[:gj]વિધાનસભામાં કોરોનામાં રૂપાણી સરકાર કોંગ્રેસને હાથે જુઠ બોલતી રંગે હાથ પકડાઈ[:]

[:gj]The Rupani government in Corona in the Legislative Assembly held hands with the Congress for lying

ગાંધીનગર, 9 માર્ચ 2021

કોંગ્રેસ પક્ષના આક્રમક ધારાસભ્‍યોએ 8 માર્ચ 2021ના રોજ આરોગ્‍ય મંત્રી નિતિન પટેલને આકરાં પ્રશ્નો પૂછીને
કોરોના મહામારીમાં ડેઝીગ્નેટેડ હોસ્‍પિટલો અંગે માહિતી મેળવવામાં સફળ થયા હતા.

રાજ્યમાં શહેરો સિવાય જીલ્લાઓમાં કોરોના દર્દીઓની સારવાર માટે 4802 બેડ ખાનગી હોસ્પિટલોમાં સરકારી કવોટામાં અનામત રાખવામાં આવેલ. તે અન્વયે શહેરો સિવાયની હોસ્પિટલમાં 54.19 કરોડ  રૂપિયા ચુકવવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં ખાનગી હોસ્પિટલોમાં સરકારી બેડમાં સારવાર આપેલ દર્દીઓની સંખ્યા 59993 છે તે માટે 152 કરોડ રૂપિયા ખાનગી હોસ્પિટલોને ચુકવવામાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલોને સરકારી કવોટાના બેડ પેટે ચૂકવવાની બાકી રકમ અંગે જીલ્લાઓમાંથી અહેવાલ મંગાવીને બાકી રકમ ચૂકવવામાં આવશે. આમ, ડીસેમ્બર 2020 સુધીમાં 152 કરોડ કરતાં વધુ રકમ ચુકવાઈ ગઈ છે. બાકી રકમ ચૂકવવાશે ત્યાં સુધીમાં આ આંકડો રૂપિયા 1000 કરોડને પાર કરશે.

ક્રમ જિલ્લાનું નામ સરકારી ક્‍વોટામાં અનામત બેડની સંખ્‍યા આઈસોલેશન બેડ, આઈસોલેશન+એચ.ડી.યુ., આઈસોલેશન+ આઈ.સી.યુ.(વેન્‍ટીલેટર સહિત અને સિવાય)ને ચૂકવેલ રકમ     ક્રમ જિલ્લાનું નામ સરકારી ક્‍વોટામાં અનામત બેડની સંખ્‍યા આઈસોલેશન બેડ, આઈસોલેશન+એચ.ડી.યુ., આઈસોલેશન+ આઈ.સી.યુ.(વેન્‍ટીલેટર સહિત અને સિવાય)ને ચૂકવેલ રકમ
રાજકોટ ૫૦ ૪૦૨૪૯૮૦ ૧૯ અરવલ્લી ૧૧૦ ૩૭૭૪૨૫૮૦
પોરબંદર ૧૦૦ ૫૦૬૬૬૪૦ ૨૦ મહીસાગર ૧૦૦ ૪૨૯૩૪૨૭
આણંદ ૪૩૦ ૫૬૭૧૬૯૨૦ ૨૧ ભરૂચ ૩૨૨ ૧૦૯૨૪૭૫૬૦
પાટણ ૯૫ ૮૧૪૫૭૨૦ ૨૨ બનાસકાંઠા ૩૬૩ ૧૯૭૯૬૨૨૦
મહેસાણા ૩૦ ૧૨૯૮૧૨૪૦ ૨૩ કચ્‍છ ૧૧૫ ૨૨૯૦૩૩૨૦
વલસાડ ૧૦૦ ૨૧૯૦૭૦૮૦ ૨૪ અમદાવાદ ૧૧૧ ૧૬૪૩૯૪૫૦
જુનાગઢ ૧૦૦ ૩૦૦૦૦૦૦ ૨૫ નવસારી ૩૫૦
દાહોદ ૧૦ ૬૧૬૬૨૬૦ ૨૬ નર્મદા
ગાંધીનગર ૧૧૧ ૧૧૭૬૨૯૬૦ ૨૭ અમરેલી
૧૦ સાબરકાંઠા ૧૦૦ ૧૪૮૧૪૩૬૦ ૨૮ પંચમહાલ
૧૧ મોરબી ૧૦૦ ૫૨૨૧૦૮૦ ૨૯ બોટાદ
૧૨ દેવભૂમિદ્વારકા ૫૦ ૨૫૯૪૧૬૦ ૩૦ જામનગર
૧૩ ખેડા ૨૨૭ ૫૪૫૦૫૨૮૦ ૩૧ ડાંગ
૧૪ વડોદરા ૨૦૦ ૮૬૮૦૪૧૦૦ ૩૨ ગીરસોમનાથ
૧૫ છોટાઉદેપુર ૪૭૭ ૧૭૭૭૦૩૨૦ ૩૩ સુરત
૧૬ ભાવનગર ૧૦૫૧ ૨૧૬૬૬૬૦     કુલ ૪૮૦૨ ૫૪૧૯૧૦૬૩૭
૧૭ તાપી ૧૦૦ ૨૫૦૦૦૦૦   ૩૪ અમદાવાદ શહેર સરકારી બેડમાં સારવાર આપવામાં આવેલ દર્દીઓની સંખ્યા ૫૯૯૯૩ ૯૮૧૩૮૧૨૮૮૧
૧૮ સુરેન્‍દ્રનગર ૧૫૩૪૦૩૨૦     કુલ   ૧૫૨,૩૨,૯૧,૯૨૫

રાજ્ય સરકાર કોરોના દર્દીઓની સંખ્યાના આંકડાઓ છુપાવતી હોવાનું આજે પુરવાર થયું છે, તા.૩-૩-૨૦૨૧ના પહેલી બેઠકમાં તા.૩૧ ડીસેમ્બર-૨૦૨૦ સુધીમાં અમદાવાદ શહેરમાં કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યા ૫૩,૭૨૮ છે (અગ્રતા-૧૬૬). આજ તા.૯-૩-૨૦૨૧ની પ્રશ્નોતરીમાં (અગ્રતા-૨૨૧)માં તા.૩૧ ડીસેમ્બર-૨૦૨૦ સુધીમાં અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલોમાં સરકારી કવોટામાં ૫૯,૯૯૩ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. આમ, ખાનગી હોસ્પિટલમાં જ ૫૯,૯૯૩ કોરોના દર્દીઓ નોંધાયા હોય તો અમદાવાદ શહેરમાં કુલ ૫૩,૭૨૮ દર્દીઓ કેવી રીતે હોઈ શકે ? કોરોના મહામારીમાં રાજ્ય સરકારે દર્દીઓને સમયસર સારવાર મળે તેવી કામગીરી કરવાના બદલે કોરોના દર્દીઓના આંકડાઓ છુપાવા વધારે પ્રયાસ કરવામાં આવ્યો હોઈ તે પુરવાર થયું છે.

કોરોના મહામારીમાં એક સમય એવો હતો કે ૧૨૦૦ બેડની સીવીલ કોવિડ હોસ્પિટલ, સોલા સીવીલ, એસવીપી હોસ્પિટલ, યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ-સીવીલ, કીડની હોસ્પિટલ-સીવીલમાં જગ્યાઓ પણ ઉપલબ્ધ ન હતી. તેમ છતાં રાજ્ય સરકાર સાચા આંકડાઓ બહાર પાડીને નાગરીકોમાં જાગૃતતા લાવવાને બદલે ખાનગી હોસ્પિટલો અને હોમ આઈસોલેશનમાં રહેલ કોરોના દર્દીઓના આંકડાઓ છુપાવ્યા છે તે સાબિત થાય છે.[:]