ગુજરાતના લોકો ભરપૂર ખટ-મીઠી દ્રાક્ષ ખાય છે, પણ ખેતરમાં બગીચા નથી

દિલીપ પટેલ, 10 માર્ચ 2022

ગુજરાતમાં 4.33 લાખ હેક્ટરમાં ફળના બગીચા છે. પણ દ્રાક્ષના બગીચા ગુજરાતમાં નથી. એવી જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે. દેશમાં 1.40 લાખ હેક્ટરમાં દ્રાક્ષના બગીચામાં 30 લાખ ટન દ્રાક્ષ પેદા થાય છે. ગુજરાતમાં 2 લાખ ટન દ્રાક્ષ વપરાય છે. છતાં દ્રાક્ષના બગીચાની ખેતી ગુજરાતમાં ન થતી હોવાનું જાહેર કરાયું છે.

ગુજરાતમાં દ્રાક્ષ માંડ 500 હેક્ટરથી વધારે પાકતી નથી. ગુજરાતમાં બધી જ દ્રાક્ષ મહારાષ્ટ્રથી આવે છે. જેની ગ્રાહક ખરીદ કિંમત 1.50 હજાર કરોડથી 2 હજાર કરોડ રૂપિયા થાય છે.

મીઠી મધુરી દ્રાક્ષ ખાવાની ઋતુ શરૂ થઈ છે. 2022માં ગુજરાતના લોકો મહારાષ્ટ્રની 2 હજાર કરોડની દ્રાક્ષ આ ઋતુમાં ખરીદ કરશે. તમામ દ્રાક્ષ નાસિકના ખેડૂતોની ખરીદવામાં આવે છે, મહારાષ્ટ્ર દેશની 80 ટકા દ્રાક્ષ પકવે છે. દેશની 70 ટકા દ્રાક્ષ નાશિકમાં ઉગાડવામાં આવે છે. જે ગુજરાતના લોકો વધારે ખાય છે.

ભારત વિશ્વના દસ દ્રાક્ષ ઉત્પાદકોમાંનું એક છે. વાવેતર વિસ્તાર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા ત્રણ દાયકામાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં દ્રાક્ષની ખેતીમાં પ્રગતિ થઈ છે. પણ ગુજરાતમાં નથી થઈ. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિળનાડુમાં પહેલાથી જ સારી ખેતી થાય છે.

 

ઉત્તર પ્રદેશ કરતાં પણ ગુજરાતમાં ફળોના બગીચા વધું છે. છતાં દ્રાક્ષના છૂટછવાયા ખેતરો જ છે.

એક એકર દ્રાક્ષમાંથી દર વર્ષે 6 લાખથી 7 લાખ રૂપિયાના વેચાણ સાથે 50 ટકા નફો રળી આપે છે.

પહેલા જૂનાગઢ જિલ્લામાં મોટા દ્રાક્ષના ખેતરો હતા. હવે તે નેસ્તનાબૂદ થઈ ગયા છે. ગુજરાતમાં પહેલાં આશરે 50.6 હેક્ટર વિસ્તારમાં દ્રાક્ષનું વાવેતર થયું હતું અને અગત્યનાં કેન્દ્ર જૂનાગઢ, માંગરોળ, અમરેલી, મુન્દ્રા, કચ્છ વગેરે હતાં. હવે દ્રાક્ષનું વાવેતર આર્થિક ર્દષ્ટિએ ગુજરાતમાં પોષણક્ષમ રહેલ નથી.

મહારાષ્ટ્ર સ્ટેટ ગ્રેપ ગ્રોવર્સ એસોસિએશન (MSGGA) દ્વારા જાન્યુઆરી માસ માટે પ્રતિ કિલો રૂ. 82, ફેબ્રુઆરી માટે રૂ. 71 અને માર્ચ માટે રૂ. 61નો ભાવ ખેડૂતોએ નક્કી કર્યો હતો.

2020-21માં, ભારતે 2.46 લાખ મેટ્રીક ટન  નિકાસ કરી હતી.

કેન્દ્ર સરકાર દ્રાક્ષની નિકાસ પર સબસિડી 3 ટકા છે.

એક એકરમાં લગભગ 1200-1300 કિલો દ્રાક્ષનું ઉત્પાદન થાય છે.

ગુજરાતમાં 20 વર્ષમાં ફળના બગીચાઓ 2.16 લાખ હેક્ટરથી વધીને 4.33 લાખ હેક્ટર થઈ ગયા છે. ઉત્પાદન 10 વર્ષમાં  30.63 લાખ ટનથી 3 ગણું વધીને 92.51 લાખ થયું છે. પણ દ્રાક્ષમાં ખેતી કરવા ખેડૂતો રાજી નથી. 22 ટનની ઉત્પાદકતા 19 ટન થઈ ગઈ છે.

મોદી દિલ્હી ગયા પછી ફળોની ઉત્પાદકતા સતત ઘટી રહી છે.

દ્રાક્ષના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં 12મા ક્રમે છે. અહીં લગભગ 78 ટકા દ્રાક્ષ સીધા વપરાશ માટે ઉત્પન્ન થાય છે. કિસમિસ અને કિસમિસ 17-20 ટકા દ્રાક્ષમાંથી તૈયાર કરવામાં આવે છે. વાઇન 1.5 ટકા દ્રાક્ષમાંથી અને 0.5 ટકા દ્રાક્ષમાંથી જ્યુસ બનાવવામાં આવે છે.

મોટાભાગની દ્રાક્ષની નિકાસ થાય છે

ભારતમાંથી તાજા ફળોની નિકાસમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. તાજી દ્રાક્ષ એ તમામ તાજા ખાદ્ય પદાર્થોની સૌથી મોટી નિકાસ છે. વર્ષ 2020-21 દરમિયાન ભારતમાંથી તાજા ફળોની કુલ નિકાસમાં તાજી દ્રાક્ષ અને અન્ય તાજા ફળોનો હિસ્સો 92 ટકા છે.

નખત્રાણા તાલુકાના નાનકડા ગામ એવા રામપર (રોહા) ગામમાં આઠ એકર ભૂમિમાં દ્રાક્ષનું વાવેતર કરીને પાટીદાર ઇશ્વરભાઇ સાંખલા વર્ષે 25-30 ટન ઉત્પાદન મેળવી રહ્યા છે. આવા ખેડૂતો ગણ્યાગાંઠ્યા છે.