ફુલોની સુંગંધ અને સુંદરતા માણવાના અમદાવાદમાં મોંઘા દામ

Expensive prices in Ahmedabad to enjoy the beauty of flowers फूलों की सुंदरता का आनंद लेने के लिए अहमदाबाद में महँगे दाम

13 ડિસેમ્બર 2024

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી નદી કાંઠે ખાતે ભવ્ય ફુલોનું પ્રદર્શન – ફ્લાવર શૉ થાય છે. જાન્યુઆરીમાં યોજાતા ફ્લાવર શૉમાં લાખોની સંખ્યામાં લોકો વિવિધ ફૂલોની મહેક અને સુંદરતાને નિહાળવા માટે આવે છે. આ વખતે AMC દ્વારા ફ્લાવર શૉની એન્ટ્રી ફીમાં વધારો કરાયો છે.

એક અંદાજ મુજબ 10 લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. અને એએમસીને ટિકિટમાંથી સાડા છ કરોડની આવક પણ થઈ હતી.

ફ્લાવર શો 2024માં જાહેરાતની આવક 29 લાખ થઈ હતી જેની સામે 2025માં 1.50 કરોડ થઈ હતી. ફ્લાવર શો 2024ની એન્ટ્રી ફી કરતા 2025ની એન્ટ્રી ફીમાં 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. 2024માં એન્ટ્રી ફી રૂપિયા 50થી 70 રાખવામાં આવી હતી

ફ્લાવર શો – 2025, 1લી જાન્યુઆરીથી 14મી જાન્યુઆરી સુધી ચાલશે. સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા ઇવેન્ટ સેન્ટર પર ફ્લાવર શો યોજાશે. ગત વર્ષ કરતાં ફ્લાવર શોમાં ચાલુ વર્ષે સ્ક્લપ્ચરની સંખ્યા વધારવામાં આવી છે. ગત ફ્લાવર શોમાં 43 સ્ક્લપ્ચર હતા જે 2025ના ફ્લાવર શોમાં 61 કરવામાં આવ્યા છે. અંદાજીત દેશ-વિદેશના થઈ 15 લાખ રોપાઓથી ફ્લાવર શો તૈયાર કરાશે.

ફ્લાવર શૉની એન્ટ્રી ફી વધારો
અમદાવાદ ખાતે આગામી મહિનામાં યોજાતા ફ્લાવર શૉની એન્ટ્રી ફી AMC દ્વારા બમણી કરવામાં આવી હોવાની જાણકારી મળી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફ્લાવર શૉની એન્ટ્રી માટે સોમવારથી શુક્રવાર દરમિયાન રૂ. 70 અને શનિવાર-રવિવારે 100 રૂપિયા એન્ટ્રી ફી લેવાની તૈયારીમાં છે. આ ઉપરાંત, AMC હેઠળની શાળાઓના બાળકોને ફ્રીમાં એન્ટ્રી રાખવામાં આવી છે, જ્યારે અન્ય શાલાના બાળકોને 10 રૂપિયા ટિકિટ છે.

જ્યારે ગત વર્ષની વાત કરીએ તો, ફ્લાવર શૉની એન્ટ્રી ફીમાં સોમવારથી શુક્રવારમાં રૂ.50 અને શનિવાર-રવિવારે 75 રૂપિયા એન્ટ્રી ફી હતી. ગત વર્ષે યોજાયેલા ફ્લાવર શૉને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. જેમાં AMCના મેયરને તેનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.

દર વર્ષે 10થી 12 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે પરંતુ, ચાલુ વર્ષે પાંચ કરોડ જેટલો ખર્ચ વધી 17થી 18 કરોડના ખર્ચે ફ્લાવર શો થશે. જો કે, ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. જેના થકી સારી એવી આવક પણ નોંધાતી હોય છે.

8 કરોડનો ખર્ચ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ફ્લાવર શો 2025માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ-અલગ આઈકોનિક અને સાદા સ્કલ્પચર મૂકવામાં આવશે. જેની પાછળ જ માત્ર 8 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે. આઇકોનિક સ્કાલ્પચરની વાત કરીએ તો કમળ, ગરબા કરતી મહિલાઓ, ડોરેમૉન, એક પેડ માં કે નામ જેવા અલગ અલગ સ્કલ્પચર મૂકવામાં આવશે.

રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક
26% જમીનનો ઉપયોગ ઉદ્યાન અને બગીચાઓ માટે કરાયો છે.
2013માં સુભાષ બ્રિજ પાસે 6 હેક્ટર પાર્ક રૂ. 16.60 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યું છે.
2013માં ઉસ્માનપુરા નજીક 1.8 હેક્ટરમાં પાર્ક શરૂ થયો હતો.
5 હેક્ટર રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક છે. જેમાં 330 દેશી અને વિદેશી ફૂલોની પ્રજાતિઓ છે. તે રૂ. 18.75 કરોડના ખર્ચે બનાવાયો છે.