ગુજરાતમાં પ્રથમ 

ગુજરાતમાં પ્રથમ

गुजरात में प्रथम

First in Gujarat

1). પ્રથમ રાજધાની : કુશસ્થળી (દ્વારકા)

2). આઝાદી બાદ પ્રથમ પાટનગર : અમદાવાદ

3). હાલનું પાટનગર : ગાંધીનગર (1971થી હિતેન્દ્રભાઈ દેસાઇના સમયમાં)

4). પ્રથમ વિધાનસભાનો આરંભ : 18 ઓગસ્ટ, 1960

5). પ્રથમ મુખ્યમંત્રી : ડો. જીવરાજ મહેતા

6). પ્રથમ રાજયપાલ : મહેંદી નવાઝ જંગ

7). પ્રથમ મહિલા રાજયપાલ : શારદા મુખર્જી

8). પ્રથમ મહિલા મુખ્યમંત્રી : આનંદીબેન પટેલ

9). પ્રથમ રાજયપાલ બનનાર ગુજરાતી : મંગળદાસ પરમાર (મધ્યપ્રદેશ)

10). પ્રથમ રાજયપાલ બનનાર ગુજરાતી મહિલા : કુમુદબેન જોશી (આંધ્રપ્રદેશ)

11). પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ : કલ્યાણજી મહેતા

12). ગુજરાત વિધાનસભાના પ્રથમ કાર્યકારી અધ્યક્ષ : મનુભાઈ પાલખીવાળા

13). વિધાનસભાના ઉપાધ્યક્ષ : અંબાલાલ શાહ

14). પ્રથમ વિધાનસભાનું સ્થળ : સિવિલ હોસ્પિટલ (અમદાવાદ)

15). પ્રથમ વિધાનસભાની બેઠક : 132 (100 કોંગ્રેસ, 32 વિપક્ષ)

16). વર્તમાનમાં વિધાનસભાની બેઠક : 182

17). લોકસભાની બેઠક : 26

18). રાજયસભાની બેઠક : 11

19). પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી : અમરસિંહ ચૌધરી

20). પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી : બાબુભાઈ પટેલ

21). પ્રથમ વિરોધ પક્ષના નેતા : નગીનદાસ ગાંધી

22). પ્રથમ ગુજરાતી ભૂમિદળના વડા : રાજેન્દ્રસિંહજી

23). પ્રથમ લોકાયુકત : ન્યાયમુર્તિ શ્રી ડી. એ. શુકલ

24). પ્રથમ પોલીસ વડા : કાનેરકર

25). સૌરાષ્ટ્ર રાજયના પ્રથમ મુખ્યમંત્રી : ઉચ્છંગરાય ઢેબર

26). 1942ની ચળવળનો પ્રથમ શહિદ : વિનોદ કિનારીવાલા

27). અમદાવાદના પ્રથમ મેયર : ચિનુભાઈ ચીમનલાલ બેરોનેટ

ગુજરાતમાં રાજકીય
1). પ્રથમ હાઇકોર્ટ : નવરંગપૂરા, બાળકોની હોસ્પિટલમાં

2). પ્રથમ સચિવાલય : પોલીટેક્નિક કોલેજ, આંબાવાડી (અમદાવાદ)

3). પ્રથમ મંત્રીઓનું નિવાસસ્થાન : ડફનાળા (શાહીબાગ)

4). પ્રથમ રાજભવન : શાહીબાગ

5). ગુજરાતમાં સૌપ્રથમ GPSCની કચેરી : શાહીબાગ, 33 બંગલો

6). પ્રથમ મહિલા પોલીસ સ્ટેશન : વસ્ત્રાપૂર (અમદાવાદ)

7). પ્રથમ નગરપાલિકા : અમદાવાદ

8). પ્રથમ નારી અદાલતનું આયોજન : દહેગામ (ગાંધીનગર જિલ્લો)

ગુજરાતમાં પ્રથમ મહિલા
1). ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી : આનંદીબેન પટેલ

2). ગુજરાતનાં પ્રથમ મહિલા રાજયપાલ : શારદા મુખર્જી

3). પ્રથમ રાજયપાલ બનનાર ગુજરાતી મહિલા : કુમુદબેન જોશી (આંધ્રપ્રદેશ)

4). પ્રથમ સ્નાતક : શારદાબહેન મહેતા અને વિદ્યાગૌરી નીલકંઠ

5). યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ : હંસાબહેન મહેતા (એમ.એસ. યુનિવર્સિટી)

6). પ્રથમ મહિલા મંત્રી (ગુજરાત રાજય) : ઇન્દુમતીબહેન શેઠ (શિક્ષણ વિભાગ)

7). ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ મહિલા કુલપતિ : સુશિલા નાયર

8). પ્રથમ રેમન મેગ્સેસે એવોર્ડ વિજેતા : ઇલાબેન ભટ્ટ

9). પ્રથમ મેનેજિગ ડિરેક્ટર : સુમતિબેન મોરારજી (સિંધિયા નેવિગેશન કંપની)

10). પ્રથમ IPS અને રાજયના પ્રથમ DGP : ગીતા જોહરી

11). વિદેશભૂમિ પર પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર : મેડમ ભિખાઈજી કામા

12). પ્રથમ ફોર્મ્યુલા રેસર : મિરા ઇરડા (ભારતની પ્રથમ)

13). પ્રથમ ઇંગ્લિશ ચેનલ પાર કરનાર : વંદિતા ઘારીયાલ

14). પ્રથમ ફોટોજર્નાલિસ્ટ : હોમાઈ વ્યારાવાલા

પ્રથમ ગુજરાતી મહાનુભાવો
1). પ્રથમ ગુજરાતી વડાપ્રધાન : મોરારજી દેસાઇ

2). પ્રથમ ગુજરાતી વડાપ્રધાન (કાર્યકારી) : ગુલઝારીલાલ નંદા

3). પ્રથમ ગુજરાતી નાયબ વડાપ્રધાન : સરદાર વલ્લભભાઈ પટેલ

4). લોકસભાના પ્રથમ અધ્યક્ષ : ગણેશ વાસુદેવ માવળંકર

5). સુપ્રીમ કોર્ટના પ્રથમ ગુજરાતી મુખ્ય ન્યાયધીશ : હરિલાલ કણિયા

6). ભારતરત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી : સરદાર પટેલ, મોરારજી દેસાઇ

7). ભારતીય લશ્કરના ભૂમિદળના પ્રથમ ગુજરાતી સરસેનાપતિ : ફિલ્ડમાર્શલ જનરલ માણેકશા

8). પ્રથમ પાયલોટ : જહાંગીર રતનજી ટાટા (1932)

9). RBIના પ્રથમ ગુજરાતી ગવર્નર : આઇ.જી પટેલ

10). પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર શરૂકરનાર : ફરદૂનજી મર્ઝબાન (મુંબઈ સમાચાર)

ગુજરાતનાં પ્રથમ વિલેજ (ગામ)
1). દેશનું પ્રથમ સ્માર્ટ વિલેજ : પુંસરી ગામ (સાબરકાંઠા જિલ્લો)

2). દેશનું પ્રથમ સોલાર વિલેજ : રસુલપૂરા (ગીર)

3). દેશનું પ્રથમ ધુમાડા મુકત ગામ : ગણદેવા (નવસારી)

4). વિશ્વનું પ્રથમ વ્યસનમુકત ગામ : ભેખડિયા ગામ (તા: કવાટ, જિલ્લો : છોટા ઉદેપુર)

5). પ્રથમ ગોકુળીયુ ગામ : રાયસણ

6). પ્રથમ બાયોવિલેજ : મોછા ગામ (પોરબંદર)

ગુજરાત દેશમાં પ્રથમ
1). દેશમાં પ્રથમ વખત મળી આવેલ ઈકથિયોસોરસ અશ્મિ : કચ્છ

2). દેશનું પ્રથમ બર્ડ ICU : જામનગર

3). દેશનું પ્રથમ ગાંધી મંદિર : કચ્છના કોટડી (મહાદેવપૂરી)

4). દેશમાં પ્રથમ દીપડા માટેનું સફારી પાર્ક : વધઈ (ડાંગ) અને ખોડમ્બા-માંડવી (સુરત)

5). દેશમાં પ્રથમ વાર્મિકમ્પોસ્ટ પ્લાન્ટ : બારડોલી

6). દેશની પ્રથમ રાષ્ટ્રીય રેલ અને ટ્રાન્સપોર્ટેશન યુનિવર્સિટી : વડોદરા

7). દેશનું પ્રથમ સ્પોક્ન સંસ્કૃત કેન્દ્ર : ગુજરાત યુનિવર્સિટી (અમદાવાદ)

8). દેશની પ્રથમ ઓફશોર વિન્ડ એનર્જી પ્રોજેકટ : ખંભાતના અખાતમાં

9). દેશની પ્રથમ ઇલેક્ટ્રીક એવિડન્સ એકઝામિનર : ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)

10). દેશની પ્રથમ ઈન્ડસ્ટ્રીયલ સોલાર માઇક્રોગ્રીડ : વડોદરા (સ્વીડિશ-સ્વીઝ) મલ્ટીનેશનલ કંપની)

11). દેશની પ્રથમ મધ (honey) પરીક્ષણ લેબોરેટરી : આણંદ

12). દેશનું પ્રથમ મેરિટાઇમ કલસ્ટર : ગાંધીનગર ગિફ્ટ સિટી

ગુજરાતમાં પ્રથમ વખત સેવાની શરૂઆત
1). પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર : મુંબઈ સમાચાર (ઇ.સ 1822)

2). પ્રથમ ટપાલ સેવા : અમદાવાદ (ઇ.સ 1838)

3). પ્રથમ ગુજરાતી માસિક : બુદ્ધિપ્રકાશ (ઇ.સ 1850)

4). પ્રથમ ટેલિફોન સેવા : અમદાવાદ (ઇ.સ 1887)

5). પ્રથમ દવા બનાવવાની ફેક્ટરી : સારાભાઇ કેમિકલ્સ (વડોદરા, ઇ.સ 1905)

6). પ્રથમ પાતાળ કૂવો : મહેસાણા (ઇ.સ 1935)

7). પ્રથમ રેડિયો કેન્દ્રનો આરંભ : વડોદરા (ઇ.સ 1939)

8). પ્રથમ સહકારી દૂધ ઉત્પાદક મંડળી : ચોર્યાસી તાલુકો (સુરત, ઇ.સ 1939)

9). અમદાવાદ રેડિયો કેન્દ્રનો પ્રારંભ : આકાશવાળી, ઇન્કમટેક્ષ સર્કલ (ઇ.સ 1948)

10). પ્રથમ રેલ્વેની શરૂઆત : અંકલેશ્વર અને ઉતરાણ (ઇ.સ 1855)

11). પ્રથમ ઇલેક્ટ્રીક રેલવે : અમદાવાદ થી મુંબઈ (ઇ.સ 1974)

12). એશિયાનું સૌથી મોટું સહકારી ક્ષેત્રનું ખાંડનું કારખાનું : બારડોલી (જિલ્લો: સુરત, ઇ.સ 1956)

13). પ્રથમ રિફાઇનરી : કોયલી (વડોદરા, 1965)

14). ટેલીવિઝનનો પ્રારંભ : પિજ કેન્દ્ર (ખેડા, 15 ઓગસ્ટ 1975)

15). પ્રથમ બંદર : લોથલ (અમદાવાદ)

ગુજરાતમાં પ્રથમ શરૂઆત
1). પ્રથમ છાપખાનું શરૂ કરનાર : દુર્ગારામ મહેતા (1842, સુરત)

2). સુતરાઉ કાપડની પ્રથમ મિલ શરૂ કરનાર : રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળા (અમદાવાદ, 1861)

3). પ્રથમ ગુજરાતી શબ્દકોષ બનાવનાર : નર્મકોશ-નર્મદ (1873)

4). અમદાવાદના જગન્નાથજી મંદિરની રથયાત્રા શરૂ કરનાર : મહંતશ્રી નૃસિંહદાસજી (અષાઢ સુદ બીજના દિવસે, ઇ.સ 1878થી)

5). ગુજરાતી રંગભૂમિના પિતા : રણછોડભાઈ ઉદયરામ

6). પ્રથમ સચિત્ર ગુજરાતી માસિક શરૂ કરનાર : હાજી મહમંદ અલ્લારખિયા શિવજી

7). પ્રથમ ગુજરાતી એન્સાઈકલોપીડિયા શરૂ કરનાર : રતનજી ફરામજી શેઠના

8). ગુજરાતમાં ‘મુશાયરા’ ની શરૂઆત કરનાર : અબ્દુલ રહિમ ખાનેખાન

9). પ્રથમ ગુજરાતી પંચાગનું પ્રકાશન કરનાર : ઈચ્છારામ સૂર્યરામ દેસાઇ

એવોર્ડ/પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી
1). ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી : સરદાર પટેલ, મોરારજી દેસાઇ

2). પદ્મ વિભૂષણ મેળવનાર પ્રથમ ગુજરાતી : ગગનવિહારી મહેતા (ઇ.સ 1999)

3). પદ્મ ભુષણ મેળવનાર પ્રથમ ગુજરાતી : વી.એલ. મહેતા (ઇ.સ 1954)

4). પદ્મશ્રી મેળવાનર પ્રથમ ગુજરાતી : શ્રીમતી ભાગ મહેતા (ઇ.સ 1954)

5). પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર : ઝવેરછંદ મેઘાણી (ઇ.સ 1928)

6). પ્રથમ નર્મદ સુવર્ણચંદ્રક મેળવનાર : જ્યોતીન્દ્ર દવે (ઇ.સ 1940)

7). પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવાનર : ઉમાશંકર જોશી (ઇ.સ 1967)

8). પ્રથમ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ મેળવાનર : રાજેન્દ્ર શાહ (ઇ.સ 1999)

9). નિશાને-એ-પાક એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી (એકમાત્ર) : મોરારજી દેસાઇ

10). પ્રથમ સાહિત્યરત્ન એવોર્ડ વિજેતા : ગુણવંત શાહ

પ્રથમ ગુજરાતી ફિલ્મ
1). રજૂ થઈ ન હોય તેવી પ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ : શેઠ સગાળશા

2). રજૂ થઈ હોય તેવી ગુજરાતી મૂક ફિલ્મ : ક્રુષ્ણ સુદામા

3). ચીમનભાઈ દેસાઇ નિર્મિત સૌપ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ : નરસિંહ મહેતા

4). પ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ : ભક્ત વિદુર

5). ગુજરાતની પ્રથમ કરમુક્ત ફિલ્મ : અખંડ સૌભાગ્યવતી

6). પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ : લીલુડી ધરતી

7). ગુજરાતની પ્રથમ બોલતી રમૂજી ફિલ્મ : ફાંફડો ફિતૂરી

8). સરસ્વતીચંદ્ર પરથી બનેલી ફિલ્મ : ગુણસુંદરીનો ઘર સસાર

9). કવિ કલાપીની ક્રુતિ ‘હદય ત્રિપુટી’ પરથી કઈ ફિલ્મનું નિર્માણ : મનોરમા

10). સૌપ્રથમવાર ગુજરાત સરકાર તરફથી પ્રોત્સાહન પરિતોષિક મેળવનાર ફિલ્મ : મેંદી રંગ લાગ્યો

11). દિગ્દર્શક વિપુલ શાહની 35 MM સિનેમાસ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ : દરિયા છોરું