મુખ્ય પ્રધાન રૂપાણી દર 4 દિવસે એક ટાઉન પ્લાનીંગ યોજના બનાવે છે, પણ ભાજપમાં મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે

CURRUPTION
CURRUPTION

ગાંધીનગર, 28 ડિસેમ્બર 2020

રૂપાણીએ 2020ના વર્ષમાં 111 ડી.પી.- ટી.પી.ને મંજૂરી આપીને સતત ત્રીજા વર્ષે 20-20 ક્રિકેટ મેચની જેમ ટી.પી ની મંજૂરીની સદી કરી છે. ત્રણ વર્ષમાં કુલ 108 ડ્રાફ્ટ સ્કીમ્સ, 85 પ્રિલીમીનરી તથા 107 ફાઇનલ ટી.પી.ને મંજૂરી આપી છે.

ગયા વર્ષે રૂપાણીએ શું કહ્યું હતું ?

રૂપાણી સરકારના ભ્રષ્ટાચારની વિગતો આ ટ્વીટની નીચે લોકોએ કોમેંટ કરી છે તે વાંચો

અમદાવાદમાં ત્રણ કે ચાર ટીપી વિવાદાસ્પદ, મારી 200 ટીપીમાંથી એકપણ ટીપીમાં ભ્રષ્ટાચાર નથીઃ ગાઇહેડના કાર્યક્રમમાં CM રુપાણીના નિવેદન એવું કહી જાય છે કે તેની પહેલાની મોદી, આનંદી, કેશુભાઈ અને સુરેશ મહેતાની ભાજપ સરકારમાં ટાઉન પ્લાનીંગ સ્કીમ યોજના મંજૂર કરવામાં ભ્રષ્ટાચાર થતો હતો.

લોકો જાણે છે કે, ટીપી સ્કીમોમાં સચિવાલય સુધી ભ્રષ્‍ટાચારના ફાયબર ઓપ્‍ટીક પથરાયેલા છે.

ગુજરાતમાં ભાજપના સત્તાધાશો ટીપીમાં ક્યાં કેટલો ભ્રષ્ટાચાર કરે છે તેના થોડા ઉદાહરણ આ રહ્યાં …… 

500 કરોડનો ભ્રષ્ટાચાર

20 ઓગસ્ટ 2017માં શહેરી વિકાસ પ્રધાન નિતિન પટેલે અમદાવાદના સાણંદના સનાથલ ગામમાં વિકાસ પરવાનગીમાં રૂ. 500 કરોડનો ભ્રષ્‍ટાચાર કર્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ હતો. રેવન્‍યુ સર્વે નં.78, 80-ઓ વગેરેની વિકાસ પરવાનગી આપવામાં આવી હતી. તત્‍કાલિન શહેરી વિકાસ મંત્રી દ્વારા જે તે સમયે અબજો રૂપિયાની જમીનોમાં ફેરબદલી, ટીપીમાં ફેરબદલ, નિયમનોનું ઉલ્‍લંઘન, શરતોમાં ફેરફારના નામે વિકાસ પરવાનગીમાં મોટાપાયે ભ્રષ્‍ટાચાર કરવામાં આવ્‍યો હોવાનો આરોપ હતો.

ભાજપના પ્રમુખ સામે ફરિયાદ

2 જૂલાઈ 2020માં પાલનપુર પાલિકાના પ્રમુખ સામે બિલ્ડરો અને પાલિકા પ્રમુખની મિલીભગતથી ટીપી રોડમાં ભ્રષ્ટાચારની ફરિયાદ ભાજપના નગર સેવક અમૃત જોશી દ્વારા કરવામાં આવી છે.

ભ્રષ્ટાચારી કચેરી

4 જૂન 2018માં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે નગર આયોજન અને મુલ્યાંકન ખાતાની ચાર પ્રાદેશિક કચેરીઓ ભ્રષ્ટાચારના કારણે તુરંત બંધ કરી દીધી હતી. રાજ્યભરમાં ટીપીઓ કચેરીઓની સંખ્યા ઘટાડી માત્ર 9 કરી નાંખી છે. જેના કારણે ટીપીમાં થતા ભ્રષ્ટાચાર પર જાહેરમાં બ્રેક વાગી પણ ખાનગીમાં ભ્રષ્ટાચાર કેન્દ્રીત થયો છે.

રાજ્યની વિવિધ TPO કચેરીમાં સ્ટાફની અછત, ખાલી જગ્યા, ટીપી સ્કીમોની કામગીરી ટલ્લે હતી, 4 પ્રાદેશિક કચેરીઓ, 30 જિલ્લા શાખા કચેરીઓ અને  55 નગર રચના યોજનાની કચેરીઓ બંધ કરવાનું વિચારવામાં આવ્યું હતું.  અમદાવાદ, મહેસાણા, વડોદાર અને રાજકોટ ખાતેની પ્રાદેશિક કચેરીઓ બંધ કરી દીધી છે. 567 જગ્યાઓના સ્થાને 536 કરવાનું નક્કી કરાયું હતું.

અમદાવાદ સહિત રાજ્યભરમાં ટીપી સ્કીમોની કામગીરીમાં ભ્રષ્ટાચારની ફરિયાદો વધી હતી. જ્યાં કેટલીય ટીપી સ્કીમોમાં બિલ્ડરોના લાભાર્થે બિન્દાસ્ત ટીપીઓ ફેરફાર કરી આપતાં હતા. અમદાવાદ શહેરની 11 ટીપીઓ કચેરીઓને બંધ કરી નવી ૩ કચેરીઓ શરૂ કરવી પડી હતી.

ટીપીમાં 30 હજાર કરોડનું ભાજપનું ફંડ

4 નવેમ્બર 2017માં સુરતમાં ટીપી સ્કીમોના ઓઠા હેઠળ 30 હજાર કરોડનું ફંડ એકઠું કરાયું હોવોનો આરોપ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ મૂક્યો હતો.

સુરતમાં જુદી જુદી 128 ટીપી સ્કીમોમાં 40 ટકા કપાતનો નિયમ લાગુ નહી કરી 50 લાખ ચોરસમીટર જમીનો બારોબાર બિલ્ડરોને પધરાવી દઇ ભાજપ સરકારે રૂ.30 હજાર કરોડનું મસમોટુ કૌભાંડ આચર્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. મોઢવાડિયાએ આ સમગ્ર પ્રકરણમાં ન્યાયિક તપાસની માંગણી પણ કરી હતી. રાજય સરકાર છે કે, લૂંટારૂ ટોળકી? એ આરોપ મૂકાયો હતો. સરકારે આજ સુધી તેની તપાસ કરી નથી.

વ્યારામાં 5 કરોડની વ્યાધી

15 સપ્ટેમ્બર 2020માં વ્યારા પાલિકાની સામાન્ય સભામાં ભાજપ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ ટીપી સમિતિની બેઠકમાં ટીપીમાંથી જમીનનું રિઝર્વેશન ઉઠાવી લેવાના નામે જમીન છૂટી કરીને રૂ.5 કરોડ ભાજપે શહેરમાંથી ઉઘરાવી હોવાનો આરોપ હતો.

કાયદો નેવે મૂકી દીધો

જામનગરમાં 20 જૂન 2016માં સામાન્ય સભામાં ટીપી સ્કીમ નંબર 7, 8, 9માં નો ઈરાદો યુસુફ ખફીએ ધ ગુજરાત ટાઉન પ્લાનીંગ અર્બન ડેવલોપમેન્ટની જોગવાઈને નેવે મૂકી જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ ઠરાવી કરીને ટી.પી. સ્કીમ માટે તાત્કાલીક અસરથી કરવા ઠરાવ કર્યો હોવાનો આરોપ મૂક્યો હતો. 18 મહિના ફાઈલો દબાવીને ચોક્કસ ડેવલોપર્સ સાથે મીલી ભગતથી 28 લે-આઉટ મંજુર કરી સરકારી તિજોરીને નુકસાન કરવામાં આવ્યું હતું.

નાયબ મુખ્ય પ્રધાનના શહેરમાં ભ્રષ્ટાચાર

16 માર્ચ 2020એ મહેસાણામાં ટીપી શાખા દ્વારા નાગલપુર વિસ્તારના ખોટા અભિપ્રાયો લખાયા હોવાનો આક્ષેપ કરાયો હતો. ભાજપના કોર્પોરેટર કાનજી દેસાઈએ નાગલપુર વિસ્તારમાં ખાનગી માર્ગને જાહેર માર્ગ તરીકે બતાવીને ખોટા અભિપ્રાયો લખાયા હોવાનો આક્ષેપ કર્યો હતો.

અમદાવાદના ભ્રષ્ટ ટાઉન પ્લાનર

પશ્ચિમ અમદાવાદની ઉસ્માનપુરા કચેરીમાં 2 લાખની લાંચ લેતાં રંગેહાથ પકડાયેલા ટાઉન પ્લાનિંગ ખાતાના ચીફ ટાઉન પ્લાનર અધિકારી નવનીત બલેવાને સસ્પેન્ડ તો કરેલા પણ પછી ફરીથી નોકરીએ લાવી દીધા હતા. ટીપીઓની સાથે મળી અનેક ટીપીમાં ફાઇનલ પ્લોટ, રોડ લાઇન મૂકવી જેવા અનેક પ્રકારે કૌભાંડો આચરી કરોડો રૂપિયા ઘરભેગા કર્યા હોવાના આક્ષેપો થયા હતા. કુબેરનગર વોર્ડમાં 18 બંગલાની સોસાયટી બનાવનારા એક બિલ્ડર રાજેશ અને પ્રકાશ લાલવાણીને બીયુ આપવા અને બેટરમેન્ટ ચાર્જ ઓછો વસૂલ કરવા માટે ઉસ્માનપુરા સ્થિત મ્યુનિ. કચેરીમાં રૂ.2 લાખની લાંચ લેતા બલેવાને એસીબીએ ઝડપી લીધા હતા. 2009 પછી પણ તે અનેક સારા પદો પર કામ કરતાં રહ્યાં હતા. ભાજપે તેમને શીરપાવ આપ્યો હતો.

સોલાંમાં ટીપીમાં ફેરફાર કરાયા

EWSના મકાનની બાજુમાં મોટા નેતાનો પ્લોટ હોવાથી રાતો રાત ‘સેટિંગ’ પાડી દેવાયું અને…

શહેરના સોલા વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની ટીપી 40ના EWS પ્લોટમાં ફેરબદલ કરાતા લાભાર્થીઓએ ભાડજ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ વિશાળ રેલી યોજી હતી.

કાપોદ્રામાં રોડ કપાયો

6 માર્ચ 2020ના રોજ ટીપી-16 કાપોદ્રા 1998માં ફાઈનલ થયેલ હોવા છતાં 2014માં ભાજપ શાસકોએ વ્યક્તિગત લાભ માટે ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા વેરીએશન કરી કાપોદ્રા વોર્ડ ઓફીસ આગળથી પસાર થતો 9 મીટરનો ટીપી રોડ ઓછો થઈ ગયો અને કમલપાર્ક સોસાયટી પર 7.39 લાખનો દંડ નાંખ્યો હતો.

મહાપુરા ટીપી સ્કીમમાં ભ્રષ્ટાચાર

વડોદરામાં મહાપુરામાં 25 ડિસેમ્બર 2019માં વુડાની સૂચિત ટીપીમાં અનામતના મુદ્દે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. 21 દિવસમાં વાંધા રજૂ કરી આંદોલનની કાર્યવાહી કરાશે

ટીપીમાં 60 આંટીઘુંટી

TPમાં 60થી વધુ આંટીઘૂંટી હોય છે. 2016માં 425 જેટલી ટાઉનપ્લાનિંગ સ્કીમો પેન્ડિંગ છે. મકરબાની ટીપીમાં ગેરરીતિ આચરી 2 લાખ ચો.મી. જમીન ઓછી કપાત કરીને રૂ.750 કરોડના ભ્રષ્ટાચાર પછી ટાઉન પ્લાનિંગ ઓફિસરને ડિસમિસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ટીપી સ્કીમમાં 60 જટિલ પ્રક્રિયા ઘટાડવા નિર્ણય કરવો પડ્યો હતો. વુડા દ્વારા શહેરના મહાપુરા વિસ્તારની ટીપી સૂચિત કરવામાં આવી છે, જે સ્કીમ ઘડવામાં ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો આક્ષેપ આજે એકતા ગ્રામીણ વિચાર મંચના કન્વીનર હસમુખ ભટ્ટે દ્વારા યોજાયેલી ખેડૂતોની બેઠકમાં કરવામાં આવ્યો હતો.

પાલનપુરમાં પોલમ-પોલ

પાલનપુરમાં ડીપીમાં કામ કરતાં અધિકારી કરશન જોશીએ 2002માં રૂ.66 લાખનો ભ્રષ્ટાચાર કર્યો હતો. 2004માં બહાર આવ્યો, 2007માં ફરિયાદ, 2012માં ટાઉપપ્લાનીંગમાં મૂકાયા રૂપાણી રાજમાં ચાલુ રહ્યાં હતા.

વિકાસ નકસાનો વિવાદ

પાલનપુર પાલિકાના વિકાસ નકશામાં વ્યાપક ભ્રષ્ટાચારના હોબાળા થઇ રહ્યાં છે. 2004માં બનાવેલા ડીપી પ્લાનના નકશામાં ફેરફાર કરી વર્ષ 2018નો નવો વિકાસનો નકશો તૈયાર કરવામાં આવ્યો હતો.

10થી 12 ટકા ગ્રીનબેલ્ટ હતો. નવા ડીપી પ્લાનમાં ટ્રાફિકથી ભરચક રહેતા નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવેની બંને બાજુ રહેણાંક વિસ્તાર જાહેર કર્યો છે.

વડોદરામાં ટીપીએ-ટીપીએ ભ્રષ્ટાચાર

11 ફેબ્રુઆરી 2019ના રોજ વડોદરા શહેરમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવવાની કામગીરીમાં ગેરરીતી થતા 26 ટીપી સ્કીમો રાજ્ય સરકારે પરત મોકલી હતી. હવે માત્ર એક જ ટાઉન પ્લાનર ઓફિસર (TPO)ની રાજ્ય સરકારે નિમણૂંક કરી હતી. સરકારના ભ્રષ્ટાચારના એજન્ટ બનીને ટાઉન પ્લાનિંગ અધિકારી સમાંતર ઓફિસ ચલાવી ટીપી સ્કીમોની કામગીરીમાં ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે.

મુકેશ ડાભી સુરતમાં ફરજ બજાવતા હતા ત્યારે ટીપી સ્કીમ તૈયાર કરવામાં ભ્રષ્ટાચાર આચર્યો હતો. વડોદરામાં તૈયાર કરવામાં આવી રહેલી 26 ટી.પી.સ્કીમમાં અગાઉ જે રીતે ભ્રષ્ટાચાર થયો હતો તે રીતે ફરી એકવાર ટાઉન પ્લાનર અધિકારી દ્વારા મનસ્વી રીતે કામગીરી ચાલી રહી હતી, જેથી વિવાદ સર્જાયો હતો. ક્રેડાઈ દ્વારા અવારનવાર મુખ્ય મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. એકમાત્ર ટીપીઓ મનસ્વી રીતે કામગીરી કરતા રહ્યા હતા.

ટીપી બને પણ રસ્તા નહીં

રાજ્યમાં દર વર્ષે 100 નવી ટીપી બને છે પણ જૂની કે નવી ટીપીમાં બતાવેલા રસ્તા ખુલ્લા થતાં નથી. આવા સેંકડો રસ્તાઓ જૂની રોડલાઈનના છે. ખૂલ્લા કરાતા નથી. ખૂદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના

રાજકોટના રેલનગરમાં 50,000ની વસ્તી અને 11 ટાઉનશીપ અને 5,500 આવાસ બનાવવામાં આવ્યા છે. રાજકોટમાં ટીપી બની પણ રોડ ખૂલ્યા નથી.

ટીપીનો ભ્રષ્ટાચાર ખૂલ્લો પાડતાં તડીપાર

બિલીમોરામાં ચૂંટાયેલા સભ્ય મંજુબેન દિનેશભાઇ પટેલે  બીલીમોરા નગરપાલિકાની ટી.પી. કમિટિની બેઠકમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો મુદ્દો ઉંચક્યો હતો. આ મુદ્દે ભાજપમાં બે ભાગ પડી ગયા હતા.   ટી.પી. કમિટિની બેઠકમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે ચૂપ રહેવા લાલચો પણ આપી હતી. તે ન માનતાં હદપાર (તડીપાર) કરવા અંગે નોટિસ આપી હતી.

જામનગર ટીપીનું રહસ્ય

જામનગર કોર્પોરેશને 8 અને 9 નંબરની ટીપી સ્કીમ મંજુરી કે નામંજુરી ગમે તે છુપાવ્યાનુ રહસ્ય શું હતુ.?

16 ઓક્ટોબર 2020એ જામનગરમાં વર્ષોથી અટવાયેલી ટીપી સ્કીમ નં. 8 અને 9 થોડાસમય પૂર્વે મંજુર થઈ છે.  તેમ છતાં ટીપીઓ વિભાગ બિલ્ડરો અને માલેતુજારોને લાભ અપાવી કરોડોની કાળી કમાણી કરવા આ માહિતી જાહેર કરતું ન હતું. ફાઈનલ થઇ નથી એવું કહેવામાં આવતું હતું. બિલ્ડરોને મોટો ફાયદો કરાવવામાં હોડ લાગી હતી.

ટાઉનપ્લાનીંગમાં ભ્રષ્ટાચારનું પ્લાનીંગ

ગુજરાતના તમામ લોકો જાણે છે કે, જમીનોની કોઈ પણ જાતની મંજૂરીમાં બાંધેલા ભાવે ભ્રષ્ટાચાર ચાલે છે. જમીનોમાં સરકારી એન્ટ્રી ,રીજ્ર્વેસન, એલ્લાઈનમેન્ત, ટીપી સ્કીમ અસર, ગેર કાનૂની  બાંધકામો , યુએલસી, ગણોતીયા, શરત ભંગ, સોસાયટી, હેતુ ફેર, ખાડી-નદી-દરિયા કિનારા પરના બાંધકામો, હાઈ ટેન્સન ઇલેક્ટ્રિક લાઈનો, માપણી, ભાડૂતો, કબ્જા,માપ, આયોજન , ખોટા તોડબાજો, વાંધા અરજીઓ, કોર્ટ પ્રકરણો, અસામાજિક તત્વો કે રાજકીય માણસોની દાખલ, અન્ય બિલ્ડરો ની હરીફાઈ, ટ્રસ્ટ, બોજા, દસ્તાવેજનાં થવો, બિન ખેતી એન.એ., કાનૂની પ્રકરણો, રેરા,ઈમ્પેક્ટ, ફેમીલી દાવા, છેતરપીંડી, જમીન માલિકોમાં સગા-ભાગીદારી જેવા કોઈ પણ કામ માટે સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર થાય છે.