વર્ગીસ કુરિયન દેશના સ્વપ્નદ્રષ્ટા હતા. સહકારી દૂધનો ઇતિહાસનું સર્જન કરનારા મિલ્કમેન ઓફ ઇન્ડિયાએ શ્વેત ક્રાંતિને તો જન્મ આપ્યો છે. તેમણે ભારતની સૌથી મોટી મિલ્ક કંપની અમૂલ બનાવી છે. ભારતના અનેક ખેડૂતોના સાથને સહકારથી દેશને દૂધના ઉત્પાદન ક્ષેત્રે વિશ્વમાં અવ્લ બનાવનારા પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ ડૉ. કુરિયન આજે આપણી વચ્ચે હયાત નથી. પણ એમણે ડેરી ક્ષેત્રે લાવેલી ક્રાંતિથી સફળતાનો સ્વાદ હવે મહિલાઓ માટે નવા દ્વાર ખોલી રહ્યો છે, બાયોગેસ દ્વારા. ઓપરેશન ફલ્ડ દ્વારા આણંદ ગામ દુનિયાભરમાં મિલ્ક કેપિટલ ઓફ ઇન્ડિયાના નામે જાણીતું છે. છાણને અત્યાર સુધી ગંદકી તરીકે જોવામાં આવતું રહ્યું હતું. હવે છાણ નવી ઓળખ મળવશે. છાણા કે છાણીયુ ખાતર, છાણ અને ગૌ મૂત્ર વેચીને કે તેમાથી હજારો વસ્તુઓ બનાવીને આવક થતી હતી. હવે તે એક ઉદ્યોગ તરીકે સહકારી ક્ષેત્રમાં બનશે. હવે છાણ સિટી તરીકે આણંદ ઓળખાશે.
છાણનું શ્રેષ્ઠ ખાતર
પ્રાણીઓનાં મળમૂત્ર એકઠાં કરી પ્રાણવાયુની ગેરહાજરી અને જીવાણુઓની હાજરીમાં તેમાં આથો લાવવાની પ્રક્રિયા કરવામાં આવે છે. જેમાંથી વાયુ પેદા થાય છે. મિથેન વાયુ તરીકે તે જાણીતો છે. સારી ગુણવતા ધરાવતો મીથેન વાયુ લગભગ 60% અને 40% જેટલો નિષ્ક્રિય કાર્બન ડાયોકસાઈડ વાયુ હોય છે. નાઈટ્રોજન, સલ્ફાઈડ જેવા વાયુઓ થોડા હોય છે. તેમાંથી નિકળતી રબડી તરીકે છાણના ખાતર તરીકેના ગુણો સહેજ પણ ઓછા થતા નથી, બલ્કે વધે છે.
વધુ વાંચો: અમૂલ અને એનડીડીબીની સ્વેતક્રાંતિ બાદ હવે છાણ ક્રાંતિની શરૂઆત
ગોબર ગેસ ફેક્ટરી
સૌ પ્રથમ છાણ અને પાણીનું યોગ્ય માત્રામાં મિશ્રણ કરવામાં આવે છે. જે કૂવામાં નાંખવામાં કરવામાં આવે છે. પાચન કૂવામાં હવા – ઓકસીજન ન હોવાથી રબડીનું આથવણ થાય છે. આથો આવવાથી બેક્ટેરિયાના કારણે ગેસ ઉત્પન્ન થાય છે. આ ગેસ ઢાંકણ અથવા ગેસ હોલ્ડરમાં એકઠો થાય છે. ગોબરગેસને ટાંકીમાંથી ગેસ પાઈપ લાઈન દ્રારા સૂચિત ઉપયોગ માટે રસોડું, એન્જિન વગેરેમાં લઈ જવાય છે.
એક કુટુંબ માટે ગેસ પેદા કરવા 4 પશુ જોઈએ
એક કુટુંબના 5થી 8 સભ્યોની રસોઈ માટે વપરાતો ગેસ 3 કે 4 પશુના છાણથી બનાવી શકાય છે. જેની ક્ષમતા 2 ઘનમીટર હોય છે. 200 પશુ હોય તો 400 કુટુંબ માટે ગેસ બનાવી શકાય છે. છાણાંની દહન ક્ષમતા 11% છે. ગેસની દહન ક્ષમતા 60% છે. એક ભેંસ રોજનું 15 કિ.ગ્રા. છાણ અને ગાય 10 કિલો અને વાછરડું 5 કિલો છાણ આપે છે. એક કિલો છાણમાંથી ૦.૦37 ઘન મીટર (1.3 ઘનફૂટ) ગેસ મળે છે. રાંધવા માટે 8 ઘનફૂટ પ્રતિ વ્યકિત પ્રતિ દિવસ ગેસ જોઈએ છે. ઘરમાં દિવાબત્તીના પ્રકાશ માટે 4.5 ઘનફૂટ પ્રતિ કલાક જોઈએ છે.
પણ ગેસ પ્લાંટમાંથી ગેસ નિકળી ગયા પછી તેમાં રહેતા છાણની રબડીને બહાર કાઢવામાં આવે છે. તે રબડીનો હવે વેપાર થવાનો છે. એનડીડીબીએ તેના વેપારનું સહકારી મળખું તૈયાર કરી નાંખ્યું છે.
ગોબર ગેસ બનાવવાની નવી ટેકનોલોજી કેવી છે ?
(વધું આવતા અંકે)
ગુજરાતી
English





