1 રૂપિયામાં ટ્રિપલ લેયર માસ્ક સરકાર આપશે, 1500માં ખાનગીમાં કોરોના સારવાર

Gujarat to provide triple layer mask for Rs 1, private corona treatment for Rs1500

ગાંધીનગર, 6 એપ્રિલ 2021
રાજ્યની કોર કમિટિની બેઠકમાં કોરોના માટે નિર્ણયો લેવામાં આવ્યા છે.
1 – રાજ્યમાં ઓકસીજનનું ઉત્પાદન કરનારા ખાનગી ઉત્પાદકોએ પોતાના ઉત્પાદનના 60 ટકા કોરોના માટે આપવાના રહેશે.
2 – મહાનગરપાલિકા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર માટે 8 મહાનગરોમાં 500 બેડના કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે. 8 IAS-IFS અધિકારીઓને જવાબદારી સોંપી છે.
જિલ્લા કલેકટર ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર, કોવિડ કેર સેન્ટરની મંજુરી આપી શકશે.
3- ખાનગી નર્સિંગ હોમ, કલીનીકસ આઇ.સી.યુ કે વેન્ટીલેટરની સુવિધા વિના ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર અને ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર શરૂ કરી શકશે. પ્રતિદિન વધુમાં વધુ રૂ. બે હજાર અને ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર માટે પ્રતિદિન મહત્તમ 1500 રૂપિયા ચાર્જ લઇ શકાશે.
4 – સોલા સિવીલ હોસ્પિટલ, એસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદ, ગુજરાત કેન્સર સોસાયટીની હોસ્પિટલ, એલ.જી. અને નગરી હોસ્પિટલ અમદાવાદમાં રેમડિસીવીર ઇન્જેકશન નહિં નફો નહિ નુકશાનના ધોરણે મલશે.
5 – ટ્રિપલ લેયર માસ્ક APMC અને અમૂલ પાર્લર પરથી નજીકના ભવિષ્યમાં માત્ર રૂ.1ની કિંમતે મલશે.