વિદેશીઓને વોલ્વો બસ, ગુજરાતના મજૂરોને ખાવાનું પણ ન અપાયું

અમદાવાદ, 13 મે 2020

અન્ય દેશોમાં ગુજરાતના અટવાયેલા મનિલાથી 137 અને યુ.એસ.એ થી 107 મળી કુલ 244 વિધાર્થીઓ અમદાવાદ સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરરપોર્ટ 12 મે 2020એ આવી પહોંચ્યા હતા.

વિદ્યાર્થીઓને એરપોર્ટ પર જ હેલ્થ ચેક-અપ કરી તેમના પસંદગીના સ્થળોએ લઈ જવાયા હતા. વિદ્યાર્થીઓને કોઈ પણ તકલીફ ન પડે માટે ખાસ વોલ્વો બસની સુવિધા કરાઈ હતી. તેમના રહેવા-જમવાની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી તેમની પસંદહગીની હોટલો પર તથા રાજ્ય સરકારે કરેલી વ્યવસ્થાના સ્થળોએ મોકલી આપવામાં આવ્યા હતા. ગુજરાતના આ વિદ્યાર્થીઓને પસંદગી અપાયેલા જિલ્લાઓમાં અમદાવાદ સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરરપોર્ટ પર જ રવાના કરાયા હતા.

આમ ભારતના પૈસા વિદેશ વાપરતાં વિદેશથી આવેલા લોકોને સારી સુવિધા આપવામાં આવી છે. પણ ગુજરાતને કમાણી કરાવી આપતાં મજૂરોને બહાર જવાયા ત્યારે તેમને વાહનનો કોઈ સુવિધા આપી નથી. ભોજન અપાયું નથી. ગરીબ મજૂરોને વાપરવા માટે કોઈ પૈસા રૂપાણી સરકારે આપ્યા નથી.

વળી, પોરબંદરથી આવેલા 39 વિદ્યાર્થીઓ કલાકો સુધી સોલા મામલતદાર કચેરીએ રાહ જોઈને બેસી રહ્યાં હતા તેમ છતાં તેમની કોઈ કાળજી કે સ્કેનીંગ કરાયું ન હતું.

આમ ભાજપની રૂપાણી સરકાર પોતાના નાગરિકોને સમાન રીતે રાખવાના બદલે ભેદભાવ રાખી રહી છે.

વિદ્યાર્થીઓના આગમન વેળાએ સચિવ ધનંજય દ્વીવેદી, પ્રવાસન વિભાગ સચિવ સુશ્રી મમતા વર્મા તથા અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ ઉપસ્થિત રહ્યા હતા.