ગાંધીનગર, 14 જૂલાઈ 2021
સત્તાવાર રીતે 15 જૂને ચોમાસુ શરૂં થયું તેને આજે 14 જૂલાઈ 2021માં એક મહિનો થયો છે. છતાં માંડ 50 ટકા વિસ્તારો એવા છે કે જ્યાં વાવણી લાયક વરસાદ નથી. તેથી ખેડૂતો ત્યાં વાવાણી કરી શક્યા નથી. બે ઈંચ વુધી વરસાદ થયો છે એવા 27 તાલુકા છે કે જ્યાં ખેડૂતો તકલીફમાં છે. કુલ 80-85 તાલુકાઓના 5500થી 6 હજાર ગામોમાં 1.75 કરોડથી 2 કરોડ લોકો ખેતી પર આધારિત છે ત્યાં વાવણી થઈ નથી કે પારવી થઈ છે.
એરંડીનું વાવેતર વધશે
85 લાખ હેક્ટર ખેતરોમાંથી 46 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે. હજું 84 લાખ હેક્ટરમાં વાવણી જ નથી થઈ. ત્યાં ખેડૂતો હવે મગફળી કે કપાસ નહીં ઉગાડી શકે, ત્યાં અનાજ કે કઠોળનું જ વાવેતર કરવું પડશે. મગફળીનો 10 ટકા વિસ્તાર અને કપાસનો 25 ટકા વિસ્તાર ઓછું વાવેતર બતાવે છે. હવે તુવેર, મગ, મઠ, અડદ, કઠોળ, એરંડીનું વેવાતર વદશે. એરંડીમાં 6.35 લાખ હેક્ટર વાવેતર થતાં હોય છે આવવખતે વરસાદ ઓછો હોવાથી તે 7.50 લાખ હેક્ટર સુધી પહોંચશે.
દાહોદમાં ખરાબ હાલત
આખા ગુજરાતમાં ગરીબ જિલ્લો દાહોદમાં અત્યંત ખરાબ હાલત છે. જ્યાં 9 તાલુકામાંથી માંડ બે તાલુકાના અડધા ગામોમાં વાવણી થઈ શકી છે. 7 તાલુકામાં વાવણી થઈ શકી નથી. જ્યાં એક મહિનામાં 2 ઈંચ વરસાદ થયો છે. ગઈકાલ 13 જૂલાઈના રોજ બે ઈંચથી વધું વરસાદ થયો હોય એવા માત્ર 4 તાલુકા છે. 1 ઈંચ વરસાદ થયો હોય એવા માત્ર 10 તાલુકા છે. બાકીના 145 તાલુકાઓમાં નહીંવત સરસાદ છે.
સારો અને ઓછો વરસાદ
સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર, બોટાદ એવા જિલ્લા છે જ્યાં સૌથી સારો વરસાદ છે. તમામ તાલુકામાં વાવણી થઈ ગઈ છે.
ગુજરાતમાં સરેરાશ 6 ઈંચ (155એમએમ) એટલે કે 18 ટકા વરસાદ થયો છે. એક પણ તાલુકો એવો નથી જ્યાં વરસાદ ન થયો હોય પણ બે ઈંચ સુધી વરસાદ થયો હોય એવા 27 તાલુકા છે. 3થી 5 ઈંચ વરસાદ થયો હોય એવા 92 તાલુકા છે. આમ લગભગ 80-85 તાલુકા એવા છે જ્યાં છુટોછવાયો વરસાદ થયો છે અને તેથી વાવણી થઈ નથી. થઈ છે તો તે વરસાદના અભાવે મોલ સુકાઈ ગયો છે.
સારો વરસાદ 6થી10 ઈંચ વરસાદ થયો છે એવા 93 તાલુકા છે. 11થી 20 ઈંચ વરસાદ થયો હોય એવા 37 તાલુકા અને 21થી 40 ઈંચ વરસાદ થયો હોય એવા 2 તાલુકા છે.
ઓછો વરસાદ થતાં સારી વાવણી થઈ શકી નથી એવા તાલુકાની યાદી
સૌરાષ્ટ્ર
જસાડા, ધ્રાંગધરા, લીમડી, જામકંડોરણા, જેતપુર, પડધરી, ઉપલેટા, હળવદ, માળિયા, મોરબી, ટંકારા, ધ્રોલ, જામજોધપુર, જામનગર, જોડીયા, દ્વારકા, પોરબંદર, રાણાવાવ, ભેસાણ, કેશોદ, વિસાવદર, ગીરગઢડા, સુત્રાપાડા, ઉના, ધારી, જાફરાબાદ, વાડીયાનો સમાવેશ થાય છે.
કચ્છ જિલ્લો
રાપર, લખપત, ભચાઉમાં અત્યાર સુધીમાં 1થી 4 ઈંચ વરસાદ છે તેથી વાવણી નથી થઈ અથવા કેટલાંક ગામડામાં વાવણી થઈ છે.
દક્ષિણ ગુજરાત
જંબુસર, ઝઘડીયા, સાગબારા, નીઝર, ઉછ્છલ, કુકરમુડાનો સમાવેશ થાય છે.
મધ્ય ગુજરાત
અમદાવાદના દેત્રોજ, ગલતેશ્વર, ઠાસરા, ઉમરેઠ, દેસર, સાવલી, વાઘોડીયા, બોડેલી, સંખેડા, શહેરા, ખાનપુર, વીરપુર છે. દાહોદ જિલ્લાના દેવગઢબા, ધનપુર, ગરબાડા, જાલોદ, લીમખેડા, સિંગવડ, સંજેલી તાલુકામાં વાવણી થઈ નથી અથવા પૂરી થઈ છે.
ઉત્તર ગુજરાત
સાંતલપુર, દાંતીવાડા, ધાનેરા, કાંકરેજ, લખપત, થરાદ, વાવ, ખેરાલુ, વડનગર, હિંમતનગર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, બાયડ, ભાલોડા, ધનસુરા, માલપુર, મેઘરજ, દહેગામ, ગાંધીનગર, માણસામાં ઓછો વરસાદ થતાં ખેડૂતો તકલીફમાં છે.