હિંદુ વિચારધારાની સત્તા આવતાં ગુજરાતની પ્રજા 25 વર્ષમાં ઈંડા ખાવા તરફ વળી, ઓછા ઇંડા ખાનારું 15મું રાજ્ય

ગુજરાત હવે ગાંધીજીના સમયનું અહિંસક નથી રહ્યું, દેશમાં ઓછા ઇંડા ખાનારા 14 રાજ્યો પછી ગુજરાતનું સ્થાન, ગુજરાત હવે ઇંડાહારી રાજ્ય

ગાંધીનગર, 25 નવેમ્બર 2020

આખા દેશમાં ગુજરાતના લોકો શાકાહારી છે, એવું લોકો માનતા આવ્યા છે. પણ છેલ્લા 25 વર્ષમાં રાજકીય પરિવર્તનની સાથે હિંદુવાદી વિચારધારા આવી ત્યારથી ઇંડાનો વપરાશ વધ્યો છે. ગુજરાતના લોકો હવે ઇંડાહારી છે. ગુજરાતથી ઓછા ઇંડા ખાતા હોય એવા 14 પ્રદેશ છે. આમ અહિંસાનો સંદેશ આપનારા ગુજરાતમાં ઇંડા બેસુમાર ખાવાનું વલણ પેદા થયું છે. ગાંધીજીનો અહિંસાનો સિધાંત હવે હિંદુ વિચારધારા ધરાવતાં સત્તાધીશોના સમયમાં રહ્યો નથી. જૈન મુખ્ય પ્રધાન વિજય રૂપાણી હોવા છતાં ઇંડાનો વપરાશ એકદમ વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે બહાર પાડેલા અહેવાલમાં ઇંડાની પ્રાપ્યતા કયા પ્રદેશ-રાજ્યમાં કેટલી છે તે અંગેની વિગતો જાહેર કરી છે.

જેમાં ગોવા, દમણ-દીવ, ઉત્તરપ્રદેશ, બિહાર, નાગાલેન્ડ, પોંડીચેરી, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, આસામ, સિક્કીમ, હિમાચલ, રાજસ્થાન, દાદરાહવેલી વિસ્તારોમાં ગુજરાત કરતાં ઓછા ઈંડા ખાવામાં આવે છે. આ રાજ્યોમાં 24 સુધી ઇંડા ખવાય છે. જ્યારે ગુજરાતમાં 26થી 29 ઈંડા એક વર્ષમાં શરેરાશ ખવાય છે. ભારતમાં શરેરાશ દરેક વ્યક્તિ વર્ષે 61-79 ઇંડા ખાય છે. અડધી વસતી ઇંડા ખાતી હોય તો મહિને 10 ઈંડાનો વપરાશ ભારતમાં છે.

શિયાળો આવતાં હવે ઇંડાની ખપત વધી છે.

ગુજરાતના દરેક નાગરિકમાં શાકાહાર અને અહિંસા 25 વર્ષ પહેલાં પ્રસરેલી હતી. અહીં અહીંસાનો સંદેશ જૈન ધર્મ દ્વારા, વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરોડો અનુયાઈઓ હોવા છતાં ઇંડા ખાવાનું વળગણ અન્ય રાજ્યોના નાગરિકો કરતાં વધું છે.

ગુજરાતના 6.50 કરોડ લોકોએ છોડ્યા નથી. ગુજરાત આજે પણ ઈંડાહારી નથી પહેલા પણ ન હતું. 4 ટકાના દરે ઇંડા વપરાશનો દર ગુજરાતમાં વધ્યો છે. પડોશી રાજ્ય રાજસ્થાનમાં અહિંસાનો સિધાંત હોવા છતાં ત્યાં પણ 14.2 ટકાના દરે ઈંડાનો વપરાશ વધી રહ્યો છે. કેરાલા, મહારાષ્ટ્રમાં ઈંડા પેદા કરવાનો વિકાસ દર સાવ ઓછો છે. ગુજરાત 15માં સ્થાન પર આવ્યું છે.

ઈંડાના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં ગુજરાતનો 2 ટકા છે. રાજસ્થાનનો હિસ્સો 1.6 ટકા છે. આંધ્ર પ્રદેશ દેશમાં સૌથી 19.1 ટકા ઈંડા પેદા કરે છે. ત્યાર બાદ તમિલનાડુ, તેલંગણા, પશ્ચિમ બંગાળ, હરિયાણા છે.

ગુજરાતમાં વર્ષે માથા દીઠ 26થી 29 ઈંડાં પેદા થાય છે. જે 2021માં 32 ઇંડા પેદા કરીને ખાવા માટે જાણીતું બની રહેશે.

ગુજરાતમાં ઈંડાનું ઉત્પાદન તો સતત વધી જ રહ્યું છે. 200 કરોડ ઈંડા પેદા થાય છે. પણ આંધ્ર પ્રદેશમાં 2013-14 પછીથી 2018-19 સુધીમાં ઈંડાનો વપરાશ 1300 કરોડથી સીધો 2 હજાર કરોડ ઈંડા વર્ષે ખવાઈ જાય છે. 87.33 ટકા ઈંડા સુધારેલી જાતની મરઘીએ આપેલા હોય છે. જ્યારે 11.52 ટકા દેશી મરઘીના ઈંડા છે. જોકે બીજા રાજ્યોની સરખામણીએ બતકના ઇંડા ઓછા ખવાય છે. 1 ટકો બતકના ઈંડા ખવાય છે.

ગાંધીજીએ શું કહેલું

ગાંધીજીએ સત્યના પ્રયોગોના 17માં પ્રયોગમાં લખ્યું છે કે, ખાવું તે ભોગને અર્થે નહી  પણ જીવવાને અર્થે જ છે. ખોરાકમાં માંસનો જ નહીં પણ ઈંડાનો અને દૂધનો પણ ત્યાગ કર્યો. અમુષ્યને રાંધવાની આવશ્યકતા જ નથી; તે વનપક ફળો જ ખાવા સરજાયેલ છે. દૂધ પીએ તે કેવળ માતાનું જ, મનુષ્યને પશુ પંખીની ઉપર સામ્રાજ્ય મળ્યું છે તે તેઓની મારી ખાવાને અર્થે નહીં. ઈંડાં માંસ નથી, ખાવામાં જીવતા જીવને દુઃખ નથી એવું માની મેં માને આપેલી પ્રતિજ્ઞા છતાં ઈંડા લીધાં. ભાન આવતાં જ ઈંડાં છોડ્યાં. અન્નાહારની વીશીઓ, ‘પુડિંગ’ કેકમાં ઈંડા હોય જ. તેથી ઇંડા છોડ્યા.

વર્ષે ઇંડાની પ્રાપ્યતા – વપરાશ
2013-14 2018-19
પ્રદેશ ઈંડા
ગોવા 3 15
દમણ-દીવ 6 0
ઉત્તરપ્રદેશ 9 12
બિહાર 9 12
નાગાલેન્ડ 10 15
પોંડીચેરી 10 9
મધ્યપ્રદેશ 13 26
ઝારખંડ 14 19
છત્તીસગઢ 14 69
આસામ 15 15
સિક્કીમ 16 8
હિમાચલ 16 14
રાજસ્થાન 17 22
દાદરાહવેલી 24 0
ગુજરાત 26 29
અરુણાચલ 31 44
ઉત્તરાખંડ 33 42
મિઝોરમ 35 38
મેધાલય 39 38
મહારાષ્ટ્ર 43 50
મણિપુર 42 36
કાશ્મિર 45 14
ત્રિપુરા 48 70
પશ્ચિમબંગાળ 51 88
ઓરીસા 56 54
છત્તીસગઢ 56 69
કર્ણાટકા 68 95
કેરાલા 69 62
પંજાબ 155 191
હરિયાણા 171 224
લક્ષદ્વીપ 170 169
તમિલનાડુ 205 265
આંદામાન 259 220
આંધ્રપ્રદેશ 264 372
ભારત 61 79
દિલ્હી 0 0
તેલંગણા 0 0