દરિયાની વચ્ચે આવેલા શિયાળ બેટમાં ભારે નુકસાનની જાણકારી મળતા નો હેલ્પ ટુ બીગ સંસ્થા મદદે પહોંચી 100 ઘરને છત આપી

શિયાળ બેટ https://t.co/y4OQbu9ruC 
( https://twitter.com/allgujaratnews/status/1402577723424264198?s=03 )

અમદાવાદ, 9 જૂન 2021

તાઉ-તે વાવાઝોડામાં આજથી 23 દિવસ પહેલા અમરેલી જિલ્લાના પિપાવાવ બંદર પાસેના શિયાળ બેટની હાલત ખરાબ છે એવી જાણકારી મળતા નો હેલ્પ ટુ બીગ  NO HELP TOO BIG નામની સ્વૈચ્છીક સંસ્થા અહીં મદદે પહોંચી ગઈ છે. 7 સ્થળોએ લગભગ 75 ઘરના છાપરા માટે પતરા આપવામા આવ્યા છે. હજું બીજા 25 ઘરના છાપરા આપવામાં આવશે.

માછીમારોની 20 હજારની વસ્તી ધરાવતા શિયાળ ટાપુ પરના 5 હજાર મકાનોમાંથી મોટાભાગના કાચા મકાનો છે. તેમના છાપરા ઉડી ગયા હતા. કાળજું કંપાવી નાખે એવું નુકસાન અહીં થયું છે. અનેક ઘર પડી ગયા છે. લોકોને ભારે પરેશાની ભોગવવી પડે છે. લોકોની ઘર વખરી બહાર ખુલ્લામાં પડેલી હતી.

NO HELP TOO BIG

જે ઘરના છાપરા ઉડી ગયા હતા અને ગરીબ માછીમારોને ખાવાનું ન હતું ત્યારે તેમને આ સંસ્થાએ પતરા અને ઘરવપરાશની વસ્તુઓ આપી હતી. પોલીસ દ્વારા તેમને મદદ કરવામાં આવી હતી. NO HELP TOO BIG સંસ્થાની ટીમ હોડીમાં બેસીને મદદ કરવા પહોંચી ગઈ હતી.

ગુજરાતના દરિયા કાંઠે સૌથી વધું નુકસાન શિયાળ બેટ પર થયું હતું. 150 બોટો એટલે કે 50 ટકા બોટો તૂટી ગઈ છે. લોકો ધંધા વિહોણા બની છે. જાણે વિનાશ નોતર્યો છે. દરિયાની વચ્ચે હોવાથી તેની વેદના કોઈએ ન સમજાણી પણ નો હેલ્પ ટુ બીગ સંસ્થા ત્યાં પહોંચી હતી.

ડ્રોન કેમેરાથી શિયાળ બેટનો સરવે કરાયો ત્યારે શિયાળબેટ પર 1300 મકાનો ધરાશય થયા હોવાનું જણાયું હતું. મોટાભાગના લોકો ઘર વિહોણા બન્યા તો કેટલાયની બોટો તણાય ગઈ છે  સ્થિતિ ભયાનક છે. પવનની ઝડપ એટલી હતી તે ચારે તરફ નળીયા ઉડતા હતા.

વાવાઝોડાને લીધે સૌથી વધુ નુકસાન માછીમારોને થયું છે. સરકારે રૂપિયા 105 કરોડથી વધુની સહાયનું પેકેજ જાહેર કર્યું છે. 807 મોટી અને 187 નાની બોટોને ભારે નુકસાન થયું છે. 29,716 બોટ પૈકી 994 બોટ અને સાધન સામગ્રી મળીને કુલ રૂ. 57.53 કરોડનું નુકસાન થયું છે.  8 હજાર માછીમારોને રૂ. 2-2 હજારની સહાય ચૂકવવામાં આવશે. તો જાફરાબાદમાં આવેલા 8 ઝિંગા ફાર્મને પણ નુકસાન થયું છે. બંદરોમાં કુલ રૂ. 117.95 કરોડનું નુકસાન થયું છે. તેમાં શિયાળ બેટમાં રૂ.13.80 કરોડનું નુકસાન થયું છે.

શિયાળબેટના લોકોને સહાયની સૌથી વધું જરૂર હતી ત્યારે NO HELP TOO BIG સંસ્થા ત્યાં પહોંચી હતી. પરિસ્થિતિ ભયાનક છે અને લોકોએ આગળ આવીને અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવાની જરૂર ઊભી થઈ હતી. અહીં અમે આ વિસ્તારમાં 600 લોકોને ખવડાવી શકાય એવી રેશન કીટ મોકલી હતી. છતાં તે પૂરતી ન હતી.

શિયાળ બેટ https://t.co/9UNiYkjUQH
(https://twitter.com/allgujaratnews/status/1402578153768243200?s=03)

NO HELP TOO BIG

https://www.nohelptoobig.in/

અહીંના માછીમારોના ઘર બનાવવા અને નવું જીવન શરૂ કરવા માટે આજે પણ એટલી જ જરૂર છે. આ સંસ્થાએ મદદ કરવા અને દાન આપવા માટે અપીલ કરી છે.