Home industry of drug manufacturing in Gujarat
અમદાવાદ, 20 ઓગસ્ટ 2024
વર્ષ 2024માં કેન્દ્ર-રાજ્ય સરકારના એક જ વર્ષમાં ચાર રાજ્યમાં 7 ફેક્ટરી પર દરોડા, 8 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. રાજ્યમાં હજારો કિલો ડ્રગ્સ પકડાઇ રહ્યું છે, પાછલા બારણે કેટલું ડ્રગ્સ વેચાતું હશે તે જનતાને મૂંઝવતો સવાલ છે. ગુજરાત જાણે નશાખોરીનું એપી સેન્ટર બની ગયું છે.
પાંચ વર્ષમાં ગુજરાતમાં 93691 કીલો ડ્રગ્સ, 2229 લીટર પ્રવાહી ડ્રગ્સ તથા 73163 ડ્રગ્સ પીલ્સ-ઇન્જેકશન પકડાયા હતા. ગુજરાત ડ્રગ્સ તસ્કરીનું સિલ્ક રૂટ બની રહ્યું છે.
એપ્રિલ 2024
ગાંધીનગરના પીપળજ અમરેલીના ભક્તિનગર અને રાજસ્થાનના સિરોહી, ઓસિયામાં દરોડા પાડી (એટીએસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ 230 કરોડનું મેફેડ્રોન પકડયું છે. સંયુક્ત ઓપરેશનમાં કુલ 13 આરોપીને ઝડપી લેવાયા હતાં.
જૂન 2024
મધ્યપ્રદેશની ફેક્ટરીમાં ગુજરાત એટીએસ અને એનસીબીએ સંયુક્ત કાર્યવાહી કરી 1814 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. ભોપાલ નજીક બરગોદા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી 907 કિલો મેફેડ્રોન કબજે કરાયું છે.
જુલાઈ 2024
સુરતના પલસાણામાં મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડી. 51 કરોડના ડ્રગ્સ સાથે ત્રણ પકડાયા હતા.
જુલાઈ 2024
કસ્ટમ વિભાગે કચ્છના મુન્દ્રા 110 કરોડની 68 લાખ મુન્દ્રા પોર્ટથી ટ્રામાડોલ ટેબલેટ સાથેનું પશ્ચિમ આફ્રિકા મોકલવાનું કન્ટેનર કબજે કર્યું હતું. જેમાં ભરૂચના જોલવા ખાતે ડીઆઈડીસી ખાતે ફાર્માસ્યુટિકલ યુનિટમાંથી 31 કરોડની ટેબલેટ અને પ્રવાહી કબજે કર્યું હતું.
ઓગસ્ટ 2024
ગુજરાત એટીએસએ થાણેની ફેક્ટરીમાંથી 800 કરોડનું ડ્રગ્સ પકડ્યા પછી ભરૂચમાંથી 31 કરોડનું લિક્વિડ ટ્રામાડોલ ડ્રગ્સ પકડાયું હતું.
ઓક્ટોબર 2024
વલસાડમાં ઉમરગામ જીઆઈડીસી અને દેહરીમાં દરોડા પાડી ડીઆરઆઈ અને સીઆઈડીના નાર્કોટિક્સ સેલએ મેફેડ્રોનનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડી હતી. 25 કરોડની કિંમતના 17 કિલો લિક્વિડ મેફેડ્રોનના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી લેવાયા હતા.
ઓક્ટોબર 2024
દિલ્હી પોલીસે મહિનાની શરૂઆતમાં બે તબક્કે 7 હજાર કરોડનું કોકેન પકડયું હતું. તપાસ દરમિયાન ડ્રગ્સ અંકલેશ્વર જીઆઇડીસીમાં બન્યું હતું. જ્યાં 5 હજાર કરોડનું 518 કિલો તૈયાર કોકેન પકડ્યું હતું.
ઓક્ટોબર 2023
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ડીઆરઆઈએ ઔરંગાબાદની ફેક્ટરીમાં દરોડો પાડી 250 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું.
ઓગષ્ટ 2022
ગુજરાત એટીએસ અને મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલની ટીમોએ વડોદરા અને અંકલેશ્વરની ફેક્ટરીઓમાં દરોડા પાડી 2400 કરોડનું મેફેડ્રોન પકડયું હતું. અંકલેશ્વરથી 13ઓગષ્ટે 1026 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. તે આરોપીની નાલાસોપારા ફેક્ટરીમાંથી બીજું 1400 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. કેમિસ્ટ્રીમાં માસ્ટર્સનો અભ્યાસ કરી ચૂકેલા ગિરિરાજ દીક્ષિત નામના આરોપી સામે મુંબઈ અને આસપાસના વિસ્તારના ટ્રાફિકર્સને ડ્રગ્સ આપ્યાનો આરોપ લગાવાયો હતો.
વર્ષ ૨૦૨૪માં પકડાયેલું ડ્રગ્સ
17 જાન્યુ – અમદાવાદ કાગી કોમ્પ્લેક્ષ – 50 કિલો – રૂ. 25 કરોડ
23 ફેબ્રુ – વેરાવળ બંદર – 50 કિલો – રૂ. 350 કરોડ
28 ફેબ્રુ. – પોરબંદરના મધદરિયે – 3300 કિલો – રૂ. 2000 કરોડ
12 માર્ચ – પોરબંદર નજીક – 80 પેકેટ – રૂ. 450 કરોડ
28 એપ્રિલ – પોરબંદર પાસે અરબી સમુદ્ર – 86 કિલો – રૂ. 600 કરોડ
29 એપ્રિલ – અરબી સમુદ્ર – 176 કિલો – રૂ. 60 કરોડ
20 જૂન – કચ્છ ક્રિક – 19 પેકેટ – રૂ. 150 કરોડ
21 જૂન – કચ્છના જખૌ, 27 પેકેટ ડ્રગ્સ
21 જૂન – પોરબંદર પાસે- 173 કિલો ડ્રગ્સ
22 જૂન – અમદાવાદ- કચ્છમાંથી – રૂ. 3.50 કરોડ
વિસ્તારોમાં ડ્રગ્સના પેકેટ મળ્યા
8-જૂન – રોડાસર – 2
9-જૂન – કડુલી – 10
11-જૂન – સિંધોડી – 9
12-જૂન – ખીદરતપીર – 10
14-જૂન – ધોળુંપીર – 10
14-જૂન – રોડાસર – 10
15-જૂન – લુણા બેટ – 10
16-જૂન – ખીદરતટાપુ – 10
16-જૂન – કોટેશ્વર – 01
17-જૂન – પિંગલેશ્વર – 10
17-જૂન – ખીદરતટાપુ – 10
17-જૂન – બાંભડાઈ – 40
17-જૂન – કુંડીબેટ – 19
૧૮-જૂન – પિંગલેશ્વર – 10
18-જૂન – શેખરણ પીર – 21
19-જૂન – જખૌ – 60
કુલ પેકેટ – 242
દવાના નામે રાજ્યના ખૂણે ખાંચરે બનાવાઈ ફેક્ટરી
નશાના ઉત્પાદન માટે ગુજરાતમાં ગૃહ ઉદ્યોગ ખુલ્યો હોય તેમ નશીલા ડ્રગ્સનું ઉત્પાદન શરૂ થયું છે. એક વર્ષમાં 7 દરોડામાં 8 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું છે. સાયકોટ્રોપિક ડ્રગ્સનું ઉત્પાદન કરતા એકમો છે.
પાકિસ્તાનના બદલે ગુજરાતમાં દવાના નામે કેમિકલ મેળવી ડ્રગ્સ બનાવમાં આવે છે.
ટ્રામાડોલ ટેબલેટ બનાવતી ફેક્ટરી ચાલી રહી છે.
ગુજરાત-રાજસ્થાનમાં 300 કરોડનું તેમજ સુરતના પલસાણામાંથી દવા બનાવતી ફેક્ટરી પકડાઈ હતી.
સાણંદ પાસે હજારો કિલો ડ્રગ્સ એટલે કે દવા સાથે ફેક્ટરી પકડાયું હતું. અમદાવાદ નજીક ચાંગોદર ટેબલેટ બનાવતી ફેક્ટરીમાં 15 લાખ ટેબ્લેટ કબજે કરવામાં આવી હતી.
ફાર્મા કંપની
એક વર્ષમાં પ્રતિબંધિત દવા બનાવતા અડધો ડઝન એકમ પોલીસ અને એજન્સીઓ દ્વારા પકડી પાડવામાં આવી હતી. ચાલુ વર્ષે અમદાવાદ આસપાસના અડધો ડઝન એકમો પર દરોડા પાડીને 8 હજાર કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું.
ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ
કોઈપણ યુનિટના નામ સાથે ફાર્મા શબ્દ જોડી દઈને આવી પ્રતિબંધિત દવા બનાવવાનું ચલણ ભયજનક રીતે વધ્યું છે. 4 હજાર એકમો ગુજરાતમાં ફાર્મા ઈન્ડસ્ટ્રીઝના છે.
જોબવર્કના નામે જીવન રક્ષક દવા બનાવનારા લોકો જીવન ભક્ષક કૃત્યનો હિસ્સો બની રહ્યાં છે.
શેડ ભાડે રાખીને ઉત્પાદન કરવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો.
ઉમરગામ જીઆઈડીસીમાં ફેક્ટરીના સંચાલકે જોબવર્ક દ્વારા નશીલી દવા બને છે.
કેન્દ્ર સરકારના અહેવાલ અનુસાર દેશના પ્રતિ લાખ જનસંખ્યા પ્રમાણે 196 પોલીસ જવાન હોવા જોઇએ. અત્યારે ગુજરાતમાં પ્રતિ લાખ માત્ર 117 પોલીસ જવાન છે. ગુજરાતમાં ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે.
સાત વર્ષમાં 40 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. રોજ સરેરાશ 115 કરોડનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાય છે. પોલીસને ડ્રગ્સ આવે તેની ખબર છે પણ ડ્રગ્સ ક્યાંથી આવે છે, કોના માટે આવે છે, કોણ મોકલે છે અને ક્યાં જાય છે તેની ખબર નથી.
ડ્રગ્સની ડીલ માટે એપનો ઉપયોગ થાય છે. એક સિન્ડિકેટ બીજા સાથે વાત કરતું નથી. તેઓ સોશિયલ મીડિયા પર કોડ વર્ડ્સ દ્વારા એકબીજાનો સંપર્ક કરે છે. આ સિવાય ડ્રગ્સની ડીલ માટે એપનો ઉપયોગ કરવામાં આવે છે. ડીલ દરમિયાન ફાટેલી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેથી ડિલિવરી સુરક્ષિત હાથમાં થઇ છે કે નહી તેની ખાતરી કરી શકાય.
ગુજરાતના કચ્છથી, પંજાબ બોર્ડર, નેપાળ અને મ્યામાંરના રસ્તેથી ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું છે. જેમાં દરિયાઈ માર્ગેથી દાણચોરીથી આવતું અફઘાન હેરોઈન પણ સામેલ છે.
કચ્છનો રસ્તો ખૂબ મહત્ત્વનો માનવામાં આવે છે. ઉપરાંત અફઘાનિસ્તાન અને ખાડી દેશોના દિલ્હી સુધી ફેલાયેલા આંતરરાષ્ટ્રીય તસ્કરી નેટવર્ક સંબંધિત જાણકારી પણ સામે આવી છે. અનેક તસ્કરોનો મુંબઈ સ્થિત માફિયા સાથે સીધો સંબંધ છે, જે ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવા અનેક તરકીબો અજમાવે છે.