નર્મદા નહેર કેટલી વખત તૂટી

How many times did the Narmada Canal break?

2017
3 નવેમ્બેર 2017માં ડભોઈમાં નર્મદા યોજનાને રાષ્ટ્રને સમર્પિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી તે કાર્યક્રમ સ્થળની નજીક જ નર્મદા નહેર તૂટી હતી. ઝાડી ઝાંખરા ઊગી નિકળતાં પાણી જઈ શકે તેમ ન હતું. નહેર નબળી હતી. પાણી આવતાં જ તે તૂટી ગઈ. અનેક જગ્યાએ ભંગાણ પડી જતાં ગાંધીનગર નર્મદા નિગમને જાણ કરવામાં આવી હતી. ખેડૂતોએ વારંવાર રજૂઆતો કરી છતાં પણ નહેરને રીપેર કરી નથી.
કાર્યક્રમ વડાપ્રધાન માટે થયો હતો તેના ખર્ચમાંથી આખા જિલ્લાની નવી નહેરો બની ગઈ હોત. પણ અહીં થોડા મરામત માટે સરકાર પાસે સમય કે નાણાં પણ નથી.

2023
વડાપ્રધાને તો નહેર ખુલ્લી મૂકી પણ અહીં વારંવાર ગાડબડા પડી રહ્યાં છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાની કેનાલોની સફઈ તથા સમાચકામના અભાવે ખેડૂતો પરેશાન છે. ડભોઇમાંથી પસાર થતી છત્રાલ માઇનોર કેનલમાં માટીના થરથી તેમજ ઊગી નીકળેલી ઝાડી ઝાંખરાને લઈ નહેરમાં છોડાતું પાણી છલકાયું હતું. કેનાલ તૂટી હતી. ખેડૂતોનો ઉભા પાકમાં પાણી ફરી વળ્યા હતા. મહામહેનતે પકવેલો પાક નર્મદા નિગમની બેદરકારીના ભોગે બગડી ગયો હતો.

2024માં ડભોઇથી પસાર થતી પોર શાખા કેનાલમાં મોટા ગાબડા પડી ગયા હતા.
ભ્રષ્ટાચારના ગાબડાથી ખેડૂતોને નુકસાન થયું છે. પોર શાખા કેનાલથી નહેર ખાતાની કચેરી પણ નજીક જ છે. કેનાલ પર ગેટમેનો વોચમેન છે. અધિકારી ચેનલની વિઝીટે પણ નીકળતા હોય છે. ડભોઇ નર્મદા નિગમની ઓફ્સિથી માત્ર 200 મીટર દૂર આવેલી છે. રીપેરીંગ કરવા કોન્ટ્રાક્ટ ટેન્ડર બહાર પાડે છે પરંતુ કેટલાક અધિકારીઓની અને કર્મીઓની મિલીભગતથી તેમના કોન્ટ્રાક્ટરો ને જાણે ફવતું મળી જાય છે.

29 જાન્યુઆરી 2025માં ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં માઈનોર નહેર તૂટી જતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. ગુજરાતમાં વારંવાર નહેરો તૂટવાની ઘટના બની રહી છે. 3 વર્ષમાં નહેર અથવા નહેરનો ભાગ તૂટવાની 219 ઘટના બની હતી. પણ 1995 પહેલાં ભાજપનું શાસન ન હતું તે પહેલાં સૌથી વધારે નહેરો ખેડા જિલ્લામાં હતી, ત્યાં આજે પણ નહેરો તૂટતી નથી.

ઉનાળો શરૂ થતાં પહેલાં જ ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં કેટલાંક વિસ્તારો પાણીની તંગીથી પરેશાન હોવાનું સામે આવ્યું છે. આજે પણ ગુજરાતમાં ઘણાં એવા વિસ્તારો છે જ્યાંના લોકોને પાણી લેવા માટે ઘણો સંઘર્ષ કરીને દૂર દૂર સુધી જવું પડે છે. એમાંય વારંવાર નર્મદા નહેરમાં ગાબડા પડવાની ઘટનાઓ બનતી રહે છે. જેને કારણે મહામુલા પાણીનો વેડફાટ થઈ જાય છે. ખેડૂતોએ જ્યારે મુદ્દે ઉઠાવ્યો અને રજૂઆત કરી તો જે જવાબ સરકાર તરફથી મળ્યો એ જાણીને તમારા હોશ ઉડી જશે.

સરકારે કહ્યું- ખેડૂતોના લીધે જ વારંવાર તૂટી રહી છે નર્મદા નહેરઃ
રાજ્યમાં 3 વર્ષમાં નર્મદા નહેર તૂટવાની 219 ઘટના બની હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 102 વખત નર્મદા નહેર કૂટી. સરકારે નહેર તૂટવા કે ઓવરફ્લો માટે ખેડૂતોને જવાબદાર ગણાવ્યા.

ક્યા જિલ્લામાં બની સૌથી વધુ ઘટના?
આ વચ્ચે જો જિલ્લાવાર વાત કરવામાં આવે તો સૌથી વધુ વખત નહેરમાં ભંગાણ બનાસકાંઠા જિલ્લામાં બની છે જેમાં 102 વખત નહેરમાં ભંગાણની ઘટના બની છે. જ્યારે પાટણમાં 26 જેટલી, તો અમદાવાદ જિલ્લામાં 22 વાર નહેર તૂટી હોવાની ઘટના સામે આવી છે.

ગુજરાતનાં છેલ્લાં ત્રણ વર્ષમાં કયારે ક્યારે તૂટી નહેર?
છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં 219 નહેરો તૂટી
નર્મદા નહેર સહિતની નહેરો તૂટવાના આંકડા
2020-21માં નહેર તૂટવાની 90 ઘટના બની
2021-22માં નહેર તૂટવાની 49 ઘટના બની
2022-23માં નહેર તૂટવાની 80 ઘટના બની
સૌથી વધુ નહેર તૂટવાની ઘટના બનાસકાંઠા જિલ્લામાં
ત્રણ વર્ષમાં 102 વાર નહેર કે તેનો ભાગ તૂટ્યો
પાટણ જિલ્લામાં 26 અને અમદાવાદ જિલ્લામાં 22 વાર નહેર તૂટી

નહેરમાંથી ખેડૂતો પાણી ન ખેંચવાના કારણે, નહેરમા આડશો મુકી દેવાના કારણે અને રાતે ખેડૂતો પાણી ન લેતા હોવાના કારણે નહેર ઓવરટોપિંગ થવાના કારણે ઘટના બની હોવાનું તારણ ગુજરાત સરકારે આપ્યુ છે. આમ, સરકારે ફરી એકવાર પાછી આખો દાવ ખેડૂતોના માથે લાવીને મૂકી દીધો.

1990
ગુજરાતને 75 ટકા પાણી નર્મદા યોજનાની નહેરોથી મળે છે. પરંતુ આ નહેરો છેલ્લા 2 વર્ષમાં 200થી વધુ વખત તૂટી હતી. નહેરો તૂટવાથી અથવા તેમાં ગાબડા પડવાને કારણે કરોડો લિટર પાણી વહી ગયું. ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. આ પાણીનો ન તો સિંચાઈમાં ઉપયોગ થયો ન તો ગામો સુધી પહોંચાડી શકાયું.

વિધાનસભામાં નર્મદાની નહેરો તૂટવા પાછળ સરકારે ઉંદરોને જવાબદાર ઠેરવ્યા હતા! નહેરો પાસે મોટી સંખ્યામાં ઉંદરો હોવાને કારણે તેમના દર હોવાને કારણે નહેરના કિનારા પોલા થઈ જાય છે.

નર્મદા યોજના પર 70 હજાર કરોડ ખર્ચાયા, છતાં પાણીનો પ્રશ્ન ઉકેલાયો નથી.

2 વર્ષમાં 200થી વધુ વખત તૂટી નહેરો તૂટી હતી. 2017માં નહેરો તૂટવાની 124 ઘટના થઈ હતી. જ્યારે 2018માં 83 વખત નહેર તૂટી ગઈ.
કેટલાક ગામો પાણી વિહોણાં રહી ગયા.
ઉપરથી નહેરોના સમારકામ માટે સરકારે 2 વર્ષમાં 77.86 લાખનો ખર્ચ કર્યો.
ગુજરાતમાં એક તરફ ખેડૂતોને નર્મદાનું પાણી નથી મળી રહ્યું, તો કેટલીક જગ્યાએ નહેર તૂટવાથી પાણી વ્યર્થ જાય છે. કેટલીકવાર વરસાદનું વધુ પાણી આવવાથી નહેરો તૂટી જાય છે.
કેટલાક ખેડૂતો નહેરો સાથે છેડછાડ કરે છે. તેઓ પાણીની પાઈપ લગાવવા માટે નહેરો ખોદી નાખે છે. નર્મદાની નહેરોમાં RCCનું બાંધકામ છે, પરંતુ પાછળ તો માટી જ છે. એટલે જો પહેલું લેયર નબળું પડે તો નહેરને નુક્સાન થાય છે.
ઉંદરો અંદરની જમીન ખોદી નાખે છે, જેને કારણે જમીન પોલી પડે છે અને RCC વર્ક નબળું પડે છે. પછી પાણી વહેવાનું શરૂ થાય છે અને નહેરો તૂટી જાય છે.
પાણી ખેતરોમાં ફેલાય છે.
1019માં ગુજરાતમાં 10,796 કિલોમીટરની નાની નહેરોનું કામ બાકી વિધાનસભામાં જ રાજ્ય સરકારે એક સવાલના જવાબમાં કહ્યું કહે હજી પણ રાજ્યમાં 10,796 કિલોમીટરની નાની અને જુદી જુદી નહેરોનું કામ બાકી છે.
નર્મદાની નહેરોમાં 18.45 લાખ હેક્ટરમાં સિંચાઈ થવાની હતી. 16.51 લાખ હેક્ટરમાં જ સિંચાઈ આપી શકી હોવાનો દાવો કર્યો પણ 6 લાખ હેક્ટરમાં સિંચાઈ થતી નથી.

સુરેન્દ્રનગર
2025માં દસથી વધુ ખેતરમાં ઘઉં, જીરૃ, તલ, અજમો સહિતના ઉભા પાકનો સોથ વળી જતાં ખેડૂતોને નુકસાન થયું હતું. સુરેન્દ્રનગર જીલ્લો ખેતી આધારીત જીલ્લો છે અને ખેડુતો બારે મહિના ખેતી પર નિર્ભર રહી પરિવારનું ગુજરાન ચલાવે છે જેમાં મુખ્યત્વે ખેડુતો સીંચાઈ માટે નર્મદા નહેર દ્વારા પાણી મેળવે છે ત્યારે માળીયા બ્રાન્ચની માઈનોર નહેરમાં ઠેરઠેર લીકેજના કારણે ખેડુતોના ખેતરોમાં પાણી ફરી વળતા નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે જે અંગે ભોગ બનનાર ખેડુતો સહિત ગ્રામજનોએ ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર સહિત ઉચ્ચકક્ષાએ રજુઆતો કરી છે.

આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ માળીયા બ્રાન્ચની માઈનોર નહેર ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢ ગામની ચાયડીયા સીમ વિસ્તારમાંથી પસાર થાય છે પરંતુ આ માઈનોર નહેર છેલ્લા કેટલાય સમયથી અનેક જગ્યાએ તુટી ગઈ હોવાથી નહેરનું પાણી લીકેજ થઈ ખેડુતોના ખેતરોમાં આવી જાય છે જેના કારણે અંદાજે ૧૦ થી વધુ ખેડુતોના ખેતરોમાં પાણી ફરી વળતાં ધઉં, જીરૃ, તલ, અજમો સહિતના શિયાળુ પાકને નુકશાન પહોંચ્યું છે આ તમામ ખેડુતો નાના હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે જે મામલે અગાઉ પણ ખેડુતો સહિત ગ્રામજનોએ નર્મદા વિભાગ સહિત ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે આથી નહેરના પાણીનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવે અથવા નહેર રીપેરીંગ કરવામાં આવે તેવી ખેડુતોમાં માંગ ઉઠવા પામી છે. જ્યારે બીજી બાજુ સરકારી ચોપડે નહેરનું સંપૂૂર્ણ રીપેરીંગ કામ થઈ ગયું હોવાનું અને નહેર શરૃ હોવાનું દર્શાવવામાં આવ્યું હોવાનો ખેડુતોએ આક્ષેપ કર્યો હતો. જ્યારે ઉપરથી પાણીના ફોર્સના કારણે ખેડુતોના ખેતરોમાં પાણી ફરી વળે છે જેનો નિકાલ કરવામાં આવે અથવા પાણી ઉપરથી બંધ કરવામાં આવે તેવી માંગ સાથે ભોગ બનનાર ખેડુતો સહિત ગામના આગેવાનોએ લેખીત રજુુઆત કરી હતી અને તાત્કાલીક આ સમઉયાનો ઉકેલ લાવવાની માંગ કરી હતી.

રાધનપુરના મહેમદાવાદ ગામ પાસે પસાર થતી બ્રાન્ચ નહેરમાં આરસીસીનું ધોવાણ થાય છે.

કડાણા
કડાણા બંધ આધારિત કડાણા ડાબા કાંઠા નહેર મારફતે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના 40 અને લુણાવાડા તાલુકાના 90 મળી 130 જેટલા ગામોની 11000 હેકટર જમીનમાં સિંચાઈનું પાણી અપાય છે.

કેટલાક વિસ્તારોની મુખ્ય નહેર તેમજ મોટા ભાગની માઇનોર નહેરની સાફસફાઈ કાગળ પર કરાતી હોવાના કારણે ખેડૂતોની નુકસાન વેઠવાનો વારો આવે છે.

પરમપુર માઇનોર નહેર પર આવેલા પટ્ટણ, તણસીયા, ગોરાડીયા, કાકચીયા જેવા ગામોના ખેડૂતોની નહેરો સાફ-સફાઈ નહીં કરાતા તેમાં ઝાડી ઝાખરાંનું જંગલ છવાઈ જતાં પાણી આગળના ગામોમાં જતું અટકી જાય છે. પાણીનો બગાડ થાય છે. ખેતરોમાં પાણી ભરાઈ જાય છે. ખેડૂતોને મોટાપાયે નુકસાન થાય છે.
ખેડૂતોની વારંવાર સુપરવાઇઝરને રજૂઆત છતાં નહેર સાફ કરાતી નથી.
નહેરમાં કચરો, ઝાડી ઝાંખરાના કારણે પાણી ઓવરફ્લો થતાં પાળા તૂટવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે.
દર વર્ષે નહેરની સાફ સફાઈ માટે સિંચાઈ વિભાગ દ્વારા નાણાં ફાળવાય છે, પરંતુ કેટલીક નહેર સાફ કરી ફોટા પાડી તમામ નહેરની સફાઈ દર્શાવી દેવાતી હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરાઈ રહ્યા છે. જેથી સિંચાઇ વિભાગ આ અંગે સ્થળ તપાસ કરી નહેર સફાઈ કરાવે તેવી માંગ ઉઠી રહી છે.

2022
વલ્લભીપુર
ધંધુકા ખાતેથી પસાર થતી વલ્લભીપુર બ્રાન્ચ નહેરમાં સળંગ ટ્રકો સમાઈ જાય તેવા મસમોટા ગાબડાઓ ને કારણે ચોમાસામાં પાણી વધુ છોડાય ત્યારે નહેર તૂટે છે.
ધંધુકા પાસે થી પસાર થતી વાલ્લભીપુર બ્રાન્ચ નહેર કે જે નહેરનું પાણી સિંચાઈ માટે ધંધુકા ધોલેરા અને બરવાળા પંથક માટે જીવાદોરી સમાન છે.

અગાઉ પણ 5 વખત નહેર તૂટી હતી અને મોટા પ્રમાણમાં પાણી આજુબાજુના ખેતરોમાં ફેલાતા ઉભા પાકને અને જમીનને મોટું નુકસાન પણ થયું હતું. વારંવારના રીપેરીંગ ના દેખાડા બાદ પણ ગણતરીના દિવસોમાં નહેર ફરી જર્જરિત થઈ જાય છે.
ધંધુકા શહેર સહિત સમગ્ર ભાલ પંથકના 50 ગામડાઓ તેમજ ધંધુકા ધોલેરા અને બરવાળા તાલુકાના ખેડૂતોના સિંચાઈ માટેનું એકમાત્ર સાધન એવી વલભીપુર બ્રાંચ નહેરમાં મસમોટા ગાબડા પડેલા છે.

હજારો વીઘાના ખેડૂતોના પાક અને ખેતરોને નુકસાન જાય તેવી સ્થિતિ છે ત્યારે આ નુકસાન માત્ર વહીવટી તંત્રના અણઆવડત અને મીલીભગતના ભ્રષ્ટાચારના કારણે થાય છે.

8 વર્ષ પહેલાં
2018માં 350 કરોડની વડોલીનજીક કાકરાપાર ડાબા કાંઠાની પેરા માઇનોર નહેરમાં વેઠ ઉતારાતાં નહેર તૂટવા માંડી હતી. નવીનીકરણ બાદ પહેલીવાર પાણી છોડતાની સાથે ગાબડું પડી જવાની ઘટનાને લઈ સિંચાઇ વિભાગમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હતો.

4થી 6 મહિનાનો સમય થાય તે કામ અઠવાડિયામાં પૂરી કરી દેવામાં આવ્યું હતું.

ઉકાઈ કાકરાપાર સિંચાઇ વિભાગની તમામ કાચી નહેરોને 356 કરોડના ખર્ચે પાકી બનાવી હતી.
ખાતમુહૂર્ત પણ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કડોદરા ખાતે કરવામાં આવ્યું હતું.

મોટુ ગાબડું પડતાં સિંચાઇ વિભાગનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો હતો.

નહેરની બંને બાજુ માટીનું પુરાણ યોગ્ય રીતે કરવામાં આવ્યું ન હતું. જે ભંગાણ પાડવાનું મુખ્ય કારણ છે. સ્થળ પરથી માટીના નમૂના લઈ સરકાર માન્ય લેબમાં ચકાસણી કરાવી માટીના કોમ્પેક્ષનનો પ્લાન તૈયાર કરવાનો હોય છે. બાદમાં માટીકામ અને કોમ્પેક્ષનની લાંબી પ્રક્રિયા પછી ફરીથી સ્થળ પરથી માટીના નમૂના ચકાસવા પડે છે. જ્યાંથી માન્યતા મળ્યા બાદ માટીને ટ્રિમિંગ કરીને 10 સેમી કોંક્રીટ લેયર કરવામાં આવે છે. ત્યારબાદ સાઈડ પર ક્યોરિંગ કમ્પાઉન્ડ લગાડી નીચેના ભાગ પર 7 દિવસ પાણીથી ક્યોરિંગ કરવાનું હોય છે. પરતું મોટા ભાગની પ્રક્રિયા એજન્સી અને અધિકારીઓનાં કાગળ પર ચાલે છે. જમીન પર તેનો કોઈ અમલ થતો નથી.

નહેર પર શરુના વૃક્ષો હતા. વૃક્ષો કાપી નાંખતા તેના મૂળ જમીનમાં કોહવાઈ જવાને લીધે જમીનમાં પોલાણ થઈ ગયું હતું. જેના કારણે સમસ્યા વારંવાર બની રહી છે.
અહીં વારંવાર નહેર તૂટી જાય છે. અનેક વખત ફરિયાદ કરવા છતાં સિંચાઇ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતા જ્યારે પણ નહેર તૂટે કે ગાબડું પડે તો વડોલી પિયત મંડળી દ્વારા કામ કરવામાં આવે છે. સિંચાઇ વિભાગના અધિકારીઓ તો હાથ ઊંચા કરી દેતાં હોય છે.

ઓલપાડ
જૂની નહેરોમાં ભંગાણ થવા સાથે અતિશય જર્જરિત થયેલી નહેરોને લઈને ખેડૂતોને સિંચાઇના પાણીની મોટી તકલીફ પડે છે. ઓલપાડ તાલુકાના દેલાડ ગામે આવેલા દેલાડ માઈનોર રૂ. 100 કરોડના ખર્ચે નવી નહેર 45 દિવસે બનાવી તે તૂટી રહી હતી.
નવીનીકરણ કર્યાના ગણતરીના કલાકોમાં જ મોટા પાયે નહેર તૂટી હતી.
સાંઈ કન્સ્ટ્રક્શન નામની એજન્સીને સોંપવામાં આવી હતી. તિરાડો સાથે ભંગાણ થયું છે. જયારે નહેરના મધ્યમાં આવેલ નાળામાં બ્લોકિંગ થતા નહેર ઉભરાઈ હતી.
માં બની. અહીં નહેરમાં પાણી આવતાની સાથેજ મોટા પાયે નહેર તૂટી જવા સાથે મોટું ભંગાણ પડવાથી હજારો લીટર પાણીનો વ્યય થવાની ચોંકાવનારી ઘટના બની છે.
દેલાડ, પરીયા, સાંધીયેર અને સેગવા તથા વસવારી ગામના ખેડૂતોના ખેતરમાં સિંચાઈ ન થતાં પાક સુકાઈ ગયો હતો.

2019
નર્મદા નહેરનું બાંધકામ હજુ બાકી છે, બીજી તરફ, જ્યા નર્મદા નહેર બની છે ત્યાં સતત તૂટી જવાની ઘટના બહાર આવી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં 205 સ્થળે નર્મદા નહેર તૂટી છે. 205 વખત ગાબડા પડ્યા તેથી ભાજપ સરકારમાં બનેલી રહેરોની ગુણવત્તા નબળી જણાઈ છે. તેથી નહેર બનાવવામાં ભાજપની સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા છે. રાજ્યના 12 જિલ્લાના 62 તાલુકા અને 3393 ગમોને નર્મદાનું પાણી આપવા માટે બનાવેલી નહેરો ફાટી રહી છે. જેમાં બનાસકાંઠામાં સૌથી વધુ નહેર તૂટી છે. પાંચ વર્ષમાં બનાસકાંઠામાં જ 143 વખત નહેરોમાં ગાબડા પડયા હતા. જેના કારણે મહામૂલું પાણી વેડફાયું હતું. મોટા ભાગની નહેર ખેતરોમાં તૂટે છે. તેથી ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને કરોડો રૂપિયાનું જેના કારણે ખેડૂતોને નુકસાન થયું છે.

પાટણ જિલ્લામાં 27 વખત, અમદાવાદ જિલ્લામાં 13 વખત, સુરેન્દ્રનગર જિલ્લામાં 4 વખથ નહેરો તૂટી છે. સરકાર પ્રજાને મૂર્ખ બનાવવા કહે છે કે, ઉંદરો દર બનાવે છે તેથી તે તૂટે છે. પણ નહેર તો સિમેન્ટના લેયર વાળી છે. તેમાં ઉંદર દર થોડું બનાવે. સરકાર કહે છે કે નહેરોમાં કચરો ભરાઈ રહેવાથી તે તૂટે છે.

થરાદની ચારડા માયનોર નહેર 12 વખત ફાટી

થરાદ ચારડા માયનોર કેનાલ 2016 સુધીમાં 12 વખત ફાટી છે. ત્યાર પછી 10 વખત આમ લગભગ 20 વખત અ નહેર ફાટી છે અને બરબાદી લાવી છે. ખેડૂતોએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર કરીને નહેર બનાવી છે હવે અમારે બરબાદી ભોગવવી પડે છે. નહેર તો સારા માટે હોય પણ ભાજપ સરકારે તો નરક લાવી દીધું છે. 15 ફૂટના લાંબા ગાબડા પડી જાય છે. ઠેકેદાર, સરકાર કે અધિકારીની કોઈની જવાબદારી નક્કી થતી નથી.

થરાદ વાવ તાલુકાના સિંચાઇ માટે ટળવળતા ખેડુતો એક બાજુ પાણી માટે માગણી કરી રહ્યા છે.ત્યારે તુટવા માટે જ બની હોય એમ થરાદની નબળું બાંધકામ ધરાવતી થરાદની ચારડા નહેર છેલ્લા એક વર્ષમાં બારમી વખત અને ત્રણ મહિનામાં અગીયારમી વખત તૂટી છે.શનિવારની રાતે વીંડીની સીમમાં પંદરેક ફૂટનું ગાબડું પડયું હતું.લાખો ક્યુસેક પાણીનો વ્યય પણ થયો હતો અત્યારે ખેડૂતોની રવિસિઝન તાડમાર રીતે ચાલી રહી છે,પરિણામે ખેડૂતો હાલાકીમાં મૂકાઇ રહ્યા છે.આથી ખેડૂતો કોઇ પણ ભોગે પાણી આપવા માટે રજૂઆતો કરી રહ્યા છે.

ચારડાના ખેડૂત કરશનભાઇ રાજપુતે જણાવ્યું હતું કે વારંવાર ચપા,ચુવા,ભાચર,ગંભીરપુરા,ચારડા ગામના પાંચ ગામના ખેડૂતોને હેરાન કરવામાં આવે છે,નર્મદા વિભાગના અધિકારી રાવલ અને તેમના કોન્ટ્રાકટરની મિલીભગતથી નહેર તોડવામાં આવત હોવાની સાબિતી હોવાનો આક્ષેપ કરતા તેમણે ઉમેર્યું હતું કે એક કિમીના અંતરમાં જ ગત રાતે બે જગ્યાએ છારી(ડ્રેનેજ)કરીને નહેર તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જેમને રાતે ખેડૂતો જોઇ પણ ગયા હતા.જેમાં એક જગ્યાએ નહેર તુટી હતી.

નબળા બાંધકામને લીધે નહેરોમાં ભંગાણ પડે તો ઠેકેદારો પાસેથી તેનું સમારકામ કરવામાં આવે છે

પૂર્વ નર્મદા પ્રધાન જયનારાયણ વ્યાસે એક વખત કહ્યું હતું કે, સામાન્ય રીતે નહેર ફાટે એવા પ્રસંગો ઓછા બનતા હોય છે. બનાસકાંઠામાં નર્મદાની નહેર માત્ર બે વરસ (2016-2017)માં 88 વખત ફાટી હતી. આ નહેર બનતી હોય તે તબક્કે ઘણી ગંભીર ક્ષતિ અથવા ગોલમાલ સિવાય આ બનવું શક્ય નથી. નર્મદા મુખ્ય નહેરની મહત્તમ પાણી વહનક્ષમતા 40 હજાર ક્યુસેક છે. એમાં જો ગાબડું પડે તો તબાહી સર્જાઈ જાય તેમ છે. સદનસીબે કડી અને તેનાથી થોડીક આગળ સુધીનું કામ ચીવટ અને ખૂબ જ ચોકસાઇપૂર્વકનું થયું છે. મહી નદી ઉપરની એક્વાડક્ટ અને સાબરમતી નીચેથી પાણી લઈ જતી સાયફન આ પ્રકારના વિશ્વમાં મોટામાં મોટા બાંધકામ છે. તેમાં ક્યાંય રતિભાર પાણી લીકેજ થતું હોય તેવો દાખલો નથી જેનો યશ આપણા બાહોશ એન્જિનિયર અને આ કામ કરતા કોન્ટ્રાકટરો બંનેને આપવો જોઈએ. બનાસકાંઠામાં જે ગુણવત્તાવાળી કામગીરી થઈ છે તે જો અગાઉના વરસોમાં થઈ હોત તો નર્મદા કેનાલ તબાહીનું વૈકલ્પિક નામ બની ચૂકી હોત. છેલ્લા 15 વરસથી આ કેનાલમાં પાણી વહે છે પણ આવી કોઈ ફરિયાદ સાંભળવા મળી નથી.

કેનાલોની મરામત અને જાળવણી કરવા માટે માંડ બે થી ત્રણ ટકા જેટલું ફંડ રહે છે જેનો કોઈ જ અર્થ નથી. આને કારણે કેનાલોથી સ્થિતિ દયાજનક હોય છે અને તેનો ભોગ છેવાડાનો વિસ્તાર ‘ટેઇલ એન્ડ’ બને છે. પાણીનો ભરાવો થવાને કારણે ઘણી જગ્યાએ જમીનો દલદલવાળી એટલે કે વોટર લોગ્ડ અને ક્ષારવાળી બની જાય છે. ઉકાઈ રાઇટ બેન્ડ કેનાલ ઉપર આખાય કેનાલ સેક્શનને 100 કરોડના ખર્ચે રેકોર્ડ સમયમાં લાઈનીંગ સાથે રિમોડેલિંગ કરવાનો પ્રયોગ હું જ્યારે સિંચાઇ મંત્રી હતો ત્યારે કરેલો. 1954માં કાંકરાપાર વિયર પ્રોજેક્ટ કમિશન થયો ત્યાર બાદ પહેલી વાર આટલા મોટા પાયે એની કેનાલ મેન્ટેનન્સનું કામ 2001ની સાલમાં હાથ ધરાયું અને પાણી છેક કાંઠા વિસ્તારમાં એટલે કે ટેઇલ સુધી પહોંચ્યા. આ પ્રોજેક્ટ સામે અનેક અવરોધો હતા.

ત્રીજી વખત નહેર ફાટી

રાધનપુર અને આસપાસની નર્મદા નહેર વારંવાર તૂટી રહી છે. જે સાબિત કરે છે કે નર્મદા નહેર નબળી બની છે. જેમાં પૂરતો સિમેન્ટ વાપરવામાં આવ્યો નથી. અહીં જે કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવ્યું છે તે ભાજપના મળતીયાઓ છે. આમ અહીં બનેલી નર્મદા નહેરમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનું ખેડૂતો માની રહ્યા છે. રાધનપુર તાલુકાના શબ્દલપુરા ગામે નર્મદા બંધનું પાણી લઈ જતી નહેર સતત ત્રીજીવાર તૂટ્યા બાદ રિપેર કર્યા વગર જ પાણી છોડતા તૂટેલી કેનાલમાંથી ખેતરોમાં પાણી ઘૂસી જતા જુવારના પાકને વ્યાપક નુકશાન થયું છે. ખેડૂત દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતા નહેરનું સમારકામ ના થતા આ નુકશાન થવા પામ્યું છે. બંધવડથી સાતુન જતી કેનાલમાંથી નજુપુરા સાયફન કેનાલ નીકળે છે. આ કેનાલ અગાઉ શબ્દલપુરા ગામ પાસે તૂટી જવા પામી હતી. જેમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા, ત્યારબાદ ત્રીજીવાર પણ કેનાલ તૂટી જતા ખેડૂતોએ નર્મદા યોજનાના અધિકારીઓ રીઝવી અને રાઠોડને ફોન અને રૂબરૂમાં અને વાર રજૂઆત કરી હતી. અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટર વીરજીભાઈનો નંબર આપવામાં આવ્યો હતો. પરંતુ વીરજીભાઈ ફોન ઉપાડતા નહોતા.

કચ્છ નહેર પૂરી બની નથી અને તૂટી ગઈ

નર્મદાનું પાણી લઈ જતી કચ્છ કેનાલની પેટા નહેર તૂટી રહી છે. કચ્છમાં પાણી પહોંચાડવા માટે તૈયાર કરેલી નર્મદા નહેર બનાવવામાં ભારે મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેની ચાડી ખાતી નહેર તૂટી રહી છે. હજુ તેમાં પાણી વહેતું થયું નથી ત્યાં જ તે તૂટી ચૂકી છે. નહેરની નબળી ગુણવત્તા નજરે જ દેખાય છે. કારણ કે મોટી તિરાડો પડી છે. ધાણીથર અને ગાગોદર નર્મદા નહેરમાં નબળાં બાંધકામના કારણે સિમેન્ટ કોંક્રીટ તૂટે છે. સિમેંટ વાપરવો જોઈએ એટલો કોંટ્રાક્ટરોએ વાપર્યો નથી. વળી સિમેન્ટની સાથે મીઠું પાણી વાપરવું જોઈએ તે વાપરવાના બદલે ખારું પાણી વાપરવામાં આવ્યું છે. જેથી સિમેન્ટ પણ તૂટી રહ્યો છે. રેતી પણ ખારી જ વાપરવામાં આવી છે. ગુજરાતની પ્રજાના પૈસે બનેલી નહેર આ રીતે અનેક સ્થળે તૂટી છે ત્યારે સ્વાભાવિક છે કે તેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનું કહી શકાય તેમ છે. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ગુજરાતની તમામ નહેરોની ગુણવત્તા અંગે તપાસ કરવી અત્યંત જરૂરી છે. જો તેમ થાય તો માત્ર કચ્છમાં જ એવું મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. નર્મદાના નામે રાજરમત રમતી ભાજપ સરકાર ભ્રષ્ટાચારીઓને પકડવામાં સર ધરાવતી હોય એવું જણાતું નથી. કારણ કે અનેક સ્થળે આવી રીતે નહેર તૂટી છે. તેનું સમારકામ કરીને કરોડો રૂપિયાનું આંધણ સરકાર કરી રહી છે.

ચોમાસા પછી 22 સ્થળે નર્મદા નહેર ફાટી

સરદાર સરોવર નર્મદા નિગમની વડોદરાના સંખેડાની મિંયાગામની નર્મદા શાખા નહેરમાં મોટું ભંગાણ પડ્યું હોવા છતા દિવસોથી કોઈ પગલાં ભરાયા ન હતા. ભંગાણ પડ્યું હતું ત્યારે ત્રણ ફૂટ હતું હવે તે 35થી વધારે ફૂટ થઈ ગયું છે. સિમેન્ટ કોંક્રીટ અને માટી કામ નબળું હોવાના કારણે આમ થયું હોવાનો ગામ લોકો આરોપ મુકી રહ્યા છે. ભાજપના સત્તાધીશોએ નર્મદા યોજનાને પણ ભ્રષ્ટાચાર કરવામાં પણ છોડી નથી ત્યારે સમગ્ર રાજ્યમાં તેનો પ્રચાર દરેક ભાષણમાં સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે આવા 22 જેટલાં ભંગાણ નહેરોમાં ચોમાસા પછી પડ્યા છે. જે ભ્રષ્ટાચારની ચાડી ખાય છે.

સમારકામ કર્યું અને ફરી નહેર તૂટી

થરાદ વાવ તાલુકામાં 15 દિવસ પહેલાં જ રીપેર કરવામાં આવેલી ચારડા માયનોર કેનાલ લગભગ સોળમી વાર તૂટી હતી. અહીંની નહેર તુટવા માટે જ બની હોય એમ થરાદની નબળું બાંધકામ ધરાવતી થરાદની ચારડા માયનોર નહેર છેલ્લા બે વર્ષમાં સોળમી વખત અને પંદર દિવસમાં ત્રીજી વખત તૂટવા પામી હતી.

પૂરમાં નર્મદા નહેર કેમ તૂટી?

ઉત્તર ગુજરાતના 2015 અને 2017ના પૂરે ભાજપનો ભ્રષ્ટાચાર ખૂલો કરી દીધો છે. પહેલાં બનાસ નદીએ વિનાશ વેર્યો હતો. કાંકરેજ તાલુકામાંથી પસાર થતી 32 કિલોમિટર લાંબી નર્મદા નહેર સાવ ધોવાઈ ગઈ હતી. જો ટૂકડાને સળંગ ગણવામાં આવે તો પાંચ કિલોમિટર નહેર સાફ થઈ ગઈ હતી. કોન્ક્રિંટની બનેલી કેનાલો સાવ તૂટીફૂટી ગઈ હતી. આવું કેમ થયું? સરકારે તે શોધવા પ્રયાસ કર્યો નથી. અહીં એક વખત નહીં પણ 10 વર્ષમાં વારંવાર નહેર તૂટી હતી. જ્યારે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે નહેર પૂરી વહેતી હતી. તપાસના આદેશો પણ આપ્યા નથી. શું કોન્ટ્રાક્ટરોને બચાવવા માટે તેની તપાસ ગુજરાત સરકાર કરતી નથી. નહેર તૂટી જવાથી માણસોના મોત વધ્યા હતા. કોન્ટ્રાક્ટરોને કોણ બચાવી રહ્યું છે? કે પછી સરકારમાં જ બેઠેલાં લોકો તેમાં સંડોવાયેલાં છે? નહેર કેમ તૂટી તેની તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. નહેરમાં રૂ.50 કરોડથી વધારે નુકસાન થયું હતું. ખેડૂતોની હજારો હેક્ટર જમીન નહેર તૂટી જતા ધોવાઈ ગઈ છે. વિજય રૂપાણી સરકાર સામે કેન્દ્રીય ભાજપ કેમ ચૂપ છે?

ઠાસરામાં ખેતરોમાં પાણી ફરી વળ્યા

ઠાસરા તાલુકાના ઓઝરાળા ગામ પાસેથી પસાર થતી નર્મદા નહેરમાં ગઈ કાલે ગાબળુ પડયુ છે. ઓઝરાળા થઈ વજેવાલ મુગઢપુરા તરફ જતી સબ કેનાલમાં ગાબળું પડતા ખેતરોમાં પાણી ઘુસી ગયાં છે. જ્યાં ખેડૂતોને શિયાળુ પાકને ભારે નુકશાન થયુ છે.

સફાઈ થાય છે તો પણ તૂટે

ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં ગુજરાત સ્થાપના દિનથી સુજલામ્ સુફલામ્ જળ સંચય અભિયાનમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનાના કેનાલ નેટવર્કમાં પણ સફાઇ તેમજ મરામત મે 2018માં કરાયું હતું. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા 16 જિલ્લાના 65 તાલુકામાં નર્મદા કેનાલ નેટવર્કમાં સફાઇ-મરામતની કામગીરી કરવામાં આવી હતી. છતા ચોમાસામાં અનેક સ્થળે નહેર ફાટી હતી. કેનાલ ઉભરાવાથી આજુબાજુના ખેતરોમાં થતું નુકશાન નિવારવા માટે આ સફાઈ કરી હતી પણ નહેરો તૂટી અને ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.

ખેડૂતોએ જાતે નિગમની ભૂલ સુધારી નહેર બનાવી

થરાદ વાવના ખેડૂતોએ પોતાના ખર્ચે અને મહેનતે નર્મદા નહેરનું મરામત કામ કર્યું હતું. વારંવાર તુટતી નર્મદાની નહેર ઊંચી કરવાની કામગીરી 22 ઓગસ્ટ 2016માં હાથ ધરી હતી. ગંભીરપુરાના 300 ખેડૂતોએ જાતે નહેરને ઊંચી કરી હતી. ચુડમેર ગામની સીમમાં નહેરમાં પાણી વધારે છોડવાના કારણે ઓવરફલો થઇ તૂટી જાય છે. ઉચપા ડિસ્ટ્રીબ્યૂટરી નહેર થરાદના ચુડમેર ગામની સીમમાં આવતા સાંકડી થઈ જાય છે. પરિણામે તે અવારનવાર તુટવાના બન્યા છે. ખેડૂતોએ એકઠા થઇને સીમેન્ટની મોટી ઇંટોથી નહેરની વળાંકની લગભગ 200 મીટર કિનારીને ઊંચી કરી હતી. આ અંગે ખેડૂતોએ થરાદના નાયબ કલેક્ટર ,વાવ મામલતદાર,નર્મદા વિભાગ તથા સિંચાઇ વિભાગને રજૂઆતો કરી હતી.

મુખ્ય નહેર પણ ફાટી

બનાસકાંઠાના કાંકરેજના ખારીયા ગામથી રાજસ્થાનમાં જતી નર્મદાની મુખ્ય નહેરમાં પાણી વધારે છોડાતા ખારીયા નજીક નહેર તુટી જતા હજારો ક્યુસેક પાણી વેડફાયું હતું. નર્મદાની મુખ્ય નહેર પરના સાયફનના કારણે ગોઝારી ઘટના બની હતી. તે જ સ્થળે ફરી નહેર ફાટી હતી. 17 નવેમ્બર 2018માં 7 હજાર ક્યૂસેક પાણી છોડાતા સાયફન નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં 50 ફુટનું ગાબડુ પડયું હતું. તે પાણી મોટા પ્રમાણમાં બનાસ નદીમાં ઠલવાયું હતું. જેથી શિયાળાની ઋતુમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જો બનાસનદીના બદલે અન્ય સ્થળે કેનાલ તુટી હોત તો પુનઃ મોટી તારાજી સર્જાઇ હોત. સાયફનના લેવલથી ઉપર વહેતા ગાબડું પડ્યું છે. રાજસ્થાન રાજ્યમાં વિધનસભાની ચૂંટણી હતી અને ત્યાં વધુ પાણી આપવામાં આવે તો ભાજપને ફાયદો થાય તેમ હતો તેથી વધુ પાણી આપવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાં ખુવારી સર્જાઈ હતી. જો બાજુમાં નદી ન હોત તો વિનાશ સર્જાયો હોત.

નર્મદાના નામે રાજકારણ

નર્મદા ઉપર સૌથી વધુ સંશોધન કરીને સમાચારો પ્રકાશિત કરનાર પત્રકાર પ્રવીણ ઘમંડેએ કહ્યું હતું કે, રાજકીય પક્ષોએ સાથે મળીને નક્કી કર્યું હતું કે નર્મદા યોજનાને ક્યારેય રાજકીય મુદ્દો નહીં બનાવે પણ 18 વર્ષથી તેને રાજકીય મુદ્દો સત્તાધારી પક્ષ બનાવે છે. તેથી વિરોધ પક્ષ પણ રાજકીય મુદ્દો બનાવે છે. જેવું દેશની આઝાદીની લડત બાદ થયું, એવું સરદાર સરોવર બની ગયા બાદ થયું છે. ખેતરો સુધી પાણી ન પહોંચવાના કારણે અબજો રૂપિયાનું કૃષિ ઉત્પાદન ગુમાવવું પડ્યું છે. તો પછી મેધા પાટકર અને ગુજરાતના રાજકારણીઓ વચ્ચે ફરક શું?

ઉમરાળા
ઉમરાળા અને નજીકના રતનપુર ગામથી દક્ષિણ દિશામાં જમીન ધરાવતા ખેડૂતોને નર્મદા સિંચાઈ યોજનાનું પાણી આપવા માટે નહેર બનાવવામાં આવ્યાને 7 વર્ષ વીતી ગયાં,પણ નહેરમાં પાણીનું ટીપુંય આવ્યું ન હતું. ઠેર ઠેર તૂટી ગઈ, ગાંડા બાવળો ઉગી ગયા હતા.

2010માં ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરવામાં આવી. સંપાદિત જમીન પર માટીના પાળા બાંધી, તેમાં સિમેન્ટની નહેર તથા એ શહેરથી ઉમરાળા અને રતનપુર ગામના કાળુભારના સામા કાંઠાના ખેડૂતોની જમીનના જુદા જુદા સરવે નંબરો સુધી પાઈપ લાઈનો નાખીને એવા દરેક સરવે નંબરમાં પાકી કુંડી પણ બનાવી આપવામાં આવી.
2014 સુધીમાં 7 વર્ષે કામ પૂરાં થયાં હતા.
ખેડૂતોએ કેનાલના નબળા કામ અંગે અવાજ પણ ઉઠાવ્યો હતો.
અસરગ્રસ્ત ખેડૂતનું કોઈ સાંભળતું નથી.
જમીન પ્રાપ્ત કરી એક ખાતેદારની અને રેકર્ડ પરથી બીજા જ ખાતેદારની જમીન કમી કરી નાખીને છબરડો વાળ્યો હતો. 7 વર્ષથી ખેડૂત લડતાં રહ્યાં હતા.

2023
જંબુસર તાલુકામાં સારોદથી કોરા કાવલી ગામને જતી નર્મદાની માઇનોર નહેરમાં ગાબડું પડતા કાવલી ગામની નવી નગરીમાં પાણી ફરી વળ્યા હતા. જર્જરિત કેનલોના સમારકામના અભાવે કેનલોમાં ગાબડા પડવાની ઘટનામાં વધારો થયો. ખેતરોમાં જવાના રસ્તા પાણીમાં ગરક થઇ ગયા. જંબુસર નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારી હતી.

2024
દાહોદના સંજેલી તાલુકામાં ખાતે ચમારીયા ગામના ખેતરોમાં કાળીયા હેલ તળાવમાંથી ખેતી સિંચાઇ માટે છોડવામાં આવતું પાણી કેનાલ તૂટી જવાના કારણે અનેક ખેતરોમાં પાણી ફરી વળતા શિયાળુ પાકને ભારે નુકશાન થયું. ખેતરોમા પાણી ફરી વળવાના કારણે ચિયાડા, કોતરોમાં ઘઉ, ચણાના, મકાઈના જેવા શિયાળુ પાકને ભારે નુકસાન પહોંચ્યું.

દાહોદ 2024
6 જાન્યુઆરી 2024માં દાહોદ જીલ્લાના સંજેલી તાલુકાના ચમારીયા ગામે આવેલા કાળીયાહેલ સિંચાઈ તળાવ માંથી આવતું પાણી કેનાલ તુટી જવાના કારણે પાણી ખેતરોમાં ફરી વળતા રવિ પાકને મોટા પાયે નુકસાન થયું.

2023 ઝાલોદ
ફતેપુરા તાલુકામાં ત્રણ સિંચાઈ તળાવથી કેનાલ દ્વારા સિંચાઈ માટે મારગાળા,પાટડીયા, ખાતરપુરના મુવાડા વિગેરે ગામડાઓમાં પાણી આપવામાં આવે છે. સિંચાઈના પાણીથી જેટલા ખેડૂતોને લાભ થાય છે તેનાથી અનેક ગણા ખેડૂતોને નુકસાન પહોંચી રહ્યું છે. જે બાબતે ઝાલોદ નાની સિંચાઈ વિભાગ કામ આવતું નથી. ખેડૂતોની વર્ષોથી પડી રહેલ બુમો સાંભળવા કોઈ તૈયાર નથી.
ઠેક ઠેકાણે તૂટેલી અને ઝાડી ઝાંખરા ઓથી ઢંકાઈ ગયેલી નહેર છે.
કેટલાક ખેડૂતોની જમીનમાં નહેરના કારણે બારેમાસ પાણીનો ભરાવો રહે છે.
પાટડિયા ગામમાં જવેસી સિંચાઈ તળાવની આવતી નહેર વર્ષોથી તૂટી ગયેલી છે.