ગુજરાત કિસાન સંઘ યાદ કરો તમારr 10 વર્ષની માંગણી, કેમ મોન છો

KISANSANGH 2011
KISANSANGH 2011

ગાંધીનગર, 21 ડિસેમ્બર 2020
ખેડૂતો કાળા કાયદાનો વિરોધ કરી રહ્યા છે અને ગુજરાત કિસાન સંઘ પોપટ બનીને ખેડૂતની વાત કરવાના બદલે મૌન બેસી ગયું છે. ભાજપની રૂપાણી સરકારની સાથે છે પણ ગુજરાતના 30 લાખ ગરીબ ખેડૂત પરીવારોની સાથે કિસાન સંઘ નથી. અગાઉ ગર્જના કરનારાઓ હવે બીકણ બની ગયા છે.

9 પહેલા 16 ડિસેમ્બર 2011માં ગાંધીનગરમાં ‘કિસાન અધિકાર રેલી’માં ખેડૂતોએ ભીખ નહીં અધિકારની માંગણી કરી હતી. કિસાન સંઘના વયોવૃધ્ધ નેતા જીવણદાદા, દયારામ દાકડ, અંબુભાઈ પટેલ સહિતના આગેવાનોએ સરકાર પર પ્રહારો કરી ખેડૂતોના હકોની માંગણી કરી હતી.

ભારતીય કિસાન સંઘ દ્વારા ગુજરાત અને કેન્દ્રની નીતિઓને ખેડૂત વિરોધી અને ઉદ્યોગ તરફી ગણાવીને વીજળી, પાણી, બિયારણ, ખેત પેદાશોના નફાકારક ભાવ અને મહેસૂલી પ્રશ્નો તાત્કાલિક ઉકેલવા 28 પ્રશ્નો સાથે આદેશ પત્ર આપીને અલ્ટીમેટમ અપાયું હતુ.

રાજ્યપાલને આવેદનપત્ર અપાયું હતું.

રેલીને સંબોધતાં પ્રદેશ કિસાન સંઘના પ્રમુખ મગન પટેલે જણાવ્યું હતું કે દેશમાં દર 27  મિનિટે ખેડૂત આત્મહત્યા કરે તે કમનસીબી છે.

ખેડૂતોના વોટથી ચૂંટાયેલી સરકાર દ્વારા ઉદ્યોગોને અનુરુપ નીતિઓ ઘડાય છે. હવે ખેડૂતોને સરકારોની સહાય નહીં અધિકાર જોઈએ છે.

કિસાન સંઘના રાષ્ટ્રીય મહામંત્રી પ્રભાકર કેલકરે કહ્યું હતું કે ખેડૂતોને તેમની ખેત-પેદાશોની પડતરના આધારે લાભકારી મૂલ્ય નહીં મળે તો હવે ખેડૂતો દિલ્હીમાં ધામા નાખશે.

ગુજરાતના 58 તાલુકાઓમાં ડાર્ક ઝોનની ટીકા કરી હતી. સરકાર પાસે આ 28 માંગણીઓમાંથી 3 માગણીઓ 10 વર્ષમાં પોતાની ભાજપની સરકાર પાસે તેનો ઉકેલ શોધી શક્યા છે.

પ્રશ્નો કયા કિસાન સંઘે રજૂ કર્યા હતા?

1- પાણી પત્રકની નોંધ સમયસર કરવી.
2- તમામ કિસાનોને ખેડૂત પત્ર આપવામાં આવે.
3- ઉતારા 7-12, 8અ અને હક્કપત્રકનો ઉતારો આપવો.
4- ખેતીની જમીન લે-વેચમાં 1 ટકો સ્ટેમ્પ ડ્યૂટી લાગુ કરવી
5- નવી શરતની જમીન ધારણ કરનારને 15 વર્ષ બાદ જમીન જુની શરતમાં ફેરવી આપો
6- ડાર્ક ઝોનમાં વીજ જોડાણ આપી સબસિડી આપો.
7- ખેતી માટે 6 માસમાં વીજ જોડાણ અને નિયમિત 8 કલાક સતત વીજળી આપો.
8- મીટર પ્રથા દૂર કરો.
9- એક જ વીજ દર રાખો.
10- કનેકશનોની પડતર અરજીઓનો 1 વર્ષમાં નિકાલ કરો.
11- મીટર તપાસના બહાને ખેડૂતોની હેરાનગતિ બંધ કરો.
13- ખેડૂતોને આકિસ્મક મૃત્યુ સહાય 5 લાખ કરો. તેમના પરિવારને સાંકળી લો.
14- ખેતી વિષયક ધિરાણો 1 ટકાના વ્યાજ દરે આપો.
15- ખાતર, ડીઝલ, દવા, યાંત્રિક સાધનોમાંથી સંપૂર્ણ વેટ મુક્તિ આપો.
16- માર્કેટ યાર્ડમાં થતાં શોષણમાંથી મુક્તિ આપો.
17- કોમ્પ્યુટર કાંટાનો ફરજિયાત અમલ કરાવો.
18- ખેડૂતોના પાલતું પશુઓની વાસ્તવિક કિંમતમા વધારો કરો.
19- કેનાલોનું સમારકામ કરો.
20- ડેમો-તળાવોમાં ભરાયેલા કાંપને વિના મૂલ્યે ખેતરોમાં ભરવાની છુટ આપો
21- હોર્સ પાવર તપાસના બહાને થતી હેરાનગતિનો પ્રતિકાર કરાશે.
22- બીટી કોટન બિયારણ કરનાર ખેડૂતને કિલો બિયારણ દીઠ રુપિયા 100 અપાતા નથી.
23- કપાસના ઘટતા ભાવ સામે રૂ.1 હજારથી વધુ ટેકાના ભાવ નક્કી કરો.
24- ઘઉં-ડાંગર, શાકભાજીના ભાવો માટે આગોતરું આયોજન કરવામાં આવે.
25- સરકાર ઉદ્યોગોને કાર્બન ક્રેડિટ અપાય છે, તેમ ખેડૂતોને આપવામાં આવે.
હવે આ પ્રશ્ને કિસાન સંઘ મૌન બની ગયો છે. તે ખેડૂતોને નહીં પણ ભાજપને અને સંઘને મદદ કરે છે.