Gujarat is lagging behind in building data storage centers डेटा स्टोरेज सेंटर बनाने में गुजरात पिछड़ रहा है
ગાંધીનગરમાં ઓછી ક્ષમતાનું ડેટા સેન્ટર બનાવીને સરકાર ખુશ છે.
દિલીપ પટેલ
ગાંધીનગર, 9 સપ્ટેમ્બર 2025
રૂ. 62 કરોડ 30 લાખના ખર્ચે ગાંધીનગર શહેરના સેક્ટર 14માં રાજ્યકક્ષાના ડેટા સ્ટોરેજ સેન્ટરના બાંધકામ થઈ રહ્યું છે. એવું ગુજરાત સરકારે વિધાનસભામાં 2025માં જાહેર કર્યું હતું. ડેટા સેન્ટર એ એવી જગ્યા છે જ્યાં ગુજરાત સરકારની IT પ્રવૃત્તિઓ અને ડિવાઈસ માટે વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ સુવિધામાં ડેટા સ્ટોરેજ, પ્રોસેસિંગ અને માહિતીનું પરિવહન અને એપ્લિકેશનના કાર્યોનો સમાવેશ થાય છે. તેને સર્વર તરીકે ગણી શકાય કે ત્યાંથી સરકારનું આખું આઈટી ઓપરેટ થાય છે.
જયંતીભાઇ સોમાભાઇ પટેલ (માણસા)ના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું. ડેટા સેન્ટર બનવાથી લોકોને સિંગલ ક્લિકથી જમીન-મકાન દસ્તાવેજોની નકલ મળશે. મહેસૂલી કચેરીઓના તમામ દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન થયું છે.
ડેટા સેન્ટર ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને કારણે 2025 સુધીમાં ઉદ્યોગ માટે કરોડરજ્જુ તરીકે કામ કરશે.
કેબલ લેન્ડિંગ સ્ટેશનને કારણે મુંબઈ અને ચેન્નાઈ ડેટા સેન્ટર્સ બનીને બજાર તરીકે કામ કરી રહ્યાં છે. ગુજરાત પાછળ રહી ગયું છે. ડેટા પ્રોટેક્શન, ક્લાઉડ કમ્પ્યુટિંગ, કેપ્ટિવ ડેટા સેન્ટર્સથી ક્લાઉડ ડેટા સેન્ટર્સમાં ફેરફાર થશે. ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનરમાં 10 ખાનગી અને સરકારી ડેટા સેન્ટર છે.
ડિજિટલ અર્થતંત્રમાં ડેટા સેન્ટરનું મહત્વનું યોગદાન છે. ડેટા સેન્ટર ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને કારણે ગુજરાતમાં ડિજિટલ ઈકોનોમી બનાવવામાં મદદ કરશે. ડેટા સેન્ટર ઉદ્યોગ માટે કરોડરજ્જુ તરીકે કામ કરશે. ગુજરાત ડેટા સેન્ટર માર્કેટ તરીકે ઘણું પાછળ છે.
મુંબઈ બાદ ચેન્નઈ દેશમાં સૌથી વધુ ઈન્ટરનેટ સ્પીડ, દરિયાની અંદર કેબલ લેન્ડિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતા અને ઉદ્યોગ તરફી સરકારની નીતિઓ અને કાર્યક્ષમ માનવબળ જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના લાભો સાથે આગામી ડેટા સેન્ટર હબ તરીકે ઉભરી આવ્યું છે.
મુંબઈના ડેટા સેન્ટરથી ગુજરાત, દિલ્હી NCR, હૈદરાબાદ, બેંગ્લોર, કોલકાતા અને પૂણે જેવા લેન્ડલોક શહેરોને ફાયદો થશે.
ગુજરાત સરકારે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર (GSDC) ની સ્થાપના કરી છે. GSDC ને GSWAN ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા તમામ સરકારી કચેરીઓ સાથે જોડવામાં આવ્યું છે.
GSDC વેબ સર્વર્સ, એપ્લિકેશન સર્વર્સ, ડેટાબેઝ સર્વર્સ, SAN, અને NAS વગેરે જેવી સિસ્ટમોને હોસ્ટ અને કો-લોકેટ કરે છે.
GSDC રાજ્યની સેન્ટ્રલ રિપોઝીટરી, સુરક્ષિત ડેટા સ્ટોરેજ, નાગરિક માહિતી, સેવાઓ પોર્ટલની ઓનલાઈન ડિલિવરી, રાજ્ય ઈન્ટ્રાનેટ પોર્ટલ, ડિઝાસ્ટર રિકવરી, રિમોટ મેનેજમેન્ટ અને સર્વિસ ઈન્ટિગ્રેશન વગેરે કરવાની હતી.
ગુજરાતમાં કેબલ લેન્ડિંગ સ્ટેશન બનાવવાની ખાસ જરૂર છે.
ની અપેક્ષા છે અને તે એક મહત્વપૂર્ણ સ્થળ તરીકે ઉભરી આવશે. 2025 સુધીમાં એરટેલ જેવી કંપની 11 મોટા અને 120 એજ ડેટા સેન્ટર સાથે સૌથી મોટા નેટવર્ક માટે રૂ. 5,000 કરોડનું રોકાણ કરી રહી છે. પણ ગુજરાત સરકાર હજુ તેમાં પૂરતું રોકાણ કરતું નથી. તેથી IT પ્રવૃત્તિઓ અને ડિવાઈસ માટે પછાત રહેવાનું છે.
ડેટા બજાર
વૈશ્વિક ડેટા સેન્ટર માર્કેટનું કદ 2020 માં USD 187.35 બિલિયન હતું, અને 2030 સુધીમાં USD 517.17 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. ડેટા સેન્ટર માર્કેટમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની અપેક્ષા છે. ડેટા સેન્ટર એપ્લિકેશન્સમાં રોકાણમાં વધારો કરશે.
ડિજિટલ પાવરહાઉસ બનાવવા રોકાણ વધારવું જોઈએ. જેથી ગુજરાતની ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકાય.
ડેટા ટેકનોલોજીમાં નવી શોધો અને પ્રગતિનો માર્ગ મોકળો કરે છે. ડેટાની જરૂરિયાત અને તેના સંચાલન
ડિજિટલ સિસ્ટમનો ડેટા સેન્ટર સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે. નવી ઉભરતી ટેકનોલોજીનો સંપૂર્ણ લાભ લેવા માટે, ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જરૂરી છે.
ભારત 151 ડેટા સેન્ટરો સાથે વિશ્વમાં ચૌદમા ક્રમે છે. ગુજરાત ભારતમાં સૌથી પાછળ છે.
ડેટા સેન્ટરોમાં રોકાણ વધ્યું છે, પણ ગુજરાત સરકાર ઓછું રોકાણ કરી રહી છે.
ત્રણ વર્ષમાં ડેટા સેન્ટરો બમણા થશે. અડધા મુંબઈમાં હશે, ત્યારબાદ ચેન્નાઈ અને હૈદરાબાદનો ક્રમ આવશે. જેમાં ગુજરાત તો ક્યાંય નથી.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગની ટેકનોલોજી ડેટા સ્ટોરેજ અને તેની પ્રક્રિયાની માંગમાં વધારો થયો છે. ડેટા સેન્ટર્સ કોઈપણ ટેકનોલોજીકલ વિકાસનું કેન્દ્ર બિંદુ છે.
ગોપનીયતા અને ગુપ્તતા જાળવવી જરૂરી છે. ઓગસ્ટ 2023 માં, ભારતે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ છે.
ડેટા સેન્ટરોને હજુ સુધી વ્યક્તિગત ડેટાની ઍક્સેસ નથી.
ભારતમાં ખાનગી ક્ષેત્ર દ્વારા ડેટા સેન્ટરોમાં 1.1 બિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે. આ રોકાણનો 93 ટકા હિસ્સો વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવ્યો છે.
સપ્ટેમ્બર 2023 માં, અમેરિકન ટેકનોલોજી કંપની Nvidia એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે મળીને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની જાહેરાત કરી હતી. AI-આધારિત કમ્પ્યુટિંગ ડેટા સેન્ટરની ક્ષમતા 2,000 મેગાવર્ડ (MW) સુધી થશે.
આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિઓ અને રોકાણકાર વધારવા માટે ડેટા સેન્ટરનું મજબૂત ઇકોસિસ્ટમ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ઉચ્ચ ગુણવત્તાવાળા ડેટા સેન્ટર્સ મળશે, તો સ્ટાર્ટ-અપ કંપનીઓને વધુ સારું વાતાવરણ મળશે. ગુજરાતમાં મોંઘી જમીન કે જગ્યા ખાનગી ડેટા સેન્ટરોના વિકાસમાં અવરોધો ઉભા કરે છે.
ભારતમાં 151 ડેટા સેન્ટર છે અને અમેરિકામાં 5 હજાર ડેટા સેન્ટર છે. અમેરિકામાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યા ભારત કરતા અડધી છે.
ગુજરાતમાં ડેટા સ્ટોરેજ અને પ્રોસેસિંગની માંગ હવે વધી રહી છે. તેથી સમસ્યાઓના ઉકેલો શોધવા જોઈએ. ત્યારે જ ડેટા સેન્ટરોમાં રોકાણ વધશે. ટેકનોલોજી લીડર બનવા માટે તે જરૂરી છે.