નેશનલ ગેમ્સ માટે ગુજરાતે 1000 કરોડ રૂપિયા ખર્ચવા પડશે

HOME

રમતોનું ગુજરાતમાં 7 વર્ષ પછી આયોજન

રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ 13 જૂલાઈ 2022એ જણાવ્યું હતું કે, ઈન્ડીયન ઓલિમ્પીક એશોસિએશન દ્વારા નેશનલ ગેમ્સનું આયોજન કરવા માટે ગુજરાતની તૈયારી અંગે ખુશી વ્યક્ત કરી હતી. ઈન્ડીયન ઓલિમ્પીક એશોસિએશન અને નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડીયા સાથે પરામર્શ કરીને રાજ્યમાં રમત ગમત ક્ષેત્રના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમના મતે ગુજરાત આયોજન માટે બિલકુલ તૈયાર છે.

એથ્લેટિક્સ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, લૉન ટેનિસ, ટેબલ ટેનિસ, જુડો, કુશ્તી, કબડ્ડી, ખો-ખો, મલ્લખંભા અને યોગાસન સહિત 34 ઇન્ડોર અને આઉટડોર ગેમ્સમાં દેશના 7 હજાર ખેલાડીઓ તેમની શક્તિનું પ્રદર્શન કરશે. ગુજરાત આ રમતોનું આયોજન કરવા માટે તેના હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારશે. વ્યવસ્થાઓ નિયત સમયમાં અને એસોશિએશનના નિયમનુસાર તૈયાર થઈ શકે તેના આયોજનની ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી.

દેશના સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓને સૌથી મોટા રમતગમત પ્લેટફોર્મ પર હોસ્ટ કરવા માટે ગુજરાત આતુર છે. હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને 3 મહિનાના સમયગાળામાં નેશનલ ગેમ્સ જેવી મેગા સ્પોર્ટિંગ ઈવેન્ટ્નું આયોજન કરી ગુજરાત અન્ય રાજ્યો માટે એક ઉત્તમ ઉદાહરણ અને રોલ મોડલ સ્થાપિત કરશે.
આ બેઠકમાં રમત ગમત અને યુવા સેવા વિભાગના અગ્ર સચીવ અશ્વિનીકુમાર, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના સચિવ ઋષીન ભટ્ટ અને વિભગના અન્ય અધિકારીઓ બેઠકમાં હતા.

2015માં રાષ્ટ્રીય રમતો કેરળમાં યોજાઈ હતી. હવે 7 વર્ષના અંતરાલ પછી રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

એથ્લેટિક્સ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, લૉન ટેનિસ, ટેબલ ટેનિસ, જુડો, ખુશી, કબડ્ડી, ખો-ખો, મલ્લખંભા અને ઇન્ડોર અને આઉટડોર રમતો સહિતની 34 ખેલ શાખાઓમાં દેશના 7000થી વધુ ટોચના ખેલાડીઓ તેમની શક્તિનું પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે.

અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરના 6 શહેરોમાં થશે. ઓલિમ્પિક ચળવળ સાથે સંલગ્ન, ગુજરાત આ રમતોનું આયોજન કરવા માટે તેના હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારશે અને તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરશે.

તાજેતરમાં 55 લાખ વિદ્યાર્થીઓની નોંધણી સાથે 11મો ખેલ મહાકુંભ થયો હતો. જૂન 2022માં કેવડિયામાં રાજ્ય રમત-ગમતના પ્રભારી મંત્રીઓના કોન્ફરન્સ થઈ હતી.

ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનના સેક્રેટરી, જનરલ રાજીવ મહેતાએ નેશનલ ગેમ્સનું આયોજન કરવા માટે ગુજરાતની તૈયારી અંગે ખુશી વ્યક્ત કરી હતી. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન અને નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા સાથે પરામર્શ કરીને રાજ્યમાં રમત ગમત ક્ષેત્રના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તેમના મતે ગુજરાત આયોજન માટે બિલકુલ તૈયાર છે.

ગુજરાતમાં નેશનલ ગેમ્સ માટે 1 હજાર કરોડ ખર્ચ કરવો પડશે.

2018માં ઉત્તરા ખંડે રમતો પાછળનો ખર્ચ 750 કરોડ ફાળવેલા હતા. રાષ્ટ્રીય રમતગમત માટે 250 કરોડની દરખાસ્ત હતી. નેશનલ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે 496 કરોડ ફાળવાા હતા. જેમાં નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર પાસેથી 500 કરોડની માંગણી કરી હતી. પણ તે અપાયા ન હોવાથી નેશનલ ગેમ્સ થઈ શકી ન હતી. માળખાકીય વિકાસના કામો માટે 719.44 કરોડનો PPR અને આયોજન માટે 249.97 કરોડની દરખાસ્ત રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને મોકલી હતી.

ગુજરાત સરકારે પણ 1 હજાર કરોડના ખર્ચ માંથી 500 કરોડ એટલે કે 50 ટકા નાણાં કેન્દ્ર સરકાર પાસેથી માંગવા પડશે.

29, જૂન 2022માં ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના જનરલ સેક્રેટરી રાજીવ મહેતાએ જાહેરાત કરી હતી કે, રાષ્ટ્રીય રમતો, જે વિવિધ કારણોસર ઘણી વખત મુલતવી રાખવામાં આવી છે, તે આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ગુજરાતના ઘણા શહેરોમાં યોજાશે. ગુજરાત ઓલિમ્પિક એસોસિએશન અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે ગેમ્સની યજમાની કરવા માટે રસ દર્શાવ્યા બાદ IOAએ આ નિર્ણય લીધો હતો. ઘણા વિલંબ પછી ગેમ્સ યોજાશે. તેમ તેમણે કહ્યું હતું. ઝડપી સમયમાં નિર્ણય લીધો હતો.

ત્યાર પછી ગુજરાત સરકારે 10 દિવસ પછી મુખ્ય પ્રધાને જાહેરાત કરી છે.

ગુજરાત સરકારે IOAને પત્ર લખ્યો હતો કે, ગેમ્સની યજમાની માટે રાજ્ય ઓલિમ્પિક એસોસિએશનની દરખાસ્ત સ્વીકારીને ખુશ છીએ.

મહત્વપૂર્ણ નિર્ણયો સાથે નેશનલ ગેમ્સની યજમાનીનને મંજૂરી આપવા સામાન્ય બેઠક પણ બોલાવવામાં આવી હતી.

છેલ્લી નેશનલ ગેમ્સ 2015માં કેરળમાં યોજાઈ હતી. નવેમ્બર 2016માં ગોવા 36મી આવૃત્તિની યજમાની કરવાની હતી. 2018 અને 2019માં બે વિલંબ પછી પર્યાપ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની રાજ્યની અસમર્થતાને કારણે, ગેમ્સને 2020 સુધી મુલતવી રાખવામાં આવી હતી.

હજું વિવાદ છે. ટોચના અધિકારીઓ પાસે નિર્ણયો લેવાની અને બાદમાં IOAના સામાન્ય ગૃહની મંજૂરી લેવાની સત્તા છે. ઇમેઇલ દ્વારા અનેક NSFs અને રાજ્ય સંસ્થાઓની મંજૂરી લીધી છે.

દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં IOAના વિવાદના મામલાના ખટલા ચાલી રહ્યાં છે.

કોવિડ-19 એ પછી નેશનલ ગેમ્સને મુલતવી રાખવાની ફરજ પડી હતી અને

ગોવા સરકાર હજુ પણ નિશ્ચિત ન હતી કે તે આ વર્ષે તેમનું આયોજન કરી શકશે કે કેમ. ગોવાએ IOAને કહ્યું છે કે તેઓ આ વર્ષે નેશનલ ગેમ્સની યજમાની કરી શકશે નહીં. તેથી, ગુજરાતને ગેમ્સની યજમાની કરવા દો, જે બધા માટે સારી છે. અમને લાગે છે કે ગુજરાતમાં સંભવિતતા છે કારણ કે રાજ્ય સરકારે દરખાસ્તને સમર્થન આપ્યું છે.

ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, મેઘાલય જેવી રાષ્ટ્રીય રમતોનું એક પછી એક આયોજન કરી શકીએ છીએ. ગુજરાત આટલા ટૂંકા ગાળામાં નેશનલ ગેમ્સની યજમાની માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડી શકે છે કારણ કે રાજ્યમાં વિવિધ રમતો માટે શ્રેષ્ઠ સુવિધાઓ છે. IOAની ટીમો સુવિધાઓનું નિરીક્ષણ કરશે.

નેશનલ ગેમ વિલેજ બનાવવું પડે તેમ છે.

શું છે વિવાદો
34મા નેશનલ સ્પોર્ટ્સ કૌભાંડમાં 12 વર્ષમાં ACBએ 14 લોકો સામે આરોપનામું મૂક્યું છે. CBI તપાસ કરી રહી છે. 26 મે 2022માં સીબીઆઈએ ઝારખંડ સહિત દેશભરમાં 16 જગ્યાએ દરોડા પાડ્યા હતા. 34મી નેશનલ ગેમ્સમાં 28 કરોડ 38 લાખ રૂપિયાનું કૌભાંડ થયું છે.

એનજીઓસીના તત્કાલિન કાર્યકારી પ્રમુખ રામ કુમાર આનંદ, સચિવ સૈયદ મતલૂબ હાશ્મી, તત્કાલિન ડિરેક્ટર પ્રકાશ ચંદ્ર મિશ્રા અને આઈપીસીની કલમ 406, 409, 420, 467, 468, 471, 120 (બી) દાખલ કરવામાં આવી હતી.

ખજાનચી મધુકાંત પાઠક સામે 109 અને કલમ 13 ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ એફઆઈઆર કરી હતી. 34મી નેશનલ ગેમ્સના સંગઠનમાં ખાસ સેવાઓ માટે રમતગમતની સામગ્રી, સાધનો અને ટેન્ડરની ખરીદીમાં ગેરરીતિનો આરોપ હતો.

એસીબીની ચાર્જશીટ

9 જાન્યુઆરી, 2015: નામાંકિત આરોપી એનજીઓસીના સચિવ સૈયદ મતલૂબ હાશમી અને ડિરેક્ટર પીસી મિશ્રા.

એપ્રિલ 14, 2016 : મધુકાંત પાઠક, NGOC ના ખજાનચી

2 ડિસેમ્બર, 2019: રામ કુમાર આનંદ (RK આનંદ), NGOC ના કાર્યકારી પ્રમુખ અને તત્કાલીન રમતગમત મંત્રી અને NGOC ના ઉપાધ્યક્ષ, પ્રાથમિક આરોપી બંધુ તિર્કી.

સપ્ટેમ્બર 2, 2021: પ્રાથમિક આરોપી ટેન્ડર સમિતિના સભ્ય હીરા લાલ દાસ

16 ડિસેમ્બર 2021: પ્રાથમિક આરોપી ટેન્ડર સમિતિના સભ્ય સુવિમલ મુખોપાધ્યાય

14 માર્ચ 2022: પ્રાથમિક આરોપી ટેન્ડર સમિતિના સભ્ય સુકદેવ સુબોધ ગાંધી

28 માર્ચ, 2022: શિવ પ્રકાશ સિંઘ, રજનીશ કુમાર, ધર્મેન્દ્ર ચઢ્ઢા (ત્રણેય સ્પોર્ટ્સ સામાન સપ્લાયર્સ), સુરેન્દ્ર સિંઘ, સુરેન્દ્ર ટૂરિસ્ટ સર્વિસના માલિક

30 માર્ચ 2022: પ્રવીણ કુમાર બુધિયા પર મેસર્સ ઇનોવેશનનો પ્રાથમિક આરોપ

4 એપ્રિલ, 2022: બિનોદ મલ્લિક, મેસર્સ ગઝલ કેટરર, ફરીદાબાદના માલિક, પ્રાથમિક આરોપી જેણે કેટરિંગનું કામ કર્યું.

ઉત્તરાખંડમાં શું થયું – વિલંબ

2014માં રાજ્યને ફાળવવામાં આવેલી નેશનલ ગેમ 2018માં ઉત્તરાખંડમાં નેશનલ ગેમ્સ થવાની હતી, પણ ન થઈ. રમત-ગમતની તૈયારીઓ અડધી અધૂરી રહી ગઈ હતી. ચાર વર્ષ બાદ આ ગેમ્સ 2022માં પણ યોજાઈ શકી ન હતી. બીજા વર્ષો સુધી થઈ શકે તેમ ન હતી.

રાષ્ટ્રીય રમતગમત માટે 250 કરોડની દરખાસ્ત હતી. નેશનલ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે 496 કરોડ ફાળવાા હતા.
રમતો માટે વિભાગ દ્વારા બે મુખ્ય અને છ સેટેલાઇટ સ્થળોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં દેહરાદૂન અને હલ્દવાની મુખ્ય સ્થાનો હતા. આ ઉપરાંત હરિદ્વાર, ઋષિકેશ, ગુલારભોજ, રૂદ્રપુર, નૈનીતાલ અને પિથોરાગઢમાં સ્પર્ધાઓ યોજવાનો પ્રસ્તાવ હતો.

કેન્દ્રની મોદી સરકાર તરફથી નાણાકીય સહાય મળી ન હતી. નેશનલ ગેમ્સને લઈને રાજ્ય સરકાર વતી કેન્દ્ર સરકાર પાસે નાણાકીય મદદ માંગવામાં આવી હતી. આ માટે 500 કરોડના પ્રથમ હપ્તાની માંગણી કરવામાં આવી હતી, પરંતુ રાજ્યને કેન્દ્ર તરફથી કોઈ સહાય મળી ન હતી.

2024માં યોજવાનો આખરે નિર્ણય લેવો પડ્યો હતો.

2024માં રાજ્યમાં 38મી નેશનલ ગેમ્સનું આયોજન કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી.

કેન્દ્ર સરકાર તરફથી સમયસર નાણાકીય સહાય પણ મળી ન હતી, જેના પરિણામે રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન થઈ શક્યું ન હતું. જો કે, આ માટે રાજ્ય સરકાર દ્વારા આશરે દોઢસો કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. માળખાકીય વિકાસના કામો માટે 719.44 કરોડનો PPR અને આયોજન માટે 249.97 કરોડની દરખાસ્ત રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને મોકલી હતી.

ગુજરાતના કેટલા ખેલાડીઓએ આજ સુધી રાષ્ટ્રીય રમોત્સવમાં ભાગ દીધો અને કેટલાંએ એવોર્ડ મેળવેલા છે.

રમતોની સુવિધા ગુજરાતમાં નથી
બે કે ત્રણ દિવસમાં સ્પર્ધા પૂરી કરી દેવી પડશે.
2021માં 38મી નેશનલ ગેમ્સમાં 34 રમતોમાંથી માત્ર 29 સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ ઉત્તરાખંડ ત્રિવેન્દ્ર રાવત સરકારે નેશનલ ગેમ્સમાંથી પાંચ રમતોને દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ અંગેનો પ્રસ્તાવ ટૂંક સમયમાં ભારતીય ઓલિમ્પિક સંઘને મોકલવામાં આવશે. સાઇકલિંગ, ઘોડેસવારી, ગોલ્ફ, આધુનિક પેન્ટાથલોન, સેઇલિંગ રમતો રદ કરી હતી.

ફૂટબોલ, સ્ક્વોશ, સ્વિમિંગ, બોક્સિંગ, ગોલ્ફ, રોઈંગ, કાયાકિંગ, સેઇલિંગ, સલામ, ફેન્સિંગ, તાઈકવાન્ડો, સાઈકલિંગ, કુસ્તી, હોકી, યોગ રમતો હોય છે.

રાજ્યમાં ક્યાંય પણ સાયકલ ચલાવવા માટે વેલોડ્રોમની સુવિધા નથી. 400 મીટર ટ્રેક સ્પેસની જરૂર હોય છે. દહેરાદૂન અને હલ્દવાનીમાં સ્પોર્ટ્સ વિલેજ બનાવવાના બદલે હાઉસિંગ કોલોની અને ફ્લેટ રાખવા પડશે.

કોનો દબદબો
2019માં વિદ્યાર્થીઓની નેશનલ ગેમ્સમાં મહારાષ્ટ્રના ખેલાડીઓનો દબદબો રહ્યો હતો. 26 રાજ્યોમાંથી 2800 ખેલાડીઓ આવ્યા હતા. ગુજરાત પાસે ખેલ મહાકુંભનો અનુભવ હોવા છતાં વિદ્યાર્થી રાષ્ટ્રીય ગેમ્સ યોજી શક્યા નથી.

બહિષ્કાર

ગોવામાં યોજાનારી નેશનલ ગેમ્સમાં ઝારખંડ ભાગ નહીં લે એવી જાહેરાત કરી હતી. સરકારનું રમતગમત અને ખેલાડીઓના વિકાસ પર કોઈ ધ્યાન નથી. ઘણા ખેલાડીઓની શિષ્યવૃત્તિ બંધ છે. કોઈ સીધી નિમણૂક ન હતી. જ્યાં સુધી સરકાર આ તમામ બાબતોનું સમાધાન નહીં કરે ત્યાં સુધી ઝારખંડ કોઈપણ નેશનલ ગેમ્સમાં ભાગ લેશે નહીં. JOA એ તમામ રાજ્ય સ્પોર્ટ્સ ફેડરેશનની મૂળ સંસ્થા છે. સ્પોર્ટ્સ ફેડરેશન છે. રમતગમતના કૌભાંડ થયા હતા.

વડોદરા
નેશનલ ગેમ્સમાં વડોદરાને મલખંભ, હેન્ડબોલ, ટેબલ ટેનિસ -TT, જુડો થશે. SOI-ઇન્ડિયન ઓલિમ્પિક એસો.ના સભ્યોએ 6 ગેમ્સની સમીક્ષા કરી હતી.

વડોદરામાં ગ્રાઉન્ડ્સ, સુવિધા, ફેરફાર કરવા પડે તેમ છે તેની તપાસ માટે નેશનલ ગેમ્સની ઇન્સ્પેક્શન ટીમ કામ કરી રહી છે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનના સભ્યોએ રોકાઇને 6 ગેમ્સ રમાડી શકાય તે માટેની સમીક્ષા કરી હતી.

ટેબલ ટેનિસ, જુડોની નેશનલ-સ્ટેટ લેવલની સ્પર્ધા પણ અહીં રમાઇ ચૂકી છે. વડોદરા મલખંભ ક્ષેત્રે વર્ષોથી અગ્રણી છે. જ્યારે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખોખોની યજમાની મળી શકે છે.

વડોદરામાં સમા અને માંજલપુર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે ખેલાડીઓના રોકાણની સુવિધા છે. ખેલાડીઓને થ્રી સ્ટાર હોટેલમાં રોકાણની સુવિધા અપાશે.

નેશનલ ગેમ્સમાં રગ્બીનો સમાવેશ થશે.

અમદાવાદ રિવરફ્રંટ વોટર ગેમ
5 જૂલાઈ 2022માં ભારતીય વોટર સંઘના અધિકારી અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે રાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે.

ભારતીય વોટર સંઘના અધ્યક્ષ પ્રશાંત કુશવાહા, મહામંત્રી ભગવતસિંહ વનાર હતા. રોઈન્ગ તથા કાર્ય કિંગ એન્ડ કેનોઇંગના આયોજન માટે ચર્ચા કરવામાં આવી હતી.

અમદાવાદ રીવરફ્રંટ નેશનલ ગેમ સપ્ટેમ્બર માસના અંતિમ 15 દિવસ શરૂ થશે. જેમાં 60 દેશના ખેલાડી ભાગ લેશે.

રિવરફ્રન્ટ શહેરની વચ્ચે છે. પાર્કિંગ સગવડ છે. ગુજરાત સરકાર વોટર માટે જે સાધનોની જરૂરિયાત છે. ગુજરાત સરકાર જો આ રમત માટેના સાધનોની વ્યવસ્થા કરશે. રિવરફ્રન્ટમાં આંતરરાષ્ટ્રીય સ્તર કરતાં વધુ સારી સવલતો ઉપલબ્ધ છે. 42 પ્રકારના અલગ અલગ ગેમનું આયોજન કરવામાં આવશે. ગુજરાતના 5 શહેરમાં યોજાશે જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભૂપેન્દ્ર પટેલ શું કહે છે

27 સપ્ટેમ્બરથી 10મી ઓક્ટોબર 2022 દરમ્યાન ગુજરાતમાં 36મો રાષ્ટ્રિય રમતોત્સવ યોજાશે. રાજ્યના 6 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગરમાં થશે. હાલના ઇન્ફ્રાસ્ટ્રકચરનો ઉપયોગ કરીને 3 મહિનાનામાં જ રમતોત્સવ યોજવા રાજ્ય સરકાર તૈયાર થઈ છે.

ગુજરાતમાં ખેલમહાકુંભ 2010થી થાય છે. ગુજરાતમાં સ્પોર્ટસ કલ્ચર અને એક આખી ઇકોસિસ્ટમ ઊભી થઇ છે. 11માં ખેલ મહાકુંભમાં 55 લાખ ખેલાડીઓ હતા. સરિતા ગાયકવાડ, માના પટેલ, હરમીત દેસાઇ, મુરલી ગાવિંત જેવા રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય ખેલાડીઓ ગુજરાતમાં છે. સ્પોર્ટસ પોલિસી જાહેર કરીને સ્પોર્ટસ ક્ષેત્રે રોકાણો પ્રેરિત કરી ગુજરાતમાં વર્લ્ડકલાસ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. તાલીમ માટે સ્પોર્ટસ યુનિવર્સિટી ગુજરાતે શરૂ કરી છે.

બે ખેલાડીઓને અર્જુન એવોર્ડ
ખેલાડીઓને નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ 2021થી સન્માનિત કર્યા હતા. ટોક્યો ઓલિમ્પિકમાં ટેનિસ પ્લેયર અંકિતા રૈના છે. 28 વર્ષીય અંકિતા રૈના ઓલિમ્પિકમાં ક્વોલિફાય થનારી ગુજરાતની પ્રથમ મહિલા એથ્લેટ બની હતી. અંકિતા રૈનાએ વર્ષ 2018માં એશિયાઈ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. પેરાલિમ્પિકમાં ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો હતો.

ગુજરાતના આંતરરાષ્ટ્રીય બેડમિંટન સ્ટાર હરમીત દેસાઈને અર્જુન એવોર્ડ એનાયત થયો હતો.

વોટર પોલોની રમતમાં કમલેશ નાણાવટી છે.