ગાંધીનગર, 12 ઓક્ટોબર 2020
પોરબંદર અને જૂનાગઢના 7 તાલુકાના ઘેડ વિસ્તારના 107 ગામ છે. જેમાં જૂનાગઢ જિલ્લાના 3 તાલુકાના 28 ગામો ઘેડમાં આવે છે. 24 વર્ષ પહેલા જૂનાગઢ જિલ્લો એક હતો. કેશોદના 11 ગામ, માણવદરના 4, માંગરોળના 13 ગામ છે. તમામ ગામો ઊંચા ટીંબા પર વસાવેલા છે. કારણ કે ભાદર, ઓઝત, મઘુવેતી, બિલેશ્વરી નદીની છેલ-પાણી આવે છે અને ઘેડમાં તે ચારેકોર ફેલાઈ જાય છે. સમદ્રમાં પહેલાં મળતી નથી.
ચોમાસામાં 107 ગામોની ખેતીની જમીન પાણીમાં ડૂબી જાય છે. કુતિયાણા નેશનલ હાઈવેથી ઘેડ વિસ્તાર શરૂં થાય છે. જે સમુદ્દ સુધી જાય છે. માઘવપુર તેનું મુખ્ય કેન્દ્ર છે. નવા બંદર પાસે ભાદર નદી મળે છે. ત્યાં રેતીના પાળા સમુદ્ર કિનારે બની જાય છે. રકાબી આકારનો આ પ્રદેશ છે તેથી અહીં સદીઓથી પાણી ભરાઈ રહે છે. નળ સરોવરની જેમ. જો નવા બંદર બારુ ન ખૂલે તો જન્માસ્ટમી સુધી પાણી ઘેડમાં ભરાયેલા રહે છે.
ત્યાર પછી ખેતી શરૂ થાય છે જેમાં દેશી વણ-કપાસ, પગુંઘળી, જુવાર, ચણાનો પાક થાય છે. વાવેતર પછી ત્યાં કોઈ મહેનત નથી. નિંદણ પણ કરવું પડતું નથી. એશિયાનો સૌથી મોટો મનાતો અમીપુર બંધ અહીં છે.
પાંદડી
ગુજરાતની શાકની રાણી પાંદડી ભાજીનું શાક અહીં એક સ્થળે થાય છે. દિવાળીના તહેવારો આવે એટલે પાંદડીનું શાક અહીં ભરપુર ખવાય છે. પાંદડી વેચાય છે. ભરાયેલા પાણી સુકાતા પાંદડીનું વાવેતર થાય છે. તેની વાલોળની જેમ શીંગ થાય છે. જેમાં 4-6 દાણા હોય છે. આ શીંગના કઠોળની ભારે માંગ છે. એક કિલોના રૂ.300 કે વઘું હોય છે. લીલી પાંદડીના દાણાં કાઢવા માટે અંદરથી કેટલાંક પડ કાઢવા પડે છે.
ત્યાર બાદ લીલી છાલ અને કઠોળનો ઉપયોગ થાય છે. પાંદડીને ગમે તે શાક સાથે પણ ઉમેરી શકાય છે. ઓરિયાનું શાક બનાવતાં પહેલા તેના સુકા બીં રાત આખી પલાળી રાખવામાં આવે છે. ત્યાર બાદ તેને બાફી દેવામાં આવે છે. રીંગણ સાથે તેનો અનોખો સ્વાદ આવે છે.
ઘેડમાં સાથે જુવાર કે બાજરાનો રોટલો ખાવામાં આવે છે. લીલા વટાણાની વાટેલી લીલા મરચા સાથેની ચટણી ખવાય છે.
ઘેડમાં કાળા મગ થાય છે. કાળા મગની અને લાલ ચોખાની ખીચડી સાથે લીલી પાંદડીનું શાક અનેરો સ્વાદ આપે છે.
અહીં વિપુલ પ્રમાણમાં પાંદડી પાકે છે, ત્યારે તેના બીમાંથી દાળ બને છે જેને ઓરીયા કહેવામાં આવે છે. દાળ આખું વર્ષ ખાઈ શકાય છે.
પરંપરા લુપ્તતાના આરે
ઘેડ પ્રદેશ જુવાર (ગુંધરી), મગ, ચણા, દેશી કપાસનું મોટું ઉત્પાદન મેળવે છે. કાંપ વાળો પ્રદેશ છે. પાણી વગર માત્ર ભેજથી ટુકડા ઘઉં પાકે છે. અમદાવાદના ભાલીયા ઘઉંની જેમ. અહીં પાંદડી, ઘઉં ઉપરાંત જુવાર-ગુંધરી, અડદ અને કાળા મગની ભારે માંગ છે. સારા ભાવ ન મળતા અને ઊંચું ઉત્પાદન ન આવતી આ જાતો હવે આર્થિક રીતે પોસાય તેમ નથી રહી તેથી ખેડૂતો વેપાર અર્થે વાવતા ઓછા થઈ રહ્યાં છે. પોતાના ઘર માટે ખાવા માટે વાવેતર કરે છે. જો જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલય બીયારણના સુધારા માટે કંઈ નહીં કરે તો આ અનોખી જાતો લુપ્ત થવાની તૈયારીમાં છે.
અહીંના સીણો, કાંદા, લસણ, ડાંગરની કેટલીક સ્થાનિક અનોખી જાતો તો હવે રહી નથી. ઘેડના લાલા કાંઠાવાળા ઘઉં, સફેદ ટુકડા ઘઉં, લાલ-કાળા રંગની ડાંગર હવે ઓછી થઈ ગઈ છે. થોડા વર્ષોમાં તેનું વાવેતર નહીં થાય.
ચોમાસાની ખેતી નહીં
ચોમાસાની અહીં ખેતી નથી. ચોમાસા પછીના 8 મહિનાની અહીં ખેતી થાય છે. આવો પ્રદેશ ભારતમાં અમદાવાદના ભાલ સિવાય ક્યાંય નથી. ઘેડની પરંપરાગત ખેતી હવે ઓછી થવા લાગી છે.
ભગવાન કૃષ્ણની યાદો
આ પ્રદેશમાં ભગવાન કૃષ્ણએ રૂક્ષ્મણી સાથે માધુપરમાં લગ્ન કર્યા હતા. તેનું રહસ્ય કુંવારી ભૂમિ અને અહીંની અનોખી ખેતીના પાકવાનો હોઈ શકે છે.
18 વર્ષનો અનુભવ
ઘેડમાં 18 વર્ષ શિક્ષક રહેલા ડાહ્યાલાલ ગરેજા (9687756966) કહે છે કે, અત્યારે ઘેડમાં પામી ભરેલા છે. અહીંના પાકની મીઠાશ અલગ હોય છે. વગર પાણીએ પાક થાય છે. કાળા મગ અને ઓરિયા-ઝાલરી અહીંની ખાસાયત છે. માઘુપરની પાસેના 3 ગામોમાં લાલ ચોખા પાકે છે. જેની સૌરાષ્ટ્ર બહાર માંગ છે. આ વર્ષે વધું વરસાદ હોવાથી લાલ ચોખા થઈ શક્યા નથી. જેની મીઠાશ અલગ હોય છે. ચોમાસા નબળા થતાં ગયા તેમ અહીંના વિશિષ્ઠ પાકોનું વાવેતર ઘટતું ગયું છે. તેમ તેમણે જણાવ્યું હતું.
ચીનની જેમ કાળી ચા
અહીં ચીનની જેમ દૂધ વીનાની કાળી ચા પીવાય છે. આખું ગુજરાત દૂધ સાથે નુકસાન કરે એવી ચા પીવે છે પણ અહીંના લોકો અનોખા સ્વાદની કાળી ચા પીવે છે. જેમાં લીંબુનો રસ નાંખે છે. જે ઘેડ પ્રદેશનું આગવું પીણું છે. કાળી ચાને કાફી કહે છે. તે એટલું સ્વાદીષ્ટ લાગે છે કે વારંવાર તે પિવાનું મન થાય છે. ચોમાસામાં 4 મહિના દુનિયાથી અલગ થઈ જતાં આ પ્રદેશમાં પશુ રાખવા મુશ્કેલ છે. તેથી દૂધની ચાના બદલે કાળી ચાનો વિકલ્પ આવ્યો હોઈ શકે છે.