ડાંગર ખરીદી કૌભાંડનો આરોપી ભાજપનો હોદ્દેદાર

20 નવેમ્બરથી માંડીને 31મી ડિસેમ્બર-2023 સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી.
કુલ મળીને 1221 ખેડૂતોએ ટેકાના ભાવે ડાંગરનું વેચાણ કર્યુ હતું જે પૈકી 927 ખેડૂતોને પૈસા ચૂકવાયા હતાં જ્યારે 294 ખેડૂતોને હજુ સુધી નાણાં ચૂકવાયાં નથી.

કેન્દ્ર પર ઓનલાઇન 3,35,524 ડાંગરના કટ્ટા દર્શાવવામાં આવ્યા હતાં. પરંતુ મામલતદારે સ્થળ તપાસ કરતાં માલુમ પડ્યું કે, 2,24,609 ડાંગરના કટ્ટા પડ્યા હતાં.

અમદાવાદના વિરમગામમાં ડાંગર ખરીદી કૌભાંડનો આરોપી ભાજપનો હોદ્દેદાર છે. 7 વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાઈ હતી. 48 હજાર કટ્ટાની ઉચાપત કરી કૌભાંડ આચરનાર 7 પૈકી જયંતીજી દિલુંજી ઠાકોર અને અજયસિંહ કિરીટસિંહ મહિડાની ટાઉન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

ભાજપનો હોદ્દેદાર હોવાનો લેટરપેડ વાયરલ થયો છે. વિરમગામ ડાંગર ખરીદી કૌભાંડમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો રૂ.20 કરોડનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે. આ ઉપરાંત આ કૌભાંડમાં ભાજપના મોટા માથાઓની પણ સંડોવણી છે. હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી, ભાજપ સરકાર કૌભાંડીઓને છાવરી રહી છે અને સ્થાનિક ધારાસભ્ય હાર્દિક પટેલ મુખ્ય આરોપીનું મોં મીઠું કરાવી રહ્યા છે.

આ કૌભાંડમાં સત્યમ રોડવેઝનાં માલિક નિસર્ગ પટેલ અને યુગ પટેલની ભૂમિકા છે.

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને માત્ર હાથો બનાવવામાં આવ્યો છે. આ સમગ્ર કૌભાંડ પાછળ સૌથી મોટું માથું હાર્દિક ડોડીયા છે, જે ભાજપ યુવા મોરચાનો ઉપપ્રમુખ છે.

ડાંગરમાં કુલ 9 કરોડનું કૌભાંડ થયું હોવાનું ખેડૂતો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ મામલો સામે આવતા 5 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવાઇ ગયા હતા.

વિરમગામમા 20 નવેમ્બરથી માંડીને 31મી ડિસેમ્બર-2023 સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી. આ કેન્દ્ર પર ઓનલાઇન 3,35,524 ડાંગરના કટ્ટા દર્શાવવામાં આવ્યા હતાં. પરંતુ મામલતદારે સ્થળ તપાસ કરતાં માલુમ પડ્યું કે, 2,24,609 ડાંગરના કટ્ટા પડ્યા હતાં.

91 હજાર ડાંગરની બોરીઓ ગાયબ થઇ ગઇ હતી. ગાયબ ડાંગરના જથ્થાની કિંમત રૂ.3.76 કરોડ હતી.

6 જાન્યુઆરી,2025ના રોજ ડાંગરના જથ્થાનું વેરિફેકિશન કરવામાં આવતાં આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું.

કુલ મળીને 1221 ખેડૂતોએ ટેકાના ભાવે ડાંગરનું વેચાણ કર્યુ હતું જે પૈકી 927 ખેડૂતોને પૈસા ચૂકવાયા હતાં જ્યારે 294 ખેડૂતોને હજુ સુધી નાણાં ચૂકવાયાં નથી.

પોર્ટલના આઇડીના માઘ્યમથી આખુય કૌભાંડ આચરવામાં આવ્યું છે.
31મી ડિસેમ્બર,2024ના રોજ આ કૌભાડની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

2024માં અમદાવાદના દસકોઈ તાલુકાના જેતલપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ડાંગરની આવક શરૂ થઈ ગઈ છે. ડાંગરની કાપણી બાદ ખેડૂતો જેતલપુર એ.પી.એમ.સી.માં યાર્ડમાં વેપારીઓની હરાજીથી તેમજ ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે. જેમાં રોજના એવરેજ અંદાજિત 500 થી વધુ ટ્રેક્ટરની આવક થતી હતી.

ખેડૂતો પાસેથી વેપારીઓ 10 કિલોના 200થી 225 જ ભાવ ખરીદી રહ્યા છે. ત્યારે ખર્ચ મુજબ ભાવ ન મળતો હોવાની ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે. ખેડૂતો જણાવે છે કે 250 રૂપિયા ખરીદી થાય તો ખેડૂતોને પરવડે કેમ કે સતત વરસાદના કારણે આ વર્ષે ખેડૂતો જોઈએ એટલી ઉપજ મેળવી શક્યા નથી. 1 વિઘામાં 2 થી 5 હજારનો ખર્ચ કરવો પડે છે.
પ્રતિદિન 500 ખેડૂતો ટ્રેક્ટર સાથે ડાંગરના વેચાણ માટે આવે છે.

કમોસમી વરસાદે ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. જેના કારણે ડાંગરના ઉત્પાદન ઉપર માઠી અસર થવા પામી છે. ખેડૂતોને ખુલ્લા બજારમાં ડાંગર વેચે છે.
આણંદ જિલ્લામાં 1200 ખેડૂતોમાંથી 802 ખેડૂતોએ ટેકાના ભાવે ડાંગર વેચવા રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી 721 ખેડૂતોએ એસએમએસથી જાણ કરી હતી. આ ખેડૂતો દ્વારા અંદાજિત 6264 ડાંગરની થેલાનું વેચાણ થયું હતું.

ખેડૂત દીઠ રૂ. 75 હજાર સરેરાશ વેચાણ કરે છે. સરેરાશ એક ખેડૂત 33 ક્વિન્ટલ ડાંગર વેચે છે.
આણંદમાં ડાંગરની 50 ટકા ચૂકવણી કરી દેવામાં આવી છે.

ખંભાત અને તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સારી ક્વોલીટીની ડાંગરના ભાવ કિલોએ રૂ. 30થી 150 મળે છે.

ખુલ્લા બજારમાં ડાંગરની કિંમત મોં માગી મળતી હોઇ ખેડૂતો ટેકાના ભાવે ડાંગર વેચવા આગળ આવી રહ્યા નથી.

ગુજરાતમાં સૌથી વધારે ખરીદી સાણંદમાં થાય છે.

સાણંદ તાલુકાના 1 હજાર જેવા ખેડૂતો ડાંગર વેચતા હોય છે.

માવઠાથી ડાંગર નબળી પડતા નીચા ભાવે વેચાણ કરવા ખેડૂતો મજબૂર થયા

માવઠા સમયે જ મોટાભાગના ખેડૂતોની તૈયાર થયેલી ડાંગર ક્યારીઓમાં ઢળી પડતા પાકને ભારે નુકસાન થયુ હતું. ડાંગરમાં ભેજ અને પાણીને કારણે દાણા ચીમરાઇ ગયા હતા. તેમજ ડાંગર કાળી પડી ગઇ હતી. આ ડાંગર સરકાર દ્વારા નક્કી કરાયેલા ધારાધોરણમાં પાસ ન થતાં અનેક ખેડૂતોએ ગુજરી ડાંગરના ટેકાના ભાવ 363 કરતા 261 જેટલા નીચા ભાવે વેચાણ કરવું પડ્યું હતું.