ગુજરાત સર્વોત્તમ (નંબર 1) નથી – રૂપાણી

Gujarat is not the best - Rupani

ગુજરાત વિધાનસભા ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યપાલશ્રીના પ્રવચનના આભાર પ્રસ્તાવ પર પોતાના મનનીય વિચારો વ્યકત કર્યા હતા.
દેશની એવરેજ સરેરાશ માથીદીઠ આવક કરતા ગુજરાતની માથાદીઠ આવક વધુ  રાષ્ટ્રિય કૃષિ પેદાશોમાં ગુજરાતનો શેર ૧૯.૫ ટકા – ઉત્પાદન ક્ષેત્રમાં ર૭ ટકા – જીએસડીપીના ૭.૭ ટકા છે.

સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના ખેડૂતોને સિંચાઈની સવલત પૂરી પાડવા માટે ફેઝ-૧ના ૨૩૧ કિલોમીટર, ફેઝ-૨ના ૫૦૦ કિલોમીટર અને ફેઝ-૩ના ૫૮ કિલોમીટરનું કામ મળીને કુલ ૭૮૯ કિલોમીટરનું કામ પુરું થયું છે. કુલ ૭૩ જળાશયોનું કાર્ય પૂરું થયું છે.

લોકોને આ સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ છે.  ‘‘અમે લોકોની અપેક્ષાઓથી ડરનારા માણસો નથી. અમે તો લોકોની અપેક્ષાઓ પૂરી કરવા દિવસ-રાત કામ કરનારા માણસો છીએ’’.

ભ્રષ્ટાચારે માજા મુકી હતી. ‘ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર’ સૂત્ર બની ગયું હતું. લાગવગશાહી અને ભાઈ-ભત્રીજાવાદનું જબરજસ્ત વિષચક્ર હતું. લાંબાગાળાની કોઈ યોજનાઓ ઉપર વિચાર જ થયો ન હતો. વર્ષ ૨૦૦૧થી ગુજરાતની રાજનીતિમાં ૩૬૦ ડિગ્રીએ આમૂલ પરિવર્તન આવ્યું. ગુજરાતમાં વિકાસની રાજનીતિનો નવતર કન્સેપ્ટ આવ્યો.
સૌના સાથથી સૌના વિકાસની પરિભાષા વિકસી.
પ્રજાનું હિત તેમના માટે સર્વોપરી છે. નિર્ણાયકતા અમારી પહેચાન બની છે’’ એમ પણ શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.
ચેકપોસ્ટ નાબૂદ કરવાનું કોઈ સ્વપ્નેય ન વિચારે પરંતુ અમે પરિવહન વ્યવસ્થાને વધુ સરળ બનાવી ભ્રષ્ટાચાર ઉપર સખત લગામ કસી છે. અમે રાજ્યની ૧૬ ચેકપોસ્ટ હિંમતપૂર્વક નિર્ણય લઈને નાબૂદ કરી છે તેમજ બિનખેતીની જમીન કરવાની વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવીને અમે ઓનલાઈન પારદર્શક પદ્ધતિ અમલમાં મૂકી. માત્ર એક સપ્તાહમાં NAની મંજૂરી આપવાનું ક્રાંતિકારી પગલું લીધું છે. LRD ની પરીક્ષાનું પેપર લીક થતાં જ એને રદ કરવાનો નિર્ણય કર્યો. LRD ની ભરતીમાં SC, ST, OBC કોઈપણ કેટેગરીને અન્યાય ન થાય તે માટે દરેક સમાજને સાથે રાખીને સૌને સાનુકુળ હોય એવો સુપરન્યુમરીનો માર્ગ અપનાવી હિંમતભર્યો નિર્ણય કર્યો છે.
નાના અને મધ્યમ કદના ઉદ્યોગો વિકસે એ માટે ૩૬૦ ડિગ્રીએ પરિવર્તન કરી નક્કર પગલું ભર્યું છે. પહેલાં પ્રોડકશન પછી પરમિશનની નવતર પરિભાષા અમે અમલમાં મૂકી છે. પરિણામે MSMEનો ગુજરાતમાં ઊડીને આંખે વળગે તેવો વિકાસ થયો છે.
શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરીની નવતર પ્રણાલી વિકસાવી છે.
બે વર્ષ પૂર્વે એક દસકમાં ૫૩૭ ટીપી સ્કીમ મંજૂર થઈ હતી.  છેલ્લા બે વર્ષમાં ૨૦૧ ટીપી સ્કીમ મંજૂર કરી  છે.
ખેડૂતો માટે ૩૭૯૫ કરોડનું રાહત પેકેજ છે. ગુજરાતના ઇતિહાસમાં ખેડૂતોને આટલી મોટી રકમનું રાહત પેકેજ અગાઉ ક્યારેય મળ્યું નથી. ૧૧ લાખ ઉપરાંત ખેડૂતભાઈઓ પાસેથી ૯૬૦૦ કરોડથી વધુ મુલ્યની ૨૦ લાખ ટન કરતાં વધારે ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરી છે.
મહેસૂલી ટાઈટલથી વંચિત મિલકતોમાં સૂચિત સોસાયટી સ્વરૂપે ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ ૧૯૭૯માં સિમાચિહ્નરૂપ સુધારો કરી ફાજલ જમીન ઉપર આવેલી સૂચિત સોસાયટી રેગ્યુલરાઈઝ્ડ કરવાનો નિર્ણય  હતી.

બનાસકાંઠા – પાટણમાં ૧૮,૬૮૮ લોકોના જીવ બચાવ્યા હતા. ૨૨૬૩ કરોડ ૩૭ લાખ રૂપિયા બચાવ રાહત માટે ખર્ચવામાં આવ્યા હતા.

સેવા સેતુ

બે કરોડ જેટલા નાગરિકોને સેવા સેતુ કાર્યક્રમ દ્વારા આવશ્યક દસ્તાવેજો આપવામાં આવ્યા છે.
બળાત્કારના કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપી નિર્ણય લઈ ગુનેગારોને ફાંસી અને જનમટીપની સજાનો કડક કાયદો બનાવ્યો છે.
મા-બેન દીકરીઓના ગળામાંથી સોનાના દોરા ખેંચતા ચેઈન સ્નેચરને સખત નસિહત આપવા માટેનો કડક કાયદો  બનાવ્યો છે.

ગૌવંશ હત્યાની નાબૂદી માટે કડક કાયદો છે.

નશાબંધીના કાયદો, સંગઠીત ગુનાઓ અને આતંકવાદ વિરૂદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી અમે GUJCTOCનો કડક કાયદો અમલમાં લાવ્યા છીએ.
રાજ્યના તમામ જિલ્લા તથા મહત્વના ૪૧ સ્થાનોને સીસીટીવી કેમેરા નેટવર્કથી આવરી લીધા છે.

એન્ટીકરપ્સન બ્યુરોની ઓફિસનું સશક્તિકરણ કરીને તેને વધુ મજબૂત બનાવી આધુનિક ઉપકરણોથી સુસજ્જ કરી ભ્રષ્ટાચાર સામે લગામ કસી છે.
૩૦૦૦થી વધારે ઈન્ડિકેટર સાથે સીએમ ડેશબોર્ડ કાર્યરત કરવામાં આવ્યું છે.
ફેસલેસ સર્વિસ આઇ ઓરા ઉપર મહેસુલ વિભાગની ૧૯ જેટલી મહેસુલી સુવિધા કોઇપણ જાતના ભ્રષ્ટ્રાચાર વગર ઓન લાઇન ઝડપી બનાવી ભ્રષ્ટાચારના મુળમાં કુઠરાઘાત કર્યો છે.

રાષ્ટ્રની સરેરાશ માથાદીઠ આવક રૂ. ૧,૧૪,૯૫૮ કરતા વધારે એટલે કે, રૂ. ૧,૭૪,૬૫૨ ગુજરાતની માથાદીઠ આવક છે.
ગુજરાત રાજ્યનું બજેટ વર્ષ ૧૯૯૦-૯૧માં ૫,૫૦૦ કરોડ રૂપિયા હતું. જે વધીને વર્ષ ૨૦૨૦-૨૧નું ૨ લાખ ૧૭ હજાર કરોડ રૂપિયાનું થયું છે.
ગુજરાતની વસતી ભારતની વસ્તીના પાંચ ટકા છે. રાષ્ટ્રીય કૃષિ પેદાશોમાં તેનો હિસ્સો ૧૯.૫ ટકા છે. ઉત્પાદન ક્ષેત્રમાં ૨૭ ટકા હિસ્સો છે. સેવા ક્ષેત્રમાં ૫૩ ટકા કરતાં પણ વધુ ગુજરાતનુ યોગદાન છે.
ભારતના કુલ જીએસડીપીના ૭.૭ ટકા જેટલો એટલે કે રૂ. ૧૩ લાખ ૧૫ હજાર કરોડનો હિસ્સો ગુજરાત ધરાવે છે.
૩,૪૦૦ લાખ મેટ્રીક ટન કાર્ગો હેન્ડલીંગમાં ગુજરાત દેશભરમાં પ્રથમ છે.
રાજ્યમાં ૧૮૦૦ કિલોમીટરની લંબાઈના ગેસગ્રીડનું નિર્માણ કરનારૂ એક માત્ર ગુજરાત રાજ્ય છે.
વિશ્વના ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટીઝમાં સૂરત અને રાજકોટ શહેરોને સમાવિષ્ટ કરીને શહેરી વિકાસમાં ગુજરાત નંબર વન છે.
એવરેજ ગ્રોથ રેટમાં ગુજરાત નંબર વન છે.
રોજગાર કેન્દ્રો દ્વારા રોજગારી આપવામાં ગુજરાત નંબર વન છે.
ગુજરાતનો બેરોજગારી દર સૌથી ઓછો છે.
આજે ગુજરાતનો કૃષિ વિકાસ દર ડબલ ડીઝીટમાં છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના, કૃષિ સહાય પેકેજ, ટેકાના ભાવે ખરીદી, વ્યાજ ધિરાણ, વીજ સબસિડી, ફર્ટિલાઈઝર સબસિડી, પાકવીમા પેટે રૂપિયા ૨૫,૮૦૦ કરોડ જેટલી માતબર રકમ રાજ્યના ખેડૂતોને આપવામાં આવી છે.
સેવાસેતુ, સુજલામ સુફલામ જળ અભિયાન, સીએમ ડેશ બોર્ડ, આઇ ઓરા, પોષણ અભિયાન, જન સંવાદ, મોકળા મને વગેરે જેવી અનેક નવતર પહેલને રાજ્યના તમામ લોકોએ વધાવી છે.