દેશને ગોલ્ડ મેડલ અપાવનારને રોજ 1 કિમી ચાલીને પાણી ભરવા જવું પડતું હતું, હવે વરસાદમાં રાહત

દર વર્ષે ચોમાસામાં ડાંગમાં 100 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડે છે પરંતુ ઉનાળાની શરૂઆત થતાં જ ડાંગની આસપાસના ગામડાઓમાં પાણીની મુશ્કેલી શરૂ થઈ જતી હોય છે. 311 જેટલા ગામડાના લોકોને પાણી ભરવા માટે ઘરેથી દૂર-દૂર સુધી ચાલીને જવું પડે છે.

ડાંગના કરાડી આંબા ગામમાં રહેતી અને એશિયન ગેમ્સમાં ભારતને 400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ અપાવનારા ચેમ્પિયનને પણ પાણીની સમસ્યાના કારણે પાણી ભરવા માટે એક કિલોમીટર સુધી ચાલીને જવું પડતું હતું. જેમાં હવે વરસાદ પડતાની સાથે રાહતો શ્વાસ લીધો છે.

રિપોર્ટ અનુસાર ડાંગ જિલ્લામાં આવેલા કરાડી આંબા ગામમાં રહેતી સરિતા ગાયકવાડ આપમેળે મહેનત કરીને 2018ની એશિયન ગેમ્સમાં 400 મીટરની દોડમાં દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો પરંતુ કમનસીબે જે ગામમાં સરિતા રહે છે તે ગામમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની તંગી શરૂ થઇ જાય છે.

તેથી 400 મીટરની દોડમાં દેશને ગોલ્ડ મેડલ અપાવનાર સરિતાને રોજ તેના ઘરથી દૂર 1,000 મીટર એટલે કે, એક કિલોમીટર ચાલીને કુવામાંથી પાણી ભરવા જવું પડતું હતું

મહત્ત્વની વાત એ છે કે, પાણીની તંગીમાં આહવાના સરકારી આવાસોમાં પાણી આવતું બંધ થયી જાય છે. તો અંતરિયાળ ગામડાઓની સમસ્યાનો અંદાજો લગાવી શકાય છે. ઉનાળામાં ડાંગના 311 જેટલા ગામડાઓમાંથી કેટલાક ગામડાના લોકો તો નદીના પટમાં ખાડો ખોદીને તેમાંથી પાણી મેળવું પડતું હતું.

ઉનાળામાં પાણી ભરવા જતી ઓલિમ્પિક ચેમ્પિયન સરિતાએ જણાવ્યું હતું કે, હું ઓલમ્પિકની તૈયારી માટે હું પોલેન્ડ ગઈ હતી. પોલેન્ડથી પરત આવીને પંજાબના ટ્રેનિંગ સેન્ટરમાં બે મહિના ટ્રેનિંગ લીધી હતી અને ત્યારબાદ લોકડાઉનનાના સાત દિવસ પછી હું મારા ગામ કરાડી આંબામાં ખાતે પરત આવી હતી.

મારા ગામમાં હું મારા માતા-પિતા સાથે રહીને ખેતરનું કામ કરવાનો અને કૂવા પરથી પાણી ભરીને ઘરે લાવાનું. આ મારો રોજનો નિત્યક્રમ બની ગયો હતો.

મહત્ત્વની વાત એ છે કે, ડાંગમાં દર વર્ષે 100 ઇંચ કરતા વધુ વરસાદ પડે છે પરંતુ એક પણ ઉનાળો એવો નહીં હોય કે, ત્યાંના ગામડાના લોકોને પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડયો હોય. દર વર્ષે ગામડાના લોકોને પાણીની સમસ્યા પડે છે વહીવટી તંત્ર પણ હજી સુધી નિષ્ફળ રહ્યું છે.