Gujarat government won the world by making 100 drones गुजरात सरकार ने 100 ड्रोन बनाकर दुनिया जीत ली
ગુજરાતમાં ડ્રોન બનાવતી હોય એવી એક પણ ખાનગી કંપની નથી
દિલીપ પટેલ
અમદાવાદ, 22 જુલાઈ 2023
અમદાવાદના રાયપુરમાં આવેલી કૌશલ્યા યુનિવર્સિટી ડ્રોન મંત્રા લેબને ડ્રોન ઉત્પાદન માટે મંજૂરી આપવામાં આવી છે. તેને ડાયરેક્ટોરેટ જનરલ સિવિલ એવિએશન દ્વારા ટાઈપ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. આ પ્રકારનું સર્ટિફિકેટ મેળવનાર દેશની પ્રથમ યુનિવર્સિટી છે. જે ગુજરાત સરકારની માલિકીની યુનિવર્સિટી છે.
ડ્રોન મંત્રા લેબ રાયપુર અમદાવાદ ખાતે 100 ડ્રોનનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. ડી.જી.સી.એ. દ્વારા રિમોટ પાયલોટ ટ્રેનિંગ માટે UIN નંબર ધરાવતા ઓછામાં ઓછા બે ડ્રોન હોવા આવશ્યક છે.
ડ્રોન નાના છે. જેને ‘કૌશલ્યા ડ્રોન’ નામ આપવામાં આવ્યું છે. અમદાવાદની કૌશલ્યા યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત આ ડ્રોનનો ઉપયોગ રાજ્યમાં ડ્રોન પાયલોટ તાલીમની સુવિધા વિસ્તારવા માટે કરાશે.
તાલીમ
19 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ખેડૂતોને પાયલોટ તાલીમ અપાશે. કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટી દ્વારા કલોલમાં RTPO એટલે કે રિમોટ પાયલોટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન છે. અમદાવાદના શીલજ કેમ્પસ ખાતે નવી RTPOની મંજૂરી સરકારે આપી છે.
ખેડૂતો માટે તાલીમ
કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટી દ્વારા રિમોટ પાયલોટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન બનાવાશે. જ્યાં ખેડૂતોને ડ્રોન પાયલોટ તાલીમ આપવામાં આવશે. ખાનગી કંપનીઓ આવી તાલીમ રૂ. 50 હજારમાં આપે છે. જે અહીં રૂ. 1200માં 7 દિવસ તાલીમ આપવામાં આવશે.
ખેડૂતોના પાકમાં રાસાયણિક ખાતર તથા દવાના છંટકાવ માટે ડ્રોન ટેક્નોલોજીથી છંટકાવ કરવો તે હાલના સમયમાં કૃષિક્ષેત્રની માંગ છે.
ખેડૂતોના સ્વાસ્થ્યને વિપરીત અસર અટકાવી મોત અટકાવી શકાશે. દવાનો વધુ વપરાશ ઘટાડી શકાશે. ખેત ઉત્પાદનમાં પણ વધારો થશે. ડ્રોન પાયલોટ કૃષિ ક્ષેત્ર માટે ક્રાંતિકારી પગલું બની રહેશે.
રોજગારી આપવાના ઉદ્દેશથી કૌશલ્ય યુનિવર્સિટીની સ્થાપના વર્ષ 2021માં કરવામાં આવી છે. સ્કૂલ ઓફ ડ્રોન દ્વારા ડ્રોન ક્ષેત્રની સંપૂર્ણ કુશળતાને આવરી લેતા વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે.
મુખ્ય પ્રધાન
28 માર્ચ 2023માં મુખ્યમંત્રીએ ‘ડ્રોન મંત્ર’ લેબનું લોકાર્પણ કર્યું હતું. અમદાવાદમાં ડ્રોન ટેક્નોલોજી અંગેની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. રાજ્ય સરકારે કૌશલ્યા યુનિવર્સિટી સ્કૂલ ઓફ ડ્રોન્સની સ્થાપના કરી હોવાની જાહેરાત કરી હતી.
રાજ્યની 50 આઈટીઆઈમાં ડ્રોન પાયલોટની તાલીમ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા 100 ડ્રોન બનાવવાની મંજૂરી આપી હતી. યુનિવર્સિટીને DGCA દ્વારા મંજૂર કરાયેલા ડ્રોન માટે અંદાજે 40-50 ટકા ખર્ચમાં ઘટાડો થવાની અપેક્ષા હતી. સામાન્ય રીતે, પ્રમાણિત ડ્રોનની કિંમત લગભગ 6-7 લાખ રૂપિયા છે જે ઘટીને 3.5 લાખ રૂપિયા થવાની ધારણા હતી.
ડ્રોન ટેક્નોલોજીમાં સ્ટાર્ટઅપ્સને વિશેષ ઇન્ક્યુબેશન સપોર્ટ કરે છે. કેમ્પસમાં I-KUSHAL ઇન્ક્યુબેશન અને ઇનોવેશન ફાઉન્ડેશન બનાવેલું છે. જે નવીનતા, સંશોધન અને વિકાસ અને સ્ટાર્ટ-અપ્સ અને સાહસિકોને સહાય પૂરી પાડે છે.
ડ્રોન દૂરના વિસ્તારોમાં ડોરસ્ટેપ ડિલિવરી સેવાઓ પૂરી પાડવાનું માધ્યમ બની ગયું છે.
ડ્રોનના નવા ઉપયોગ અને સંશોધન થતાં હશે. ડ્રોન મેન્યુફેક્ચરિંગની સાથે ડ્રોન ડેટા એનાલિસિસ અને પ્રોગ્રામિંગ કોર્સ છે.
કેન્દ્ર સરકાર વર્ષ 2030 સુધીમાં ભારતને વૈશ્વિક ડ્રોન હબ બનાવવા માંગે છે. રાજ્યોમાં પણ ડ્રોન નીતિ લાવવાની હતી.
2023માં અમદાવાદમાં પરિસંવાદમાં ડ્રોન બનાવતા 50 ઉદ્યોગ, કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય, સંશોધકો, ડ્રોન સ્ટાર્ટઅપ્સ સાથે 400 લોકો હતા.
IIT-ગુવાહાટીના વિદ્યાર્થીઓએ સ્માર્ટ ડ્રોન ડિઝાઇન કર્યા હતા.
શું છે ડ્રોન ઉદ્યોગ
દેશમાં હાલ ડ્રોન ઉદ્યોગ 5,000 કરોડનો છે. ગુજરાતમાં તે રૂ. 300 કરોડનો હોવાનો અંદાજ છે. ત્રણ વર્ષમાં ડ્રોન સેવા ઉદ્યોગ રૂ. 30,000 કરોડ વૃદ્ધિ પામશે અને 5 લાખથી વધુ નોકરીઓનું સર્જન કરશે. આજ સુધી ગુજરાતમાં એક પણ ડ્રોન બનતા ન હતા. હવે 100 નંગ ગુજરાત સરકારની યુનિવર્સિટી બનાવે છે.
મુખ્ય પ્રધાનના ખોટા દાવા
ખેડૂતના ખેતરમાં દવા છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ કરવાની પહેલ પણ ગુજરાતી કરી છે. ડ્રોનના નવા ઉપયોગો અને સંશોધનોને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. પણ મુખ્ય પ્રધાનના દાવા 100 ટકા સાચા નથી. જે નીચેની વિગતો પરથી ખ્યાલ આવે છે.
ઉપયોગ
હવે પોલીસથી માંડીને માલસામાનની ડિલિવરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સિક્યુરિટી, મીડિયા, એગ્રીકલ્ચર, બિઝનેસ, શૂટ, હોમ ડિલિવરી, રમકડાં વગેરેમાં ડ્રોનનો ઉપયોગ સતત વધી રહ્યો છે.
કેટલો અમલ
5 ઓગસ્ટ 2022માં ગુજરાતે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ ખેતીમાં શરૂ કર્યો હતો. કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન) નો ઉપયોગ” યોજના હેઠળ કુલ રૂ.35 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. જો 2023માં નેનો ફર્ટિલાઇઝર અને જંતુનાશક દવાઓના છંટકાવ માટે કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા 10 કરોડની જોગવાઈ કરી છે.
આ યોજનામાં કુલ 1.40 લાખ એકર વિસ્તાર આવરી લેવાનું આયોજન છે. ખેડૂને રૂ. 2500 સહાય આપવાની હતી.
કૃષિ વિશ્વ વિદ્યાલય
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા એપ્લીકેશન ઓફ રોબોટીક્સ અને ડ્રોન ટેકનોલોજી ઇન એગ્રીકલ્ચર વિષય પર 2 માર્ચ 2023માં વર્કશોપ થયો હતો.
ડેરી
બનાસ ડેરી એવી ડ્રોન ટેકનોલોજી પર કામ કરી રહી છે કે, પશુપાલક પોતાના ફોન થકી ડ્રોનને હેન્ડલ કરશે, ડ્રોનમાં દૂધ રાખીને દૂધ મંડળીએ ભરાવી શકશે. પણ તે માત્ર સ્વપ્ન બની ગયું છે.
શો-બાજી
29 સપ્ટેમ્બર 2022માં અમદાવાદમાં ડ્રોન શોનું આયોજન કરાયું હતું. જેમાં ભારતમાં બનેલા 600થી વધુ ડ્રોન દ્વારા ખાસ આકૃતિઓનું નિર્માણ કર્યું હતું. પણ ડ્રોનનો ખરો ઉપયોગ કરવાનું ટાળવામાં આવ્યું હતું.
ડ્રોન નીતિ
ગુજરાતે 10 ઓગષ્ટ 2021માં ડ્રોન નીતિ બનાવી છે. ડ્રોન ઉત્પાદક, વપરાશકર્તા, પાયલટ અને સહ પાયલટે ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ પર પોતાની નોંધણી કરાવી ખાસ નંબર મેળવવો પડશે
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા નિર્ધારિત ડ્રોન એર સ્પેસ મેપમાં આપેલા સીમાંકન ક્ષેત્રનું પાલન કરવાનું રહેશે. ડ્રોનનું ટ્રાફિક નિયમન અને તેને લગતા અકસ્માત કે કાયદા ઉલ્લંઘન જેવી ગુનાહિત પ્રવૃત્તિ માટે કેસ કરવાની સત્તા ગુજરાત પોલીસ હસ્તક રહેશે. ડ્રોન પોલિસીના અમલીકરણ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવના વડપણ હેઠળ આઠ જેટલા વરિષ્ઠ સચિવની એમ્પાવર્ડ સમિતિની રચના રાજ્ય સરકારે કરી છે.
ડ્રોનનું ઉત્પાદન, ટેસ્ટિંગ, ટ્રેનિંગ અને સંશોધન પાછળ ખાનગી અને જાહેર ક્ષેત્રનું મૂડીરોકાણ વધે તેવા ગંભીર પ્રયત્ન સરકારે કર્યા નથી.
ડ્રોનના વેપાર અને વ્યવસાય તરીકે 25 હજાર લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી હાલ મળી શકે છે. અંદાજ મુજબ ભારતમાં 5 લાખ જેટલા લોકોને વર્ષ 2021માં રોજગારની તક મળી હતી. કૃષિ, પર્યાવરણ રક્ષણ, વીજળી, પાણી જેવા ઘણા ક્ષેત્રોમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ભારતની ખરીદી
ભારતના પાડોશી ચીન અને પાકિસ્તાન બંને પાસે સશસ્ત્ર ડ્રોન છે ભારતને અમેરિકા પાસેથી 18 સશસ્ત્ર પ્રિડેટર ડ્રોન MQ 9A ડ્રોન ચીનની 3,044 કિમી દેખરેખ રાખવા માટે હોવા જોઈએ.
માનવ રહિત હવાઈ વાહન છે.
દક્ષિણ પશ્ચિમ રેલવેએ કોચ ફેક્ટરીની સુરક્ષા અને દેખરેખ માટે 32 લાખના ખર્ચે 9 ડ્રોન ખરીદવામાં આવ્યા છે. જંતુનાશક દવા કંપનીઓ, સુરક્ષા, ઓઈલ કંપનીઓએ પણ તેમની પાઈપલાઈન અને રિયલ એસ્ટેટની કંપનીઓ મોટા પ્રોજેક્ટ્સમાં પણ ડ્રોનનો ઉપયોગ કરી રહી છે.
નીતિ
2 કરોડનું વાર્ષિક વેચાણ ધરાવતી ડ્રોન સ્ટાર્ટઅપ કંપનીઓને PLIનો લાભ મળશે, જ્યારે ડ્રોનના ઘટકો ધરાવતી કંપનીઓનું વાર્ષિક વેચાણ રૂ. 50 લાખ હશે તો તેમને આ લાભ મળશે. જ્યારે મોટી કંપનીઓ (નોન-MSME) માટે આ રકમ ડ્રોન અને ડ્રોન ઘટકોના ઉત્પાદન માટે અનુક્રમે 4 કરોડ અને 1 કરોડ રાખવામાં આવી છે. વિદેશી કંપની માટે આ રકમ અનુક્રમે 8 કરોડ અને 4 કરોડ છે. એક કંપની ત્રણ વર્ષમાં વધુમાં વધુ 30 કરોડનું ઈન્સેન્ટિવ લઈ શકે છે. 2026 સુધીમાં, આ ડ્રોન ઉત્પાદન અને ઘટકોનું ક્ષેત્ર 1.8 અબજ એટલે કે લગભગ 15 હજાર કરોડ રૂપિયાનું થઈ જશે.
3 વર્ષમાં 120 કરોડની સહાય
સપ્ટેમ્બર 2021માં, કેન્દ્રએ ડ્રોન અને તેના ઘટકો માટે પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને મંજૂરી આપી હતી. સરકારે આ યોજના માટે રૂ. 120 કરોડ (ત્રણ નાણાકીય વર્ષમાં ફેલાયેલા) અલગ રાખ્યા છે.
ઉદ્યોગ
2022થી પાંચ વર્ષમાં દેશનો ડ્રોન ઉદ્યોગ 50 હજાર કરોડનો થશે. આ સાથે આગામી 3 વર્ષમાં 10 હજાર લોકોને અને 5 વર્ષમાં લગભગ 20 હજાર લોકોને રોજગાર મળવાની આશા છે. સ્મિત શાહ ડ્રોન ફેડરેશન ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર છે. હાલ ડ્રોન ઉદ્યોગ 5,000 કરોડનો છે. સરકારનો અંદાજ છે કે તે 5 વર્ષમાં 15 થી 20 હજાર કરોડનો ઉદ્યોગ બની જશે. ઉદ્યોગ માને છે કે, 2026 સુધીમાં તે 50,000 કરોડ ટર્નઓવર સુધી પહોંચી શકે છે.
ઈન્ડિયા ડ્રોન ફેસ્ટિવલ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ત્રણ વર્ષમાં ડ્રોન સેવા ઉદ્યોગ રૂ. 30,000 કરોડ વૃદ્ધિ પામશે અને 5 લાખથી વધુ નોકરીઓનું સર્જન કરશે તેવી અપેક્ષા છે. ડ્રોન ઉત્પાદન ઉદ્યોગ આગામી ત્રણ વર્ષમાં રૂ. 5,000 કરોડથી વધુનું સીધું રોકાણ જોઈ શકે છે. સરકાર અપેક્ષા રાખે છે કે ઉદ્યોગ 10,000 સીધી નોકરીઓનું સર્જન કરશે.
ડ્રોનનું વૈશ્વિક બજાર 28 અબજ ડોલરનું છે. 8.45 ટકા સુધી વધી શકે છે.
ભારતમાં ડ્રોન માર્કેટની સ્થિતિ?
વૈશ્વિક બજારમાં ભારતનો હિસ્સો 4.25 ટકા છે. ભારત ઘણી આયાત પણ કરી રહ્યું છે. વર્ષ 2021 સુધીમાં ભારતનું ડ્રોન માર્કેટ 1.21 અબજ ડોલર સુધી હતું. ભારતના ડ્રોન અને કાઉન્ટર ડ્રોન માર્કેટનો વેપાર વર્ષ 2030 સુધીમાં $40 બિલિયન સુધી પહોંચી શકે છે.
રતન ઈન્ડિયા એન્ટરપ્રાઈઝ ભારતની અગ્રણી ડ્રોન ઉત્પાદન કંપની થ્રોટલ એરોસ્પેસ સિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડ (TAS)માં 60 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે.
કંપની
મુંબઈ સ્થિત Ideaforge Technology ડ્રોન બનાવવા માટે ભારતની સૌથી મોટી સ્વદેશી કંપની બની ગઈ છે. તે 50% કરતા વધુ બજાર હિસ્સા સાથે દેશમાં માનવરહિત એરક્રાફ્ટ સિસ્ટમ માર્કેટમાં અગ્રેસર છે. ભારતીય સશસ્ત્ર દળો, પોલીસ અને આંતરિક સુરક્ષાની જરૂરિયાત અનુસાર ડ્રોન બનાવી રહી છે. આ કંપનીની 90% થી વધુ કમાણી સરકારી ખરીદી દ્વારા કરવામાં આવી રહી છે.
2009માં દેશનું પહેલું ઓટોનોમસ ડ્રોન લોન્ચ કર્યું હતું. 2022માં તેને જબરદસ્ત નફો થયો છે. FY2023 ના પ્રથમ 6 મહિનામાં, કંપનીએ રૂ. 140 કરોડની કમાણી કરી છે અને તેનો ચોખ્ખો નફો રૂ. 45 કરોડ થયો છે, જેમાં 44.5% ના ઓપરેટિંગ નફાના માર્જિનનો સમાવેશ થાય છે. કંપની બે વર્ષમાં 10 ગણી વધી છે.
ભારતની ટોચની ડ્રોન કંપનીઓ
ઇન્ફો એજ ઇન્ડિયા
InfoEdge India એ ડ્રોન ઉદ્યોગમાં પ્રવેશવાની યોજના સાથે, InfoEdge India એ Skylark Drones માં રોકાણ કર્યું છે અને હિસ્સો ખરીદ્યો છે, જે વૈશ્વિક ડ્રોન ઇકો સિસ્ટમ માટે કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું કામ કરતી સ્ટાર્ટઅપ છે.
Zomato લિ
Zomato એક બહુરાષ્ટ્રીય રેસ્ટોરન્ટ એગ્રીગેટર અને ફૂડ ડિલિવરી કંપની છે જેની સ્થાપના 2008માં થઈ હતી અને જુલાઈ 2021માં ભારતીય શેરબજારમાં સૂચિબદ્ધ થઈ હતી. ડિલિવરી પ્રક્રિયાને ઝડપી અને વધુ કાર્યક્ષમ બનાવવા માટે કંપની ફૂડ ડિલિવરી માટે ડ્રોન ટેકનોલોજી પર ભારે હોડ લગાવી રહી છે. ટેક ઇગલ હાઇબ્રિડ મલ્ટી-રોટર ડ્રોન્સનો ઉપયોગ કરીને હબ-ટુ-હબ ડિલિવરી નેટવર્ક બનાવવા માટે હસ્તગત કરી હતી, જે ગયા વર્ષે જૂનમાં સમાપ્ત થયું હતું.
DGCA ના BVLOS સેન્ડબોક્સ પર કામ કરવા માટે ઘણા સ્ટાર્ટઅપ્સ અને વોડાફોન આઈડિયા જેવા દિગ્ગજો સાથે જોડાણ કર્યું છે.
પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજી
પારસ ડિફેન્સ ડ્રોન ટેકનોલોજી પર નજીકથી કામ કરી રહ્યું છે અને તેણે વિદેશી UAV (અનમેન્ડ એરિયલ વ્હીકલ) ઉત્પાદકો સાથે ભાગીદારી કરી છે. ડ્રોન પેરાશૂટ અને અન્ય એરોસ્પેસ ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે.
ઝેન ટેક્નોલોજીસ લિમિટેડ
1993 માં સ્થપાયેલી, ઝેન ટેક્નોલોજીસ એ ભારતમાં નાની-કેપ ડ્રોન-ટેક કંપની છે. તેઓ હેવી લિફ્ટ લોજિસ્ટિક્સ ડ્રોન પર કામ કરી રહ્યા છે, અને તેમની એન્ટી-ડ્રોન સિસ્ટમ ડ્રોન ડિટેક્શન, વર્ગીકરણ અને નિષ્ક્રિય સર્વેલન્સ પર કામ કરે છે જેથી ટ્રેકિંગ, કેમેરા સેન્સર અને જામિંગ ડ્રોન કોમ્યુનિકેશન દ્વારા ધમકીઓને બેઅસર કરી શકાય. ભારતીય વાયુસેના તરફથી CUAS એટલે કે કાઉન્ટર માનવરહિત એરક્રાફ્ટ સિસ્ટમના સપ્લાય માટે રૂ. 1.6 બિલિયનનો ઓર્ડર મળ્યો છે.
રતન ઈન્ડિયા એન્ટરપ્રાઈઝ
રતન ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ લિમિટેડ એ તેના નવા યુગના વિકાસ વ્યવસાયો અને ભારતમાં સાર્વજનિક લિસ્ટેડ કંપની માટે રતન ઇન્ડિયા ગ્રૂપની મુખ્ય કંપની છે. સપ્ટેમ્બર 2021માં, Ratanindia Enterprises એ તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની NeoSky India Ltd સાથે તેનો ડ્રોન વ્યવસાય શરૂ કરવાની જાહેરાત કરી.
ડીસીએમ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ
DCM શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ ડ્રોન ટેકનોલોજી પર કામ કરતી ભારતની બીજી ટોચની ડ્રોન કંપની છે. ઓગસ્ટ 2021 માં, કંપની ભારતીય DCM શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝે તુર્કી ડ્રોન ઉત્પાદનમાં 30% હિસ્સો ખરીદવાની જાહેરાત કરી, જ્યાં આ માનવરહિત એરિયલ વ્હીકલ (UAV) નિર્માતા, Zyron Dynamics ને ભારતમાંથી $1 મિલિયનનું વિદેશી રોકાણ મળ્યું છે.
ડ્રોન અને ટ્રેક્ટરથી મજૂરી કામ ઓછું થયું
ડ્રોન દ્વારા ખેતરમાં નેનો યુરિયા અને જંતુનાશક દવા 20 મિનિટમાં 1 હેક્ટરમાં 25 લીટર પાણી દ્વારા છંટકાવ કરી શકાય છે. ખેડૂતો 40 ટકા ખર્ચ ઘટાડી શકશે. 90% સુધી અસરકારક ઉપયોગ કરી શકાય છે. ઇફકો દ્વારા ગુજરાત રાજયમાં 35 ડ્રોન લાવવામાં આવ્યા છે.
દવા છાંટવાનું કામ કરતાં 800 મજૂરોનું કામ એક ડ્રોન કરે છે.
ગુજરાતની 90 લાખ હેક્ટર જમીનની ખેતીમાંથી 50 લાખ હેક્ટરમાં દવા કે યુરિયાનો છંટકાવવામાં 40 લાખ ખેતમજૂરો છે. ડ્રોનથી 5 લાખ મજૂરોની રોજગારી ખેડૂતો બચાવી શકશે.
ટ્રેકટર દ્વારા ખેતી કરવામાં આવતાં 60 લાખ બળદ ખેડૂતોને સાચવવા પડતા નથી. 70 લાખ બળદ ખેતી કરતા હોવા જોઈએ, પણ 10 લાખ બળદ ખેતીમાં કામ કરે છે. 50 લાખ બળદ ઓછા થઈ ગયા. ટ્રેક્ટર દ્વારા 20 લાખ ખેત મજૂરોનું કામ થઈ રહ્યું છે.
સિંચાઈમાં નવા સાધનો આવતાં 10 લાખ મજૂરો હવે રાખવા પડતા નથી.
નાના સ્વયંસંચાલિત સાધનો, થ્રેશર દ્વારા 10 લાખ ખેત મજૂરોનું કામ થવા લાગ્યું છે.
ટ્રેક્ટર, નાના સ્વયંસંચાલિત સાધનો, ડ્રોન અને હવે રોબોટ આવતા ખેડૂતોને 51 લાખ ખેત મજૂરો ઓછા રાખવા પડે છે.
2001માં 6 લાખ ખેતર અડધા હેક્ટરના હતા, 2024માં 20 લાખ થઈ ગયાનો અંદાજ છે. 3 વીઘા જમીન સાથે મજૂરી કરતા હોય એવા ખેડૂતો 20 લાખ છે. 17 લાખ ખેત મજૂરોનો વધારો થયો છે, તેમને ડ્રોન પાયલટ બનાવી ખેતી કરાવી શકાય તેમ છે.