ગુજરાતમાં 22 ટકા કેદીઓ અભણ, 53 ટકા કેદીઓ ધોરણ-10 સુધી ભણેલા Illiterate Gujarat: The Number of Young Illiterate Prisoners on the Rise निरक्षर गुजरात: युवा निरक्षर कैदियों की संख्या में वृद्धि
અભણ ગુજરાત : યુવાન અભણ કેદી વધારે
ઓક્ટોબર 2025
ગુજરાતને કેવુ અભણ રાખી દેવામાં આવ્યું છે તેનો ચોંક્વનારો અહેવાલ કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે. જેમાં યુવાન કેદીઓ કે જે અભણ અથવા સૌથી ઓછું ભણેલા હોવાનું બહાર આવ્યું છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) તરફથી જાહેર કરવામાં આવેલા પ્રિઝન સ્ટેટેસ્ટિક્સ ઈન્ડિયા 2023 અહેવાલમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં કુલ 5,154 દોષિત કેદીઓ પૈકી 2,739 કેદીઓએ ધોરણ-10 સુધીનો પણ અભ્યાસ કર્યો નથી. એટલે કે લગભગ 53 ટકા પાકા કામના કેદીઓએ ધોરણ-10 સુધી પણ શિક્ષણ મેળવ્યું નથી. આજ રીતે 1,184 દોષિત કેદી નિરક્ષર હતા.
રાજ્યમાં કાચા કામના 49 ટકા કેદીઓ ધો.10થી ઓછું ભણેલા
આ સ્થિતિ કાચા કામના કેદીઓમાં પણ જોવા મળી છે. NCRBના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2023માં રાજ્યમાં 49 ટકા કાચા કામના કેદીઓએ ધોરણ-10થી ઓછું અભ્યાસ કર્યું છે. પ્રદેશમાં કાચા કામના 11,549 કેદીઓ પૈકી 5,682 કેદીઓએ SSC સુધી પણ શિક્ષણ મેળવ્યું નથી. જ્યારે 1,966 અંડર ટ્રાયલ કેદી નિરક્ષર હતા. આ ઉપરાંત 2,774 કાચા કામના કેદીઓએ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ પણ પૂરો કર્યો નથી. વર્ષ 2023માં પ્રદેશની અલગ અલગ 32 જેલમાં કુલ 11,549 કાચા કામના કેદી હતા, જેમાં 11,183 પુરુષ, 364 મહિલા અને 2 ટ્રાન્ઝજેંડર કેદી સામેલ છે.
30 ટકા પાકા કામના કેદીની ઉંમર 30 વર્ષથી પણ ઓછી
વર્ષ 2023માં રાજ્યમાં કુલ 5,154 દોષિત કેદી એટલે કે પાકા કામના કેદી પૈકી 1,631 કેદીઓની ઉંમર 18થી 30 વર્ષ સુધીની હતી. આ આંકડો વર્ષ દરમિયાન પાકા કામના કુલ કેદીઓના લગભગ 31.6 ટકા જેટલું થાય છે. આ ઉપરાંત 50 ટકા પાકા કામના કેદીઓની ઉંમર 30થી 50 વર્ષની વચ્ચેની હતી, જ્યારે 18 ટકા કેદીઓની ઉંમર 50 વર્ષથી વધુની હોવાનું સામે આવ્યું છે.
કાચા કામના 45 ટકા કેદીઓની ઉંમર 30 વર્ષથી ઓછી
વર્ષ 2023માં રાજ્યમાં કુલ 11,549 કાચા કામના કેદીઓ પૈકી 5,248 કેદીઓની ઉંમર 18થી 30 વર્ષ સુધીની હતી. આ સંખ્યા અંડર ટ્રાયલ કેદીઓની લગભગ 45 ટકા જેટલી થાય છે. 46.1 ટકા કાચા કામના કેદીઓની ઉંમર 30થી 50 વર્ષ વચ્ચે હતી, જ્યારે માત્ર 8.2 ટકા અંડર ટ્રાયલ કેદીઓની ઉંમર 50 વર્ષ કે તેથી વધુની હતી.
64 ટકા દોષિત કેદીઓ આજીવન કેદની સજા ભોગવી
ગુજરાતમાં વર્ષ 2023 દરમિયાન સૌથી વધુ 3,254 દોષિત કેદી આજીવન કેદીની સજા ભોગવતા હતા. જ્યારે 31મી ડિસેમ્બર 2023 સુધીમાં 58 કેદીઓ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે 713 પાકા કામના કેદીઓ એવા હતા કે જે 10થી 13 વર્ષ સુધીની જેલની સજાનો સામનો કરી રહ્યાં હતા.
વર્ષ 2023માં પ્રદેશમાં જેલ ઓક્યુપન્સી રેટ 122.8 ટકા જેટલી હતી. રાજ્યમાં કુલ 17,265 કેદીઓની સામે અલગ અલગ જેલમાં કેદીઓને રાખવાની ક્ષમતા 14,065 જેટલી હતી.
2024માં
ગુજરાતની જેલમાં કેટલાં રહે છે કેદીઓ?
ગુજરાતની બધી જેલમાં કેદીઓની ક્ષમતા વિશે વાત કરીએ તો કુલ 16000 જેટલા કેદીઓની ક્ષમતા હાલ ગુજરાત જેલ પ્રશાસન ધરાવે છે. જેની સામે હાલ કુલ 18827 કેદીઓ ગુજરાતની વિવિધ જેલમાં તેમની સજા ભોગવી રહ્યા છે. આમ જોવા જઇએ તો ગુજરાતની જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓની સંખ્યા 113% છે. તેની ક્ષમતા કરતાં 13 ટકા વધુ છે. ઉલ્લેખનીય પણ સમાવેશ થાય છે જેઓ ટૂંકા ગાળા માટે જેલમાં તેમની સજા ભોગવવા માટે આવતા હોય છે. 600 મહિલા કેદી સજા ભોગવી રહ્યા છે. જે ઓડિયો બુક બનાવે છે.
કેટલી જેલ
હાલમાં ગુજરાતમાં 65 જેલ છે. 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 4 સેન્ટ્રલ જેલ આવેલી છે. 33 જિલ્લામાં જિલ્લા જેલ, તાલુકા સબ જેલ આવેલી છે. અમદાવાદ અને વડોદરા ખાતે મહિલાઓ માટે જેલ છે. રાજ્યોમાં સારા વર્તન ધરાવતા કેદીઓ તેમની સજા આરામદાયક રીતે ભોગવી શકે તે માટે 4 ઓપન જેલ છે. તેમાં કેદીઓ ખેતી પણ કરે છે.
16000 કેદી રાખવાની ક્ષમતા છે. જેની સામે 18000 કેદીઓ સરેરાશ હોય છે. જેમાં 80% એટલે કે 14400 કાચા કામના કેદી હોય છે. 3600 પાકા કામના કેદી છે.
નવા બનેલા જિલ્લાઓમાં 4000 કેદીની જગ્યા વધારવામાં આવી રહી છે.
ગુજરાતમાં કુલ કેટલી જેલ?
ગુજરાતમાં હાલમાં કુલ 65 જેલ આવેલી છે. જેમાં ચાર સેન્ટ્રલ જેલ અમદાવાદ બરોડા સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં આવેલી છે. તો અન્ય 33 જિલ્લાઓમાં ડીસ્ટ્રીક જેલ આવેલી છે. આ સિવાય ત્રણ ઓપન જેલ અને તાલુકા કક્ષાએ સબજેલ પણ આવેલી છે.
સેન્ટ્રલ જેલ: આ પ્રકારની જેલમાં લાંબા સામેના દોષિત કેદીઓ ( 2 વર્ષ કે તેથી વધુ સમય ) ને રાખવામાં આવે છે. તેનું સંચાલન રાજ્યના જેલ વિભાગ દ્વારા કરવામાં આવે છે. ગુજરાતમાં હાલ કુલ 4 સેન્ટ્રલ જેલ કાર્યરત છે. જે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને લજપોર ( સુરત ) માં આવેલી છે.
શું છે અમદવાદમાં આવેલી જેલોની સ્થિતિ?
અમદાવાદમાં કુલ 3 પ્રકારની જેલ આવેલી છે. જેમાં અમદાવાદ સેન્ટ્રલ જેલની ક્ષમતા 2586 કેદીઓની છે તેની સામે 3887 કેદીઓ હાલ ત્યાં રહી રહ્યા છે. અમદાવાદ મહિલા જેલની વાત કરીએ તો કુલ 200 મહિલા કેદીઓની ક્ષમતાની સામે હાલ ત્યાં 144 મહિલા કેદીઓ તેમની સજા ભોગવી રહી છે. તો અમદાવાદ ઓપન જેલમાં કુલ 60 કેદીઓની ક્ષમતા છે. જેની સામે હાલ 7 કેદીઓ અહીં સજા ભોગવી રહ્યા છે.
સબ જેલ: આ પ્રકારની જેલ જિલ્લાની બહારના તાલુકા કે શહેરોમાં આવેલી હોય છે. જેને હવાલાતી કેદીઓ અથવા ટૂંકા સમય માટે દંડિત થયેલા કેદીઓને રાખવા માટે ઉપયોગમાં લેવાય છે. ગુજરાતમાં હાલમાં કુલ 8 સબ જેલ આવેલી છે.
ઓપન જેલ: આ જેલોની રચના પુનઃસંસ્કારના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે. અહીં કેદીઓને વધુ મુક્ત વાતાવરણ, કામ કરવાની છૂટ આપવામાં આવે છે અને ઓછા નિયંત્રણ હેઠળ રાખવામાં આવે છે. અહીં એવાં કેદીઓને રાખવામાં આવે છે જે શિસ્તબદ્ધ હોય અને છુટછાટનો દુરુપયોગ ન કરે. ગુજરાતમાં હાલ કુલ 4 ઓપન જેલ આવેલી છે. જે અમદાવાદ, જુનાગઢ, અમરેલી અને દંતેશ્વર ( વડોદરા ) માં આવેલી છે.
સ્પેશિયલ જેલ: સામાન્ય રીતે આ જેલમાં ખાસ પ્રકારના કેદીઓ જેમ કે – રાજકીય કેદી, VIP લોકો અથવા સુરક્ષાની દ્રષ્ટિએ વિશેષ કેદીઓ માટે આ પ્રકારની જેલની વ્યવસ્થા કરવામાં આવે છે. ગુજરાતમાં હાલ કુલ 2 સ્પેશિયલ જેલ આવેલી છે. જે પોરબંદર અને પાલારા (ભુજ) માં આવેલી છે.
ડિસ્ટ્રિક જેલ ( જિલ્લા સ્તર ): આ જેલ સામાન્ય રીતે જિલ્લાના મુખ્ય શહેરમાં આવેલી હોય છે અને એ જિલ્લા માટે મુખ્ય જેલગૃહ તરીકે કામ કરે છે. ટૂંકા ગાળાના દંડિત કેદી અને જેમનો કેસ હજુ કોર્ટમાં ચાલતો હોય તેવા કેદીઓને રાખવામાં આવે છે. ગુજરાતમાં હાલ કુલ 12 ડિસ્ટ્રિક્ જેલ આવેલી છે.
મહિલા જેલ: આ જેલ ખાસ રૂપે મહિલા કેદીઓ માટે રચવામાં આવે છે. અહીં માત્ર મહિલાઓને જ રાખવામાં આવે છે. અને તેમાં રહેઠાણ, સુરક્ષા અને પુનઃવસવાટ જેવી સુવિધાઓ મહિલાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઊભી કરવામાં આવે છે.