આ મહિલાઓએ રૂપાણીનું બજેટ કેમ સળગાવી દીધું?

ગુજરાતના 18 જિલ્લામાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ગુજરાતના બજેટમાં આંગણવાડી બહેનોની માંગણીઓનો સમાવેશ ના કરાતા રોષે ભરાયેલી બહેનોએ રૂપાણીના  બજેટની હોળી કરી હતી.

આંગણવાડી બહેનો લાંબા સમયથી લઘુતમ વેતન, નિવૃત્તિ વયમર્યાદા વધારવા, જિલ્લાફેર બદલી આપવા, વડાપ્રધાનશ્રીએ જાહેર કરેલ 1500 નો વધારો ચૂકવવા, અને કુપોષિત બાળકો માટે આહાર નાસ્તાના રૂપિયા 8 ને બદલે 25 કરવા સહિતની માંગણી માટે આંદોલન ચલાવી રહેલ છૅ. બજેટ પૂર્વે તા. 20 ના રોજ ગાંધીનગરમાં 5000 થી વધુ બહેનોએ વિશાલ ધરણા યોજી મુખ્યમંત્રીને આવેદન પત્ર પણ સોંપેલ હતું. આ આંગણવાડી બહેનો હવે ચુપ ચાપ સહન નહીં કરે તેમ સિટુ સંકલીતસં ગઠનના મહામંત્રી કૈલાસબહેન રોહિતે જણાવ્યું હતું.