જૂલાઈ 2024
ગુજરાત હાઇકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારની સમિતિ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટને નકારી કાઢ્યો છે. સરકારે ખેડૂતોની રજૂઆતો સાંભળી જ ન હતી. રાજ્યમાં વર્ષ 2017-2018 માં ભારે વરસાદના લીધે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક વીમા યોજના અંતર્ગત વળતર આપવા માટે સર્વે કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતગર્ત લાયકાત ધરાવતા ખેડૂતોને વળતર આપવા માટે સરકાર દ્વારા નિમાયેલી સમિતિએ યોગ્ય સર્વે ન કર્યો હોવાનું હાઇકોર્ટે અવલોકન કર્યું છે. ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વિના જ સરકારની સમિતિએ રિપોર્ટ તૈયાર કર્યો હોવાની હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારના આ રિપોર્ટને નકારી કાઢવામાં આવ્યો હતો. હાઈકોર્ટ સમક્ષ અરજી કરનાર અરજદારોના ક્લેમ બાબતે પણ કમિટીએ સુનાવણીની તક નહીં આપી હોવાનું હાઈકોર્ટે નોંધ્યું છે. આ ઉપરાંત બે અઠવાડિયામાં નવેસરથી રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો પણ આદેશ કર્યો છે. આ અંગે આગામી સુનાવણી 26 જુલાઇએ હાથ ધરાશે.