થોડી સેકંડમાં ચાર્જ થતી અને દિવસો સુધી ચાલતી હળવીફૂલ મોબાઈ ફોન કે લેપટોપની બેટરી આવી રહી છે

9 નવેમ્બર 2020

થોડી સેકંડમાં ચાર્જ કર્યા પછી દિવસો સુધી ચાલે તેવી બે-ત્રણ વર્ષમાં લિથિયમ આયન બેટરીનું સ્થાન graphene બેટરી લેશે. મોટાપાયે ઉત્પાદન પણ શરુ થશે. 2021માં સેમસંગ,એપલ સહિતની ટોચની કંપનીઓ તેમના મોબાઇલ ટેબ્લેટ સહિતના ડિવાઇસ graphene બેટરી સાથે લોન્ચ કરે તેવી પુરેપુરી શકયતા છે. graphene બેટરીમાં ઉર્જા સંગ્રહ કરવાની શકિત લિથિયમ આયન બેટરી કરતા સેંકડો ગણી વધુ છે.

આ બેટરી વજનમાં એકદમ હળવી તેમ જ પાવરફુલ છે. ગ્રાફિનને વિજ્ઞાનીઓ સુપિરિયર મટિરિયલ કહે છે. તેની ગરમી અને ઇલેકટ્રિકલ કન્ડકટિવિટી એટલે કે વાહક ક્ષમતા ગજબની છે. ગ્રાફિનથી બનેલી બેટરી ફલેકસિબલ હોવાથી કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. graphene બેટરી નવી ટેકનોલોજી છે.

graphene અત્યંત પાતળું અને લગભગ પારદર્શક કાર્બન મટિરિયલ છે. graphene કાર્બનનો જ એક પ્રકાર છે. આ બધા રંગ. રુપ અને ગુણધર્મમાં જુદા પડે છે, તેમાં કાર્બનના અણુંઓની ગોઠવણીના કારણે graphene કોલસા અને હીરાથી અલગ છે. તેમાં કાર્બનના અણુઓ મધપુડાની જેમ ષષ્ટકોણ આકારે ગોઠવાયેલા હોય છે. ઝડપી ચાર્જ થાય છે. લાઇફ વધારે છે. ગરમ થતી નથી. મોબાઇલમાં બેટરી પર સુરક્ષા કવરની જરૂર નથી. ફાટવાના કે સળગવાના કિસ્સા નહીં બને.

સ્ટીલ અને હીરા કરતાં પણ વધુ મજબુત છે. ગ્રાફિનના એકબીજા પર હજારો થર હોવા છતાં જાડાઇ માંડ એક મિલિમીટર જેટલી થાય છે. તેથી વજનમાં હલ્કી હશે. સપાટ બંધારણ હોવાથી વીજળી કોઇપણ ખાસ અવરોધ વિના પસાર થાય છે. વીજળીનો વ્યય ગરમી સ્વરુપે ઓછામાં ઓછો થાય છે. તાંબાના તાર કરતા પણ વધુ વાહકતા છે. વીજળી અને ગરમીના વહન માટે તે સૌથી ઉત્તમ માધ્યમ છે.