શંકર અને શાહ જૂથની લડાઈ ડીસામાં ચરમસીમાએ

शंकर और शाह गुट के बीच लड़ाई चरम पर पहुंच गई Fight between Shankar and Shah faction reaches its peak

ભાજપના પ્રમુખને ઉથલાવી દેવા માટે શશીકાંત અને માળી જૂથ સામસામે

બટાકા નગરી ડીસામાં ભાજપમાં વારંવાર રાજીનામાં કેમ પડે છે

દિલીપ પટેલ
અમદાવાદ, 24 ઓગસ્ટ 2024
ગુજરાત ભાજપમાં જૂથવાદ પરાકાષ્ઠા પર છે. બનાસકાંઠા જિલ્લામાં શંકર ચૌધરીના વ્યક્તિવાદ ભાજપનું બનાસકાંઠામાંથી નિકંદન કાઢી રહ્યા છે. બનાસકાંઠાના ડીસામાં ભાજપમાં ભંગાણની સ્થિતિ સર્જાઇ છે.  ભાજપ શાસિત ડીસા નગરપાલિકા છે. ડીસામાં સવાર પડે અને રાજકીય ધ્રુવિકરણ રોજ બદલાતા રહે છે. કારણ કે અહીં શંકર ચૌધરી અને અમિત શાહના જૂથ સામસામે છે.

ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં પ્રમુખને હાંકી કાઢવાની માંગણી સાથે બળવો કરીને ઉપપ્રમુખ અને 16 સમિતિઓના અધ્યક્ષોએ રાજીનામા આપી દીધા છે. 17 રાજીનામા સાથે ભાજપની કચેરીએ પહોંચેલા નેતાઓને જોઈને પક્ષમાં ભારે દોડધામ થઈ હતી.

12 સપ્ટેમ્બર 2023માં પ્રમુખ તરીકે સંગીતા પ્રકાશ દવે, ઉપપ્રમુખ તરીકે શૈલેષ રાયગોર ચૂંટાયા હતા. સ્પષ્ટ વિરોધ પાલિકા પ્રમુખ સામે છે, મનસ્વી રીતે વહીવટ ચલાવતા હોવાથી રાજીનામાં આવ્યા છે. આંતરિક જૂથવાદ હવે સપાટી પર આવી ગયો છે. બનાસકાંઠાની ડીસા નગરપાલિકામાં ભંગાણ થયું છે.
મહિલા પ્રમુખે કોઈ દિવસ સભ્યો સાથે સંકલન કર્યું નથી

ડીસા પાલિકા ભાજપ પક્ષના નેતા વાસુ મોઢે બળવો કરતાં કહ્યું હતું કે, પ્રમુખે કોઈની વાત સાંભળતા નથી. સંકલન કર્યું નથી. પાલિકામાં દવાઓ નથી. વહીવટ ખાડે ગયો છે.

ડીસા ભાજપમાં બે જૂથ છે. એક જૂથ ભાજપના પૂર્વ ધારાસભ્યનું અને એક ધારાસભ્યનું જૂથ છે.
નીતા નિકેશ ઠક્કર અથવા ભારતી ભરત પટેલને ધારાસભ્ય પ્રવિણ માળી પ્રમુખ બનાવવા માંગે છે. પણ પ્રવિણ માળીની વાત કોઈ સાંભળતું નથી. તેથી પ્રવિણ માળીએ પક્ષમાં પોતાની પકડ મજબૂત કરાવવા માટે બળવો કરાવ્યો હોવાના સૂત્રો કહી રહ્યાં છે.

પ્રમુખ સંગીતા પોતે શશીકાંત પંડ્યા જૂથના છે. તેને પ્રવિણ માળી ઉથલાવી દેવા માંગે છે. અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ શકે એવી બહુમતી તેમની પાસે નથી. તેથી રાજીનામાં આપવાની વ્યૂહરચના અપનાવી છે.

શશીકાંત પંડ્યા પોતે શાહ જૂથના છે. માળી શંકર જૂથના છે. વિધાનસભામાં ટિકિટ મળે તેની અત્યારથી લડાઈ ચાલી રહી છે. પ્રવિણ માળી શંકર ચૌધરીના માણસ છે. તે શંકર ચૌધરીના ઈશારે કામ કરી રહ્યાં છે. જેની સામે અનેક ફરિયાદો છે. તેઓ ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોરધન માળીના પુત્ર છે.

સ્થિતીની સંભાળી ન શકતા ભાજપના પ્રમુખ દેલવાડીયાને પક્ષે ઠપકો આપ્યો છે. કારણ કે તેમણે રાજીનામા સ્વીકાર્યા હતા અને જાહેર જનતા જોગ નિવેદન પત્રકારો દ્વારા આપ્યું હતું. આમ હવે ડીસાનો મુદ્દો રાજ્ય કક્ષાનો બની ગયો છે.

શશિકાંત અત્યારે મજબૂત છે.

ગોવા રબારી
ભાજપ ગોવા રબારીને કોંગ્રેસમાંથી આયાત કરેલા છે. તેના કેટલાંક કારણો છે.
ડીસા એપીએમસીમાં 1500 કરોડનું ટર્નઓવર થાય છે. ઉંઝા પછીની મહત્વની ખેત બજાર છે. જેના પર માવજી દેસાઈનો અને ગોવા રબારીનો કબજો રહેતો આવ્યો છે.
ભાજપ સંગઠનમાં બનાસકાંઠા પ્રભારી અને પૂર્વ પંચાયત મંત્રી જયંતિ કવાડિયા, પ્રવિણ માળી અને શશીકાંત પંડયા મળીને ગોવા રબારીને ભાજપમાં લાવ્યા હતા. તેનું કારણ રૂ. 1500 કરોડનો ધંધો છે. 10 વર્ષ પહેલાં તેનું ટર્નઓવર રૂ. 900 કરોડ હતું. 10 વર્ષે બે ગણું ટર્નઓવર વધે છે. 10 લાખ ક્વિન્ટલ ખેડૂતોનો માલ અહીં આવે છે.

ભાજપમાં આયાત કરેલા પૂર્વ ધારાસભ્ય અને ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસાના ચેરમેન ગોવા રબારી સામે 15 ડિરેક્ટરએ બળવો કર્યો હતો. સાધારણ સભાનો પણ બહિષ્કાર કરી ગોવા રબારીનો વિરોધ કર્યો હતો. બોર્ડ બેઠક મળતી નથી. ગોવા રબારી સામે ભ્રષ્ટાચારના આરોપો છે. તેમની સામે રૂ. 5 કરોડના કોલ્ડ સ્ટોરેજનો એક કેસ પણ ચાલી રહ્યો છે. બીજા આરોપોથી બચવા તેઓ ભાજપમાં ગયા હોવાનું માનવામાં આવે છે.

ભાજપમાંથી બળવો કરી ધાનેરાથી ચૂંટાયેલા અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈના વેવાઈ ગોવા રબારી છે. અપક્ષ તરીકે ચૂંટાયા બાદ દેસાઈએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. ધાનેરા ખેત ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી બાદ તેઓ અધ્યક્ષ બનવા માંગતા હતા, પણ બની શકે તેમ ન હતા. તેથી ગોવા રબારીએ પક્ષાંતર કરીને ભાજપમાં જઈ અધ્યક્ષ બની ગયા હતા. સભ્યો તેમને ટેકો આપતા નથી. આ પણ ભાજપના નેતાઓના નિર્ણય સામેનો બળવો છે.
વ્યાપારી મથક ડીસા છે. સમગ્ર ગુજરાતમાં બટાટાનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠાના ડીસામાં થતું હોવાથી તેને બટાટા નગરી તરીકે નામના મેળવી છે. 150 કોલ્ડ સ્ટોરેજ છે.

શશીકાંત હવે ગોવા રબારીને ટકાવી રહ્યાં છે. 16માંથી 15 સભ્યો ગોવાભાઈની વિરુદ્ધમાં છે. એકલા અધ્યક્ષ બેઠા હોય છે. નોન કોરોમ બેઠક મળે છે. જેમાં કોઈ નિર્ણય લેવામાં આવતા નથી.

2018માં ડિરેક્ટર તરીકે પાલિકાના સભ્યનું નામ જાહેર કરવાના બદલે ભાજપે ગોરધન કચ્છવાનું નામ જાહેર કરાતાં જ ભાજપના જ કેટલાક સભ્યોએ વિરોધ કર્યો હતો. જેમને ધારાસભ્ય અને સિનિયર સભ્યોએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સભ્યોએ વિરોધ ચાલુ રાખ્યો હતો.

ચૂંટણીમાં બળવો
ડીસામાં રાહી કોલ્ડ સ્ટોરેજ ખાતે ઠાકોર સમાજે ભાજપ સામે બળવો કરી 2022માં ઉમેદવાર જાહેર કરી દીધા હતા. ડીસા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ લેબજી ઠાકોર અને જિલ્લા બક્ષી મોરચાના પૂર્વ અધ્યક્ષ તેમજ ડીસા તાલુકા પંચાયત સદસ્ય ભરતજી ધૂંખ દ્વારા અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવ્યા હતા.
ડીસા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ અને ડીસામાં અગાઉ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂકેલા લેબજી ઠાકોરે જાહેર કર્યું હતું કે ડીસા તાલુકામાં સૌથી વધુ ઠાકોર મતદારો હોવા છતાં અવગણના કરી હતી. જિલ્લા ભાજપ બક્ષી મોરચાના પૂર્વ અધ્યક્ષ ભરતજી ધૂંખે પણ આવું જ કહ્યું હતું.

2022ના કારણે ઠાકોર સમાજ ભાજપની સામે આવી ગયો હતો અને 2024માં શંકર ચૌધરીએ જેને ઉમેદવાર બનાવ્યા હતા તે રેખા ચૌધરીને હારનો સામનો કરવો પડ્યો હતો અને ગેની ઠાકોર ચૂંટાયા હતા.

ધમકી નડી
2022માં ડીસાના ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ કહ્યું- ‘ભાજપની સરકાર કે ભાજપના કાર્યકરો સામે કોઈ આંખ ઊંચી કરીને જોશે તો તેની આંખ ચીરી નાખવામા આવશે’

2020માં બળવો
ફેબ્રુઆરી 2020માં પણ ભાજપમાં બળવો થયો હતો અને 13 સભ્યોએ રાજીનામા આપી દીધા હતા.
નગરપાલિકા પ્રમુખ અને ભાજપના સામાન્ય નેતા શિલ્પા માળીના વહીવટથી 1 વર્ષથી નારાજ હતા.
મામલો સંબળાવમાં ભાજપ પૂર્વ પ્રમુખ સંજય બ્રહ્મભટ્ટ નિષ્ફળ રહ્યા હતા.

પ્રભારી તેમજ પ્રદેશ ભાજપ મહામંત્રી સમક્ષ અનેક રજૂઆત કરી હતી. પણ પક્ષે કોઈ ધ્યાન આપ્યું ન હતું.

પહેલી વખત સાધારણ સભામાં સભ્યો અને ધારાસભ્ય વચ્ચે જાહેરમાં બોલાચાલી થઈ હતી. ઉપપ્રમુખ કાંતિલાલ સોનીએ પણ રાજીનામું આપ્યું હતું. જોકે ધારાસભ્યની દરમિયાનગીરીથી ઉપપ્રમુખએ રાજીનામું પરત લીધું હતું.

પ્રમુખના બદલે બીજા લોકો વહીવટ કરતા હોવાનો અને વહીવટ ખાડે ગયો હોવાનો આરોપ હતો.

વિધાનસભાની ચૂંટણી બાદ ડીસા નગરપાલિકામાં આંતરિક ગજગ્રાહ ચાલી રહ્યો છે. અમિત શાહના જૂથના ધારાસભ્ય હોવાથી તેની સામે શંકર ચૌધરીને વાંધો હતો.  તેથી અહીં ગઈ ચૂંટણીથી વિખવાદો વકરતાં રહ્યાં છે. પહેલેથી જ શંકર ચૌધરી શશિકાંતનો વિરોધ કરી રહ્યાં હતા. બન્નેની લડાઈ વધવાનું કારણ અમિત શાહ છે. શંકર ચૌધરીને અમિત શાહ ઈચ્છતા નથી.

પ્રવિણ માળી અને મગનલાલ માળી શંકર ચૌધરીના માણસો હતા. શંકર ચૌધરી કરે તેમ પ્રવિણ માળી ખટપટો કરતા હતા. બગીચાના ઉદઘાટન વખતે જમીનનો વિવાદ બહાર આવ્યો હતો.
2020માં રાજીનામા આપનાર સભ્યો
મકનજુલા કિરણ રાવલ, સમાજ કલ્યાણ અધ્યક્ષ,
રમીલા દિનેશ પ્રજાપતિ, ઇ એસ ટી અધ્યક્ષ,
મણી નાગજી રાણા, સેનિટેશન..કમિટી અધ્યક્ષ,
ઉષા ભદ્રેશ મેવાડા, ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ,
અતુલ મફતલાલ શાહ, બાંધકામ સમિતિ અધ્યક્ષ,
કંચનબા સુરેન્દ્રસિંહ રાજપુર, ભુરગભ ગટર સમિતિ અધ્યક્ષ,
જબુ દિનેશ રાજપૂત, શિક્ષણ સમિતિ અધ્યક્ષ,
નિલેશ હિંમતલાલ ઠક્કર, શાસક પક્ષ નેતા,
પલવી કનુ જોશી, લીગલ સમિતિ અધ્યક્ષ,
અનિતા વિજય વાઘેલા, પાણી પુરવઠા સમિતિ સભ્ય,
પ્રવીણ ગોરધન માળી (પૂર્વ પ્રમુખ) દંડક અને
રમેશ અમરા માજીરાના, પાણી પુરવઠા સમિતિ અધ્યક્ષનો સમાવેશ થાય છે.
ભાજપે ડીસાના 12 કાર્યકરોને પક્ષવિરોધી કામગીરી બદલ સસ્પેન્ડ કર્યા હતા.

2018
ડીસા પાલિકામાં 2018માં ભાજપમાં આંતરિક વિખવાદ હોવાથી સમિતિઓની રચના થઈ ન હતી. સામાન્ય સભામાં સમિતિઓની રચના મામલે ભાજપમાં ભારે હોબાળો થયો હતો. જ્યારે સમિતિઓની રચનામાં એક તરફી નિર્ણય થયો હોઇ અનેક સભ્યોએ પોતાને મળેલી સમિતિનું ચેરમેન પદ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જ્યારે એક સભ્યે તો સમિતિના ચેરમેન પદ ન મળતાં નગરપાલિકાના સભ્યપદેથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

ડીસાના તત્કાલિન ધારાસભ્ય શશીકાંત પંડ્યાની ઉપસ્થિતિમાં શરૂ થયેલી સભામાં શરૂઆતમાં પાલિકા પ્રમુખ શિલ્પાબેન માળ હતા. પ્રમુખે સમિતિઓની રચના કરતા ભાજપ તરફથી અપાયેલા અધ્ક્ષોના નામોની જાહેર કરતા પાલિકાના મોટા માથાઓને ફરીથી મહત્વની કમિટી અને હોદ્દાઓ ફાળવી દેવાતા ભાજપમાંથી જ ચૂંટાઈ આવેલા ત્રણ મહિલા સભ્યો મણીબેન પરમાર, પલ્લવીબેન જોષી અને મંજુલાબેન રાવળે યોગ્ય સમિતિ ન મળતા તેઓએ તેમને મળેલી સમિતિનો અસ્વીકાર કર્યો હતો. જ્યારે ભાજપના સદસ્ય જીતુ રાણાએ બીજી ટર્મમાં પણ પોતાને સમિતિ ન અપાતા સભ્યપદેથી રાજીનામું આપી પક્ષ સામે બળવો કરવાની ચીમકી આપી હતી.

ડીસામાં સીડી કાંડ
2019ની બનાસકાંઠા લોકસભા બેઠકના એક પક્ષના ઉમેદવાર પસંદ કરવામાં પક્ષ પોતે જ પોતાના નેતાઓની અશ્લીલ સીડી કાંડમાં ફસાયા છે. કે. કા.ના નામે ઓળખાતાં  એક નેતાનું આ ફાર્મ હાઉસ છે. ભાજપના વરિષ્ઠ નેતા અને મંત્રી પણ આ ફાર્મહાઉસ પર રોકાયા ત્યારે તેમની સીડી ઉતરી હતી. આવી કુલ 4 સીડી હોવાનું માનવામાં આવે છે. અહીં અનેક નેતાઓ આવીને રાત રોકાયા હતા અને રાતોને રંગીન બનાવતા હતા.
ફાર્મ હાઉસના માલિક અને રૂ.2 હજાર કરોડનો બિઝનેસ કરે છે. ટિકિટ માટે યોગ્ય સમયે પોતે જ બ્લેકમેઈલિંગ કરી શકે તે માટે સીડી ઉતારી છે. આ ફાર્મ હાઉસમાં આ પક્ષના અનેક નેતાઓ આવતાં હતા તે તમામની સીડી ઊતરી હોવાનું માનવામાં આવે છે.

સેક્સની માંગણી
ગેના ગોળિયા ગામનો ઉપસરપંચ અને યુવા ભાજપ મંત્રી મહેશ માળી સામે ફરિયાદ નોંધાઈ હતી. કોલેજમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતી યુવતી પાસે સેક્સની માંગણી કરી હતી.

ભટોળ
બનાસકાંઠામાંથી ભાજપનાં દાંતા વિધાનસભામાં 2009માં ધારાસભ્ય રહી ચૂકેલા વસંત ભટોળ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું.

ડીસામાં ભાજપનો ભ્રષ્ટાચાર
ભાજપ શાસિત ડીસા તાલુકા પંચાયતમાં સામાન્ય સભામાં ભાજપના સભ્યોએ વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ કરી હતી. ગામડાઓમાં બનેલા રોડમાં ભ્રષ્ટાચારની અનેકવાર રજૂઆત કરવા છતાં તાલુકા પંચાયતના ભાજપના સત્તાધીશો દ્વારા કોઈ પગલાં લીધા ન હતા. પંચાયતના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરો મળીને ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપો થતાં જ સભામાં ઉત્તેજના છવાઈ હતી. સભામાં વિપક્ષની ભૂમિકા ભાજપના સભ્યોએ ભજવતા વિપક્ષ કોંગ્રેસ ચૂપચાપ તમાશો જોઈ રહી હતી.

50 લાખનો રોડ 2 મહિનામાં તૂટી ગયો
ડીસામાં ડાયમંડ સોસાયટી વાળો રસ્તો 49 લાખમાં બન્યો હતો જે રોડ 2 માસમાં 2017માં તૂટી ગયો હતો.

ડીસામાં સરકારી ઘાસચારા લઈ જતી ટ્રકમાં આગ લાગી હતી. બનાસકાંઠામાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ ટ્રકો કે જે સરકારી ઘાસચારો ગૌશાળામાં લઈ જવાતો હતો ત્યારે આગની ઘટનાઓ બની હતી.

ડીસા તાલુકાના થેરવાડામાં 2016માં લાખો રૂપિયાના ખર્ચે બનેલી ગટર લાઈન તૂટી જતા તેમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના ગ્રામજનોએ ગંભીર આક્ષેપો કર્યા હતા.

ડીસાના ઇન્ચાર્જ નાયબ કલેક્ટર અને ચૂંટણી અધિકારી વી. કે. ઉપાધ્યાય રૂ.1.50 લાખની લાંચ લેતા રંગે હાથે તાજેતરમાં પકડાયા હતા.

2022માં ડીસામાં કોર્ટની બહાર એક પત્રકાર પર લુખ્ખા તત્વોએ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. રાજકીય લોકોનો એમના પર હાથ હતો.

કોંગ્રેસ
2022ની વિધાનસભાની ચૂંટણીમાં બનાસકાંઠામાં ઉમેદવાર જાહેર કરવાની બાબતે કોંગ્રેસમાં 15 સભ્યોએ રાજીનામા આપી દીધા હતા. પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીના પુત્ર સંજય રબારીને ટિકિટ આપી હતી.
જિલ્લાના પૂર્વ પ્રમુખ પીના ઘડિયા, ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલ શાહ, ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કૈલાશ શાહ, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પોપટ દેલવાડિયા સહિતે ત્યાગપત્ર સોંપી દીધા હતા
રાજીનામું આપતી વખતે 2 વખતના જિલ્લા પંચાયત સભ્ય અને ટિકિટ માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવતા કોંગ્રેસ નેતા પોપટ દેલવાડિયા રડી પડ્યા હતા.
કોંગ્રેસે આ પહેલાં ગોવા રબારીને 5 વખત ટિકિટ આપી હતી, જેમાંથી તેઓ માત્ર 2 વખત જીતી શક્યા હતા. ડીસા બેઠકને પરિવાર વાદી બની હતી. આખરે ગોવા રબારી 2023માં ભાજપમાં જતા રહ્યા હતા. તેઓ ભાજપમાં ગયા તો ત્યાં પણ જૂથવાદ વધારવામાં સફળ રહ્યા હતા.

બહુજન
બહુજન સમાજ પાર્ટીના બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ એડવોકેટ પ્રકાશ સોલંકીએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. તેઓ છેલ્લા છ વર્ષથી બસપાના બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ પદે કાર્યરત હતા.

જીજ્ઞેશ મેવાણી
બનાસકાંઠાના નેતા રહેલા અને હાલમાં કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ આમ આદમી પાર્ટીમાંથી 2016માં રાજીનામું આપી દીધું હતું.