[:gj]GSTમાં મનીલોડરીંગમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી) કરશે[:]

[:gj]રાજ્યમાં જીએસટીના બોગસ બિલો બનાવીને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવવાના કૌભાંડો સામે આવ્યાં છે. અલંગ, ગાંધીધામ, મહેસાણા, ઊંઝા, અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં આવા કૌભાંડોનો આંકડો વધી રહ્યો છે. ત્યારે કૌભાંડીઓ પર સકંજો લાવવા મોટી જાહેરાત કરવામાં આવી છે.

જીએસટીના બોગસ બિલો બનાવીને કરોડો રૂપિયાનું રિફંડ મેળવી લેનારાઓની તપાસ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી) કરશે.જે માટે ઇડીના ડાયરેક્ટરે જીએસટી ઇન્ટેલિજન્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી બોગસ બિલિંગ કૌભાંડની તમામ વિગતો માંગી છે. જીએસટી ઇન્ટેલિજન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પકડવામાં આવેલા સ્ટીલ સ્ક્રેપ, એગ્રીકલ્ચર કોમોડિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કંપનીઓના લગતા વ્યવહારોની વિગતો માંગી છે. બોગસ કૌભાંડોમાં હવાલાના પૈસા પણ સંડોવાયેલા હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે.

થોડા દિવસ પહેલા જીએસટી વિભાગે ઊંઝામાં પાડેલા દરોડામાં કરોડો રૂપિયાનું કૌભાંડ પકડાયું હતુ, ઉપરાંત ગોંડલ, રાજકોટ, ભાવનગર અને અલંગમાંથી પણ કૌભાંડો સામે આવ્યાં છે. ત્યારે હવે ઇડીના તપાસના નિર્ણયથી હજુ કરોડો રૂપિયાના કૌભાંડો સામે આવશે.[:]