ગોપી મલિકે સુરતને આબાદ કર્યું અને શિવાજીએ બરબાદ કર્યું

Gopi Malik captured Surat and Shivaji destroyed it

12 માર્ચ 2020

સુરત જિલ્લા અંગેના ગુજરાત સ્ટેટ ગૅઝૅટિયરમાં (પેજ નંબર 81-83) ઉલ્લેખ પ્રમાણે, મધ્યકાલીન યુગમાં મોહમ્મદ ઘોરીના સેનાપતિ કુતુબદ્દીન ઐબકે વર્તમાન સમયના ઉત્તર ગુજરાતના શાસક ભીમદેવને પરાજય આપ્યો. અણહિલવારાના (હાલનું પાટણ) પતન પછી ઐબકે રાંદેર અને સુરત સુધી પોતાની આણ વર્તાવી હતી.

ઈ.સ. 1225 આસપાસ કૂફાના આરબો રાંદેર આવ્યા અને શહેરના જૈનોને પોતાને અધીન કર્યા અને અહીંના શાસક બન્યા.

ગુજરાત સ્ટેટ ગૅઝૅટિયર (સુરત ડિસ્ટ્રિક્ટ, પેજ નંબર 82-83) મુજબ, 12મી સદી સુધી આરબ અને પર્શિયન લેખકોના વિવરણમાં સુરતનો ઉલ્લેખ જોવા નથી મળતો.

હાલના સુરતની આસપાસ ‘સૂર્યપુર’નું અસ્તિત્વ હોવાનો ઉલ્લેખ અણહિલવારાની સૈન્યટુકડીના લાટ અભિયાન દરમિયાન મળે છે.

આ સિવાય અલગ-અલગ વિવરણોમાં ‘સુબારા’ (મતલબ કે સારું બારું અથવા બંદર), ‘સુરબાયા’, ‘સુફારા’ (ફારાનો અરબી અર્થ છે સુંદર) જેવાં નામોનો ઉલ્લેખ જોવા મળે છે. જે વર્તમાન સમયના સુરતના સ્થાને કે તેની આસપાસ આવેલા હશે એવું માનવામાં આવે છે.

તમામ ઇતિહાસકારો એક વાતે સહમત (ગુજરાત સ્ટેટ ગૅઝૅટિયર, સુરત ડિસ્ટ્રિક્ટ, પૃષ્ઠ ક્રમાંક 83-84) છે કે હાલના સમયના સુરતની સમૃદ્ધિનો પાયો 15મી સદીના અંત ભાગમાં ગોપી મલિક નામના સમૃદ્ધ વેપારી દ્વારા નંખાયો હતો. મૂળ વડનગરના બ્રાહ્મણને બાદશાહ દ્વારા ‘મલિક’નો ઇકલાબ આપવામાં આવ્યો હતો એટલે તેના નામ સાથે એ શબ્દ જોડાયેલો રહ્યો હતો.

પોર્ટુગીઝ ઉલ્લેખો પ્રમાણે, સુલતાન મુઝ્ઝફરશાહ દ્વિતીયના સમયમાં ગોપી મલિક સુરત અને ભરૂચના સૂબેદાર હતા. જોકે, મહમદ બેગડાના સમયથી જ દરબારમાં તેનો દબદબો હતો. સુરતમાં ગોપીનું ઘર ખૂબ જ વિશાળ હતું, જેમાં બગીચો હતો. આ સિવાય તેણે અનેક વેપારીઓને આ નવી જગ્યાએ આવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

હાલમાં રાંદેર એ સુરતનો પરા વિસ્તાર છે, પરંતુ સુરતનો સૂર્યોદય થયો તે પહેલાં રાંદેરએ વેપારવાણિજ્યનું કેન્દ્રબિંદુ હતું. ઉત્તર ગુજરાતનો એક વેપારી દક્ષિણમાં પહોંચ્યો, આજના સુરતનો પાયો નાખ્યો.

અહીંના નિવાસીઓ સમૃદ્ધ વેપારી અને સાહસિક દરિયાખેડૂ છે. તેઓ મલ્લાકા, (સમૂદ્રધૂની જેની સાથે વર્તમાન સમયના સિંગાપોર, મલેશિયા, થાઇલૅન્ડ જોડાયેલા છે) ચીન, તેનાસરિમ (હાલનું બર્મા), પેગુ (હાલના બર્માનો વિસ્તાર) સાથે તેજાના, રેશમ, કસ્તુરી, ચિનાઈ માટીનાં વાસણ તથા અન્ય ચીજોનો વેપાર કરે છે. અહીંની મહિલાઓ ખૂબ સુંદર છે અને તે પડદો નથી પાળતી. તેમના ઘર સુંદર રીતે સુશોભિત છે અને તેમના બેઠકખંડોમાં સુંદર ચીની કારીગરી જોવા મળે છે. આ આરબોને ‘નવાયાત’ તરીકે ઓળખવામાં આવે છે, જેનો સંસ્કૃત મતલબ નવા આયાત થયેલા એવો થાય છે.

પ્રો. નદવી અબુરીહાન બીરૂનીને (ઈ.સ. 1031) ટાંકતાં લખે છે કે ભરૂચ અને રાહનજોર (રાંદેર) આ મુલ્કના પાયતખ્ત (મોટાં બંદર) ખૂબ જ રોનકદાર હતા.

અહીં આરબ ઉપરાંત અફઘાન ઉપરાંત તૂર્ક પણ રહેતા, જેઓ ઉત્તર ભારતમાંથી અહીં આવીને વસ્યા હતા. જોકે, તેમનો ઝોક વેપાર તરફ ન હતો.

16મી સદીમાં પોર્ટુગીઝોના વારંવારના આક્રમણને કારણે રાંદેરના નિવાસીઓ હિજરત કરી ગયા. રાંદેરના પતનમાં સુરતના વિકાસનો પાયો નખાયો હતો.

આ નવા શહેરનું કોઈ નામ ન હતું અને તે માત્ર ‘નવી જગ્યા’ તરીકે ઓળખાતું. નવા શહેરના નામ માટે ગોપી મલિકે જ્યોતિષીઓની સલાહ લીધી હતી, જેમણે ‘સૂરજ’ નામ સૂચવ્યું હતું. નવા નામ સાથે ગોપી મલિકે સુલતાનનો સંપર્ક સાધ્યો. પરંતુ પોતાના અધીન નવા શહેરનું નામ સંપૂર્ણપણે હિંદુ હોય તેવું સુલતાનને પસંદ નહીં આવ્યું હોય, એટલે તેમણે નવા શહેરના નામમાં સહેજ ફેરફાર કરીને ‘સુરત’ કર્યું.

ગોપી મલિકે પોતાના નામથી વસાહત બનાવડાવી હતી, જે આજે ‘ગોપીપુરા’ તરીકે ઓળખાય છે. હાલનું ગોપી તળાવ પણ તેણે જ બનાવડાવ્યું હતું, જેનું નિર્માણકાર્ય 1516માં પૂર્ણ થયું હતું.

ફિરંગી પ્રવાસીઓએ તેમના વિવરણમાં લખ્યું છે કે ‘આ તળાવ ખૂબ જ મોટું છે અને ઉનાળામાં પણ તેનું પાણી સુકાતું નથી.’

નવું નામ ઈ.સ. 520માં અમલમાં આવ્યું હોવાનું કહેવાય છે, જોકે તેનું નામ વર્ષોથી પ્રચલિત હોવું જોઈએ, કારણ કે બાર્બોસાના ઈ.સ. 1514નાં લખાણોમાં પણ ‘સુરત’નો ઉલ્લેખ જોવા મળે છે.

ગુજરાતના પ્રસિદ્ધ ઇતિહાસકાર રત્મણિરાવ જોટેએ (ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ, ભાગ-3, પૃષ્ઠ ક્રમાંક 688-689) ગોપી મલિકનાં ઘર ચાંપાનેર, વડોદરા અને અમદાવાદમાં પણ હતાં, ગોપી વડનગરના નાગર બ્રાહ્મણ હોવાની શક્યતાને સ્વીકારે છે, પરંતુ ગોપીનાથ સાથે ‘નાયક’ જોડીને તે અનાવિલ બ્રાહ્મણ હોવાની સંભાવનાને સદંતર નકારે છે.

તે સમયે સુરત શહેરમાં કોઈ નામ નહોતું અને તેણે સૂરજ નામનો પ્રસ્તાવ મૂક્યો, જે પાછળથી મુઘલ સમ્રાટ દ્વારા બદલીને સુરત કરવામાં આવ્યું. જે શહેર વિકસાવ્યું તેનું નામ જ્યોતિષીઓએ સૂરજ કે સૂર્યપુર પાડવાનું સૂચન કર્યું હતું. પરંતુ રાજાને આ નામ હિન્દુ ધર્મ સાથે જોડાયેલું હોવાથી ગમ્યું નહિ અને તેમણે શહેરનું નામ બદલીને ‘સુરત’ કરી નાંખ્યું. પોર્ચુગીઝ સાહિત્યમાં પણ ગોપીનો ઉલ્લેખ “સુરત અને ભરૂચના શેઠ” તરીકે કરવામાં આવ્યો છે.

સ્થાનિક કવિઓએ કવિતાઓ લખી છે અને પોર્ટુગીઝ ઇતિહાસકારોએ સુરતના અગ્રગણ્ય રાજપુરુષ અને વેપારી તરીકે મલિક ગોપી વિષયક વિસ્તૃતમાં નોધ પણ મુકી છે. ગોપીની કિર્તી તેના મૃત્યુ પછી પણ સુરતના લોકો ગાતા રહ્યા છે.

ગોપે તેની વેપારી પ્રવૃતિ અને વસવાટ માટે સૂર્યપુર સુરતને પસંદ કર્યુ તે માટે તત્કાલીન રાજકીય અને સામાજિક સ્થિતીએ મહત્વનો ભાગ ભજવ્યો હશે એમ ઇતિહાસમાં ઉલ્લેખનીય છે. ગુજરાતમાં મુસ્લિમ સલ્તનત સ્થપાયા પછી અમદાવાદ, ખંભાત, ભરૂચ, રાંદેર વગેરે મુસ્લિમ વેપારીઓના મહત્વના વેપારી કેન્દ્રો બન્યા હતા. તેમની વેપારી હરીફાઇથી બચવા જ જેમ રાંદેરથી જૈન વેપારીઓ સૂર્યપુર સુરત વસ્યા હતા તેવી રીતે ગોપી પણ તેવી રીતે જ આવ્યો હતો. સુલતાન મહમૂદ બેગડા (1459-1511)ના શાસન દરમ્યાન ગોપી પંદરમી સદીના અંતિમ વર્ષો સુરતમાં આવીને વસ્યો હતો. આશરે 20 વર્ષ વેપારી પ્રવૃતિને લઇને તે સુરતનો અગ્રગણ્ય વેપારી બન્યો હતો. ગુજરાતના સુલતાને તેની રાજકીય અને વેપારી તરીકેની યોગ્યતાને પીછાણીને ઇ.સ. 1509માં સુરત રાંદેર અને ભરૂચનો હાકેમ બનાવ્યો હતો.

સુરત બંદરનો ઉદય 16મા સૈકા દરમિયાન થયો હતો. મલિક ગોપી જેવા શાહસોદાગર આ સમયની દેણગી છે. મલિક ગોપી આગળ જતાં સુરતનો ગવર્નર અને ગુજરાતનો મુખ્ય વજીર બન્યો. સુરતના આર્થિક વિકાસની દૃષ્ટિએ વડનગરના આ નાગર બ્રાહ્મણનો નોંધપાત્ર ફાળો હતો. 1510માં મલિક ગોપીએ પોર્ટુગીઝ ગવર્નર આલ્ફોન્ઝો-દ-અલ્બુકર્કને ચાંપાનેરથી પત્ર લખ્યો હતો, ત્યારે સુરતના વજીર તરીકે તેનો દબદબો હતો. સલ્તનતયુગમાં મલિક ગોપી (1456-1515) પ્રધાન હોવા ઉપરાંત રાંદેર અને સુરત બંદરનો સર્વોચ્ચ અધિકારી હતો.
સુલતાન મહમદ બેગડા ઉપરાંત તેના પુત્ર મુઝફ્ફર શાહે ગોપીની નિમણૂક રાંદેર અને સુરત ઉપરાંત ભરૂચ બંદરના નાઝીમ (વ્યવસ્થાપક) તરીકે કરી હતી.
15મી સદીના અંત ભાગમાં ગોપી મલિક સુરત શહેરમાં આવીને વસ્યો હતો અને ત્યારબાદ તેણે એક વેપારી અને વહીવટકર્તા તરીકે સારી નામના પ્રાપ્ત કરી.
1507માં દીવ બંદર જીતીને પોર્ટુગીઝોએ ત્યાં કિલ્લો બાંધ્યો તે અગાઉ મલિક અયાઝની નિમણૂક દીવ બંદરના ગવર્નર તરીકે કરી હતી.
1516ની આસપાસ તેણે સુપ્રસિદ્ધ ગોપી તળાવ બંધાવ્યું હતું. એ જમાનામાં સમગ્ર સુરત શહેરને ગોપી તળાવ પાણી પુરવઠો પૂરું પાડતું હતું.

16મો સૈકો સુરતની ક્રમશઃ ચઢતીનો સમય હતો. સુરતના મુસ્લિમ વેપારીઓએ દેશવિદેશનો વેપાર ખેડીને શહેરને સમૃદ્ધિના પંથે દોર્યું હતું.

બરાબર આ જ સમય દરમિયાન દરિયા ઉપર પોર્ટુગીઝ ચાંચિયાઓની ધાક જામી હતી. મધદરિયે તેઓ મુસ્લિમ અને હિંદુ વેપારીઓનાં વહાણોને લૂંટતા અને સળગાવી દેતાં.

સુલતાન બહાદુર શાહ (1526-1537)ના સમયમાં પોર્ટુગીઝો સાથે એક સંધિ થઈ હતી. આ સંધિ મુજબ ગુજરાતકાંઠેથી કોઈ પણ ગુજરાતી વહાણ પોર્ટુગીઝોના પરવાના વગર આવ-જા કરી શકતું નહીં.

સુલતાનયુગ તેમજ મુગલયુગમાં શાસકો તાકાતની દૃષ્ટિએ તદ્દન નિર્બળ હતા. આ બધા વચ્ચે સુરત અત્યંત ધીમી પણ મક્કમ ગતિથી એક બંદરીય નગર તરીકે વિકસી રહ્યું હતું.

આર્થિક વિકાસની પ્રક્રિયામાં રાજકીય સ્થિરતા મહત્ત્વનો ભાગ ભજવે છે. ઈ.સ. 1573માં ગુજરાતમાં મુગલ હકૂમત સ્થપાયા બાદ મુગલશાસકોએ ગુજરાતમાં અને દેશમાં રાજકીય સ્થિરતા અને શાંતિનું વાતાવરણ સર્જ્યું હતું.

મુગલશાસકો એ રીતે દીર્ઘદૃષ્ટા હતા. ગુજરાત મુગલશાસનની આર્થિક જાહોજલાલીની પાયાની ઈંટ છે, એ એમણે માન્યું અને એવી આર્થિક નીતિઓ અપનાવી જેને કારણે અમદાવાદ અને સુરત જેવાં નગરોનો વેપાર ખીલે અને આંતરરાષ્ટ્રીય વેપાર માટેનું સુરત મુખ્ય બંદર બને.

17મો સૈકો એ સુરત માટે જાહોજલાલી લઈને આવ્યો અને સાચા અર્થમાં ‘સુરત તારી સોનાની મૂરત’ની કહેવત સાર્થક થઈ.

વીરજી વોરા, હરિ વૈશ્ય, હાજી ઝહીર બેગ, મિરઝા માસૂમ અને ભીમજી પારેખ જેવા સુરતના કરોડપતિ વેપારીઓ આ સમયે થઈ ગયા. મહાજન અને નગરશેઠ જેવી સંસ્થાઓનો ઉદય થયો.

અમદાવાદમાં જેવી રીતે પરીખ ઉદ્ધવજી અને ત્યારબાદ શ્રી શાંતિલાલ ઝવેરી નગરશેઠ થયા, તેવી જ રીતે સુરતમાં તે સમયે નગરશેઠ તરીકે ભીમજી પારેખ (1610-1686) હતા. ઉદ્ધવજી અને શાંતિદાસ ઝવેરી જૈન હતા, જ્યારે ભીમજી પારેખ વૈષ્ણવ વણિક હતા.

‘મર્ચન્ટ પ્રિન્સ એટલે મૂડીના જોરે રાજકીય સત્તા હાંસલ કરનાર પ્રભાવશાળી વેપારી’.

જેવી રીતે સોલંકીકાળનો મર્ચન્ટ પ્રિન્સ વસ્તુપાલ (1185-1240) મહાઅમાત્ય હોવા ઉપરાંત ખંભાત બંદરનો અધિષ્ઠાતા હતો.

ગોપી પરું આજે પણ મલિક ગોપીની યાદને અમર રાખી રહ્યું છે.

મલિક ગોપી માત્ર એક સફળ વેપારી અને કુશળ વહીવટકર્તા હતો એવું નથી, નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનો આ પૂર્વજ બહુશ્રુત અને વિદ્વાન હોવા ઉપરાંત ફારસી તેમજ પોર્ટુગીઝ ભાષા ઉપર સારું પ્રભુત્વ ધરાવતો હતો.

અંગ્રેજ મુસાફરો ડૉ. જોન ફ્રાયર (1672) અને જે. ઓલિંગને (1679) મર્ચન્ટ ગોપી વિશે ખૂબ વિશદ છણાવટ કરતાં એને પ્રતિભાશાળી ‘મર્ચન્ટ સ્ટેટ્સમૅન’ તરીકે બિરદાવ્યો છે.

મલિક ગોપીનો સમય હિન્દ મહાસાગર પર પોર્ટુગીઝના સમગ્ર પ્રભુત્વનો હતો અને એ રીતે મલિક ગોપીનો ઇતિહાસ તેમજ તેની કારકિર્દી ગુજરાતના વાણિજ્યિક ઇતિહાસ અને સુરતના વિકાસના ઇતિહાસનું એક મહત્ત્વનું પ્રકરણ છે. મલિક ગોપી પોર્ટુગીઝોના દરિયાઈ સામ્રાજ્યનો સાક્ષી હતો.

સુલતાનો જમીન ઉપર વાઘ જેવા હતા, પણ દરિયામાં તેમનો ગજ વાગતો ન હતો. માત્ર જમીની તાકાત જ વધારવી અને આટલો વિશાળ દરિયાકાંઠો ધરાવતા પોતાના સામ્રાજ્ય માટે તાકાતવાન નૌકા દળ ન વિકસાવીને જે તે સમયના શાસકોએ એક મોટી ભૂલ કરી હતી.

જો તેમણે નૌકાદળ વિકસાવ્યું હોત, તો પોર્ટુગીઝો અને યુરોપિયનોને મારી ભગાડ્યા હોત. દરિયાઈ સત્તા ઉપર તાકાત અને એમણે વિકસાવેલ ટેકનૉલૉજી આધારિત દરિયો ખેડવાની કળા તેમજ દરિયાઈ યુદ્ધ માટેની સુસજ્જતાથી ભારતને નમાવ્યું.

સુરતની જાહોજલાલીથી પ્રભાવિત થાઇલૅન્ડના રાજા રામ ષષ્ઠમે તેમના એક શહેરને સુરત થાની નામ આપેલું. આમ ન થવાને કારણે પહેલાં પોર્ટુગીઝ અને ત્યારબાદ બ્રિટિશર ફાવી ગયા.

ગોપી મલિક એક વિદ્વાન અને મુત્સદ્દી હતો.

થાઇલૅન્ડમાં પણ તાપી નદીના કિનારે આવેલું છે સુરત!

મલિક અયાઝ જ્યોર્જિયન-રશિયન લોહીનો વારસદાર હતો. લડાયક મિજાજ અને ખુમારી એના વ્યક્તિત્વનું આગવું પાસું હતું.

મલિક ગોપીથી વિરુદ્ધ આ નરબંકાએ 1518થી 1521 સુધી પોર્ટુગીઝો સામે બહાદુરીપૂર્વકની લડાઈ લડી.

1521માં પોર્ટુગીઝોના જાફરાબાદ ઉપર દરિયાઈ હુમલા દરમ્યાન એક ગોળીથી ઘવાયો, દીવ ગયો અને બાજુના ઉના ગામમાં 1522માં મૃત્યુ પામ્યો.

ગોપી મલિક અયાઝની જેમ લડાયક ઍડમિરલ ન હતો, તે વિચક્ષણ બુદ્ધિપ્રતિભા ધરાવતો એલચી અને રાજદ્વારી પુરુષ હતો.

તેણે જોયું કે પોર્ટુગીઝ ચાંચિયાઓને ખુદ તેમના શાસકો મદદ કરી રહ્યા છે, ત્યારે દરિયા યુદ્ધમાં એમની સામે પડીને જીતવું શક્ય નથી એટલે એણે પોર્ટુગીઝ નૌકાપતિઓ સાથે વાટાઘાટો કરીને એમની સાથે ડચ ચાંચિયા અને વેપારીઓની વિરુદ્ધ હાથ મિલાવ્યા અને વહાણોને દરિયાપારના દેશોમાં મોકલીને ધૂમ વેપાર કર્યો.

ગોપીએ પોર્ટુગીઝ સત્તાના મિત્ર તરીકે ગુજરાતનું વ્યાપારી હિત સાધવાનું કામ કર્યું. સુલતાન મુઝફ્ફર શાહ અને તેમના અધિકારીઓ ગોપીથી નારાજ હતા. તેઓ નબળા હોવા છતાં પોર્ટુગીઝો સામે લડી લેવાના મૂડમાં હતા.

આથી ઊલટું મલિક ગોપીનું વલણ સમાધાનકારી અને પોર્ટુગીઝોના સહકારથી બહોળો વેપાર કરીને અઢળક દ્રવ્ય કમાવાનું હતું.

1611માં પ્રસિદ્ધ થયેલા ગ્રંથ ‘મિરાતે સિકંદરી’માં સિકંદર ઇબ્ને મોહમ્મદ મંજુએ મલિક ગોપીની નિંદા કરતાં લખ્યું છે કે ‘તે મુસ્લિમો પ્રત્યે અવિશ્વાસ ધરાવતો પોર્ટુગીઝોનો વિશ્વાસુ માણસ હતો.’

એક પ્રસંગે મલિક ગોપીએ સુરતની હવેલીમાં નાચગાનનો કાર્યક્રમ રાખ્યો અને સુલ્તાન મુઝફ્ફર શાહના માનીતા સરદાર અહમદ ખાનને માર મરાવીને તેનું મોત નીપજાવ્યું. તેથી મુઝફ્ફર શાહે મલિક ગોપીની હવેલી લૂંટી, તેનું ધન લૂંટ્યું અને તેના હાથ બાંધીને ફાંસીએ લટકાવી દીધો.

જો કે અલ્બુકર્કે તેની ‘કૉમેન્ટરીઝ’માં લખ્યું છે, “સુલતાન મુઝફ્ફર શાહ માટે ગોપીની કીર્તિ અને દોલત જીરવવી મુશ્કેલ હતી અને તે કારણથી ગોપી ‘સલ્તનત કોર્ટમાં દુશ્મનરૂપ’ થઈ પડ્યો હતો. મલિક ગોપીના જીવનનો 1515માં આ રીતે કરુણ અંજામ આવ્યો હતો.”

મંદિર ધર્મશાળા બનાવીને પોતાનું દ્રવ્ય વાપરવાને બદલે પોતાનું દ્રવ્ય વાપરીને માણસ અને પશુ-પંખીઓને ઉપયોગી થાય તેવું વિશાળ જળાશય એણે 1511માં હિન્દુ ચાલુક્ય શૈલી મુજબ બંધાવ્યું હતું.

જર્મન મુસાફર આલ્બર્ટ-દ-મેન્ડેલ્સોએ એક માઈલના ઘેરાવામાં 58 ચોરસ એકર વિસ્તારમાં પથરાયેલા આ તળાવ વિશે 1938માં લખ્યું, ‘આ તળાવ ઉનાળામાં પણ સુકાતું નથી અને તે સમગ્ર સુરત નગરને પાણી પૂરું પડે છે. ઉનાળામાં સુરતીઓ ઠંડી અને સ્વચ્છ હવા ખાવા અહીં ફરવા આવે છે.’

તળાવ સોળ ખૂણાવાળું છે અને પ્રત્યેક બાજુ 100 ડગલાં જેટલી લાંબી છે. તેના તળિયે ભૂરા રંગના લીસા પથ્થરો હોવાથી પાણી સ્વચ્છ, ભૂખરું દેખાય છે અને તે આંખને ઠંડક આપે છે.

આવા એક બાહોશ વેપારી, ધનપતિ, મુત્સદ્દી અને વહીવટ નિપુણ ગોપીના જીવનનો અંત 1515માં આવ્યો. એનો સૂરજ જ્યારે મધ્યાહને હતો ત્યારે માત્ર સલ્તનતમાં જ નહીં પણ પોર્ટુગીઝ અને દૂર-સુદૂરના દેશોના શાહસોદાગરો અને વેપારીઓ એના પ્રભાવ હેઠળ હતા.

સુરતની જાહોજલાલી જોઈ શિવાજીએ તેની ઉપર ચઢાઈ કરેલી. બે વખત લૂંટ્યું હતું. એક વખત સળગાવી દીધું હતું. દિવસો સુધી સુરત સગતું રહ્યું હતું. ત્યારથી સુરતનું પતન થયું હતું. સુરતની અંગ્રેજોની કોઠી મુંબઈ બંદર ગઈ. સુરતના વેપારીઓ મુંબઈ ગયા અને મુંબાઈને સમૃદ્ધ કર્યું હતું. આમ સિવાજીએ ગુજરાતને આર્થિક રીતે બકબાદ કર્યું હતું. રાજાઓ પાસેથી ખંડણી વસુલતો હતો.

વિશાળ હિન્ટરલૅન્ડ ધરાવતા બંદર તરીકે વિકસીને અને છેક અમદાવાદ અને તેથીય આગળ મારવાડ સુધીના વિસ્તારોના વિકાસ માટે જે તકો ઊભી થઈ તેનો સર્જનહાર ગોપી મલિક ભલે આજે પાંચસો વર્ષની લાંબી અવધિમાં વિસરાઈ ગયો હોય પણ આજેય ગોપીપરુ અને ગોપી તળાવ એની યાદને જીવંત રાખી રહ્યા છે.

 

શાહી દરબારમાં મુખ્ય અમીર તરીકે પણ પ્રતિષ્ઠિત થયો હતો અને સંભવતહ તેને ગુજરાતનું મુખ્ય વજીરપદ પણ મળ્યુ હતુ. તે એકમાત્ર બિનમુસ્લિમ વજીર હતો. સુલતાન મહમૂદનું 1511માં નવેમ્બરમાં તેનું અવસાન થયા પછી ગોપીની રાજકીય કારકિર્દીમાં પણ પરિવર્તન આવ્યુ હતુ. આ દિવસોમાં સુલતાન મુઝ્ઝફર 2ને સુલતાન બનાવવા માટે ગોપીએ મદદ કરી હતી તેથી તેને ગુજરાતનો મુખ્ય વજીર બનાવ્યો અને ત્યારબાદ તેને મલિકનો ખિતાબ મળ્યો હતો.

1347માં મહમદ તઘલઘે જાતે આવીને ગુજરાતના બળવાને ડામ્યો હતો. આ અભિયાન દરમિયાન તેણે ખંભાત અને સુરતનો ધ્વંસ કર્યો હતો. તેણે ભીલોના હુમલાની સામે રક્ષણ માટે કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું.

1391માં ઝફરખાનને ગુજરાત મોકલવામાં આવ્યા, ત્યારે તેણે પોતાના દીકરા મસ્તખાનને રાંદેર અને સુરત મોકલવામાં આવ્યા, ત્યારે તેની ખાસ વસતિ ન હોવાનો ઉલ્લેખ મળે છે.

 

સુરત જિલ્લા અંગેના ગુજરાત સ્ટેટ ગૅઝૅટિયરમાં (પેજ નંબર 84) પર શહેરના નામની શક્યતા, લોકવાયકા અને માન્યતાઓ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. જે મુજબ:
‘સૂરજ’ નામનાં મહિલા રાંદેરના સમૃદ્ધ સોદાગરનાં ઉપપત્ની હતાં. એક વખત સૂરજ અને વેપારીની વચ્ચે ઝઘડો થઈ ગયો. આથી સૂરજે મક્કાની હજે જવાનું નક્કી કર્યુ. રાંદેરથી એકાદ માઇલ નીચે માછીમારી ઉપર નભતા વિસ્તારમાં તેણે પડાવ કર્યો હતો. અહીં તેમણે એક બ્રાહ્મણ વિધવાને કામે રાખ્યાં.

‘સૂરજ’ને આ મહિલા વિશ્વાસુ અને ઇમાનદાર જણાયાં. આથી, તેણે હજ પર જતાં પહેલાં પોતાના દાગીના અને કિંમતી સામાન આ બ્રાહ્મણ વિધવા મહિલાને સાચવવા માટે આપ્યો. હજ કરીને ‘સૂરજ’ પરત ફર્યાં, ત્યારે તે વિધવા મહિલાએ તમામ કિંમતી સામાન હતો એવો પરત કરી દીધો.

હવે ‘હાજી સુરત’નું મન સાંસારિક ચીજવસ્તુઓમાંથી ઊઠી ગયું હતું. તેણે વિધવા મહિલા તથા તેના પુત્રને તમામ ચીજવસ્તુઓ રાખવા માટે કહ્યું, પણ અપેક્ષા રાખી કે એવું કંઈક કરવામાં આવે કે જેથી કરીને તેમનું નામ જળવાઈ રહે. આ પુત્ર એટલે ગોપી. એ મહિલાને કારણે તેઓ નવા શહેરને ‘સૂરજપુર’ એવું નામ આપવા માગતા હતા.

અન્ય એક કહાણી મુજબ, કોન્સ્ટેન્ટિનોપલનાં સમ્રાટના હરમમાં ‘સુરતા’ નામનાં સ્ત્રી હતાં. એ શહેરના પ્રસિદ્ધ સોદાગરને ખાતર સુરતાએ સુલતાનનું હરમ છોડી દીધું. બંને ગુજરાત નાસી આવ્યાં. અહીં રાંદેર પાસેના એક ગામડામાં તેમની હોડી ફસાઈ ગઈ. તેઓ ત્યાં જ રહી ગયાં અને વેપારમાં કાઠું કાઢ્યું. આગળ જતાં આ ગામડું નગર બન્યું અને તે સુરતાના નામ પરથી ઓળખાવા લાગ્યું.

સુલતાનના કહેવાથી ‘સુરત’ નામ કરવામાં આવ્યું હોવાની વાતને જોટે (ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ, ભાગ-3, પૃષ્ઠ ક્રમાંક 688) નકારે છે.

ગોપીની જેમ જ અયાઝ નામની વ્યક્તિ સુલતાનના દરબારમાં ‘મલિક’ હતી. મૂળ અર્મેનિયામાં જન્મેલ આ શખ્સને ગુલામ તરીકે વેચવામાં આવ્યો હતો અને તે સુલતાનના દરબારમાં પહોંચ્યો હતો. અહીં પોતાની કાબેલિયત અને વીરતાના જોરે તે ‘મલિક’ બન્યો હતો.

અહમદ ખાનનાં સગાંએ આ વાતની સુલતાનને ફરિયાદ કરી એના ઘરબારને લૂંટી લેવાનો આદેશ આપ્યો.

ગોપીને કેદ કરીને દરબારમાં રજૂ કરવામાં આવ્યો. (પેજનંબર 690) ‘આ હિંદુને કારણે મુસલમાનોને ઘણો ત્રાસ થયો છે એટલે તેને મારી નાખવો. એ પછી તેને કૂતરાના મોતે મારી નાખવામાં આવ્યો.’

1611માં પ્રસિદ્ધ થયેલા ગ્રંથ ‘મિરાતે સિકંદરી’માં સિકંદર ઇબ્ને મોહમ્મદ મંજુએ મલિક ગોપીની નિંદા કરતાં લખ્યું છે કે ‘તે મુસ્લિમો પ્રત્યે અવિશ્વાસ ધરાવતો પોર્ટુગીઝોનો વિશ્વાસુ માણસ હતો.’

જોકે અલ્બુકર્કે તેની ‘કૉમેન્ટરીઝ’માં લખ્યું છે, “સુલતાન મુઝફ્ફરશાહ માટે ગોપીની કીર્તિ અને દોલત જીરવવી મુશ્કેલ હતી અને તે કારણથી ગોપી ‘સલ્તનત કોર્ટમાં દુશ્મનરૂપ’ થઈ પડ્યો હતો. મલિક ગોપીના જીવનનો 1515માં આ રીતે કરુણ અંજામ આવ્યો હતો.”

વિશ્વના નક્શા ઉપર બે ‘સુરત’ જેનો દક્ષિણ ગુજરાતના શહેર સાથે છે. એકે થાઇલૅન્ડમાં આકાર લીધો છે, તો બીજું ઑસ્ટ્રેલિયામાં છે.

વર્ષ 2015માં થાઇલૅન્ડના તત્કાલીન સિયામ રાજા વજ્રવધે (રામ ષષ્ઠમ) ભારત આવ્યા હતા. તેઓ સુરતથી એટલા બધા પ્રભાવિત થયા હતા કે તા. 29 જુલાઈ 1915ના રોજ ‘ચાયા’ શહેરને ‘સુરત થાની’ નામ આપ્યું હતું, જેનો મતલબ ‘સારા લોકોનું શહેર’ એવો થાય છે.

ઑસ્ટ્રેલિયાના બ્રિસબનથી 450 કિલોમીટર પશ્ચિમે સુરત નામનો ગ્રામીણ વિસ્તાર આવેલો છે. અંગ્રેજ સાહસિક થોમસ મિચેલ સૌ પહેલાં અહીં પહોંચ્યા હતા. 1850માં જેમ્સ બુરોવ્સે આ વિસ્તારના સર્વેનું કામ હાથ ધર્યું હતું.

જેમ્સે ભારતમાં પોતાના ગૃહશહેરના નામ પરથી ઑસ્ટ્રેલિયાની બલોન નદીના કિનારે આવેલા આ વિસ્તારને ‘સુરત’ નામ આપ્યું હતું. એટલું જ નહીં, તેની ગલીઓ અને વિસ્તારોને પોતાના જ પરિવારજનોનાં નામ આપ્યાં હતાં.

કિલ્લો
કિલ્લો કોણે બંધાવ્યો તે અંગે અનેક મતાંતરો છે. 15મી અને 16મી સદીમાં તેનું નિર્માણ થયું હતું. 1540માં સુરતના ગવર્નર ખ્વાજા સફર સુલેમાની દ્વારા તેનું નિર્માણ થયું હોવાનું કહેવાય છે. પહેલાં મોગલો અને બાદમાં અંગ્રેજોએ તેની ઉપર આધપિત્ય જમાવ્યું હતું.

બે વખત તેની ઉપર શિવાજીએ હુમલો કરી લૂંટ્યું હતું. અકબરે પણ તેની ઉપર વિજય મેળવવા માટે ખાસ્સો પરિશ્રમ કરવો પડ્યો હતો. અનેક હુમલા છતાં પણ આજે 500 વર્ષ પછી પણ કિલ્લો તેનું ગૌરવ જાળવીને અડીખમ ઊભો છે.

ડચ અને આર્મેનિયમ કબ્રસ્તાન : સૈયદપુરા ગોવાળીયા ફિળયા ખાતે આવેલું ડચ કબ્રસ્તાન ઐતિહાસિક રીતે ઘણું મહત્વનું કહેવાય છે. ભારતમાં ડચ કંપનીના નિર્દેશક હૈનરિક એડ્રીયનનો મકબરો 1691માં બનાવાયો હતો. કબ્રસ્તાનની કારીગરી બેનમૂન છે. તેની બાજુમાં જ આર્મેનિયમ કબ્રસ્તાનની પણ અનોખી કહાની છે.