રાજકોટ, 22 મે 2020
ભારત સંચાર નિગમ લી. (BSNL)ની કર્મચારી વિરોધી નીતી અને આર્થિક સંકટ જેવા કારણો આપી કર્મચારીઓનાં પગાર નિયમીત કરવામાં આવતા ન હોવાથી થોડો સમય હડતાલ પાડી ગુજરાતમાં દેખાવો કર્યા હતા. કરાર આધારિત કર્મચારીઓના પગાર તો છેલ્લા દસેક મહિનાથી કરવામાં આવ્યા નથી.
બીએસએનએલના કર્મચારી યુનિયને રાષ્ટ્રવ્યાપી દેખાવો યોજવાનું એલાન આપ્યુ હતું. રાજકોટ સહિત સૌરાષ્ટ્રની કચેરીઓમાં દેખાવો યોજી કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા.
રાજકોટ બીએસએનએલની જિલ્લાની કચેરીઓમાંથી 586 કર્મચારીઓએ સ્વૈચ્છિક નિવૃતિ લીધી હતી. હવે માત્ર 230 કર્મચારીઓ માંડ રહ્યા છે. આમ છતાં મેનેજમેન્ટ દ્રારા કર્મચારીઓનાં નિયમીત પગાર થતા નથી.
એપ્રિલનો પગાર મે મહિનામાં આપવામાં આવ્યો હતો. આંદોલન કરવાના આગલે દિવસે 20 મે 2020એ કરવામાં આવતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મેડિકલ એલાઉન્સમાં મોટો કાપ મુકવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી મેડિકલ બીલો મંજૂર કરી ચૂકવવામાં આવ્યા નથી.
કર્મચારી યુનિયને ચાર જેટલી માગણીઓને લઈને દોઢથી બે વાગ્યા દરમિયાન દેખાવો યોજી મેનેજમેન્ટની નીતિઓ સામે વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં હજારો લોકોએ સ્વૈચ્છિક નિવૃતિ લીધી હોવા છતાં આર્થિક ભારણનું કારણ આપીને કર્મચારીઓના પગાર નિયમીત કરવામાં આવતા નથી. કર્મચારી યુનિયનનાં અગ્રણીઓેએ જણાંવ્યુ હતું કે જયારે દેખાવો કે આંદોલનની નોટીસ આપવામાં આવે ત્યારે તેના આગલા દિવસે પગાર કરી કર્મચારીઓના રોષને ઠંડો પાડવાની કોશિશ કરવામાં આવે છે, આ રીત યોગ્ય નથી.
સંસદમાં પણ બીએસએનએલના કર્મચારીઓના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છતાં ભાજપની નરેન્દ્ર મોદી સરકાર એવા કાયદાઓ લાવી રહી છે કે કર્મચારીઓની ગમે ત્યારે છટણી કરી શકાય. આમ કર્મચારી વિરોધી નીતીઓ અમલમાં આવી રહી હોય તેની સામે વિરોધ ઉઠયો છે. બીએસએનએલ કચેરીઓમાં દેખાયો યોજયા હતા.
Feb 11, 2020ના દિવસે ખોટના ખાડામાં ગરકાવ બનેલ દેશની સૌથી મોટી દૂર સંચાર કંપની બીએસએનએલના કર્મચારીઓ છેલ્લા બે માસનો પગાર નહીં ચુકવાતા વિરોધ થયો હતો.
Nov 11, 2019ના દિવસે બીએસએનએલના કર્મચારીઓની સંખ્યા 1.50 લાખ જેટલી હતી. તેમાં લગભગ એક લાખ કર્મચારી વીઆરએસના દાયરામાં આવે છે. કંપનીને આશા છે કે લગભગ 77,000 કર્મચારી આ યોજનાનો લાભ ઉઠાવશે. જેમાં ગુજરાતથી 10 હજાર કર્મચારીઓ છૂટા થઈ રહ્યાં છે. બીએસએનએલના બધા નિયમિત અને કાયમી કર્મચારીઓ કે જેમણે 50 વર્ષ અથવા તેથી વધુ ઉંમર પૂર્ણ કરી છે, તે વીઆરએસ માટે અરજી કરવા પાત્ર છે.
ગુજરાતી
English


