[:gj]જ્યાં કોરોના જાહેર તે વિસ્તારને હોટ સ્પોટ જાહેર કરી દેવાયા [:]

[:gj]અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર, સુરત, ગાંધીનગર શહેરમાં જ્યાં વધુ કેસ નોધાયા છે તે વિસ્તારને હોટ સ્પોટ ગણીને ક્લસ્ટર કન્ટેઇન સ્ટ્રેટેજી મુજબ સર્વેલન્સ હાથ ધરાયું છે. રાજ્યમાં હોમ ટુ હોમ સર્વેલન્સ દ્વારા 5.90 કરોડ નાગરિકોનું સર્વેલન્સ –ટ્રેકિંગ પૂર્ણ થયું છે.

અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને ગાંધીનગર સહિતના શહેરોમાં જે વિસ્તારોમા પોઝિટીવ કેસો મળ્યા છે તેને હોટ સ્પોટ ગણીને ક્લસ્ટર કન્ટેઇન સ્ટ્રેટેજી પ્રોટૉકોલ મુજબ સઘન સર્વેલન્સ હાથ ધરાયુ છે. જે વિસ્તારમા પોઝીટીવ કેસ નોંધાયા છે તેના ૩ કી.મીના પરિઘમા ક્લસ્ટર તરીકે ગણીને ક્લસ્ટર કન્ટેઇન સ્ટ્રેટેજી પ્રોટોકોલ મુજબ સઘન સર્વેલન્સ કરાશે. એ જ રીતે હોટ સ્પોટ નિયત કરાયા છે તેની પરીઘમા આવતા પાંચ કી. મી. વિસ્તારને બફર ઝોન તરીકે ટ્રીટ કરીને એના પેરામીટર મુજબ વધુ સઘન સર્વેલન્સ કરાશે. જેથી આ ચેપ આટલા વિસ્તારથી આગળ ન પ્રસરે.

આ વિસ્તારોમા કોઈપણ પ્રકારની મૂવમેન્ટ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ દર્દીઓ સહિત તેમના ફેમિલી અને તેમના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓની ફરીથી ચકાસણી પણ કરવાનું શરૂ કરી દેવાયું છે. ઉપરાંત આ વિસ્તારોમાં જે નાગરીકો સરકારી કે ખાનગી તબીબો પાસે સારવાર લઇ રહ્યા છે તેમની માહિતી મેળવીને તેમના પણ ટેસ્ટિંગ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આવા વિસ્તારોમા વસતા વૃદ્ધ અને વયસ્કોનું પરિક્ષણ કરી ખાસ કાળજી લેવાશે.

થેલેસેમિયાના દર્દીઓ તથા કેન્સરના દર્દીઓને સારવાર સહિત બ્લડની સુવિધાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ટેલીફોનિક સમિક્ષા મારી સાથે કરીને તેમની પૂરતી તકેદારી રાખવા પણ જણાવ્યું છે,એટલે થેલેસેમિયાના દર્દીઓને સમયસર બ્લડ સહિતની સારવાર માટે ગુજરાત રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ સાથે જરૂરી સંકલન પણ કરવામાં આવ્યું છે. જેના પરિણામે રેડ ક્રોસ દ્વારા ૭૫૬૭૧ ૧૬૬૧૧ એક ટોલ ફ્રી નંબર પણ કાર્યરત કરાયો છે એ જ રીતે કેન્સરના દર્દીઓ માટે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ખાતે પણ ૦૭૯ ૨૨૬૮૮૦૨૮ નંબર પર સંપર્ક કરવા જણાવાયુ છે જેથી યોગ્ય સારવાર પૂરી પાડી શકાય.

કોરોના વાયરસના અત્યાર સુધીમાં કુલ ૧૨૮૪ સેમ્પલ લેવાયા હતા જેમાંથી ૧૨૭૫નું ટેસ્ટિંગ કરાયું છે તે પૈકી ૬૯ પોઝિટિવ અને ૧૨૦૬ નેગેટિવ તથા ૯ પેન્ડિંગ છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા સેન્ટ્રલાઇઝ રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાની પીપીઈ કિટ, માસ્ક અને દવાઓનો જથ્થો તમામ રાજ્યોને પૂરો પાડવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પર્યાપ્ત પ્રમાણમાં દવાઓનો જથ્થો ઉપલબ્ધ છે એટલે કોઈએ ગભરાવવાની જરૂર નથી.

 [:]