ઝેરીલી ખેતી કરવામાં ગુજરાત આગળ, સજીવ ખેતીમાં દેશમાં પાછળ 

ઝેરીલી ખેતી કરવામાં ગુજરાત આગળ, સજીવ ખેતીમાં દેશમાં પાછળ

जहरीली खेती में गुजरात सबसे आगे, जैविक खेती में देश से पीछे

Gujarat leads in toxic farming, lags behind the country in organic farming

દિલીપ પટેલ, 29 મે 2022
ખેતીને ઝેરમુક્ત બનાવવા 16 ડિસેમ્બર 2021ના રોજ ગુજરાતમાંથી શરૂ કરાયેલ કુદરતી ખેતી અભિયાન હેઠળ 1.27 લાખ હેક્ટરનો નવો વિસ્તાર દેશમાં ઉમેરાયો છે. જ્યારે 4.09 લાખ હેક્ટર વિસ્તાર પહેલાથી જ કુદરતી ખેતી હેઠળ હતો. આ માહિતી કૃષિ મંત્રાલયમાં પ્રાકૃતિક ખેતી કચેરી દ્વારા આપવામાં આવી છે. આગામી ત્રણ વર્ષમાં કુદરતી ખેતી હેઠળ 6 લાખ હેક્ટર નવો વિસ્તાર આવરી લેવામાં આવશે.

ગુજરાત
અખિલ ગુજરાત વિકાસ ટ્રસ્ટ પાસે 2536 ખેડૂતો અને 12 હજાર એકર જમીન પર ઓર્ગેનિક ખેતી કરતાં નોંધાયેલા છે.
ભાલ
ગુજરાતમાં ભાલ પ્રદેશ 2 લાખ હેક્ટરમાં છે. જેમાં 18 હજાર હેક્ટરમાં ભાલીયા ઘઉં ઉગે છે. જ્યાં સજીવ ખેતીની પૂરી શક્યતા છે. કારણ કે ત્યાં રસાયણો ઓછા વપરાય છે. સિંચાઈ વગર ભાલીયા ઘઉં પાકે છે. કેન્દ્રમાં ગુજરાતના ભાજપના નેતા પરસોત્તમ રૂપાલા રાજ્ય કક્ષાના પ્રધાન હોવા છતાં સજીવખેતીમાં ગુજરાત પાછળ છે.
ડાંગ
ડાંગ જિલ્લાને પ્રાકૃત્તિક ખેતી માટેનો જિલ્લો જાહેર કરાયા પછી જોઈએ એવું કામ થયું નથી. ગુજરાત સજીવ ખેતી નીતિ બનાવીને ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી તો બનાવી છે પણ તેમની પાસે સ્ટાફ જ નથી.

સજીવ ખેતી
2015માં ગુજરાતમાં 41,950 હેક્ટરમાં સજીવ ખેતી થતી હતી. જે 5 વર્ષમાં બે ગણી વધી હોવાનો અંદાજ કૃષિ વિભાગનો છે. જેમાં ચણા, મકાઈ, મગફળી, કપાસ, જીરૂ, આંબા અને ઘઉંનો સામાવેશ થાય છે.

ગુજરાતમાં ઝેરી ખેતી
ગુજરાતમાં દરેક વ્યક્તિ દીઠ સરેરાશ 3 કિલો રસાણો ખેતીમાં વપરાય છે. કુલ 15.88 કરોડ કિલો રાસાણિક ખાતર ઘઉંમાં વાપરવામાં આવે છે. સૌથી ઓછા રસાયણો ઘઉંમાં વપરાય છે છતાં ગુજરાતમાં એક કિલો ઘઉં બનાવવા 15 ગ્રામ રસાયણ વપરાય છે.

ગુજરાત નીતિ

ગુજરાતની રૂપાણી સરકારે 2015માં સજીવ ખેતી નીતિ બનાવી અને ઓર્ગેનિક યુનિવર્સિટી બનાવી છે. જ્યાં સજીવ ખેતી થાય છે તે ખેડૂતોને બજાર અને પૂરતાં ભાવ મળતા નથી. ગુજરાતમાં ખેતી નીતિ બનાવવા અદાલતે આદેશ કર્યો હોવા છતાં બની નથી.

ભારતમાં રૂ.2 લાખ કરોડ અને ગુજરાતમાં 10 હજાર કરોડનું સજીવ ઉત્પાદન થાય છે. જેમાં ભાલિયા ઘઉંનો સૌથી મોટો હિસ્સો સદીઓથી રહ્યો છે.

ગંગા પ્રોજેક્ટ
હૈદરાબાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચરલ એક્સટેન્શન મેનેજમેન્ટ (મેનેજ) ને પ્રાકૃતિક ખેતી માટે શ્રેષ્ઠતાનું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જ્યાં કુદરતી ખેતી માટે માસ્ટર ટ્રેનર્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગંગાના બંને કિનારે પાંચ-પાંચ કિલોમીટરમાં કુદરતી ખેતી કરવા તાલિમ આપે છે. ગુજરાત માટે તેમની પાસે કોઈ પ્રોજેક્ટ નથી.

સરકાર આર્થિક મદદ કરશે
1.27 લાખ હેક્ટરમાં કુદરતી ખેતી કરવાનું નક્કી કર્યું છે તે ખેડૂતોને હેક્ટરે 12200 રૂપિયા આપશે. મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશે પ્રાકૃતિક ખેતી બોર્ડ બનાવ્યું છે પણ ગુજરાતે બનાવ્યું નથી.

પ્રાકૃત્તિક ખેતીમાં આંધ્રપ્રદેશ નંબર વન છે. તેની પાસે સૌથી વધુ વાવેતર વિસ્તાર છે. ત્યારબાદ છત્તીસગઢ અને કેરળનો નંબર આવે છે. ગુજરાતનો નંબર 20 રાજ્યો પછી આવે છે.
મધ્ય પ્રદેશ
મધ્યપ્રદેશમાં 8 લાખ ખેડૂતો 17 લાખ હેક્ટરમાં ઓર્ગેનિક ખેતી કરવામાં આવતી હોવાનો દાવો સરકાર કરે છે. મધ્ય પ્રદેશમાં ખેડૂતો કુદરતી ખેતી માટે દેશી ગાયનું પાલન કરે છે તેમને દર મહિને 900 રૂપિયાની સહાય આપવામાં આવશે. પણ ગુજરાતમાં આવી જ યોજના ગયા વર્ષથી શરૂ કરવાની જાહેરાત કરી છે.