં 385 કેદીઓમાંથી 373 કેદીઓને આ અહેવાલમાં સમાવાયા છે. જેમાં 361 પુરુષ અને 12 મહિલા કેદી છે.

વધુ વાંચો:

મહિલા કેદીને મૃત્યુ દંડની સજા થઈ તેમાં પછાત વર્ગની અને મુસ્લિમ મહિલાઓ વધું

ફાંસીની સજા ભોગવતાં કેદીઓ જાતિ અને ધર્મ આધારિત પક્ષપાત સહન કરતાં હોવાનું સ્પષ્ટ ચિત્ર

ફાંસીના કેદીઓમાં ઓછું શિક્ષણ પ્રમાણ, શું ભણેલા કોઈ ગુનો જ નથી કરતાં

ગરીબો જ ફાંસીએ ચઢે છે, શ્રીમંતો કે ભણેલા નહીં