Fast food Italian is eaten the most in Gujarat फास्ट फूड इटालियन गुजरात में सबसे ज्यादा खाया जाता है
16783 કરોડનો ધંધો ખાવા પીવાનો છે.
અમદાવાદ, 27 ઓગસ્ટ 2024
એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના સ્ટેટેસ્ટિક વિભાગના એમએસસીના વિદ્યાર્થીઓએ કરેલા એક સર્વેમાં તારણ નીકળ્યું છે, કે, રેસ્ટોરન્ટમાં ફાસ્ટ ફૂડ ખાવું હોય તો 91 ટકા વડોદરાવાસીઓ ઈટાલિયન ફૂડને પ્રાથમિકતા આપે છે. 77 ટકાએ ભારતીય અને 53 ટકાએ ચાઈનીઝ ફૂડ રેસ્ટોરન્ટમાં ખાવાનું ગમતું હોવાનું જણાવ્યું હતું. રેસ્ટોરન્ટમાં ખાતી વખતે 85 ટકાએ ભાવ, 54 ટકાએ ગુણવત્તા અને 69 ટકાએ ચોખ્ખાઈને વધારે મહત્વ આપ્યું હતું.
વર્ષે 16783 કરોડનો ધંધો ખાવા પીવાનો છે. ગુજરાતમાં 1 લાખ 8 હજાર હોટેલ છે. અમદાવાદમાં લગભગ 10,000 રેસ્ટોરાં, હોટલ અને ફૂડ પાર્ક છે. ગુજરાત મુજબ રાજ્યમાં સંગઠિત ક્ષેત્રમાં લગભગ 50,000 ફૂડ આઉટલેટ્સ છે. જ્યારે લારી પર ફૂડ વેચતા હોય એવા 5 લાખ સ્થળ હોઈ શકે છે. એવું હોટેલ સંગઠનનું કહેવું છે.
ગુજરાતી, પંજાબી, સાઉથની ચીજ કરતાં હવે વિદેશી ચીજો ખાવામાં વધારે વપરાય છે.
ઈટાલિયન ફાસ્ટ ફૂડમાં 86 ટકાએ લોકોએ પિઝા, 58 ટકાએ પાસ્તા, 52 ટકાએ બર્ગર અને ફ્રાઈઝ તથા 21 ટકાએ હોટ ડોગ ખાવાનું ગમતું હોવાનું મંતવ્ય આપ્યું હતુ.
જ્યારે લારી પર ફાસ્ટ ફૂડ ખાવું હોય તો લોકોને ચાઈનીઝ વાનગીઓ વધારે ગમે છે. આવા લોકોની સંખ્યા 69 ટકા હતી. લારી પર ઇટાલિયન ફૂડ ખાવાનું 13 ટકા લોકોને જ પસંદ છે.
અન્ય શહેરોની જેમ વડોદરામાં પણ લોકોને ફાસ્ટ ફૂડ ગમે છે. ભારતીય, ચાઈનીઝ અને ઈટાલિયન ફાસ્ટ ફૂડ, ભારતીય ફાસ્ટ ફૂડની વાનગીઓ વધારે લોકપ્રિય છે અને તેમાં પણ પાણીપુરી લોકોની હોટ ફેવરિટ છે.
એમએસસીના ચાર વિદ્યાર્થીઓ નિતુ તિવારી, હિરેન લિમ્બાણી, કૃપાલી મુંગરા અને ગૌતમ રાસડિયાએ વિભાગના અધ્યાપક ડો.દિપા કંડપાલના હાથ નીચે આ સ્ટડી કર્યો હતો.જેમાં વિદ્યાર્થીઓએ વડોદરાના વિવિધ વિસ્તારોમાં રહેતા અને અલગ અલગ વયજૂથના 320 લોકોના અભિપ્રાય મેળવ્યા હતા.
વિદ્યાર્થીઓએ ફાસ્ટ ફૂડની વાનગીઓને ઈન્ડિયન, ઈટાલિયન અને ચાઈનીઝ એમ ત્રણ કેટેગરીમાં વહેંચી હતી. જે વાનગી જલદી બની જતી હોય અને વધારે ચલણમાં હોય તેનો આ લિસ્ટમાં સમાવેશ કર્યો હતો.
વડોદરાના 72 ટકા લોકોને ફાસ્ટ ફૂડ પસંદ છે અને તેમાં પણ 74 ટકા લોકો ભારતીય ફાસ્ટ ફૂડ વાનગીઓ ખાવાનુ વધારે પસંદ કરે છે. ભારતીય વાનગીઓમાં 67 ટકા લોકોએ સૌથી પહેલી પસંદગી પાણીપુરી પર ઉતારી હતી. આ લિસ્ટમાં 53 ટકા લોકોએ વડા પાંવ અને 46 ટકા લોકોએ સેવ ઉસળને પણ ફેવરિટ ગણાવ્યું હતું. તો 35 ટકાએ સમોસા ખાવાનું વધારે પસંદ હોવાનું કહ્યું હતું.
બહુમતી લોકો ફાસ્ટ ફૂડ સવારે કે બપોરની જગ્યાએ સાંજે ખાવાનું વધારે પસંદ કરે છે. સાથે સાથે 50 ટકાથી વધારે લોકો સપ્તાહમાં એક વખત તો ફાસ્ટ ફૂડનો સ્વાદ માણે જ છે.
ચાઈનીઝમાં મંચુરિયન અને ઈટાલિયન ફૂડમાં પિઝા ખાનારા વધારે છે.
70 ટકા લોકોએ નૂડલ્સ, 74 ટકાએ મંચુરિયન, 59 ટકાએ મોમોઝ, 26 ટકાએ સ્પ્રિંગ રોલ તેમજ 29 ટકાએ સૂપ પસંદ હોવાનું કહ્યું હતું.
25 અબજ ડોલર હજાર
ભારતમાં ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ એટલે કે ફાસ્ટ ફૂડ પિરસતી રેસ્ટોરન્ટનું માર્કેટ ઝડપથી વિસ્તરી રહ્યું છે.આ માર્કેટનો વિકાસ દર 2025 સુધીમાં 23 ટકા જેટલો નોંધાય તેટલો અંદાજ છે. 2024માં ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટોનું માર્કેટ 25 અબજ ડોલર પર પહોંચી શકે છે અને 2029માં તે 39 અબજ ડોલર સુધી પહોંચે તેવું અનુમાન છે. ગુજરાતમાં 200 કરોડ ડોલરનો ધંધો છે. 16783 કરોડનો ધંધો ખાવા પીવાનો છે.
ગુજરાતમાં 1 લાખ હોટેલ અને રેસ્ટોરન્ટ છે. જેમાં રોજનો રૂ. 162 કરોડનો ધંધો છે. અમદાવાદમાં અંદાજિત 6 હજાર હોટેલ અને રેસ્ટોરન્ટ છે. રોજનો રૂ. 8 કરોડનો ધંધો કરે છે.
ભારતમાં રાષ્ટ્રીય સ્તરે ફાસ્ટફૂડ વાનગીઓમાં છોલે, પાણીપુરી, પાંવભાજી, વડાપાઉ અને સમોસા સૌથી લોકપ્રિય વાનગીઓમાં સ્થાન પામે છે.
અદાણી ખાવાપીવામાં
5 વર્ષમાં રૂ. 1500 કરોડના રોકાણ અદાણી ગ્રુપે અમદાવાદ એરપોર્ટનાં કેમ્પસમાં બે પ્રીમિયમ હોટેલ્સ બનાવી રહ્યું છે. તેને દારૂ પિવાનો પરવાનો મળી જશે.
અમદાવાદમાં એસ.જી.હાઈવે પર સિંધુભવન માર્ગ પર તાજ હોટેલ ગુજરાતની સૌથી મોટી હોટેલ છે. સત્તર માળ ઊંચી તાજ સ્કાયલાઈનમાં 315 રૃમ છે. અંદર શામિયાના રેસ્ટોરાં છે.
ફીલ લાઈક હોમમાં 600 સ્ટુડન્ટની ચાર હોસ્ટેલએ અમદાવાદમાં છે. હોસ્ટેલ બસેરા અમદાવાદમાં લગભગ 450 સ્થળે 13,000 બેડ છે.