સોમનાથ કેટલી વખત ધ્વંશ થયું ? 70મો પ્રાણપ્રતિષ્ઠાદિન ઉજવાયો

શ્રી સોમનાથ મંદિરના 70માં પ્રાણપ્રતિષ્ઠાદિન નિમીતે સોશ્યલ ડિસ્ટન્સ સાથે  સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા કરવામાં આવેલી.

11 મે 1951નારોજ સોમનાથ મંદિરના પ્રાણપ્રતિષ્ઠાદિન નિમિત્તે સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા 11 મે 2020ના દિવસે કરવામાં આવેલી હતી. વિશ્વને કોરોનામુક્ત થાય, વિશ્વકલ્યાણની સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવેલી. સાંજના સોમનાથ મહાદેવને શ્રુંગારદર્શન,દીપમાળા કરવામાં આવી હતી.

વિશ્વ કલ્યાણ માટે અહીં પ્રાર્થના થાય છે, પણ સોમનાથ મંદિર પર અનેક વખત હુમલા કરીને તેને તોડી પાડી લૂંટ ચલાવવામાં આવી હતી.

ધાર્મિક ક્ષેત્રે ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ ગણાતું સોમનાથનું મંદિર ખંડેર બની ગયા પછી તેનો છેલ્લો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ 1947માં સરદાર પટેલે કર્યો હતો. તે 1951માં , પૂર્ણ થયો હતો . તે નૂતન મંદિર મહામેરુપ્રસાદના સ્વરૂપે છેલ્લાં 50થી વધુ વર્ષથી વિશ્વભરમાંથી ભાવિકોને આકર્ષે છે .

સૌરાષ્ટ્ર પ્રાચીનકાળથી તેમનાં પાંચ રત્નો માટે પ્રસિદ્ધ છે . તે અંગે એક ઉક્તિ પ્રચલિત સૌરાષ્ટ્ર પંઘરત્નાનિ , નવી , નારી , તુરંડામ : ચતુર્થે સોમનાથ , પંઘમમ દરિવર્ણનમ આમ સૌરાષ્ટ્ર નદી , નારી , અશ્વ , સોમનાથનું મંદિર અને દ્વારકામાં હરિ ( કૃષ્ણ ) દર્શન કરાવતા રણછોડરાયજીના મંદિર જેવાં પાંચ રત્નો માટે પ્રસિદ્ધ રહ્યું છે.

ક્યારે કેવી લૂંટ થઈ હતી ?

350 નૃત્યાંગના

સોમનાથના આ મંદિરમાં સાગનાં લાકડાંનાં 56 સ્તંભ હતા . તે દરેક ઉપર ભારતના જુદા જુદા રાજાનાં નામ હતાં. તેની પર રોજ ગંગાજળ અને કાશમીરથી ફૂલની છાબડી આવતી . ચંદ્રગ્રહણ વખત માં એક લાખ હિંદુઓ ભેગા થતા . ત્યાં 350 નૃત્યાંગનાઓ મંદિરમાં નૃત્ય કરતી અને દસ હજાર બ્રાહ્મણો રોજ ત્યાં પૂજા કરતા . મંદિરના નિભાવ માટે દસ હજાર ગામની ઊપજ અપાતી હતી.

હિંદુ રાજપૂતો વચ્ચે યુદ્ધ

વિશ્વવરાહ પછી તેનો પુત્ર ગ્રહરિપ જૂનાગઢની ગાદીએ આવ્યો હતો . તેણે જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો બંધાવ્યો હતો ગ્રહરિપુની શક્તિ ઘણી વધી ગઈ હતી . તેથી તે સોરઠમાં થઈને જતા સોમનાથના યાત્રાળુઓને રંજાડતો હતો . તેની ફરિયાદ અણહિલપુર પાટણના મૂળરાજ સોલૈકી પાસે થતાં . તેણે ગ્રહરિપને આપેલી ચેતવણી વ્યર્થ જતાં તેણે ગ્રહરિપુના લોહીથી પોતાની મૂછ રંગવાનો નિર્ણય કર્યો હતો.

ગઝનીએ 6 જાન્યુઆરી 1062માં સોમનાથ મંદિર ધ્વંસ કર્યું

ભીમદેવ પહેલો હારી જતાં રાજધાની છોડી નાસી જતાં મહમદ ગઝનીએ અણહિલપુર પાટણ પણ સરળતાથી કબજે કર્યું . ત્યાંથી લશ્કર સાથે સોમનાથ મંદિર ઉપર આક્રમણ કર્યું ( 6 જાન્યુઆરી , 1026 ), સ્થાનિક રાજપૂતો મુસ્લિમ સેનાની ઝીંક ઝીલી શક્યા નહિ. 8 જાન્યુઆરી 1016ના સોમનાથનું પતન થયું.

મુસ્લિમ સેના દ્વારા કરાયેલા હત્યાકાંડમાં પચાસ હજાર હિંદુઓ મરાયા હતા. મહમદ ગઝનીએ મંદિર લૂંટી કુલ દસ કરોડ રૂપિયાના હીરા, ઝવેરાત , સોનું , ચાંદી મેળવ્યાં હતાં .  તેણે મંદિરના શિવલિંગના ટુકડા કરી તે ગઝનીની મસ્જિદના દરવાજા પગથિયામાં . નાંખ્યા હતા.  જેથી તેના ઉપર પગ સાફ કરી લોકો મસ્જિદમાં જાય . એમ અલબેફનીએ નોંધ્યું છે . અલબેરૂનીએ આક્રમણ પૂર્વે અને પછી એમ બે વાર સોમનાથની મુલાકાત લીધી હતી .

મહમદ ગઝનીએ પ્રભાસપાટણમાં પોતાના સૂબા તરીકે દબીશલિમને મૂક્યો હતો. સોમનાથના મંદિર ઉપરનાં મુસ્લિમ આક્રમણની હારમાળાનો આ પ્રથમ મણકો હતો .

બીજા પાંચ હુમલા

પછી ઈ.સ. 107 , 1318 . 1395 , 1511 અને 1520માં ફરી તેના ઉપર આક્રમણ થયાં હતાં . મહમૂદનો અર્થ થાય છે પ્રશંસાને પાત્ર. પરંતુ મહમદ ગીઝની માટે દીવાન રણછોડજી ‘ નામહમૂદ ‘ પ્રશંસાને પાત્ર નહિ એવો શબ્દ વાપરે છે. મહમૂદ આ વિજય પછી પોતાના વતન પાછો ફરી ઈ.સ. 1030માં મૃત્યુ પામ્યો.

મહમદ ગઝનીના આક્રમણ સમયે સૌરાષ્ટ્ર – ગુજરાતના રાજપૂત રાજવીઓ પરસ્પર સંઘર્ષમાં સંડોવાયેલા હતા અને તેમણે પારસ્પરિક વેરઝેરમાં પોતાની શક્તિ ક્ષીણ કરી નાખી હતી. “ ઘર , ફૂટે ઘર જાય ” જેવી સ્થિતિ હતી. તેમણે પોતાના પ્રદેશ ઉપરના આ વિદેશી અને વિધર્મી આક્રમણને સમાન સંકટ ગણી સામનો કર્યો નહિ. તેથી ભારતના આ ભવ્ય અને સમૃદ્ધ મંદિરનો નાશ થયો અને ગુજરાત – સૌરાષ્ટ્રના રાજવીઓની પ્રતિષ્ઠાને તથા સૈનિકોની યોગ્યતાને ફટકો. પડ્યો. આ ચડાઈ હિંદુ રાજવીઓ માટે એક બોધપાઠ બની ગઈ અને તેના તાત્કાલિક પરિણામરૂપે તેમનાં પારસ્પરિક યુદ્ધો અલ્પકાળ માટે પણ બંધ થયાં હતાં. મહમદ ગઝનીએ સોમનાથ ઉપર આક્રમણ કર્યું ત્યારે વંથલીમાં રાજપૂત રા ‘ નવઘણ ગાદીએ હતો. ( ઈ.સ. 1025 – 1044 ) . તેણે પોતાના શાસનકાળનાં અંતિમ વર્ષોમાં પોતાની રાજધાની વંથલીથી જૂનાગઢમાં ફેરવી હતી

તેરમી સદીમાં ચુડાસમા શાસકોની સત્તા નબળી પડવા લાગી હતી . ઈ.સ. 1260થી1306 સધી રા ‘ માંડલિક પહેલો શાસક હતો . તેના શાસનકાળ દરમ્યાન ઈ.સ. 1299માં અલાઉદ્દીન ખિલજીની સેનાએ સોમનાથ મંદિર, માધવપુરના માધવરાયનાં મંદિર, બરડાના બિલેશ્વર મંદિર , અને દ્વારકાના જગતમંદિરનો ધ્વંસ કર્યો હતો. પરંતુ પછીથી માંડલિકે પ્રભાસપાટણના મુસ્લિમ અધિકારીને હરાવીને ત્યાં પોતાના પ્રતિનિધિ તરીકે વિજલદેવ વાજાને નીમ્યો હતો . ત્યાર પછી મહીપાલ ચોથા (ઈ.સ. 1308 – 1325 ) એ સોમનાથના લિંગની પુનઃ પ્રતિષ્ઠા કરાવી હતી. તેના પુત્ર રા ‘ ખેંગાર ચોથા ( ઈ.સ. 1325 – 1352 ) એ સૌરાષ્ટ્રના ઝાલા , ગોહિલ જેવા અન્ય રાજવંશોની સાથે મિત્રતા કરી સૌરાષ્ટ્રમાં રાજપૂત સત્તાને બળવાન બનાવી સોરઠમાંથી મુસ્લિમ સુબાને હાંકી કાઢ્યો હતો . આમ સૌ પ્રથમ વાર પ્રભાસપાટણ અને સોમનાથ ચૂડાસમાં શાસન હેઠળ આવ્યાં હતાં.

વલભી ઉપરના આક્રમણ પછીનું સૌથી મહત્ત્વનું મુસ્લિમ આક્રમણ ઈ.સ. 1025 – 26માં સોમનાથ ઉપર મહમદ ગઝનીએ કર્યું હતું. કૅપ્ટન વિલ્બરફોર્સ બેલ તેને સૌરાષ્ટ્રના સંપૂર્ણ ઇતિહાસમાં પ્રજાને સૌથી વધુ હચમચાવી મૂકનાર પ્રસંગ ‘ ગણાવે છે . ત્યાર પછી ઈ.સ. 1178માં શાહબુદ્દીન ઘોરીએ અણહિલપુર પાટણ ઉપર આક્રમણ કર્યું ત્યારે જૂનાગઢના રા ‘ જયસિંહે સેના મોકલી અણહિલપુરના ભીમદેવ બીજાને ઘોરીને હરાવવામાં મદદ કરી મહમદ ગઝની સામે થયેલા કારમી પરાજયનું કલંક ધોઈ નાખ્યું હતું . પરંતુ શાહબુદ્દીન ઘોરીએ 16 પછી ઈ.સ. 1194માં પોતાના માનીતા સેનાપતિ કુતબુદીન ઐબકને મોટી સેના સાથે મોકલ્યો . તેણે અણહિલપુરના રાજા ભીમદેવ સોલંકીને હરાવી ત્યાંથી સૌરાષ્ટ્ર તરફ કૂચ કરી – ઝાલા રાજવીઓએ તેને ધંધુકા પાસે આંતરવાનું નક્કી કર્યું , પરંતુ તેણે ધંધૂકા જવાને બદલે ઘોઘા જઈ તે જીતી લીધું. પછીથી તેણે ઝાલાઓને તેમની રાજધાની જાંબુમાં અને જેઠવાઓને તેમના મુખ્ય કેન્દ્ર મોરબીમાં હરાવ્યા હતા. ઈ.સ. 1284 સુધી મુસ્લિમ આક્રમણોને કારણે સૌરાષ્ટ્રને ભારે નુકસાન થયું હતું .

ઈ.સ. 1297માં દિલ્હીના સુલતાન અલ્લાઉદ્દીન ખિલજીએ પોતાના સાળા અને સેનાપતિ એવા અલપખાન અને વઝીર . નુસરતખાન ઝાલોરીને ગુજરાત ઉપર આક્રમણ કરવા મોટી સેના સાથે મોકલ્યા હતાં.

ઈ.સ. 1299માં તેમણે ગુજરાતના રાજપૂત રાજા કરણદેવ વાઘેલાને હરાવતાં તે નાસીને દક્ષિણ ભારતમાં દેવગિરિ ચાલ્યો ગયો. આક્રમણકારી મુસ્લિમ સેનાએ અણહિલપુર પાટણ જીતી ત્યાંથી સૌરાષ્ટ્ર તરફ કૂચ કરી. તેમણે રાણપુર, ઘોઘા, ઉના – દેલવાડા જીતી લઈ પ્રભાસપાટણ ઉપર આક્રમણ કર્યું . સ્થાનિક સેના મુકાબલો કરવામાં નિષ્ફળ ગઈ . મુસ્લિમ સેનાએ સોમનાથના મંદિરનો ધ્વંસ કર્યો અને શહેરમાં ભયંકર લૂંટ કરી તથા કલ્લેઆમ પણ કરી. ચૂ

તેમણે લીલી નાઘેર તરીકે ઓળખાતો સમૃદ્ધ પ્રદેશ કબજે કર્યો હતો . આ પ્રદેશ સૌરાષ્ટ્રનો સૌથી સમૃદ્ધ પ્રદેશ હતો તથા તત્કાલીન મહત્ત્વનાં બંદરી શહેરો ધરાવતો હતો . ખિલજીની સેનાના આક્રમણની વિશેષતા એ છે કે આ વખતે તેઓ પ્રદેશ જીતી તેને લૂંટીને ચાલ્યા જવાને બદલે આ પ્રદેશનું મહત્ત્વ સમજીને પ્રભાસપાટણ તથા માંગરોળમાં પોતાનાં થાણાં સ્થાપ્યાં. પણ જૂનાગઢ હજુ ચૂડાસમા રાજવીઓના કબજામાં હતું. ઈ.સ. 1300થી 1308 દરમ્યાન આ મુસ્લિમ વિજેતાઓએ ફરજિયાત ધર્મપરિવર્તનની ઝુંબેશ ચલાવી હતી .

1398માં ગુજરાતના સૂબા ઝફરખાને સોમનાથ મંદિરનો ધ્વંસ કર્યો હતો . કેન્દ્રીય સત્તાની નબળી સ્થિતિનો લાભ લઈ ગુજરાતમાં સૂબા ઝફરખાને ઈ.સ. 1407માં મુઝફફરશાહ પહેલા તરીકે પોતાને ગુજરાતનો સ્વતંત્ર સુલતાન જાહેર કર્યો .

વળી સૌરાષ્ટ્રમાં પ્રભાસપાટણનું સોમનાથનું મંદિર , દ્વારકાનું રણછોડરાયનું ગતમંદિર , ગિરનાર તથા પાલિતાણાના જૈન મંદિરો વગેરે હિંદુ અને જૈનોનાં પવિત્ર સ્થળો હત . મુસ્લિમ આક્રમકોએ તેને જ પોતાનાં હુમલાના કેન્દ્ર બનાવ્યાં હતાં.

માત્ર મુઘલ સમ્રાટ અકબરે જ ધાર્મિક સહિષ્ણુતાની નીતિ અપનાવી હતી કારણ કે આ નીતિને તે લાભદાયક માનતો હતો.

ધર્મ અંગેની કદરતા અને વિચારભેદને કારણે સૌરાષ્ટ્રમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચે લાંબા સમય સુધી સંઘર્ષો થતા રહ્યા. વિજેતા મુસ્લિમ આક્રમણખોરોએ પરાજિત હિંદુઓ પ્રત્યે કોઈ સહાનુભૂતિ દર્શાવી ન હતી. તેમણે પ્રદેશ જીત્યા , રાજપૂતો પાસે ખંડણી ઉઘરાવી પરંતુ તે પ્રદેશના લોકોની સુખાકારી માટેના કોઈ પ્રયત્ન કર્યા ન હતા. તેમને માત્ર સત્તાવિસ્તાર અને સમૃદ્ધિ મેળવવાનો લોભ હતો. ‘ ધન અને ધરા ’ મેળવવા એ તેમના આક્રમણના હેતુ હતા.