સુરતમાં આધુનિક ગુલામી

રીતિકા રેવતી સુબ્રમણ્યમ
અનુવાદક: આનંદ સિંહા

7 ઓગસ્ટ 2019
ગુજરાતના સુરત શહેરમાં ઓડિશાની મહિલાઓ કરોડો રૂપિયાના કાપડ ઉદ્યોગમાં ઘરેથી કામ કરે છે.
ગુજરાત વીવર્સ ફેડરેશન અને તેના ગૌણ પાંડેસર વીવર્સ ફેડરેશનના જુલાઈ 2018ના અહેવાલ મુજબ, દેશના ટેક્સટાઈલ કેપિટલ ગણાતા શહેરના પાવર લૂમ અને ટેક્સટાઈલ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂ. 50,000 કરોડ છે.

2 રૂપિયા પ્રતિ સાડી પર મળે છે. 8 કલાક કામ કર્યા પછી, 150 રૂપિયા સુધીની કમાણી કરે છે. આંગળીઓમાં કટ, ઉઝરડા, કળતર થાય છે. એક રૂમનું ઘર દરરોજ વર્કિંગ સ્પેસમાં ફેરવાઈ જાય છે. રોજ 500 મીટર સાડીમાંથી નકામા દોરા કાઢવાનું કામ કરે છે.

દરરોજ કાપડ મિલોમાંથી સવારે સાડીઓના બંડલ મહિલા કામદારોના ઘરે પહોંચાડવામાં આવે છે.
ઓડિશાના ગંજમ જિલ્લાના લોકો છે. સુરતમાં અંદાજે 800,000 ઓડિયા સ્થળાંતર કરનારાઓ છે. જેઓ કપડાં મિલોનું કામ કરે છે.

ઘરે સાડીમાંથી નકામાં દોરા કાઢવાનું કામ કરતી મહિલાઓમાંથી મોટા ભાગના ઓડિયા પાવર લૂમ કામદારોની પત્નીઓ છે. જેઓ ઉત્તર સુરતના ઔદ્યોગિક કોરિડોરની પડોશમાં રહે છે. કામ કરે છે. તેમનું કામ ખુલ્લા દોરા કાપવાનું અને કપડાં પર હીરા – રંગીન તારાઓ ચોંટાડવાનું છે.

પૂર્વ સુરતના મીના નગર વિસ્તારમાં દરેકના ઘરે પહોંચાડવામાં આવતી રંગબેરંગી સાડીઓના બંડલ રસોડાના સિંક અને દરવાજા પાસે અને ખાટલા નીચે પણ રાખવામાં આવે છે.
આ સાડીઓ પાસેના વેડ રોડ પરના કાપડ ઉત્પાદન એકમોમાંથી અહીં લાવવામાં આવી છે. મશીનથી ભરતકામની પ્રક્રિયા દરમિયાન પોલિએસ્ટર ફેબ્રિકના છૂટક દોરા નિકળે છે. દોરાને કપડામાંથી કાળજીપૂર્વક દૂર કરવા પડે છે. ઘરેથી કામ કરીને તે કાઢે છે.

દિવસમાં 75થી વધુ સાડીઓમાંથી છૂટા દોરાને દૂર કરે છે. દરેક સાડી પર પાંચથી સાત મિનિટ લાગે છે. દોરો ખેંચવાથી ફેબ્રિકને નુકસાન થાય તો સાડીની સંપૂર્ણ કિંમત કોન્ટ્રાક્ટરને ચૂકવવી પડે છે.

તેમને કામ કરવા માટે કોઈપણ સુરક્ષા સાધનો પૂરા પાડવામાં આવતાં નથી. કામને કારણે થતી કોઈપણ શારીરિક અગવડતા, જેમ કે આંખમાં દુખાવો, કટની ઈજાઓ અને પીઠના દુખાવા માટે કોઈ વળતર મળતું નથી. તેઓને કોઈ વેતન કરાર અથવા સામાજિક સુરક્ષા મળતી નથી અને તેઓ ઘણીવાર સોદાબાજી કરવાની સ્થિતિમાં હોતા નથી. તેઓ શ્રમ કાયદા દ્વારા સુરક્ષિત નથી. વધુ સારા વેતન માટે સોદાબાજી કરવામાં અસમર્થ છે.

ગાંસડી દરરોજ સવારે આવે છે અને દર 15 દિવસે મજૂરી રોકડમાં મળે છે. ઘરમાં નાના બાળકો પણ કામ કરે છે.

ગંજમ જિલ્લાના ઘણાં લોકો છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત તેની ઓડિયા માધ્યમની શાળાને કારણે આશાએ પોતાનો અભ્યાસ છોડવો પડ્યો હતો. શાળાએ જવાના બદલે મોંઘી સાડીઓ પર જટિલ દોરાના કામ સાથે કામ કરવું પટે છે. 5 થી 10 રૂપિયા પ્રતિ નંગ કમાય છે.

ઘરમાં પ્રકાશ ઓછો હોય તો સાડીને બહાર ઊંચાઈએ લટકાવીને આખો દિવસ ઊભા રહીને કામ કરવું પડે છે.

સરકારી રેકર્ડમાં આ મહિલાઓની સંખ્યાનો કોઈ સ્પષ્ટ અંદાજ નથી. કોઈએ કોઈ લેખિત કરાર પર હસ્તાક્ષર કર્યા નથી. કોન્ટ્રાક્ટરનું નામ પણ જાણતા નથી હોતા.

સંજય પટેલ, સુરતના લાઇવલીહુડ બ્યુરોમાં કામ કરે છે.

મજૂર પણ ગણવામાં આવતું નથી કારણ કે કામ ઘરની અંદર થાય છે. બાળકોને પણ કામ કરવું પડે છે.

ગુજરાત લઘુત્તમ વેતનની જોગવાઈઓ (એપ્રિલ-સપ્ટેમ્બર 2019; જે પ્રવર્તમાન ફુગાવાના દર મુજબ દર 6 મહિને સુધારવામાં આવે છે) મુજબ, ‘રેડીમેઇડ ગારમેન્ટ્સ અને સંલગ્ન ઉત્પાદન અને સીવણ સંસ્થાઓ’માં કાર્યરત અકુશળ કામદારોને રોજના 8-315 રૂપિયા ચૂકવવામાં આવે છે.

ઘરેથી કરવામાં આવતા કામની રકમ રાજ્ય દ્વારા નિર્ધારિત લઘુત્તમ વેતન દર કરતાં 50 ટકા ઓછું ચૂકવવામાં આવે છે. ફેક્ટરીઓમાં કામ કરતી સ્ત્રીઓ દોરો કાપવાનું કામ કરીને દર મહિને સરેરાશ રૂ. 5,000-7,000 કમાય છે. ભથ્થું અને કર્મચારી વીમા જેવા સામાજિક સુરક્ષા લાભો મેળવે છે.

જ્યારે ઘરેથી કામ કરતી સ્ત્રીઓ રૂ. 3,000થી વધુ કમાતી નથી.

વિશ્રામ નગરમાં રહેતા મહિલા દસ વર્ષથી સાડી દીઠ 2 રૂપિયા કમાય છે. કોઈ વધારો કરાયો નથી.

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલે દ્વારા ફેબ્રુઆરી 2019ના અભ્યાસ અનુસાર, ‘સ્ટેન્સ ઓન ટેક્સટાઈલ્સ: ભારતના ઘર-આધારિત ગાર્મેન્ટ સેક્ટરમાં કામ કરતી મહિલાઓ અને છોકરીઓનું શોષણ’, ભારતના કપડા ઉદ્યોગમાં 95.5 ટકા ઘર-આધારિત કામદારો મહિલાઓ છે. આધુનિક ગુલામી સંશોધક સિદ્ધાર્થ કારાની આગેવાની હેઠળના અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે આમાંના કોઈપણ કામદારને નોકરી પર થયેલી ઈજાઓ માટે કોઈ તબીબી સહાય મળી ન હતી, તેઓ કોઈ ટ્રેડ યુનિયન સાથે જોડાયેલા નહોતા, કે તેમનો કોઈ લેખિત કરાર નહોતો.

સુરતના કાપડ ઉદ્યોગમાં ઘરેથી કામ કરતી મહિલાઓના કામને ઔપચારિક રીતે રોજગાર તરીકે માન્યતા આપવામાં આવી નથી. તેમનું ઘર તેમનું કાર્યસ્થળ છે. આનો અર્થ એ છે કે તેઓ ફેક્ટરી એક્ટ, 1948 જેવા કોઈપણ શ્રમ કાયદા દ્વારા આવરી લેવામાં આવતા નથી. જે ઉદ્યોગોમાં કાર્યરત કામદારોના અધિકારોનું રક્ષણ કરે છે.

ઘર-આધારિત કામમાં શ્રમ કાયદા લાગુ પડતા નથી.

વિશ્રામ નગરમાં મહિલા ઓડિયા એજન્ટ 2014થી પાડોશની લગભગ 40 મહિલાઓને ત્રણ ગારમેન્ટ ફેક્ટરીના માલિકો પાસેથી હીરા ચોંટાડવાનું કામ સબ-કોન્ટ્રાક્ટ કરે છે. તે એક કિલોગ્રામ સિક્વિન્સ, ફેબ્રિક ગ્લુ અને ડ્રેસ મટિરિયલ્સ પહોંચાડે છે. દર પંદર દિવસે મહિલા મજૂરોને એક કિલો ચમકતા તારા અને ગમ પહોંચાડે છે. રોજ સવારે કપડાં તેમના સુધી પહોંચે છે. દરેક ઘરેલું કામદાર દરરોજ લગભગ 2,000 સ્ટાર્સ પેસ્ટ કરે છે અને દરરોજ સરેરાશ 200 રૂપિયા (દર 10 સ્ટાર માટે 1 રૂપિયા) કમાય છે.

કલાકો સુધી તેમની પીઠ નમાવવી પડે છે. તે પીઠ અને આંખના દુખાવાની ફરિયાદ કરે છે. પતિઓ પણ કહે છે કે આ ફક્ત ‘ટાઈમપાસ’ છે અને વાસ્તવિક કામ નથી.

એવું વિચારીને સુરત આવ્યા હતા કે કોઈ દિવસ ગંજમ પાછા જઈશું અને પરિવાર માટે ઘર બનાવીશું. પરંતુ કંઈપણ બચાવી શક્યા નથી.
અનુવાદ: આનંદ સિંહા