- ફેસબુક જિયો પ્લેટફોર્મ્સમાં 9.99 ટકા હિસ્સો ખરીદવા રૂ. 43,574 કરોડનું રોકાણ કરશે
- ભારતમાં માઇનોરિટી ઇન્વેસ્ટમેન્ટ માટે સૌથી વધારે એફડીઆઈ મળ્યું
- આ જોડાણનો ઉદ્દેશ લોકો અને વ્યવસાયો માટે વિવિધ તકોનું સર્જન કરવાનો
મુંબઈ, 22 એપ્રિલ, 2020
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ અને ફેસબુક ઇન્ક.એ 22 એપ્રિલ 2020માં જિયો પ્લેટફોર્મ્સમાં ફેસબુકનાં રૂ. 43,574 કરોડના રોકાણ માટે સમજૂતીની જાહેરાત કરી હતી. ફેસબુકના આ રોકાણથી જિયો પ્લેટફોર્મ્સનું મૂલ્ય રૂ. 4.62 લાખ કરોડ પ્રી-મની એન્ટરપ્રાઇઝ વેલ્યુ (65.95 અબજ ડોલર, એક અમેરિકન ડોલર સામે રૂ. 70ના વિનિયમ દર પર) થયું છે. ફેસબુકનું આ રોકાણ એને જિયો પ્લેટફોર્મ્સમાં સંપૂર્ણ ડાઇલ્યુટેડ ધોરણે 9.99 ટકા ઇક્વિટી હિસ્સો આપશે.
ફેસબુકે જિયોની ખરીદી કરી તે અભૂતપૂર્વ, દુનિયામાં કોઈ પણ દેશમાં કોઈ ટેકનોલોજી કંપની દ્વારા માઇનોરિટી સ્ટેક (લઘુમતી હિસ્સા) માટે સૌથી મોટું રોકાણ છે. ભારતમાં ટેકનોલોજી ક્ષેત્રમાં સૌથી મોટું એફડીઆઈ (પ્રત્યક્ષ વિદેશી રોકાણ) છે.
આ રોકાણના મૂલ્યથી જિયો પ્લેટફોર્મ્સે બજાર મૂડીકરણની દ્રષ્ટિએ ભારતમાં ટોચની 5 લિસ્ટેડ કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે. કમર્શિયલ સેવાઓ શરૂ કર્યાનાં ફક્ત સાડા ત્રણ વર્ષની અંદર.
ફેસબુકે જીઓની કરેલી ખરીદી અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, “ભારતની ડિજિટલ ઇકોસિસ્ટમને વિકસાવવા અને પરિવર્તિત કરવાનું જાળવી રાખવા અમારા લાંબા ગાળાના પાર્ટનર તરીકે ફેસબુકને આવકારીએ છીએ. ‘જીવનની સરળતા’ અને ‘વ્યવસાય કરવાની સરળતા’ પાર પાડીને સાથે સાકાર કરશે.”