-
જાન્યુઆરી, 2020માં GSTની કુલ આવક રૂ. 1,10,828 કરોડ થઈ
- GSTના મહિના પછી અત્યાર સુધી જાન્યુઆરી, 2020 GSTની સૌથી વધુ આવક ધરાવતો બીજો મહિનો બન્યો
નવી દિલ્હી, 01-02-2020
જાન્યુઆરી, 2020માં GSTની કુલ આવક રૂ. 1,10,828 કરોડ થઈ છે, જેમાં CGSTની આવક રૂ. 20,944 કરોડ, SGSTની આવક રૂ. 28,224 કરોડ, IGSTની આવક રૂ. 53,013 કરોડ (જેમાં આયાત પર થયેલા રૂ. 23,481 કરોડની આવક સામેલ છે) અને સેસની આવક રૂ. 8,637 કરોડ (જેમાં આયાત પર રૂ. 824 કરોડની આવક સામેલ છે) પણ સામેલ છે. ડિસેમ્બરથી 31 જાન્યુઆરી, 2020 સુધી કુલ 83 લાખ (મંજૂર) GSTઆર 3B રિટર્ન ફાઇલ થયા હતા.
રાજ્ય સરકારની કુલ આવક
સરકારે રૂ. 24,730 કરોડની CGST અને SGST રૂ. 18,199 કરોડ નિયમિત સેટલમેન્ટ તરીકે સેટલ કરી છે. જાન્યુઆરી, 2020ના મહિનામાં નિયમિત સેટલમેન્ટ પછી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કુલ આવક CGST માટે રૂ. 45,674 કરોડ અને SGST માટે રૂ. 46,433 કરોડ હતી.
આયાત
જાન્યુઆરી, 2020ના મહિના દરમિયાન સ્થાનિક નાણાકીય વ્યવહારોમાંથી GSTની આવક જાન્યુઆરી, 2019ના મહિના દરમિયાન થયેલી આવક કરતાં 12 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ચીજવસ્તુઓની આયાતમાંથી પ્રાપ્ત થયેલી IGSTની આવકને ધ્યાનમાં રાખીએ તો જાન્યુઆરી, 2020 દરમિયાન કુલ આવક જાન્યુઆરી, 2019 દરમિયાન થયેલી આવકની સરખામણીમાં 8 ટકા સુધી વધી છે. આ મહિના દરમિયાન ચીજવસ્તુઓની આયાત પર IGSTની આવક જાન્યુઆરી, 2019માં થયેલી આવકની સરખામણીમાં નકારાત્મક વૃદ્ધિ (-3 ટકા) દર્શાવે છે. GSTનો અમલ થયા પછી અત્યાર સુધી આ ફક્ત બીજી વાર એવું બન્યું છે કે, માસિક આવક રૂ. 1.1 લાખ કરોડથી વધી ગઈ છે અને વર્ષ દરમિયાન છઠ્ઠી વાર આવક રૂ. 1 લાખ કરોડથી વધી ગઈ છે.
દરેક રાજ્યમાં GSTની આવકનાં આંકડા
નીએ આપેલુ કોષ્ટક ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન GSTની આવકના પ્રવાહો દર્શાવે છે અને જાન્યુઆરી, 2019ની સરખામણીમાં જાન્યુઆરી, 2020માં મહિના દરમિયાન દરેક રાજ્યમાં GSTની આવકનાં આંકડા દર્શાવે છે.
જાન્યુઆરી, 2019 અને 2020નાં આંકડા વૃદ્ધિ
1 જમ્મુ અને કાશ્મીર 331 – 371 – 12%
2 હિમાચલ પ્રદેશ 647 – 675 – 4%
3 પંજાબ 1,216 1,340 10%
4 ચંદિગઢ 159 195 22%
5 ઉત્તરાખંડ 1,146 1,257 10%
6 હરિયાણા 4,815 5,487 14%
7 દિલ્હી 3,525 3,967 13%
8 રાજસ્થાન 2,776 3,030 9%
9 ઉત્તરપ્રદેશ 5,485 5,698 4%
10 બિહાર 1,039 1,122 8%
11 સિક્કિમ 176 194 11%
12 અરૂણાચલ પ્રદેશ 38 52 36%
13 નાગાલેન્ડ 17 32 84%
14 મણિપુર 24 35 48%
15 મિઝોરમ 26 24 -8%
16 ત્રિપુરા 52 56 8%
17 મેઘાલય 104 128 24%
18 આસામ 787 820 4%
19 પશ્ચિમ બંગાળ 3,495 3,747 7%
20 ઝારખંડ 1,965 2,027 3%
21 ઓડિશા 2,338 2,504 7%
22 છત્તિસગઢ 2,064 2,155 4%
23 મધ્યપ્રદેશ 2,414 2,674 11%
24 ગુજરાત 6,185 7,330 19%
25 દમણ અને દિવ 101 117 16%
26 દાદરા અને નગર હવેલી 173 165 -5%
27 મહારાષ્ટ્ર 15,151 18,085 19%
29 કર્ણાટક 7,329 7,605 4%
30 ગોવા 394 437 11%
31 લક્ષદ્વિપ 1 3 150%
32 કેરળ 1,584 1,859 17%
33 તામિલનાડુ 6,201 6,703 8%
34 પુડુચેરી 159 188 18%
35 આંદમાન અને નિકોબાર ટાપુઓ 35 30 -13%
36 તેલંગાણા 3,195 3,787 19%
37 આંધ્રપ્રદેશ 2,159 2,356 9%
97 અન્ય પ્રદેશો 194 139 -28%
99 કેન્દ્રીય અધિકારક્ષેત્ર 45 119 166%
કુલ સરવાળો 77,545 86,513 12%