કોમ્પેક્ટ એસયુવીના વેચાણનો ઓગસ્ટ 2020નો અહેવાલ,  હ્યુન્ડાઇ ક્રેટા ટોપ, બીજા નંબર પર કિયા સેલ્ટોસ

કાર ઉત્પાદકોએ 2020 ના ઓગસ્ટના વેચાણનો રિપોર્ટ બહાર પાડ્યો છે. કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં પાછલા મહિનામાં માંગમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. આ સેગમેન્ટમાં હ્યુન્ડાઇ ક્રેટા કોમ્પેક્ટ એસયુવી સૌથી વધુ વેચાયેલી કાર રહી છે. લોકડાઉન થયાના થોડા સમય પહેલા હ્યુન્ડાઇએ નવી પેઢીની ક્રેટા શરૂ કરી હતી અને તેનું વેચાણ સતત વધી રહ્યું છે. ગયા મહિને, કંપનીએ 11,758 કાર વેચી હતી.

કોમ્પેક્ટ એસયુવી મોડેલ ઓગસ્ટ 2020 નું કારનું નંગ વેચાણ

હ્યુન્ડાઇ ક્રેટા 11,758
સેલટોઝ 10,655
હ્યુન્ડાઇ વેન્યૂ 8,267
મારુતિ વિટારા બ્રેઝા 6,903
ટાટા નેક્સન 5,179
મહિન્દ્રા સ્કોર્પિયો 3,327
મહિન્દ્રા XUV 300 2,990
ફોર્ડ ઇકોસ્પોર્ટ 2,757
એમજી હેક્ટર 2,732
મારુતિ સુઝુકી એસ-ક્રોસ 2,527
ટાટા હેરિયર 1,694
મહિન્દ્રા XUV 500 919
ટોયોટા ફોર્ચ્યુનર 733
હોન્ડા ડબલ્યુઆરવી 729
ફોર્ડ એન્ડેવર 637
રેનો ડસ્ટર 477
જીપ કંપાસ 468
ફોક્સવેગન ટી-આરઓસી 227
નિસાન 192
હ્યુન્ડાઇ ટક્સન 139
એમજી ઝેડએસ ઇવી 119
ફોક્સવેગન ટાઇગુઆન 63
હ્યુન્ડાઇ કોના 26
હોન્ડા સીઆર-વી 10
મહિન્દ્રા અલ્ટુરસ જી 4 1