કેમોલી ચાના બગીચા ગુજરાતમાં બની શકશે, જો વિજ્ઞાનીઓ સફળ રહ્યાં તો

આસામની જેમ ગુજરાતમાં ચા થતી નથી. પણ એક એવી ચા હવે લોકપ્રિય બની રહી છે જે ગુજરાતના ખેતરોમાં ઉગાડી શકાય છે. દરેક લોકોને સવારે ચા કે એવું કંઈક પીવું ગમે છે. તેના સંશોધનો ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓ કરતાં નથી પણ જો રાજસ્થાનના કૃષિ વિજ્ઞાનીઓ રાજસ્થાનમાં ઉગાડવામાં સફળ રહેશે તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં કેમોલી ચાના એખ વર્ષિય બગીચાઓ શક્ય બનશે.

કેમોલી ચા આસામની ચાની જેમ બધાને પીવી ગમે તેવી છે. તે થોડા કલાક માટે હળવો નશો તો કરાવીને તાજગી આપી શકે છે. જોમ અને ઊર્જા આપી શકે છે. શરીરને તંદુરસ્ત રાખે છે. જે કામ આસામની ચા કરી શકતી નથી. કાળી ચાના પાન ઉકાળવાના હોય છે કેમોલી ચાના સૂકા ફુલ ઉકાળીને ચાની જેમ પિવાય છે. ગુજરાતમાં ચા ઉગે ક ન ઉગે પણ આ ફૂલ ઠંડા પ્રદેશમાં મોટા પ્રમાણમાં થઈ રહ્યાં છે ત્યાંથી તે મંગાવીને પીવાનું વલણ વધી ગયું છે.

કાળી ચા થોડો સમય સ્ફુર્તિ લવી શકે છે એવું જ કામ કેમોલી ચા કરે છે. પણ કેમોલીનો મોટો ફાયદો એ છે કે, તે પેટના પારાવાર રોગોમાં ફાયદો કરે છે. જેને હિંદીમાં કૈમોમાઈલ કહે છે. મૂળ તે યુરોપની છે.

રાજસ્થાનની કૃષિ વિજ્ઞાન સંસ્થાએ તેના પ્રયોગો શરૂ કર્યા છે. તે એક વર્ષનો પાક છે. તેના છોડ પર 10થી 30 મિ.મી.ના પીળા ફૂલ આવે છે. તેના ફૂલમાં વોલેટાઈલ ઓઈલ મળે છે. તેના સુકવેલા ફૂલની ચા બને છે.

તેની સુગંધ હલકી મીઠી હોય છે. આયુર્વેદિક ઔષધિઓ બનાવવા માટે ઉપયોગ કરાય છે. તે 2થી 20 ડીગ્રી તાપમાન સુધી ખેતી થઈ શકે છે.

તેના તાજા ફુલનું ઉત્પાદન હેક્ટરે 3500થી 4 હજાર કિલો થાય છે. તાપમાનના આધારે ઉત્પાદન મળે છે.

કૈમોમાઈલ ચા પીને પાચન ક્ષમતા વધારી શકાય છે. ગેસ્ટ્રો, ઝાડો, એસીડીટી, અલ્સર, કબજિયાત સુધારે છે. સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વાયરલ રોગો, શરદી, તાવમાં મદદ કરે છે

માનસિક તાણ કે ચિંતા ઓછી કરવામાં કેમોલી ચા મદદ કરે છે. આરોગ્ય સુધારે અને મનની શાતા કે શાંતિ આપે છે. શરિરમાં જોમ આપે છે. અનિંદ્રા ઓછી કરે છે. રાતના ઉંઘતાં પહેલા પી શકાય છે.

શરિરની બળતરા ઓછી કરીને શાંતિ આપે છે. શરિરની અંદરના ઝેરી તત્વો દૂર કરી શકે છે. શરીરમાંથી નુકસાનકારક પદાર્થો દૂર કરી શકે છે.

મોતિયો, મૂત્રપિંડ નિષ્ક્રિયતા, આંખમાં નેત્રપટને નુકસાન, ડાયાબિટીક, યકૃત્ત, જઠર, કિડની, મૂત્રાશય, ઉધરસ, ગળામાં લાલાશ, આંચકી, બળતરા, પિત્તાશયનો સોજો કે વિકૃતિઓ, આંતરડાના રોગો,

સ્ત્રીઓના માસિક ધર્મ, આધાશીશી અને માથાનો દુખાવો દૂર કરી શકે છે. એલર્જીક બાળકો માટે સારી છે.

ક્રિમ, લોશન અને અન્ય કોસ્મેટિક ઉત્પાદનોમાં વપરાય છે. વાળ સારા, ચમકીલા અને સોનેરી કરે છે. વાળનું નુકસાન અટકાવે છે. કેમોલી સૂપ, ઉકાળો, શરિરમાં ભાપ કરાય છે. શરીરના છીદ્રો સાફ કરે, યુવાન રાખે છે.