ગાંધીનગર, 22 જાન્યુઆરી 2020
રાજ્ય સરકારના ઊદ્યોગ અને ખાણ વિભાગે અદાણી પોર્ટસ એન્ડ SEZ લિમિટેડ સાથે સાણંદમાં ઓટોમોબાઇલ સ્થળ નજીક વિરોચનનગરમાં 1450 એકર વિસ્તારમાં અંદાજિત રૂ.50 હજાર કરોડના રોકાણ સાથે ભારતનો સૌથી વિશાળ ગણાવીને મલ્ટી મોડેલ લોજિસ્ટીક પાર્ક સ્થાપવા માટેના MoU કર્યા છે. પણ ભરૂચમાં 72 હજાર હેક્ટરમાં પ્રોજેક્ટ માટે સરકારે કાર્યવાહી હરી છે. વળી અદાણીના આ પ્રોજેક્ટથી આણંદ નજીક ધોલેરાના પ્રોજેક્ટ અંગે હવે પ્રશ્નાર્થ ઊભા થઈ ગયા છે. ધોલેરા સર અને આકો પ્રોજેક્ટ હવે અભેરાઈ પર ચઢી જશે.
ધોલેરા પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ

અમદાવાદ જિલ્લાના ધોલેરામાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન – સરમાં 43 હજાર હેક્ટર જમીન ખાલી પડી છે. ગુજરાતનું મોટામાં મોટું ઇકોનોમિક હબ મોદીએ જાહેર કર્યું હતું. 26 હજાર હેકટર જમીન ધોલેરા – સરને અને 17 હજાર હેકટર જગ્યા અદાણી એરપોર્ટને આપી છે.
જ્યાં પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ, વ્હેર હાઉસિંગ, કોમર્શિયલ સેકટર, નોલેજસિટી, લોજિસ્ટિક પાર્ક તેમજ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે જમીન આપી છે.
રસ્તાઓ વિકાસાવવા, એરપોર્ટ માટે પ્રિ-ફેસિલિટી, ગાંધીનગર વાયા અમદાવાદથી ધોલેરા સુધીનો મેટ્રો રેલ પ્રોજેકટ અને મેગા ઇન્ડસ્ટ્રિયલ પાર્કને વિકસાવવાનું નક્કી કર્યુછે. સિંગલ વિન્ડો કિલયરન્સ સિસ્ટમ પણ અમલમાંમૂકી છે.
તેનો સીધો મલતબ એ થયો કે અદાણી ધોલેરામાં લોજેસ્ટીક પાર્ક બનાવવાના બદલે સાણંદ પાસે કિંમતી ખેતી લાયક જમીન પર બનાવીને ખેત ઉત્પાદન ખતમ કરશે. વળી, ધોલેરામાં અદાણી હવે એરપોર્ટ કે ઉદ્યોગ નાંખવા તૈયાર નથી. એવું વિજય રૂપાણીએ કરેલા કરાર પરથી સાબિત થયું છે. જ્યાં 17 વર્ષથી કંઈ થયું નથી.
કરાર કરાયા
મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગ-ખાણ અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ અને અદાણી પોર્ટસ એન્ડ SEZ લિ. ના CEO કરણ અદાણીએ પરસ્પર હસ્તાક્ષર કર્યા હતા.
શું હશે માલ હેરાફેરી માટે સુવિધા
એમ.કે.દાસે આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું કે આ પાર્કમાં સ્થપાનાર એર કાર્ગો ટર્મિનલ 4.6 કિ.મી લંબાઈનો રનવે ધરાવતું હશે. મોટા માલવાહક વિમાનો અહીં ઉતરશે. આ પાર્ક ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર હશે. ગુજરાતના મુખ્ય બંદરો સાથે જોડાણ ધરાવનારો પાર્ક બનશે. રેલ ફ્રેઈટ ટર્મિનલ પણ હશે. 90 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં વેરહાઉસ ઝોન હશે. એર ફ્રેઈટ સ્ટેશન (4.5 મેટ્રિક ટન), ગ્રેડ-એ વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ હશે.
6 મહિનામાં કામ શરૂં થશે
3 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં બિઝનેસ સેન્ટર હશે. સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર પણ સ્થાપવામાં આવશે. 6 મહિનામાં નિર્માણ કાર્ય શરૂ કરશે. 3 વર્ષમાં સમગ્ર પ્રોજેકટ પૂરો થશે. વેરહાઉસમાં 38 લાખ ચોરસ ફૂટમાં ટેક્સ્ટાઈલ, બલ્ક, ઈ-કોમર્સ અને બીટીએસ સુવિધાઓ હશે. 9 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં બોન્ડેડ વેર હાઉસીસ હશે. 4 લાખ ગ્રેડ-એ પેલેટાઈઝ્ડ ફેસિલીટી અને 60,000 પેલેટ્સની ટેમ્પરેચર કન્ટ્રોલ્ડ પેલેટાઈઝ્ડ ફેસિલીટી હશે.
3.3 લાખ ક્ષમતા સામે કન્ટેનર યાર્ડમાં ચાર હેન્ડલીંગ લાઇન સાથેના ટીઈયુ (ટ્વેંન્ટી ફૂટ ઈક્વીવેલન્ટ્સ) હશે. સ્ટીલ કાર્ગો યાર્ડ 4 લાખ મે.ટન, કાર યાર્ડ (30,000 કાર), એગ્રી સિલોસ (1 લાખ મે.ટન), પીઓએલ ટેન્ક ફાર્મ (3.5 લાખ કે.એલ) અને સીમેન્ટ સિલોસ (1 લાખ મે.ટન) સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ થવાની છે.
અમદાવાદ નજીકના સાણંદમાં 20 વર્ષમાં ઔદ્યોગિક વિકાસ થયેલો છે. મલ્ટિ-મોડેલ લોજિસ્ટીક પાર્ક 25 હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીના અવસરો પૂરા પાડશે.
દેશમાં 34 પ્રોજેક્ટ
દેશના 34 શહેરોમાં રૂપિયા 2 લાખ કરોડના રોકાણ સાથે મલ્ટી મોડલ મેગા લોજિસ્ટિક્સ પાર્ક બનાવવા કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી. જેમાં વિજયવાડા, ચેન્નાઇ, નાગપુર, બેંગલુરુ, સુરત, હૈદરાબાદ, ગુવાહાટી છે. પ્રોજેક્ટસને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પીપીપી ધોરણે વિકસાવવામાં આવશે. જેમાં ગુજરાતના અમદાવાદ, વડોદરા, સૂરત, ભરૂચ, વલસાડ, કંડલા એમ 6 છે.
ભારતમાં પરિવહન ખર્ચ કુલ GDPના 14% છે. અમેરિકામાં 8% છે. ભારતમાં કુલ માલસામાનના 60% માલ રોડ માર્ગે પરિવહન થાય છે. ભારત સરકાર 7 ટકા કરવા માંગે છે.
પરિવહન ખર્ચ ઘટાડવા, રોડ પરનો ટ્રાફિક હળવો કરવા, કાર્બનનું ઉત્સર્જન 10% ઘટાડવા દેશમાં 34 મલ્ટી મોડલ લોજિસ્ટીક પાર્ક બનશે. ઓટોમેટિક રૂટ હેઠળ 100 ટકા વિદેશી નાણા માટે મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે
સુરતમાં થશે
ભારત સરકારની નેશનલ હાઈવે ઓથોરિટી, રેલવે અને નાગરિક ઉડ્ડયન, મંત્રાલય વેરહાઉસ કોર્પોરેશન, પોર્ટ ટ્રસ્ટ વગેરેની પ્રવૃતિને સાંકળીને મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક બનશે. દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં સૂરત મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વચ્ચે કરાર કરવામાં આવ્યો છે.
ભરૂચમાં 72 હજાર હેક્ટર
ભરૂચના દહેજમાં 72 હજાર હેક્ટરમાં મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક ઊભો કરશે. જમીન ગુજરાત સરકાર દ્વારા પસંદ કરવામાં આવી છે. દહેજ પેટ્રોલિયમ, કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન (પીસીપીઆઇઆર)નું વિસ્તરણ 4 હજાર એકરમાં કરાશે.
35 હેકટરમાં સોલિડ કાર્ગો હેન્ડલિંગ સુવિધા માટે રૂપિયા 120 કરોડનું મૂડી રોકાણ અને 120 કરોડની જમીન પર કરવામાં આવશે. પ્રતિ મીટર જમીનની કિંમત રૂપિયા 1680 છે. કંટેઇનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (કોનકોર) સાથે મળીને જીઆઇડીસી જમીન અપાશે.
બ્લક અને લુઝ કાર્ગોના હેન્ડલિંગ અને વેરહાઇસિંગ માટે મહત્ત્વનો બનશે. આ વિસ્તારમાં આવેલા મેન્યુફેક્ચરિંગ એકમોનો લોજિસ્ટિક અને ફ્રેઇટ ખર્ચ પણ ઓછો આવશે. આયાત -નિકાસકારો માટે કસ્ટમ બોન્ડેડ વેરહાઉસ ફ્રેઇટ સ્ટેશન રહેશે. કાર્ગો ભેગો કરવો, અલગ પાડવો, પેકેજિંગ, રિપેકેજિંગ, લેબલિંગ, રેલ્વે, સ્ટોરેજ યાર્ડ હશે. કસ્ટમ વિભાગ દ્વારા દસ્તાવેજોની ચકાસણી અને માલના નિરીક્ષણ કરશે. દહેજ પીસીપીઆઇઆરમાં રૂપિયા 86 હજાર કરોડનું મૂડીરોકાણ થયું છે.
વડોદરામાં પ્રોજેક્ટ અટવાયો
કંન્ટેઇનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો રૂ.400 કરોડનો મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્કનો પ્રોજેક્ટ જમીન આપવાનો પ્રશ્ન વર્ષોથી રૂપાણી સરકારમાં ખોરંભે પડ્યો છે. રેલવે વિભાગના ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના પ્રોજેક્ટનો આ સહયોગી મોટો પ્રોજેક્ટ છે. માલની હેરાફેરી માટે રેલવે લાઇન બનવાની છે. તેને અડીને કંન્ટેઇનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા માલનો જથ્થો રાખવા માટે રૂ.400 કરોડના ખર્ચે મલ્ટી લોજિસ્ટિક પાર્કનો પ્રોજેક્ટ અમલી બનાવ્યો હતો. રેલવે લાઇન માટે 4350 ચોરસમીટર જમીન ગૌચરમાંથી પસાર કરવી પડે તેમ છે.
આસામમાં કામ ચાલું થયું
ભારતમાં પ્રથમ આસામમાં બોંગાઇગાવ જિલ્લામાં જોગીધોપામાં 317 એકર 700 કરોડ રૂપિયાનું મલ્ટી મોડેલ લોજિસ્ટીક પાર્ક બનવાનું શરૂ થઈ ગયું છે. ઇશાન ભારતના સ્થળો સાથે વિમાન, માર્ગ અને રેલમાર્ગ, જળ માર્ગ બ્રહ્મપુત્રા નદી દ્વારા સંપર્ક સુવિધા અપાશે. 2023માં પહેલો તબક્કો પૂરો થશે. 20 લાખ લોકોને રોજગારી મળશે.
રાજસ્થાનમાં વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરનો રેવાડી-મદાર વિભાગ કામ કરતો થઈ ગયો છે.