[:gj]20મી જૂને પાવાગઢ મંદિર ખુલશે ?[:]

[:gj]દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતું. લોકડાઉનના કારણે ધંધા-ઉદ્યોગ અને ફરવા લાયક સ્થળો અને ધાર્મિક સ્થળોને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા હતા. લોકડાઉનના ત્રીજા તબક્કા બાદ રાજ્ય સરકાર દ્વારા ધંધા-રોજગારને ખોલવા માટે છૂટછાટ આપવામાં આવી છે, ત્યારબાદ લોકડાઉન 5માં કેન્દ્ર સરકાર દ્વારા 8 જૂનથી રાજ્યના મંદિરોને ખોલવા માટેની છૂટછાટ આપવામાં આવી હતી.

તો બીજી તરફ 8 જૂને મંદિરો ખુલ્યા બાદ પણ પાવાગઢના મંદિરે મા મહાકાળીના દર્શન કરવા જવા ઇચ્છતા લોકો માટે દુખના સમાચાર છે. કારણ કે, સરકારે પરવાનગી આપ્યા હોવા છતાં પણ 8 જૂને પાવાગઢનું મંદિર નથી ખોલવામાં આવ્યું

આ નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો હતો

પાવાગઢ મંદિરના ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલ નિર્ણય અનુસાર 20મી જૂન સુધી નિજ મંદિરને નહીં ખોલવામાં આવે. જેના કારણે ભક્તો 20 જૂન સુધી માતાજીના દર્શન કરી શકશે નહીં. મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરના દ્રાર નહીં ખોલવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે, પાવાગઢ મંદિર નવ-નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. જેના કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા લેટરપેડ પર મંદિર નહીં ખોલવા બાબતે માહિતી આપવામાં આવી હતી. 20 જૂનના રોજ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પાવાગઢ મંદિર ક્યારે ખોલવું તે બાબતે આખરી નિર્ણય લેવામાં આવશે.[:]