ચણાના ઝાડ પર ખેડૂતોને ચઢાવતી સરકાર,  ટેકાના ભાવે 2 ટકા જ ચણાની ખરીદી, ખેડૂતોને 5 હજાર કરોડનું ભાવ નુકસાન

ચણાના ઝાડ પર ખેડૂતોને ચઢાવતી સરકાર,  ટેકાના ભાવે 2 ટકા જ ચણાની ખરીદી, ખેડૂતોને 5 હજાર કરોડનું ભાવ નુકસાન

દિલીપ પટેલ

25 જાન્યુઆરી 2022
ચણાનું વાવેતર 3 વર્ષની સરારેશ 4.66 લાખ હેક્ટરની સપાટી તોડીને 11 લાખ હેક્ટર થયું છે. જે ગયા વર્ષે 8.19 લાખ હેક્ટર હતું. સામાન્ય વાવેતરની સામે આ વખતે ચણાનું વાવેતર 235 ટકા વધારે થયું છે. ગુજરાત રાજ્ય સરકારે સમયસર ચણાની ટેકાના ભાવેથી ખરીદી કરવાની જાહેરાત કરી છે. ટેકાના ભાવ અને ખેડૂતોના વાસ્તવિક ભાવનું અર્થતંત્ર સરકાર સમજે તો જ ખેડૂતોને ફાયદો થશે. 100 કિલોના ટેકાના 5100 ભાવ અને 3004 ઉત્પાદન ખર્ચ કેન્દ્ર સરકારે ગણેલું છેઆ વખતે ચણાનો પાક 250 કરોડ કિલો થવાની ધારણા છે. જેમાંથી સરકાર 2થી 4 ટકા ટેકાના ભાવે માંડ ખરીદી કરશે. બાકીનો 98થી 96 ટકા ચણાનો માલ નીચા ભાવે વેચી મારવો પડશે. તેનાથી ખેડૂતોને 5થી 7 હજાર કરોડનું નુકસાન થઈ શકે છે. તેથી સરકારે ટેકાના ભાવે જેટલું પણ ખેડૂતો પેદા કરે તે ખરીદ કરી લેવું જોઈએ એવી માંગણી ખેડૂતો કરી રહ્યાં છે.

ઘઉંના વાવેતર જેટલો જ વિસ્તાર ચણાના વાવેતરમાં થઈ ગયો છે.
11 લાખ હેક્ટર વાવેતરમાંથી સૌરાષ્ટ્રનું 8.65 લાખ છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લા, અમદાવાદ અને પાટણમાં ચણાનું મબલખ વાવેતર થયું છે.

રાજકોટ જિલ્લામાં 1.50 લાખ હેક્ટર વાવેતર સમગ્ર રાજ્યમાં સૌથી વધું છે. સૌરાષ્ટ્રના શિયાળાના તમામ પાકોમાં 45 ટકા ચણા છે.

કૃષિ વિભાગની ધારણા હતી કે ચણાનું વાવેતર 11.32 લાખ હેક્ટર થઈ જશે. હેક્ટરે 2200 કિલો પાકશે અને 25 લાખ ટન ચણાનું ઉત્પાદન થશે.

ટેકાનો ભાવ એક કિલોના 51 રૂપિયા છે. પણ હાલનો ભાવ 750થી 900 રૂપિયા 20 કિલોના છે. સરેરાશ 37 રૂપિયાથી 42 એક કિલોના છે.

આમ બજાર ભાવ ચણાના ઓછા છે. માલ બજારમાં આવશે એટલે ભાવ વધું તુટશે કારણ કે મબલખ વાવેતર થયું છે.

સરકાર કહે છે કે ખેડૂતોને પડકર ભાવ 3000નો છે. અમે 5100 આપીએ છીએ.

ખેડૂતો માટે વાજબી વળતર માટેનો છે.

ગયા વર્ષે ચણાનો ભાવ યાર્ડમાં સરેરાશ 875થી 900 રૂપિયા રહ્યો હતો. જેમાં એક મણે 100થી 125 રૂપિયા નુકસાન થયું હતું. બજાર સુધી માલ લઈ જવાનો ખર્ચ કિલોએ 2.50 થઈ જાય છે.

આ વખતે પણ એક કિલોએ 10 રૂપિયાનું નુકસાન ખેડૂતોને હાલના બજાર ભાવ પ્રમાણે થાય છે.

ગયા વર્ષે એક ખેડૂત પાસેથી 1 હજાર કિલો જ ચણા ખરીદવામાં આવ્યા હતા. જે 2014 પહેલા એક ખેડૂત પાસેથી 2600 કિલો ખરીદ કરવામાં આવતું હતું.

13-14માં 3000ના ભાવે 34306 મીલીયન ટનમાં 107 કરોડની ખરીદી કરી હતી.
2014-15માં 3100ના ભાવે 279611 મીલીયન ટનની 94123 કરોડની ખરીદી કરી હતી.
2017-18માં 4400ના ભાવે 115453 મીલીયન ટન 50799 કરોડની ખરીદી કરી હતી.
2020માં ગુજરાતમાંથી 57,248 ટન ચણા ખરીદવાની મંજૂરી આપી હતી.
2021-22માં 5100ના ભાવે 40 હજાટ મે.ટન ખરીદી આખા દેશમાં થવાની છે.

રાજસ્થાનમાં 6 લાખ ટન, કર્ણાટકામાં 1.43 લાખ ટન ચણાની ખરીદી કરવાની હતી.

કર્ણાટકમાં ડિસેમ્બર, મહારાષ્ટ્રમાં સપ્ટેમ્બર, ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં જાન્યુઆરીમાં ચણાનો પાક બજારમાં આવી જાય છે.

ગુજરાતમાં 25 લાખ ટન ચણાનું ઉત્પાદન થવાની કૃષિ વિભાગની ધારણા છે જેમાં ટેકાના ભાવે 50 હજાર ટન માંડ ખરીદ કરવામાં આવે એવી ધારણા છે. એટલે કે ચણાના ઉત્પાદનના માત્ર 2 ટકા ટેકાના ભાવે માંડ ખરીદી સરકાર કરશે.

આમ થવાથી ખેડૂતોને 250 કરોડ કિલોના ટેકાના ભાવે એક કિલોએ 10 રૂપિયા ખોટ ગણવામાં આવે તો 2500 કરોડનું નુકસાન ખેડૂતોને હાલના ભાવે થાય છે.

250 કરોડ કિલો ઉત્પાદનમાં એક કિલોનો બજાર ભાવ 41 ગણતાં કુલ રૂપિયા ગણતાં 10 હજાર કરોડ રૂપિયાના ચણા આ વખતે પાકે એવી ધારણા કૃષિ વિભાગની છે.

ટેકાના ભાવના 51 રૂપિયા પ્રમાણે 250 કરોડ કિલો ચણાની કુલ કિંમત 12,750 કરોડ થવા જાય છે.
ખેડૂતોને નફા સાથે એક કિલોનો ભાવ રૂપિયા 70 ગણતાં 250 કરોડ કિલોનો કુલ ભાવ 17500 કરોડ થાય છે.

ચણાનો ખરેખર ભાવ રૂ.70 હોય તો જ ખેડૂતને એક કિલોએ 10 રૂપિયા નફો મળી શકે છે. આમ ખેડૂતોને ખરેખર ખોટ 5થી 7 હજાર કરોડની થઈ શકે છે.